________________
૯૦
પ્રબુદ્ધ જીવન
પ્રસાદ જૈનના નેતૃત્વ નીચે એ વખતના આપણા મહાઅમાત્ય સ્વ: લાલબહાદુર શાસ્ત્રીને મળ્યું હતું. પરિણામે આ બાબતમાં ફરીથી વિચાર કરવા માટે બિહાર સરકારને સક્રિય બનવાની ફરજ પડી હતી અને તેના મુખ્ય પ્રધાન શ્રી કૃષ્ણવલ્લભ સહાય અને બન્ને પક્ષના આગેવાનો વચ્ચે પટણા ખાતે બે મીટિંગા ગોઠવાઈ હતી અને બન્ને પક્ષાએ મળીને ત્રિપક્ષી કરારનામાના ખરડો નકકી કરીને શ્રી કૃષ્ણસહાયને ફરીથી મળવું એમ છેવટની મીટીંગ વખતે નકકી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિગંબર તીર્થક્ષેત્ર સમિતિના આગેવાન તરફથી આવા એક ખરડો ઘડીને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ઉપર મોકલવામાં આવ્યો હતો, પણ મળેલી ખબર મુજબ શેઠ કસ્તુરભાઈ તરફથી એ બાબત અંગે કોઈ સંતોષજનક પ્રતિધ્વનિ પ્રાપ્ત થયો નહોતો. જો સમેતિશખર પહાડ ઉપર માત્ર તીર્થ પુરતો દિગંબરોને પણ શ્વેતાંબરો જેટલા અધિકાર છે એ હકીકતના સ્વીકાર કરવામાં આવે તે એ ખરડામાંથી સમાધાનીની ભૂમિકા જરૂર ઊભી થઈ શકી હોત એમ હું ધારું છું અને એમ થયું હોત તો એ કેટલુંબધું આવકારપાત્ર લેખાત? પણ શ્વે. મૂ. વિભાગના આગેવાના બિહાર સરકાર સાથે કરેલા કરારનામા ઉપર મકકમ રહ્યા અને એ કરારનામું પેાતાના વિભાગને જોઈતા હકકો અબાધિત રીતે આપતું હાય તો પછી નવા કોઈ પણ લેખિત કરાર કરીને અન્ય વિભાગને જરા પણ નમતું શા માટે આપવું એવી વૃત્તિ તેમનામાં કાયમ રહી,
જયારે દિગંબર આગેવાનોને આ દિશાએ લગભગ નિરાશા સાંપડી ત્યારે તેમણે બિહાર સરકાર સાથે સીધી વાટાઘાટો શરૂ કરી અને તેનું પરિણામ તાજેતરમાં ઑગસ્ટની પાંચમી તારીખે બિહાર સરકાર અને દિગંબર સમાજ વચ્ચે થયેલા કરારનામામાં આવ્યું છે. (આ કરારનામાના અનુવાદ આ અંકના પ્રારંભમાં આપવામાં આવ્યો છે.)
૧૯૬૫ ફેબ્રુઆરીની પાંચમી તારીખે કરવામાં આવેલ કરારનામાએ માત્ર શ્વે. મૂ. સમુદાયને જે સુવાંગ હકક આપ્યા હતા તે હકકમાં આ નવા કરારનામાએ દિગંબર સમાજને ભાગીદાર બનાવેલ છે. જે હકકો શ્વેતાંબર સમાજના આગેવાન દિગંબર સમાજને graceથી —ખેલદિલીથી આપી શકયા હોત અને તે દ્નારા પરસ્પરની એકતા વધારે સુદઢ થઈ હોત, તે હકકોનો હવે ફરિજયાતપણે સ્વીકાર કરવાની કફોડી અને આત્મગૌરવને ઝાંખપ લગાડે તેવી સ્થિતિ આ નવા કરારનામાએ શ્વે. મૂ. સમુદાય માટે ઊભી કરી છે અને પરિણામે બન્ને વચ્ચે સંઘર્ષનાં નવાં મૂળ રોપાયાં છે.
