________________
પ્રભુ જીવન
તા. ૧-૯-૧૬
સ્વાતંત્ર્યદિનના રોજ રાષ્ટ્રપતિએ પ્રજાજોગ પાઠવેલું તલસ્પશી પ્રવચન
(તા. ૧૪મી ઓગસ્ટની રાત્રીએ ઑલ ઈન્ડિયા પ્રવચનના ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. આજનાં ભયસ્થાના પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને આપણને સચેટ અને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. તંત્રી)
આ
રૅડીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવેલ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પ્રવચન આપણા દેશની આજની પરિસ્થિતિને પાયામાંથી સ્પર્શે છે અને
૯૪
આપણા સ્વાતંત્ર્યદિનની ૧૯મી જયંતી પ્રસંગે ઘરઆંગણેના તથા પરદેશમાં વસતા આપણા દેશબાંધવાને કૈં કહેવાની જે તક મળી છે તેથી મને આનંદ થાય છે.
આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ—આપણા માટે બધું જોઈએ તેવું સમુસૂતરું નથી તેમ છતાં હતાશ થવાની કોઈ જરૂર નથી. આપણી રોજબરોજની મથામણામાં કોલાહલ અને - વાશમાં આપણે અટવાઈ ન જઈએ તે! આપણામાં ઘણુ' એવું ઉત્તમ અને મહાન છે એના આપણને ખ્યાલ આવશે. અવિરત અને મક્કમ પ્રયત્નોથી આપણી મુશ્કેલીઓને આપણે વટાવી શકીએ એવી આપણી શ્રાદ્ધા છે.
વ્યાપક દષ્ટિએ ભાવિ માર્ગ અને ઉદ્દેશોને લક્ષમાં રાખી આપણે વર્તવું જોઈએ. આપણે લેાકશાહી બંધારણ અપનાવ્યું છે. વિચાર અને વર્તનની એક્વાકયતા માટે થઈ રહેલા આગ્રહો છતાં, લોકશાહી બંધારણ આપણું વ્યકિતત્વ જાળવવામાં આપણને મદદરૂપ નીવડે છે. આને પરિણામે મહાન નહીં તે।ય ભસમાજ નિર્માણ થશે જ, અંગતની સમકાલીન પરિસ્થિતિમાં વિરોધ તથા ટીકા સહન કરી શકે તે જ સરકાર તરી, પાર ઊતરશે. આચાર વિચારમાં એકધારાપણાના આગ્રહ સેવતી સરકારો ભલે સમયપૂતિ ટકી જાય પણ તે ક્ષણજીવી જ નીવડવાની. લાશાહી રાજ્યની વિવિધ સભાએ સામાજિક સંઘર્ષોને સહ્ય બનાવે છે અને ભયજનક ઉલ્કાપાતને ટાળે છે. સક્રિય લોકશાહી માટે પ્રજાજનોએ કાયદા અને અધિકૃત સત્તાના સ્વીકારની તત્પરતા દાખવવી ઘટે. કોઈ પણ માનવી યાસમૂહ કાયદો ઠોકી બેસાડી શકે નહીં. આપણી આસપાસ નજર ફેંકીએ તે આપણને સર્વત્ર અરાજકતા ધતી જણાય છે. ક્ષુલ્લક બાબત માટે હડતાળા, દેખાવા અને ચળવળ વધી રહ્યાં છે. ખેતરો અને કારખાનાઓમાં, શિક્ષણસંસ્થાઓમાં અને સરકારી