SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષ ૨૮ : અર્ક ૯ મુંબઈ, સપ્ટેમ્બર ૧ ૧૯૯૬, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી: પરમાનં૪ કુંવરજી કાપડિયા ✩ ભગવાન મહાવીર વિષે [પંડિત બેચરદાસ જીવરાજ દોશી સંપાદિત મહાવીર-વાણીનું છઠ્ઠ હિંદી સંસ્કારણ સર્વ સેવા સંઘ રાજઘાટ, વારાણસી, તરફથી (કીંમત રૂા. ૫) સંસ્કૃત - રૂપાન્તર, વિસ્તૃત તુલનાત્મક વિવેચન તથા મહાવીર જીવન સહિત બહાર પાડવામાં આવ્યું છે. તેમાં વિનોબાજીએ આ સંસ્કરણને લક્ષમાં રાખીને પુરોવચન જેવું લખાણ લખી આપ્યું છે તે તથા આગળનાં સંસ્કરણોમાં તે પ્રકારનાં જે લખાણ પ્રગટ કરવામાં આવેલાં તે સર્વ એકત્ર કરીને તેનો સમયના ક્રમાનુસાર ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. આ બધાં લખાણા ભગવાન મહાવીર અંગેની વિનાબાજીની વિશિષ્ટ દૃષ્ટિ અને વિચારસરણી રજૂ કરતાં હોઈને અત્યન્ત મહત્ત્વનાં છે. પરમાનંદ] “હું એમનું જ કામ કરી રહ્યો છુ” (શ્રી રિષભદાસ રાંકા ઉપર લખાયલા પત્રમાંથી ) ‘મહાવીર-વાણી’ મને બહુ જ પ્રિય લાગી છે. તેમાં તમે સંસ્કૃત છાયા આપી રહ્યા છે, તેથી તે સમજવામાં વધારે સગવડ રહેશે. આજ તો હું બુદ્ધ તથા મહાવીરની છત્રછાયામાં તેમને પ્યારા એવા બિહાર પ્રદેશમાં ઘૂમી રહ્યો છું અને માનું છું કે હું એમનું જ કામ કરી રહ્યો છું. આ દિવસેામાં ધમ્મપદની’ પ્રતિ મારી સાથે હોય જ છે. જયારે “મહાવીર – વાણી’શું આપનું નવું સંસ્કરણ નીકળશે ત્યારે તે પણ સાથે રાખીશ. તે વાંચવા માટે મને સમય મળે યા ન મળે, તેની કોઈ ચિન્તા નથી. એવી ચીજો નજીકમાં હોય તો પણ તેની સંગતિથી પણ બધું મળી જાય છે. એમ તો આગળ ઉપર મહાવીરવાણી' હું જોઈ ગયો છું. એમ છતાં પણ પ્રિય વસ્તુનું પુનર્દર્શન પ્રિયતર બનશે. આજકાલ સેંકડો પુસ્તકોનો દરેક ભાષામાં ભરાવા થઈ રહ્યો છે. જો મારૂં ચાલે તો ઘણાખરા લેખકોને હું ખેતીના કામમાં જોડવા ઈચ્છું અને ગીતા, ધમ્મપદ, મહાવીર - વાણી જેવાં થોડાં પુસ્તકોમાંથી સમાજને ઉજજીવન – ઉત્કૃષ્ટ જીવનનું તત્ત્વ પહોંચાડું. પડાવ: અંબા (ગયા) તા. ૧૨-૧૧’પર વિનોબા આશીવચન (ચાથા હિંદી સંસ્કરણમાંથી) બુદ્ધ તથા મહાવીર ભારતીય આકાશનાં બે ઉજજવલ રત્ન છે. ગુરુ - શુક્ર સમાન તેજસ્વી તેમ જ મંગલ-દર્શન. બુદ્ધનો પ્રકાશ દુનિયામાં વ્યાપક રૂપમાં ફેલાઈ ગયો. મહાવીરનો પ્રકાશ ભારતના હૃદયમાં સોંસરવા ઉતરી ગયો. બુદ્ધે મધ્યમ માર્ગ દેખાડયો. મહાવીરે મધ્યમ દષ્ટિ આપી. બન્ને દયાળુ તથા અહિંસાધર્મી હતા. બુદ્ધ બોધપ્રધાન હતા, મહાવીર વીર્યવાન તપસ્વી હતા. O બુદ્ધ અને મહાવીર બન્ને કર્મવીર હતા. લેખન - વૃત્તિ તેમનામાં નહોતી. તેઓ નિગ્રન્થ હતા. કોઈ શાસ્ત્ર-રચના તેમણૅ કરી નહોતી; શ્રી મુંબઇ જૈન યુવક સદ્યનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા વિનામાજીનુ ચિન્તન ✩ પણ તેઓ જે બોલ્યે જતા હતા તેમાંથી શાસ્ત્રો રચાયે જતા હતા. તેમનું બાલવું સહજ રહેતું હતું. તેમની વિખરેલી વાણીના સંગ્રહ પણ પાછળથી લોકોને એકત્ર કરવા પડેલા. બુદ્ધ-વાણીના એક નાના સરખા સારભૂત સંગ્રહ ધમ્મપદ’ના નામથી બે હજાર વર્ષ પહેલાં થઈ ચૂકયો હતો, જે માત્ર બૌદ્ધસમાજમાં જ નહિ પણ આખી દુનિયામાં ‘ભગવદ ્ ગીતા’ માફ્ક પ્રચલિત બની ચૂકયા છે. ‘મહાવીર–વાણી' આજ સુધી જૈનોના આગમાદિ ગ્રંથામાં વિખરેલી પડી હતી. તેમાંથી ચૂંટીને આ એક સંગ્રહ આત્માર્થીઓના ઉપયોગ માટે શ્રી રિષભદાસજીની પ્રેરણાથી પ્રકાશિત કરવામાં આવેલ છે. આમ તો આ પુસ્તકની ચોથી આવૃત્તિ છે, પણ આ પુનર્મુદ્રણ નથી, પણ પરિવર્તિત આવૃતિ છે, જેમાં અધિક વ્યાપક દષ્ટિથી સંકલન કરવામાં આવ્યું છે. મારી સૂચનાથી આ આવૃત્તિમાં મૂલ વચનોનું સંસ્કૃત રૂપાન્તર પણ આપવામાં આવ્યું છે. એમ થવાથી ‘મહાવીર–વાણી' સમજવામાં વધારે સરળતા—સગવડ રહેશે. ધમ્મપદ કાલ-માન્ય બની ચૂકેલ છે. મહાવીર—પાણી પણ બની શકે છે, જો જૈન - સમાજ એક વિદ્યુત્પરિષદ મારફત પૂરી ચકાસણીપૂર્વક ભ. મહાવીરનાં વચનાના તેમ જ તેના ક્રમના નિશ્ચય કરીને, એક પ્રમાણભૂત સંગ્રહ લોકો સમક્ષ રજૂ કરે. જૈન સમાજને મારી આ એક વિશેષ ભલામણ છે. જો આ સૂચનાના અમલ કરવામાં આવશે તો જૈન - વિચારના પ્રચાર માટે પચ્ચાસ - સો પુસ્તકો લખવામાં આવે છે તેના કરતાં આવા સંગ્રહ અધિકતર ઉપયોગી નિવડશે. આવા પૌરુષય સંગ્રહ જ્યારે થવાના હશે ત્યારે થશે. પણ ત્યાં સુધી પૌરુષેય—વ્યકિતગત પ્રયત્નથી જે કોઈ નિપજશે તે પણ ઉપયોગી બનશે. ‘સાધક સહચરી’ નામથી આવા જ એક સંગ્રહ સતબાલજીએ કરેલા પ્રકાશિત થયો છે. આ બીજો પ્રયત્ન છે. હું ઈચ્છું છું કે કેવળ જૈન સમાજ જ નહિ, પરંતુ ચિત્તશુદ્ધિની ઈચ્છા ધરાવવાવાળા જેઓ જૈન - સંપ્રદાયના અનુયાયી નથી તેઓ પણ આનું ચિન્તન - મનન કરશે. પડાવ: ચપરી (બિહાર) તા. ૩૦-૩-૫૩ વિનોબા અણુમાલ ભેટ (પાંચમા ગુજરાતી સંસ્કરણમાંથી) ‘મહાવીર – વાણી’નું ગુજરાતી સંસ્કરણ પ્રગટ થઈ રહ્યું છે. આ આનંદજનક વાત છે. અહિં બિહારમાં ભૂદાન - યજ્ઞના પ્રચારઅર્થે ઘૂમતાં ઘૂમતાં બુદ્ધ તથા મહાવીરનું મને નિરન્તર સ્મરણ થયા કર્યું છે. લોકો જાણે છે કે મે બોધગયામાં સમન્વય - આશ્રમ શરૂ કરી દીધા છે. કોઈ નવા આરંભ કરવાની વૃત્તિ હું મારામાં જોતો નથી. એમ છતાં પણ, ભૂદાનની પ્રવૃત્તિમાંથી સમન્વયની પ્રવૃત્તિ અનિવાર્ય રૂપે નીકળી પડી છે. ભારત ભૂમિમાં આત્માનું ચિન્તન, મનન તથા શોધ બહુ પ્રાચીન કાળથી આજ સુધી થતાં રહ્યાં છે. તેમાં વૈદિક, બૌદ્ધ તથા શ્રમણ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy