SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૬ પ્રબુદ્ધ જીવન ભગવાન મહાવીરની મધ્યસ્થ દષ્ટિ (ભ. મહાવીરની જન્મભૂમિ વૈશાલીમાં પ્રાકૃત જૈન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ તા. ૨૫-૧૧-૬૫ના આપેલ પ્રવચન.) અહિ આપ લેક સંશોધન કરો છો, સંશોધનને ઘણો લાભ છે. પણ કેટલીક વાત એવી હોય છે, જેનું સંશોધન થઈ શકતું નથી. ઉદાહરણ રૂપે, મહાવીર સ્વામીના જીવનના વિષયમાં ઘણા મતભેદ છે. દિગમ્બર જૈને માને છે કે મહાવીર સ્વામી અવિવાહિત હતા અને સન્યાસ લીધો હતે. શ્વેતાંબર જેને માને છે કે મહાવીરસ્વામીનાં લગ્ન થયાં હતાં અને સંતાન થયા બાદ તેમણે સંન્યાસ લીધે હતે. પરચીસ સાલ પહેલાંની આ વાત છે. એક મહાપુરુષ, જે એક ધર્મના સ્થાપક હતાં, એના વિષયમાં આટલો ઊંડે મતભેદ છે. એને ફેંસલો હવે કેવી રીતે થઈ શકે? ઈતિહાસના આધારે તે એ સંભવિત નથી. દલીલ પ્રતિદલીલ કરશે પણ એના નિષ્કર્ષથી તે મતભેદ વધશે. મહાવીર બ્રહ્મચારી હતા એ દિગમ્બરોની એટલી તીવ્ર માન્યતા છે કે ખુદ મહાવીર ઉપસ્થિત થઈને કહે કે મારે સંતાન હતું તે પણ એ માનશે નહિ! આ તે મેં એક વિકેદની વાત કરી. - દરેકને પોતાને એક આદર્શ હોય છે અને આપણે ઈચ્છીએ છીએ કે આ મહાપુરુષ આપણા આદર્શ જેવો હોય. આ આદર્શ આપણે ઊભો કર્યો હોય છે અને આ મહાપુરના ચરિત્રને આપણે આપણા આદર્શ અનુસાર આકાર આપીએ છીએ. જૈનને પિતાને આદર્શ છે, હિંદુ ધર્મમાં પણ આ વિશેષતા છે. ભારતમાં પચ્ચાસ રામાયણ છે - અને હરેક રામાયણમાં જુદું જુદું રામચરિત્ર મળશે. પણ આ તે આપણા બાપનું ઘર છે. આ ઘરમાં આપણે ઠીક પડે ત્યાં બારી મૂકીશું, ઠીક પડે ત્યાં દરવાજો. અને એટલું બદલીશું કે, ભલે બાપના ઘરને હિસ્સો બહુ છે એમાં રહે! તુલસીદાસજીએ એમાં પિતાને પૂરો અધિકાર સંભાળ્યું છે. આપણે હવે તેમાં સંશોધન શું કરીશું? - ઈસામસિહના બારામાં એક કથન છે કે આ નામને કોઈ મનુષ્ય હતે જ નહિ. એ સૂર્યનારાયણનું રૂપક છે. વર્ષના બાર મહિના એના બાર શિષ્ય માનવામાં આવે છે, અને ઈસામસિહના ઉપશિષ્ય વર્ષના ૩૬૦ દિવસના પ્રતિનિધિ છે. ભગવાન ઈસામસિહ આદિત્યનારાયણ સમાન બિરાજે છે, એને જન્મ થયો નથી, ન અસ્ત થશે. આ પણ એક શોધ છે અને એનાથી એને બળ મળશે. ભગવાન સૂર્યનારાયણને જોઈ લીધા તે ઈસામહિને જોઈ લીધા. હવે એનું સંશોધન કોણ કરશે? એટલે જ કેટલુંક સંશોધન સંશોધનથી પણ પર છે. એ ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. પરનું જેનેએ ઘણું સાહિત્ય નિર્માણ કર્યું છે, એનું સંશોધન થઈ શકે છે. જે પ્રકાશિત થયું ન હોઈ, એનું પ્રકાશન થઈ શકે છે. જે ગલત ઢંગથી પ્રકાશિત થયું હોય એનું સારી રીતે પ્રકાશન થઈ શકે, આ ક્ષેત્રમાં ઘુસણખોરી થઈ છે. અનેક જૂઠા પાઠો આપણા પ્રાચીન સાહિત્યમાં ઘુસી ગયા છે. એનું યોગ્ય પાઠ સાથે પ્રકાશન થઈ શકે. પ્રાકૃત ભાષાનું પણ અહિં અધ્યાપન થઈ શકે. મેં એક વાર બૌદ્ધોને કહ્યું હતું કે કમમાં કમ આપનું ‘ત્રિપિટક તે નાગરીમાં લા. એમણે કંઈક પ્રકાશન કર્યું છે. ઘણું મોટું કામ આથી થયું. હું ઈચ્છું છું કે કુરાન શરીફ પણ નાગરીમાં આવે. એની કોશીષ થઈ રહી છે. પારસી ગ્રંથો પણ નાગરીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. તામિલનાડનું તિરૂકમુરલ પણ નાગરીમાં આવવું જોઈએ. જે પ્રમાણિત સારી આવૃત્તિઓ છે, એનું સંશોધન થવું જ જોઈએ. જેનેએ કેટલાં ગ્રંથે લખ્યાં છે? સામેના ઝાડ ઉપર જેટલા પાંદડાં છે એટલાં. જૈનેના જે ગ્રંથ આજે મળી શકે છે એની સંખ્યા પણ દસ હજારથી ઓછી નહિ હોય. અધ્યાત્મ, તત્ત્વજ્ઞાનથી સંગીત, વૈદકશાસ્ત્ર, જયોતિષ શાસ્ત્ર, સુધીના કોઈ વિષય એમણે છોડયા નથી. લોકો માને છે કે, અહિંસા એ જૈનેનું સૌથી મોટું પ્રદાન છે. પરંતુ એ મેટી વાત નથી. ઉપનિષદમાં અહિંસાનો ઉલ્લેખ છે, ‘ત દાન આર્જવ અહિંસા સત્યવચનમ'. હવે એ કહેવું મુશ્કેલ છે કે, ઉપનિષદ પહેલાં હતાં કે જૈન શાસ્ત્રો પહેલાં હતાં. અહિંસા ઘણા પહેલાના જમાનાથી ચાલી આવે છે. એને વિશેષ રૂપ આપવાને જૈન, ગૌતમ બુદ્ધ, વૈષણવસંત વગેરેએ પ્રયત્ન કર્યા. એ પણ સત્ય છે કે જૈન લોકો બહુ તપસ્વી હતા, પણ એ વાત પણ પહેલા કહેવામાં આવી છે. વિદ્યાર્થી ગુરુ પાસે ગયા તો એને કહેવામાં આવ્યું કે “તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ’. હું આ બન્ને મહાવીરની વિશેષતા માનતા નથી. આમ છતાં બન્ને વાતે મહાવીરના જીવનમાં વિશિષ્ટ રૂપે પ્રગટ થઈ હતી. મહાવીરની વિશેષતા તો એ છે કે કોઈના હૃદયમાં ધકકો માર્યા વગર કુશળતાથી એમાં પ્રવેશ કર. માણસ ગમે એટલો ગરીબ હોય, પણ એના ઘરમાં ઓછામાં ઓછા એક દરવાજો તો હશે. હૃદયમાં જે ગુણ છે તે દરવાજો છે અને જે દોષે છે એ દીવાલ છે. એકાદ ગુણ તે દરેકમાં હોય છે. એ આ દરવાજામાંથી પ્રવેશ કરશે અને પછી એને બીજી ખડકી બનાવવાની સલાહ આપશે. આથી મહાવીર સ્વામી જે કોઈ પણ મનુષ્ય તેની પાસે આવતા હતાં, એને અનુકૂળ વિચાર શું છે એ પ્રથમ જોતા હતાં. અને ચર્ચા માટે આવેલ મનુષ્ય એમ માનતે થતું કે એના વિચારનું