કચેરીઓમાં પ્રામાણિકતા અને ખંતથી કામ કરતા આપણા પ્રજાજનોને કંઈક ગુમાવ્યાની તથા માનભંગ થવાની ભાવનાથી અસ્વસ્થ કરી મૂકવામાં આવે છે અને એવી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરવામાં આવે છે, જેને પરિણામે તેમના જીવનનું નૈતિક બળ શિથિલ થાય છે અને રાષ્ટ્રીય માલમિલકતને નુકસાન પહોંચે છે. આપણા ઉજજવળ નામને તથા આપણી સુખાકારીને નુકસાન પહોંચે તેવું કશું આપણે ન કરવું જોઈએ. આ કપરા કાળમાં આપણ સૌની ફરજ છે કે આપણે લેાકશાહી સંસ્થાઓ અને સર્તનનું જતન કરીએ. માગનું નિરાકરણ લાવવા માટે આંદોલન જ એક માત્ર માર્ગ છેએમ મનાવું ન જોઈએ. આવતા વર્ષની શરૂઆતમાં આપણે ત્યાં સામાન્ય ચૂંટણીઓ થશે. તત્ત્વચિંતન, ધર્મ, સાહિત્ય અને કલાદ્રારા આપણી સંસ્કૃતિ પર છાપ મૂકી જનાર આપણા સંસ્કારોનું પ્રતિનિધિત્વ ધરાવનારાએ જ ધારાસભામાં આપણા પ્રતિનિધિ હાવા જોઈએ. ‘સત્યમેવ જયતે'ની આર્ષવાણી આજે વિશ્વના કરોડો માનવીઓ સ્મરે છે. અસ્ખલિત બુદ્ધિમત્તા, સામાજિક ન્યાય, નિર્બળની રક્ષા માટેની ત્રણ હજાર વર્ષો પુરાણી અવિશ્રાન્ત આર્ષવાણી આપણા ઈતિહાસની પ્રથમ પ્રબળ સંચાલક શકિત રહી છે. માનવજાતના મન અને હૃદયને સ્પર્શવાની એ શબ્દો અને વિચારોમાં શકિત રહેલી છે. આપણા રાષ્ટ્ર વતી બાલનાર આપણા પ્રતિનિધિઓ સંસ્કારી, અનાસકત, અને લોકસેવાની ભાવના ધરાવતા હોવા જોઈએ. ક્ષુલ્લક વ્યકિતગત, સ્થાનિક, જ્ઞાતિવિષયક તથા કોમવિષયક ઝઘડાઓમાં અટવાયેલા અને સત્તાલેાલુપતાને વશ થનારને અહીં સ્થાન નથી. આપણા માવડીએના શિક્ષણસંસ્કાર પર આપણા દેશનું ભાવિ અવલંબે છે. સામાજિક, આર્થિક
અને સાંસ્કૃતિક પરિવર્તન માટે શિક્ષણ એક સાધન છે. આપણે જો સામાજિક અને રાષ્ટ્રીય એકતા માટે કાર્ય કરવું હોય, આપણે જો નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ સાધવા હોય, અને ખેતીવાડીમાં કે ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવું હોય તો આપણે શિક્ષણના સદુપયોગ કરવા રહ્યો. ભૂખ અને ગરીબી, રોગચાળા અને નિરક્ષરતા, વહેમ અને રીતરિવાજોની જડતા, વેડફાતાં સાધનો તથા પછાત દેશની ગરીબ પ્રજાના પ્રશ્નો—આ સર્વના તડ લાવવામાં જ્ઞાનવિજ્ઞાન સહાયભૂત બનશે. વિકાસના આપણા કાર્યક્રમાને કુંઠિત કરતા આલસ્ય અને અણુઆવડતમાંથી આપણે મુકત થવું રહ્યું.
વિવિધ સ્તર પર આપણું વહીવટી તંત્ર સ્વચ્છ અને કાર્યકુશળ બનવું જોઈએ. અનાજના પ્રશ્ન વિચારીએ ; આપણા દેશની સિત્તેર ટકાથી વધુ વસ્તી ખેતીવાડીના કામમાં રોકાયેલી હોય અને છતાં પણ આપણે મોટા પાયા પર પરદેશથી અનાજ આયાત કરવું પડતું હોય તો એમ જ માનવું રહ્યું કે જેની વિશાળ અને વ્યાપક ખેતીવાડી માત્ર વરસાદ પર જ નિર્ભર છે તેવા પ્રાથમિક સમાજની દશામાં આપણે છીએ. મબલખ પાક ઊતરે ત્યારે આપણે ધાન્યનું જતન કરતા નથી. અછતના કાળમાં આપણે યોગ્ય વહેંચણીની વ્યવસ્થા કરી શકતા નથી. આવી અછત પ્રજાની સ્વાર્થવૃત્તિ, સંગ્રહખોરી, સટ્ટાખોરી અને ગેરવ્યવસ્થાને કારણે ઉગ્ર બને છે. સમાજવિરોધી તત્ત્વો સામે આપણે પગલાં કાંતો લેવા માગતા નથી કે લઈ શકતા નથી. આ રુશ્વતખારીનીને ઢાંભવામાં પ્રમાણિક અને મક્કમ સરકારે સક્રિય બનવું રહ્યું. પ્રામાણિક અને મક્કમ સરકારે છેતરામણ, જુઠાણાં કાવાદાવા અને ભીરુતાને નિર્મૂળ કરવાં જોઈએ. આવતાં થોડાં વર્ષોમાં અનાજની બાબતમાં સ્વાવલંબી બનવાને માટે આપણે રાષ્ટ્રીય ધારણે મહાપ્રયાસેા કરી પરિસ્થિતિ સુધારવી જોઈએ. આપણે સૌ પહેલાં ખેતીવાડીના વિકાસ કરવો જોઈએ. આપણા ખેડૂતો બુદ્ધિશાળી છે અને નવું નવું શીખવા તત્પર છે. આપણું ખેતીવાડીનું ઉત્પાદન વધ્યું તો છે, પરંતુ તે આપણી વધતી જતી વસ્તીની માગને પૂરું પડી શકે તેમ નથી. આપણી વસ્તી ૧૯૫૧માં છત્રીસ કરોડ દસ લાખની હતી તે ૧૯૬૧માં તેતાલીસ કરોડ નેવું લાખની થઈ. અને આજે આપણી વસ્તી અડતાલીસ કરોડ અને પચાસેક લાખે આવીને ઊભી છે. ઉદ્યોગ અને ખેતીવાડીના વિકાસ આ રીતે વધતી જતી વસ્તીની માગને પહોંચી વળી શકે તેમ નથી. આથી વસ્તીનિયમન કરવું ખૂબ જ આવશ્યક છે.
વિષે અર્થ
અવમૂલ્યનની મૂલ્યવત્તા અને વ્યાજબીપણા આપણે ચર્ચાઓ કરીએ છીએ. વાદવિવાદથી કશે। સરતા નથી. અવમૂલ્યન લાભકારક નીવડે અને એની મર્યાદાઓ ટળે તેવાં પ્રખર પગલાં લેવાનું આજનું આપણું મુખ્ય કાર્ય છે. આયાતખર્ચ તથા નવી યોજનાઓને પહોંચી વળવા માટે તથા આર્થિક સ્થિતિને ઝડપભેર સુધારવાની આશાએ આપણે અવમૂલ્યનનું જોખમ ખેડયું છે. રોજી તથા ભાવવધારાના ઉછાળાને અટકાવવા માટે, ઉત્પાદન વધારવા માટે તેમ જ જાહેર અને ખાનગી ક્ષેત્રમાં ખર્ચનું પ્રમાણ ઘટાડવા માટે આપણે પગલાં લઈ રહ્યા છીએ. નાણાંકીય વ્યવહારમાં આજે સબળ સંયમની જરૂર છે. કપરા કાળને આપણે સામના કરવાના છે અને કરકસર અપનાવવાની છે. જાતજાતની સગવડો વિના જીવતાં શીખવાનું છે અને રોદણાં રડયા વિના મુશ્કેલીઓના સ્વીકાર કરવાનો છે. આવા પ્રખર શિસ્તથી આપણું સ્વાસ્થ્ય અને ચારિત્ર્ય સુધરશે. આનો આરંભ ઉપલા સ્તરથી થવા
(૭