________________
૮૮
પ્રબુદ્ધ જીવન
સમેતશિખર
પહાડ અગે:
બિહાર સરકાર અને ભારતવષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી વચ્ચે કરવામાં આવેલુ કરારનામુ વામાં આવેલા નોટીફિકેશનના અન્વયે આ પારસનાથ પહાડ ઉપર પ્રથમ વિભાગના પક્ષકારની માલકી સ્થપાઈ ચૂકી છે,
(૧૦) અને જેથી, આ પહાડ અને ત્યાં આવેલા મંદિરો અને દેરીઓ ઉપર જૈન કોમના હક્કોને રક્ષણ આપવા માટે અને આને લગતી ધાર્મિક ભાવનાઓ અને લાગણીને માન આપવા માટે બીજા વિભાગના પક્ષકારો તરફથી પહેલા વિભાગના પક્ષકારો સમક્ષ રજૂઆતો અને નિવેદનો કરવામાં આવ્યાં હતાં,
(૧૧) અને જેથી, ૧૯૫૩ના મે માસની બીજી તારીખે કાઢવામાં આવેલ ઉપર જણાવેલ નોટીફિકેશનની રૂઈએ શેઠ આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓને આપવાના વળતરનો પ્રશ્ન નક્કી કરવા માટે અને જૈન કોમના સર્વ હક્કોને રક્ષણ આપવા માટે અને પ્રસ્તુત પારસનાથ પહાડને લગતી ધાર્મિક ભાવનાઓ અને લાગણીઓને આદર કરવા માટે પ્રથમ વિભાગના પક્ષકારે શેઠ આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓ સાથે ૧૯૬૫ ફેબ્રુઆરી પાંચમી તારીખના રોજ કરારનામું કર્યું છે,
(મૂળ અંગ્રેજીનો અનુવાદ)
(૧) પ્રથમ વિભાગના પક્ષકાર તરીકે બિહારના રાજ્યપાલ અને બીજા વિભાગના પક્ષકાર તરીકે જેની રજિસ્ટર્ડ ઑફિસ મુંબઈ ખાતે સી. પી. ટેંક આગળ આવેલ છે અને જે ૧૯,૦૦ ની સાલના સાસાયટીઝ રજિસ્ટ્રેશન ૨૧ મા ઍકટની નીચે રજિસ્ટર થયેલ છે તે ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી નામની સંસ્થા આ બે પક્ષકારો વચ્ચે ૧૯૬૬ના ઑગસ્ટ માસની પાંચમી તારીખે થયેલા કરારનામાની વિગતો નીચે મુજબ છે:
ભૂમિકા
(૨) જેથી, હઝારી બાગ જિલ્લામાં આવેલા અને ટૌઝી નં. ૨૦૧ ધરાવતા પારસનાથનો પહાડ અથવા તો સંમેત શિખરજી ચાવી તીર્થંકરમાંના વીશ તીર્થંકરોની અને ઘણા ગણધરોની અને અસંખ્ય જૈન સાધુસંતોની નિર્વાણભૂમિ હાઈને, બીજા વિભાગના પક્ષકારો તેને પવિત્રમાં પવિત્ર તીર્થ તરીકે માને છે,
(૩) અને જેથી, આખા પારસનાથ પહાડને અને તેના દરેક પથ્થરને અને તસુએ તસુ જમીનને બીજા વિભાગના પક્ષકારો પવિત્ર લેખે છે. અને પૂજાઉપાસના યોગ્ય લેખે છે અને તેમને મન આખા પહાડ એક મંદિર અથવા તા તીર્થ છે,
(૪) અને જેથી, આ પહાડ, જૈન ધર્મની માન્યતા મુજબ એક યાત્રા સ્થળ છે અને પવિત્ર કેન્દ્ર છે, અને બીજા વિભાગના પક્ષકાર આખા પહાડને પૂજાયોગ્ય ગણે છે, અને એ પહાડની ટેકરીઓ ફરતી બારકોષની પરિકમ્મા (પ્રદક્ષિણા) કરીને ત્યાં આવેલાં અસંખ્ય સ્થળા કે જે પવિત્ર છે અને એમ છતાં જ્યાં પહોંચવાનું લગભગ અશકય છે એ સર્વની બીજા વિભાગના પક્ષકારો આરાધના કરે છે,
(૫) અને જેથી, આ પવિત્ર ટેકરીઓ આત્મશુદ્ધિનું પરમ સાધન છે અને જૈનેાના પૂજ્ય તીર્થંકરોએ આપેલા અને અમલમાં મૂકેલા વિશ્વપ્રેમના સંદેશા સાથે સેંકડો વર્ષોથી સંકળાયેલ છે અને જેના માટે એક પ્રકારની આધ્યાત્મિક પ્રેરણારૂપ છે,
(૬) અને જેથી, દેશના આ વિભાગનો અંગ્રેજ સરકારે કબજો લીધા ત્યારથી બીજા વિભાગના પક્ષકારો તેમના ધાર્મિક ખ્યાલાને અને ભાવનાને આઘાત પહોંચાડે તેવા કોઈ પણ હેતુ માટે થનાર આ પહાડના ઉપયોગના સફળતાપૂર્વક વિરોધ કરતા રહ્યા છે અને સમય સમયની સરકારોઆ પહાડ સાથે જોડાયેલી બીજા વિભાગના પક્ષકારાની—ધાર્મિક ભાવનાઓ અને લાગણીનો સહાનુભૂતિપૂર્વક આદર કરતી રહી છે,
(૭) અને જેથી, કોર્ટના એવા ચુકાદાઓ છે કે જે દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું છે કે આખા પહાડ અને તેના દરેક પથ્થર પવિત્ર છે અને જૈન કોમના માટે ભકિત અને ઉપાસનાનું સાધન છે અને જે દ્વારા આ પહાડ અને તે ઉપર આવેલી ટુંકો, મંદિરો અને ધર્મસ્થાના ઉપર બીજા વિભાગના પક્ષકારોના કેટલાક હક્કો સ્વીકારવામાં તેમ જ તેમને અમલી બનાવવામાં આવ્યા છે,
(૮) અને જેથી, અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ હજારીબાગ જિલ્લાઓમાં આવેલ અને ટીંઝી નંબર ૨૦ ૧ ધરાવતા પારસનાથ પહાડ ઉપર ૧૯૧૮ના ફેબ્રુઆરી માસની ૨૬મી તારીખના રોજ અને ૧૯૧૮ના માર્ચ માસની ૯મી તારીખના રોજ કરવામાં આવેલા ખતપત્રાથી જમીનદારીના હક્કો પ્રાપ્ત કર્યા હતા,
તા. ૧-૯
(૯) અને જેથી, ૧૯૫૦ બિહાર લૅન્ડ રીફ્ાર્મ્સ એકટની કલમ ૩ની પેટાક્લમ (૧) નીચે ૧૯૫૩ના મે માસની બીજી તારીખે કાઢ
(૧૨) અને જેથી, દિગંબર જૈનોએ રાજ્ય સરકાર સમક્ષ એવી આશંકા વ્યકત કરી છે કે આ કરારનામાથી આ પહાડ અને તેની ટૂંકો, મંદિરો અને દેરીઓ ઉપરના તેમના હક્કો અને અધિકારો ઉપર બાધક અથવા પ્રતિકૂળ અસર પડશે,
(૧૩) અને જેથી, પહેલા વિભાગના પક્ષકારે બીજા વિભાગના પક્ષકારોને એવી ખાત્રી આપી છે કે જૈન કોમના અથવા તો શ્વેતાંબર કોમના હક્કો અને અધિકારો અંગે જાહેરાત કરતું, સ્પષ્ટતા કરતું કે ખાતરી આપતું ઉપર જણાવેલું કરારનામું દિગંબર જૈનોના કોઈ પણ હક્કો કે અધિકારો બજાવવામાં અથવા તે તેમની ધાર્મિક ક્રિયાઓ કરવામાં અથવા તે તેમની ધાર્મિક સંસ્થાઓના વહીવટ ચલાવવામાં કોઈ પણ રીતે બાધક છે નહિ, બાધક બની શકે નહિ. અને બાધક બને એવો કોઈ ઈરાદો નથી,
(૧૪) અને જેથી, રાજ્ય સરકાર આ અંગેની વાસ્તવિક સ્થિતિ જાહેર કરવાનું અને સ્પષ્ટ કરવાનું ઈચ્છનીય ગણે છે, તેથી બન્ને પક્ષકારો આ નીચે આપેલું કરારનામું કરવાને સંમત થયા છે:
કરારનામાની કલમો
હવે તેથી એ બાબતની સૌ કોઈને જાણ થાય કે ૧૯૬૫ના ફેબ્રુઆરી માસની પાંચમી તારીખના કરારનામામાં ગમે તે જણાવવામાં આવ્યું હોય એમ છતાં પણ આ કરારનામાના બન્ને પક્ષકારો નીચે મુજબ કબૂલ કરે છે:
(૧) પહેલા વિભાગના પક્ષકાર બીજા વિભાગના પક્ષર્કરોને અદાલતી ચુકાદાઓ દ્વારા અથવા તો બીજી કોઈ રીતે જે કોઈ હક્કો મળેલા હોય કે તેમણે મેળવેલા હાય તે સર્વ હક્કોના સ્વીકાર કરે છે અને તેના આદર કરવાની કબુલાત આપે છે અને આ બીજા વિભાગના પક્ષકારોના આવા સર્વ હક્કોને બાધ આવે કેતેમાં દખલ થાય એવું કશું પણ તેઓ કરશે નહિ તેમ જ એવું કશું પણ અન્યને કરવા દેશે નહિ.
(૨) પ્રથમ વિભાગના પક્ષકાર આથી જાહેર કરે છે કે આ પહાડ ઉપરનાં મંદિરો, ધર્મશાળાઓ વગેરેને ૧૯૫૩નું બીજી મેનું નોટીફિકેશન કોઈ પણ અંશમાં લાગુ પડતું નથી. અને બીજા વિભાગના પક્ષકારોને તેમની માલેકીનાં મંદિરો, દેરીઓ, ટેકરીઓ, અને ધાર્મિક ખાતાઓ ઉપર અબાધિત અધિકાર અને નિયંત્રણ રહેશે. અને પહેલા વિભાગના પક્ષકારની કોઈ પણ દખલગીરી કે અટકામૃત સિવાય પહેલાં માફક બીજા વિભાગના પક્ષકારો પોતાની ધાર્મિક પૂજા અને ધાર્મિક ક્રિયાઓ કરી શકશે.
(૩) બન્ને પક્ષકારો આથી કબુલ કરે છે કે પહાડ ઉપરનાં જંગલાના વહીવટ બિહાર રાજ્યના જંગલ ખાતાની એજન્સી દ્વારા