SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૧૦ હોય છે. આ વિચારપરંપરાને અનુસરનારને વ્યકિતત્વનો “અશરીર એ એક વિભાગ પૂર્વજીવન સાથેની સ્મૃતિ જાળવી બીજો દેહ ધારણ કરે એ માત્ર ધાર્મિક વૃત્તિવાળાની ભેળી ભાવના લાગે છે. નક્કર હકીકતને તેમને એમાં અંશ પણ જણાતો નથી. વૈજ્ઞાનિક દષ્ટિબિન્દુને પણ એક બીજું પાસું છે. વિજ્ઞાનની અંદર જે જે નવી શોધખોળ થઈ છે તેથી વિજ્ઞાનના ઉપાસકો પિતાનું સંપૂર્ણ ભૌતિક દષ્ટિબિંદુ બદલી વિશાળ દષ્ટિએ જીવન અંગે વિચારવા માગે છે. માનસચિકિત્સામાં માનવી-મનોવ્યાપારના કેટલાક એવા દાખલા મળી આવે છે કે જેનું સ્પષ્ટીકરણ શરીરશાસ્ત્રની કક્ષામાં પ્રાપ્ત થતું નથી, એટલું જ નહિ પણ, માનસચિકિત્સકોએ એવા કેટલાક મુદ્દા નક્કર પાયા પર વિજ્ઞાન સમક્ષ મૂકયા છે કે જે જોતાં શરીરથી પર એવી કોઈ શકિત મનોવ્યાપારના દોર સાચવે છે એવું માનવું પડે એમ લાગે છે. અને પુનર્જન્મ એ માત્ર ભેળી ભાવના. મટી હકીકતનું રૂપ લે એવી શકયતાઓ નિર્માણ થાય છે. માત્ર એક સિદ્ધાંત તરીકે નહીં પણ અનુભવસિદ્ધ હકીકતની દષ્ટિએ પુનર્જન્મના પ્રશ્નની તપાસ કરી એ બાબતને વિચાર કરવા જેવું છે. માનસચિકિત્સકો વૈજ્ઞાનિક દષ્ટિબિંદુથી એવા કેટલાક અનુભવો ભેગા કરી એના પર સંશોધન કરે છે. પુનર્જન્મના કેટલાક પ્રત્યક્ષ કહેવાતા દાખલાઓને અભ્યાસ કરી એમાં મળતા મુદ્દાઓ સ્પષ્ટ કરવાના પ્રયાસ એ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. કોઈ પણ જાતના સંશોધન માટે આપણી પાસે હકીકતોની ચક્કસ ભૂમિકા જરૂરી છે. કેટલીક વાર નાના બચ્ચાંઓ પિતાના પૂર્વ જીવનની વાત કરે છે–એ બાબતની વ્યવસ્થિત નોંધ લેવામાં આવે છે. એવી વાતેમાંથી પુનર્જન્મ વિશે કાંઈક જાણવા મળશે કે કેમ એ અંગે સંશોધન ચાલે છે. પિતાના પૂર્વજન્મની વાત કેટલાક કરે છે તેવા સમાચાર ઘણીવાર મળે છે. પુનર્જન્મમાં માને એવા લોકો બહુ સરળતાથી એવી વાત સ્વીકારે છે, પણ જે લોકો એમાં ન માને તેઓ એવી વાતને ગણકારતા નથી. વૈજ્ઞાનિકની રીત આ બંનેથી જુદી હોય છે. એ પ્રત્યક્ષ પ્રમાણદ્વારા પ્રાપ્ત થયેલી હકીકતેની નોંધ લે છે. અને કોઈ પણ પૂર્વગ્રહ વગર એમાંથી કોઈ નિર્ણય અથવા અનુમાન ઉપર આવવાને પ્રયાસ કરે છે. એક રહસ્યપૂર્ણ કિસ્સો અમારી પાસે કહેવાતા પુનર્જન્મ અંગેના કેટલાક કિસ્સાઓ આવે છે તેમાં આ એક ધ્યાન ખેંચી લે એવો મહત્વને કિસ્સો છે. " નિસાટી ઉન લુકાસ કિરન - જેને આપણે ખાલી નિસાટી કહીશું એ ૧૭ વર્ષને યુવાન છે. “અદના” નામનું એક ગામ તુર્કસ્તાનમાં – આવેલું છે. ત્યાં એક સાધારણ સ્થિતિના આરબ કુટુંબમાં આ છોકરાને જન્મ થયો હતો. આ લેખમાં આપેલા કિસ્સામાં જેને માબાપે છોકરાનું નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પૂર્વભવને મલિક પાડ્યું. પણ નસિબ બુદાર્ક' છે. ' બે જ દિવસ પછી એની માતા સેસિલીને સ્વપ્ન આવ્યું તેમાં આ બાળકે 'પિતાનું નામ મલિક નહીં પણ રેસિપ પાડવાનું બહુ આગ્રહથી કહ્યું. પાસેના સગામાં નેસિપ નામને એક છોકરો હતો. અને એ જ નામ ફરી પાડવું અપશુકન જેવું ગણાય એટલે એ માબાપે મલિક નામ બદલી નિસાટી એવું નામ પાડયું. છોકરો જયારે બોલવા જેવી ઉમરે પહોંચ્યો ત્યારે એ પિતાના પૂર્વજન્મની વાત કરવા લાગ્યો. પિતાનું પૂર્વજન્મનું નામ નેસિપ બુદાક હતું એમ એણે જણાવ્યું. એ મર્સિન ગામમાં રહેતો હતો, અને એનું ખૂન કરવામાં આવ્યું હતું એમ પણ એ કહેતે. જરા મોટો થયા પછી આ જ હકીકતની વિગત એણે આપી. મસિન ગામને આ રેસિપ બુદાક પરણેલો હતો. ઘણાં છોકરાઓને પિતા હતો. એની પત્નીનું નામ ઝહેરા હતું. નાનકડો નજાત એનો બહુ લાડીલો છોકરો હતો. એ એને ખભે ઊંચકીને ફરતે. અહમદ રેંકિલા નામના શખ્સ નેસિપે રહા લાવવાની ના પાડી તેથી ઝઘડો કરી નેસિપી પર છરીના ઘા કર્યા ને એનું ખૂન કર્યું. માથાના પાછલા ભાગમાં, માં પર, ભમ્મર પર, છાતી અને પેટ પર તેણે છરીના ઘા કર્યા હતા, અને નવાઈની વાત એ છે કે આ નિસાટી નામના છોકરાના શરીર પર જન્મથી જ આ બધી જગ્યાએ રૂઝાયેલા ઘાની નિશાનીઓ મોજૂદ છે. - નિસાટીને હવે તે બધાં નેસિપ જ કહેવા લાગ્યાં. નેસિપ બુદા કનું કુટુંબ આખું હેમખેમ છે. અને જ્યારે આ નિસાટી ઉર્ફે નેસિપ દિવંગત નેસિપ બુદાકને ઘેર ગયો ત્યારે ઝહીરાને તે બરાબર ઓળખી શક, બધા છોકરાઓને તેણે નામથી બોલાવ્યા, માત્ર નાની છોકરી, જેને જન્મ એના મૃત્યુ પછી થયો હતો અને એ ઓળખી ન શકો. ઝહેરા સાથે એકવાર ઝઘડયો હતો ને એના પગ પર એણે પ્રહાર કર્યો હતો એ એને યાદ આવ્યું અને સાચે જ એ નિશાની પણ એ બાઈના પગ પર હતી ! જ્યારે નેસિપ બુદાકને કબ્રસ્તાનમાં લઈ ગયા ત્યારે સખત વરસાદ હતો એમ પણ એણે કહ્યું અને એ વાત તદ્દન સાચી છે એમ ઝહેરાએ કબૂલ કર્યું. આમ બનતાં આ બધી વાત એક રહસ્ય જેવી લાગવા માંડી. આ આખી વાતમાં નીચેના મુદ્દાઓની ખાસ નોંધ લેવી પડે . એમ છે. (૧) નિસાટીનું જન્મસ્થાન અદના અને નેસિપનું ગામ મસિન, બે ગામ વચ્ચેનું અંતર ૭૫ કિ. મિટર જેટલું છે. (૨) બંને સંબંધિત કુટુંબે એક બીજાથી તદૃન અપરિચિત હતા (૩) પોતાનાં સંસ્મરણો કહેતા પહેલાં નેસાટી ઉર્ફે નેસિપ કોઈ દિવસ મસિન ગામે ગયો નહોતો. (૪) આ લોકવિલક્ષણ ઘટના પછી આ બે કુટુંબો વચ્ચે કલેશભાવ નિર્માણ થયો છે. . આ આખો દાખલ તપાસી જોયા પછી શું માનવું? જેને પુનર્જન્મમાં બિલકુલ વિશ્વાસ આ લેખમાં આપેલા કિસ્સામાં જેને નથી તે તરતજ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આજે કહેશે કે આ બધું વિદ્યમાન ‘નેસાટી ઉલુકાસકિરણ, છે ધતિંગ છે. પ્રસિદ્ધિ મનોર
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy