________________
તા. ૧-૯-૧૬
માટે બે કુટુંબીઓએ મળી આ જાળ રચી છે અથવા તો મજાક કે એવા જ કોઈ હેતુ એની પાછળ છે. પરંતુ પરિસ્થિતિ જેમાં એવું કહી નાખવું બરાબર ના ગણાય. જરૂરી તપાસ કર્યા પછી બે કુટુંબા તદ્દન અપરિચિત હતાં એ હકીકત પુરવાર થઈ છે. આ બનાવ પછી લોકોની પૂછપરછથી બંને કુટુંબ કંટાળી ગયા છે અને એ બે વચ્ચે કોઈ પણ જાતના ભાવ રહ્યો નથી. નેસાટીના માબાપને એ અંગેના સમાચારો ફ્લાય, પૂછપરછ થાય એ પ્રત્યે નફરત છે.
પ્રબુદ્ધ જીવન
કેટલાક માણસા આ દાખલા પર વિચાર કરી એમ કહેશે કે વિચાર વહનના (telepathy) આ એક પ્રકાર હોઈ શકે. પરંતુ આ મત પણ પાયાવિનાના કહેવાય. કારણ કે નિસાટીમાં એ જાતની કોઈ શકિત કે આવડત હોવાના બીજો કોઈ પુરાવા નથી. અને કદાચ એ શકિત એનામાં હોય તે પણ ખુદાક કુટુંબની વ્યકિતઓને એણે જે રીતે બરાબર ઓળખી કાઢી, એમના સહવાસમાં એ જે રીતે રહેવા માગતા હતા તે બધાંનું સ્પષ્ટીકરણ ‘વિચાર વહન” ના આપી શકે.
સ્વામિત્વ જમાવવાની વૃત્તિ આની પાછળ છે એમ પણ કોઈ કહેશે. નિસાટીના મન પર નેસિપે કાબૂ મેળવ્યો (જેમ કોઈના શરીરમાં કોઈ પ્રેત સંચરે અથવા કોઈને ભૂતબાધા થાય તેમ) પરંતુ આવા સંચાર (એમાં માનવું હોય તો) અમુક વખત સુધી જ ચાલે અને એ ચાલે ત્યાં સુધી જ નિસાટી નેસિપ જેવું વર્તન રાખે. પરંતુ આ તે પ્રારંભથી જ આ બધી વિગતો નિસાટી કહેતો રહ્યો છે, એનું મગજ સારી પેઠે સ્થિર છે, એને કોઈ પણ વળગાડ હોય એવું એનું વર્તન નથી.
‘અવગતિયા જીવ’ તરીકે પણ કોઈ એને ગણે. પરંતુ એવી માન્યતામાં બેસે એવા આ ‘જીવ’ નથી. છતાં મૃત્યુ પછી પણ આ લાકમાં આ જીવ રહ્યો છે એવું કાંઈક માનવા જેવું ખરું.
છતાં આ બધાં પર્યાયોમાંથી એક પણ પર્યાય ! દાખલામાં બંધબેસતા નથી એ તા ચોક્કસ છે. એ દરેક પર્યાય સામે મૂકી શકાય એવા નક્કર પુરાવા આ હકીકતમાં છે.
માનસશાસ્ત્રચિકિત્સા (Parapsychology) આ એક વિજ્ઞાન છે. એની કસોટીપર જ્યારે આ દાખલા મુકાય ત્યારે
કોઈ પણ પૂર્વગ્રહ, માન્યતા, કે વિશ્વાસને એમાં સ્થાન ના હોઈ શકે. એ બાબત જે કાંઈ કહેવું હોય તેની પાછળ વિજ્ઞાને સિદ્ધ કરેલા સિદ્ધાંત હોય તો જ કાંઈક કહીં શકાય. આ વિજ્ઞાનની શિસ્ત છે. કોઈ પણ મુદ્દો એમાં કાઢી નાંખવા જેવા નથી કે કોઈ માની લેવા જેવા પણ નથી. સંપૂર્ણ સંશોધનને અંતે જે સત્ય તારવી શકાશે તે જ શાસ્ત્ર માન્ય રાખશે.