જેને મન જૈન સમાજની એકતાનું સવિશેષ મહત્ત્વ છે તેને મન ત્રિપક્ષી કરારનામું એ જ પ્રસ્તુત સમસ્યાનો સાચો ઉકેલ હતા અને તેથી બિહાર સરકારે જૈન શ્વે. મૂ. સમુદાય સાથે કરેલું કેવળ એકપક્ષી કરારનામું જેમ કોઈ સંતોષનો વિષય બન્યા નહોતા તેમ બિહાર સરકારે શ્વે. મૂ. સમુદાયને બાજુએ રાખીને દિગંબર સમુદાય સાથે જે કરારનામું કર્યું તે પણ કોઈ ખાસ સંતોષનો વિષય બની ન જ શકે. જે સરકાર દોઢ વર્ષ પહેલાં અમુક વિભાગ સાથે એક પ્રકારનું કરારનામું કરે છે તે જ સરકાર તેના પ્રતિસ્પર્ધી લેખાતા અન્ય વિભાગ સાથે તે કરારનામાના impita...isની—સૂચિત અર્થાની—અવગણના કરતું દોઢ વર્ષ બાદ બીજું કરારનામું કરી શકે એ ન સમજી શકાય કે ન કલ્પી શકાય એવી એક વિચિત્ર ઘટના છે. સરકારી બેજવાબદારી તથા ધૃષ્ટતાનેા આ એક અજબ નમૂના છે. આવી ઘટના આગળના કરારનામા તથા પછીના કરારનામા વિષે સ્વાભાવિક રીતે મનમાં અનેક તર્કવિતર્કો પેદા કરે છે.
તા. ૧-૯-૧
ઉપર ગોઠવવામાં આવ્યા હતા, અને અન્ય આગેવાન સાથે કાગ્રેસી નેતા શ્રી કે. કે. શાહને માનપત્ર આપવામાં આવ્યું હતું. આજે જાણે કે એ બધું કર્યું કારવ્યું ધુળ મળી ગયું એવી ભોંઠપના અનુભવ કરાવતી મનેાદશા કુદરતે એ પક્ષ માટે પેદા કરી છે. જો અગમચેતી વાપરીને વિજેતા બનેલા પક્ષે અન્ય પક્ષ સાથે પ્રેમ, સદ્ભાવ અને ભાઈચારાનો હાથ લંબાવ્યો હોત તો શું આ દુર્દશા અટકાવી શકાઈ ન હોત? શું આજે જે ફરજિયાત સ્વીકારવાની સ્થિતિ તે પક્ષ માટે પેદા થઈ છેતે કરતાં હળવી શરતાએ બે પક્ષો વચ્ચે સમાધાની નિર્માણ થઈ શકી ન હોત?
આ ઉપરથી શ્વે. મૂ. વિભાગના આગેવાનોએ ધડો લેવા ઘટે છે કે આ આખો ઝગડો ઉભયમાન્ય એવા અમુક એક તીર્થ ઉપરના એક પક્ષે માની લીધેલા માલેકી હકકમાંથી પેદા થયા છે. આ સંબંધમાં કોઈ પણ કોર્ટના ચુકાદા અથવા તે સત્તારૂઢ સરકાર સાથેનું કરારનામું કોઈ પણ એક પક્ષને સુવાંગ હકકો આપે તે પણ તેના ઉપર મુસ્તાક રહેવું, અણનમ વલણ ધારણ કરવું અને અન્ય પક્ષની વ્યાજબી માગણીઓ સામે માં ફેરવવું એમાં ન્યાયબુદ્ધિ તે નથી જ, પણ ડડહાપણ કે શાણપણ પણ નથી. કુદરતને આવી અસમ પરિસ્થિતિ લાંબા વખત માન્ય બની શકતી નથી, અને પરિણામે એકમેક સાથે ટકરાતી નવી પરિસ્થિતિઓ, નવા આઘાત પ્રત્યાઘાત અને અવનવા સંઘર્ષો પેદા થવા માંડે છે.
