________________
©
प्रजुद्ध भवन
શ્રી મુ`બઇ જૈન યુવક સઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૪૦ પૈસા
Regd. No. MH. I17 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈન’તુ નવસસ્કરણ વર્ષ ૨૮ : અંક - ૧૦
મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૬, શુક્રવાર આફ્રિકા માટે શિલિ*ગ ૯
*
તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
જેન પ્રાથના મા
पंच परमेष्ठि - महामन्त्र
नमो अरिहंताणं ।
नमो सिद्धाणं ।
नमो आयरियाणं ।
नमो उवज्झायाणं ।
नमो लोए सव्वसाहूणं । एसी पंच नमुदकारो सव्वपाव- प्पणासणी । मंगलाणं च सव्र्व्वेसि पढमं हवइ मंगलं ॥
પંચપરમેષ્ઠિમંત્ર એ જૈન પર પરામાં મહામંત્ર તરીકે માન્ય છે. જૈન પરંપરાના બધાય ફિરકાઓને એ મંત્ર સમાન ભાવે માન્ય છે. પ્રત્યેક પ્રવૃત્તિમાં એનું શ્રાવણપઠન કલ્યાણકૃત મનાયેલું છે.
જો કે પ્રસ્તુત મહામંત્ર જૈન સંપ્રદાયની ભાષા અને પરિભાષામાં ગ્રથિત છે; સામાન્ય જૈના એને પોતાના જ મંત્ર માનતા આવ્યા છે; જૈનેતરો એ મંત્રમાં પેાતાને માન્ય હોય એવું રહસ્ય કદી જાણવા યત્ન કરતા નથી; આથી જેમ દરેક ધર્મ પરંપરાની મંગળમય પ્રાર્થના તે તે પરંપરામાં જ મુખ્યપણે સમાયેલી દેખાય છે, તેમ પ્રસ્તુત પરમેષ્ઠિમંત્ર વિશે પણ બન્યું છે; છતાં પ્રસ્તુત મહામંત્રના જે પરમાર્થ છે, તેને જાણનાર કોઈ પણ કહી શકશે કે વસ્તુત: આ મહામંત્ર સર્વદેશ - કાળના બધાય સાચા આધ્યાત્મિકોએ સ્મરણ કરવા યોગ્ય છે.
જયારે આ પરમાર્થની વાત કરું છું, ત્યારે તે કલ્પનાથી નથી કહેતા; ખુદ પરમેષ્ઠિમંત્રના પંચમપદમાં જ તે અર્થ સ્પષ્ટ રીતે સૂચવાયો છે. નમો હોહુ સજ્વલાડૂળ। એ પદમાં ‘જોયા’, ‘સાધુ’ અને તે પણ ‘સર્વ’એ ત્રણ અંશ ઉકત ભાવના સૂચક છે. જોમ પદથી દેશ-કાળ નિરપેક્ષ આખાય વિશ્વમાં વર્તમાન એવા સાધકો અભિપ્રેત છે. ‘સાધુ’ પદથી કોઈ માત્ર બાહ્યવેશ કે બાહ્ય ચિહ્નધારી સાધક વિક્ષિત નથી, પણ જે આધ્યાત્મની સાચી દિશા તરફ ઉન્મુખ છે તે જ વિવક્ષિત છે. ‘સર્વ’ પદથી પંથ, જાતિ આદિ સંકુચિત સીમાઓથી પર એવા સમગ્ર સાધકોને નમસ્કાર કરેલ છે.
આ પૂર્વભૂમિકાનો અર્થ ધ્યાનમાં રાખી બાકીનાં પદોના અર્થની સંગતિ કરવાની છે.
તમો પવન્નાયાળું એ પદ જ્ઞાનદાતા ઉપાધ્યાયને નમસ્કાર સૂચવે છે. પણ તે ઉપાધ્યાય અત્રે મુખ્યપણે આધ્યાત્મિક સાધનામાં ઉપયોગી હોય છે એવા જ્ઞાનના ધારક અને દાતા જ વિવક્ષિત છે. એ જ રીતે નમો આયરિયાળ એ પદથી જે આચાર્યોને નમસ્કાર કરેલ છે, તે આચાર્યો મુખ્યપણે આધ્યાત્મિક સાધનાને અનુકૂળ હોય એવા જ વિશુદ્ધ આચારમાં પ્રવર્તમાન હોય અને ઈતર અધિકારીઓને એવા આચારમાં માર્ગદર્શક થઈ શકે તેવા હોય તે જ વિવક્ષિત છે.
આ જ ક્રમને અનુસરીને નમો અરિહંતાણં એ પદના અર્થ સમજવાના છે. જેઓએ આધ્યાત્મિક સાધનાની છેલ્લી ભૂમિકા પ્રાપ્ત કરી હોય અને છતાં દેહધારી હાય, એવા જીવનમુકત વીતરાગ જ અહીં વિવક્ષિત છે. યોગશાસ્ત્રમાં અને સાંખ્ય પરપરામાં (સાંખ્યકારિકા–૬૪) જેમને કેવલી યા કૈવલ્ય પ્રાપ્ત રૂપે વર્ણવ્યા છે, અને યોગપર પરામાં જેમને સપ્તધા પ્રાન્તમૂમિ: પ્રજ્ઞા (યોગસૂત્ર, વાવ ૨ સૂત્ર ૨૭) પ્રાપ્ત થયેલી છે, તે અહીં અદ્ભુતુ તરીકે અને કેવળી તરીકે નિર્દિષ્ટ છે.
ક્ષય કરવા લાયક બધા જ કલેશેા જેમના ક્ષીણ થયા હોય, જાણવા લાયક બધું જ જેમણે જાણ્યું હોય, પ્રાપ્ત કરવા લાયક બધું જ જેઓએ પ્રાપ્ત કર્યું હોય અને કરવા લાયક બધું જ જેમણે કરી લીધેલું હોઈ હવે કશું નવું કરવાનું બાકી રહેતું ન હોય, એવી સ્થિતિવાળા જ સપ્ત પ્રાન્તમૂમિ ના અર્થમાં આવે છે; અને
જૈન પર’પરામાં એ જ અર્થ તુ પદથી વિવક્ષિત છે. આવા જીવનમુકત ઔપનિષદ પરંપરામાં અને બૌદ્ધ પરંપરામાં તેમ જ ઈતર પર પરાઓમાં એક સરખી રીતે નમસ્કરણીય મનાયેલ છે.
નમો સિદ્ધાળું પદ એ વિદેહમુકત વિશુદ્ધ જીવાત્મા, અથવા કહો કે, પરમાત્માનું બાધક છે.
આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પરમેષ્ઠિમંત્રમાં માત્ર આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પ્રારંભથી માંડી તેની અંતિમ ભૂમિકા સુધીના અધિકારીઓને જ આવરી લઈ તે દ્વારા આધ્યાત્મિક વિશુદ્ધિની જ ઉપાસના–વંદના કરવામાં આવી છે અને અત્યારલગીના માનવ” “ જાતિના આધ્યાત્મિક ચિંતન-સાધનાને લગતા ઈતિહાસમાં એવી કોઈ પરંપરા નથી કે જે એક યા બીજા રૂપે આવા ઉત્ક્રાંતિકર્મને ન સ્વીકારતી હોય કે આચારણીય ન માનતી હોય. આ જ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તે નિ:શંક રીતે સમુથારમહામત્રને સર્વગ્રાહ્ય રૂપે સમજાવી શકાય.
તનુાર મંત્રના મહિમાને સૂચવવા માટે એના છેલ્લાં પદોમાં સર્વમાંગલિકમાં પ્રથમ યા મુખ્ય મંગળ તરીકે એને વર્ણવ્યા છે.
સૌ જાણે છે કે બૌદ્ધ પરંપરામાં બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રિશરણના સ્વીકાર છે. જૈન પરંપરામાં એ ત્રિશરણના સ્થાનમાં ચતુ:શરણ પ્રસિદ્ધ છે. અર્હત, સિદ્ધ, સાધુ અને વીતરાગપ્રણીત ધર્મ, ખરી રીતે બુદ્ધના સ્થાનમાં જૈન પરંપરાએ જીવનમુકત અને વિદેહમુકત એ બન્નેને માત્ર જુદા વર્ણવ્યા છે, એટલું જ.
લૌકિક કે લાકાર કોઈ પણ પર'પરા હાય, તે તેમાં તે તે વિષયના પૂર્ણ નિષ્ણાત અર્થાત જ્ઞાની, તેણે દર્શાવેલા કર્તવ્યપંથ - ધર્મ અને તે માર્ગને અનુસરતા વર્ગ એટલે સંધ: આ ત્રણ અંશે સંવાદીપણે હાવાના જ; તાજ તે તે પુર'પરા ચાલી અને વિકસી શકે.
પ્રસ્તુત મહામંત્રમાં તે આધ્યાત્મિક સાધનાનો વિશુદ્ધ માર્ગ અભિપ્રેત હોવાથી તેમાં અર્હત્ સિદ્ધ, સાધુ અને કેવળી - પ્રરૂપિત ધર્મ-એ ચારને ઉત્તમ મંગળ માનીને એનું શરણ સ્વીકારવાનું કહ્યું છે.
चत्तारि मंगलं अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं ।
केवलिपन्नत्तो धम्मो मंगलं । चारि लोगुत्तमा
।
अरिहंता लोगुतमा સારૂં છોગુત્તમા ।
सिद्धा लोगुत्तमा ।
केवलिपत्नत्तो धम्मो लोगुत्तमो ।
चतारि सरणं अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि । केवलिन्नतं धम्मं सरणं पवज्जामि । વિવેચક : પંડિત સુખલાલજી