અનુવાદ : શ્રી મૃણાલિનીબહેન દેસાઈ
એક ચિકિત્સક તરીકે મને એમ લાગે છે કે આ બાબતનો કોઈ પણ ખુલાસા આજે આપણી પાસે નથી ત્યારે આ નિસાટીના કહેવાતા પુનર્જન્મની કથા એ આપણી સામેના એક કૂટ પ્રશ્ન બને છે. એ આખી ઘટના પર પ્રશ્નચિહ્ન લટકે છે. જવાબ હજુ જડતા નથી, છતાં એ જવાબ છે—એ ચોક્કસ છે. એ શું છે એ વાત જુદી. એના પર મહેનતપૂર્વક સંશોધન કરી એ શોધવા જોઈએ. માનસશાસ્ત્રના ચિકિત્સકોને આ એક પડકાર છે. એઓ આ આવ્હાન સ્વીકારશે અને સત્યપરનું આવરણ દૂર કરશે. મૂળ અંગ્રેજી : પ્રા. એચ. એન. બેનરજી
“શેઠજી, તમારી પાધડી ભેંસ ચાવી ગઇ”
એક વાણિયા અને ખેડૂત વચ્ચે કોઈ બાબતમાં તકરાર થઈ. તકરાર કાજી પાસે ગઈ. વાણિયાએ કાજીને છૂપી રીતે રૂા. ૧૦૦ની નોટ પહોંચાડી. ખેડૂતને આ બાબતની ખબર પડી ગઈ. ખેડૂત પછીના દિવસે કાજીને ત્યાં એક ભગરી બેંશ બાંધી આવ્યો. વાણિયા કાજીને જ્યારે જ્યારે મળે ત્યારે ત્યારે સલામ કરીને કહેતા જાય કે “સાહેબ મારી પાઘડીની ખેવના કરવાનું ભૂલતા નહિ.” એમ બે ચાર વાર જ્યારે વાણિયાએ કાજીને કહ્યું ત્યારે એક દિવસ કાજીએ વાણિયાને એક ખૂણે બોલાવીને જણાવ્યું કે શેઠજી, હું શું કરું ? તમારી પાઘડી ભેશ ચાવી ગઈ!'
૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ-૩.
દેશભરમાં લેવાતી લાંચરૂશ્વત આજે આ પ્રકારનું રૂપ ધારણ
કરી રહી છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિવિધલક્ષી પ્રવૃત્તિનાં પ્રસંશકો તેમ જ સંસ્કારી સુશોતાઓને
નમ્ર
નિવેદન
€3
છેલ્લાં સાડત્રીશ વર્ષથી ચાલતાં અમારા સંઘનો અને સંઘ દ્રારા ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય આપવાની આવશ્યકતા આજે અમને દેખાતી નથી – આમ છતાં પણ, પર્યુષણ પર્વનાં પવિત્ર અને મંગલમય દિવસોમાં આપણે સૌ બાર મહિને એકવાર ભેગા થઈએ છીએ ત્યારે સંઘની પ્રવૃત્તિઓ વિષે બે શબ્દ કહેવાનું મન થાય એ સ્વાભાવિક જ છે. વળી, સંઘની કાર્ય – જયોત અખંડપણે પ્રજલ્વિન રાખવા આપની પાસે આર્થિક સહકાર માટે પણ અમારે હાથ લંબાવવાના બાર મહિને ફ્કત આ એક જ પ્રસંગ આવે છે.
ટૂંકમાં અમારી પ્રવૃત્તિઓ આ છે:
(૧) પર્યુષણ વ્યાખ્યાનમાળા, (૨) પાક્ષિક પત્ર—‘પ્રબુદ્ધ જીવન’
(૩) સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય
(૪) નાતજાતના ભેદભાવ વિના અપાતી વૈદ્યકીય રાહત
(૫) વૈદ્યકીય સારવારનાં સાધનો
(૬) વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલન-વાર્તાલાપ
(૭) નાનાં મોટાં પર્યટન - પ્રવાસો
ઉપરની દરેક પ્રવૃત્તિ પાછળ વર્ષ-પ્રતિવર્ષ ખર્ચ વધતો જ જાય છે. આ વર્ષે પર્યુષણ દરમ્યાન અમારી શ. ૧૫,૦૦૦ ભેગા કરવાની અપેક્ષા છે. આપ ઉપરની કોઈ પણ એક પ્રવૃત્તિમાં યા સમગ્ર પ્રવૃત્તિમાં આપની રકમ નોંધાવી શકો છે. વિનંતિ એક છે—અપીલ એક છે—આ રકમ બની શકે તેટલી મોટી આપો, જેથી અમારું લક્ષ્યાંક જલ્દી સિદ્ધ થાય.
માળા છે આપ અમને નિરાશ નહિ જ કરો!
9
ચીમનલાલ જેઠાલાલ શાહ, સુમેાધભાઇ એમ. શાહ, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.