અને કુદરત પણ આપણી કેવી ઠેકડી કરે છે! ગઈ કાલે મૅનકેન પ્રકારેણ અમુક સિદ્ધિ હાંસલ કરીને એક પક્ષ મલકાયા; તેણે આનંદપ્રમાદ માન્યો—મનાવ્યા; માનસન્માનનાં પરસ્પર વિતરણ કર્યાં; હજુ ગયા જુલાઈ માસની ૧૭મી તારીખે માલેગાંવ ખાતે આ જ સિદ્ધિને ઊંજવવા માટે એક સન્માનસમારંભ મોટા પાયા
તો પછી કરવું શું?
આ દૂષિત વર્તુલને ચાલવા દેવું કે તેના અન્ય આણવા એ પ્રશ્ન આપણ સર્વની સામે આવીને ઊભા રહે છે. કેવળ માની લીધેલા હકકની રક્ષાનું મહત્ત્વ વધારે છેકે સુલેહશાન્તિ અને સદ્ ભાવભર્યા સહઅસ્તિત્વનું મહત્ત્વ વધારે છે એ પ્રશ્ન આ આલાચનામાંથી ઉપસ્થિત થાય છે. ડહાપણ એમાં છે કે કાળના એંધાણ પરખીને, વાસ્તવિકતાના સ્વીકાર કરવા, દિગંબર જૈને સાથે કરવામાં આવેલા કરારનામાને જેવું છે તેવું શ્વે. મૂ. સમુદાયે તત્કાળ સ્વીકારી લેવું અને તેમાં કોઈ મહત્ત્વનો ફેરફાર કરાવવાનું જરૂરી લાગે તે બન્નેએ સાથે મળીને બિહાર સરકાર સમક્ષ રજૂઆત કરીને તે ફેરફાર મંજૂર કરાવવા પ્રયત્ન કરવા અને દેરીઓ તથા ધર્મસ્થાના તેમ જ તેની આસપાસના અડધા માઈલના ક્ષેત્રફળ ઉપર જે પ્રકારના બન્ને પક્ષને સમાન અધિકાર છે તેના વહીવટ કરવા માટે એક સંયુકત સમિતિ નીમવી અને એ રીતે પ્રસ્તુત તીર્થને લગતા બધા સંઘર્ષના અન્ય આણવા. આ ડહાપણ અને દુરંદેશી આપણા
આગેવાનો દાખવી શકશે ખરા?
આ નોંધ પૂરી કરતાં પહેલાં સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ નોંધ પ્રસ્તુત નવા કરારનામાની કોઈ આલોચના નથી, પણ આ નવા કરારનામાએ ઊભી કરેલી પરિસ્થિતિની આલાચના છે. પ્રસ્તુત કરારનામાની આલોચના એક સ્વતંત્ર નોંધની અપેક્ષા રાખે છે, જે કદાચ આગળ ઉપર કરવામાં આવશે.
પરમાનંદ
વિષયસૂચિ
ભગવાન મહાવીર વિષે વિનોબાજીનું ચિંતન - વિનોબા
સમેતિશખર પહાડ અંગે : બિહાર સરકાર અને ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી વચ્ચે કરવામાં આવેલું કરારનામું. સમેતશિખરની સમસ્યામાં ફ છૂટેલા નવા ફણગા, દિગંબરો સાથેના કરારનામાએ ઊભી કરેલી નવી પરિસ્થિતિ. તમે પુનર્જન્મમાં માના છે ?
. પરમાનંદ
પરમાનંદ
પૃષ્ઠ
નમ્ર નિવેદન
સ્વાતંત્ર્યદિનના રોજ રાષ્ટ્રપતિએ પ્રજાજૉગ ડૉ. સર્વપલ્લી પાઠવેલું તલસ્પર્શી પ્રવચન.
રાધાકૃષ્ણન વીરચંદ શેઠ
ધર્મપલટો : બહુપત્નીત્વ વિરોધી કાયદાની આ છટકબારી સરકાર સત્વર બંધ કરે. વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ
૮૫ ८८
૮૯
પ્રો. એચ. એન. ૯૧ બેનરજી
૯૩ ૯૪
૯૫
દ
6