ખંડન થયું અને એની પ્રતિષ્ઠા થતી હતી. “બેઝીક ફીલસેફી” મળી, પરન્તુ વિચારની બીજી બાજુ પણ હોઇ શકે છે. આ એમની અહિંસાને વિચાર હતે. સત્ય વચ્ચે હોય છે. અહિં કંઈક સત્યને અંશ હોઈ શકે છે, ત્યાં પણ કંઈક સત્ય હોઈ શકે છે; વચ્ચે પૂર્ણ સત્ય છે. આ એમની દષ્ટિ હતી. બાદમાં લોકોએ આને ઘણું મોટું નામ આપ્યું–સ્યાદ્વાદ. આ વાદ નથી. એક ઓળખ છે, દષ્ટિ છે. સત્યને ગ્રહણ કરવું હોય તે, વચ્ચેના પૂર્ણ સત્યને પકડવું જૉઈએ. હરેક પાસાને મહત્ત્વ આપવું જોઈએ, તે જ સર્વાંગીણ સત્ય ગ્રહણ થશે. અહિસા અને તપ એ એની ખાસ વિશેષતા નથી, પણ આ જે મધ્યસ્થ દદિ છે એ એની વિશેષતા છે. ભાષ્યકાર એક પાસાને ગૌણ માને છે અને એક પાસાને મુખ્ય માને છે. આ પ્રકારે ગૌણ મુખ્યના ભેદ કરીને એ અર્થ કરે છે. પરંતુ મહાવીર ગૌણ મુખ્ય ભેદ કરતાં નહિ. એ કહી શકાતું નથી કે મહાવીરના પહેલાં આ પ્રકારના પ્રયત્ન થયા જ નથી. જરૂર થયા છે, પરંતુ એનું સ્પષ્ટ દર્શન મહાવીરે કરાયું છે. આ મધ્યસ્થ દષ્ટિ મહાવીરની અહિંસા છે. પ્રાણીઓની હિંસા ન કરવી એ તો ઠીક છે, પરનું વિચારોને આગ્રહ રાખવામાં આવે તે એનાથી ઝઘડાઓ થાય છે. આથી અહિંસાનું મૂળ પકડવું હોય તે મધ્યસ્થ દષ્ટિ–સમત્વ દૃષ્ટિ આવવી જોઈએ. જૈનેએ પ્રહાર કર્યો નથી, ઉપહાર કર્યો છે. મહાવીરની રીત ઉપહારની, પ્રથમ ચર્ચા કરવાની હતી. આથી જેનેએ પિતાની સંખ્યા વધારવાનું ઉચિત માન્યું નથી. બીજા ધર્મવાળા પિતાની સંખ્યા વધારતા જ ગયા, અને આખરમાં એક નવા અસુર ઉત્પન્ન થયો. એનું નામ “સંખ્યાર.” બહુમતને માનવું એ નવી વાત આવી. જેનેએ સંખ્યા વધારવાનું પિતાનું મુખ્ય કાર્ય માન્યું નથી. એમણે પોતાના શુદ્ધ વિચાર સામે રાખ્યા છે. એમાં જ જૈનેની સાર્થકતા છે. એ પંથ બનાવવા ઈચ્છતા નહિ, એ સાકરનું કામ કરવા ઈચ્છે છે. દૂધમાં સાકર નાખવામાં આવે છે, પરનું નામ દૂધનું રહે છે, સાકર નહિ. આજે પણ સારને , ઘણે ઉપયોગી છે. હું માનું છું કે, જૈનધર્મ સાકરનું કામ કરવા માગે છે. હુમલાખોર ધર્મ હુમલા કરીને નાશ પામશે, પરંતુ જેન’ શબ્દને અર્થ જીતવું એવો થાય છે. , વિનોબા તે મંજૂર નથી હિન્દુસ્તાનના લોકોને બળદ તો જોઈએ છે, પણ ગાયની સેવા તેને કરવી નથી. તેને પૂજવાનો ઢોંગ તે કરે છે, પણ દૂધ માટે તે તે ભેંસની કદર કરે છે. હિંદુસ્તાનના લોકો ઈચ્છે છે કે એમની માતા ભેંસ રહે, અને બાપ બળદ. યોજના તે સારી છે, પણ ભગવાનને મંજૂર નથી. વિનોબા
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy