________________
બુદ્ધ જીવન
૪
અને ખરાબ હતા. અમારો ડ્રાઈવર સાવધાન અને કુશળ હતા, એટલે ઘણી વાર તેણે અમને ખતરામાંથી બચાવી લીધા હતાં. અમે એવા જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતાં કે જ્યાં કોઈ માણસ પશુ કે પક્ષી ન્હોતાં દેખાતાં. ન કોઈ ખેતર કે ન કોઈ મનુષ્યવસવાટના ચિહ્નો, તડકો વધી રહ્યો હતો. સવારના સાડા દસ વાગે સાંસણ પહોંચવાના ઈરાદા હતા, અને અહીં તો બાર વાગી ગયેલા છતાં પણ આ ભયાનક જંગલના અંત નહોતા આવતા. હવે તે નક્કી જ હતું કે અમે ખાટે રસ્તે ચઢી ગયા હતા. બળદગાડી ચાલવાનાં ચીલાઓ પણ કશે ન્હાતા દેખાતા. હવે તે મોટરને પણ આગળ જવાને માટે મુશ્કેલી પડવા લાગી, ઘણી મુશ્કેલીથી ડ્રાઈવરે મેટરને પાછી લીધી અને આવ્યાં હતાં એટલા જ રસ્તા પાછા કાપ્યો. મેટા રસ્તે પહોંચતાં એક વાગી ગયો. જયાંથી પાછા ફર્યા હતાં એ જ દિશામાં આગળ વધ્યાં. દસેક માઈલ પર ફરીથી પેલા ફોરેસ્ટ રેન્જરનો ભેટો થયા અને એમનાં માર્ગદર્શન પ્રમાણે ‘સતધાર’નાં લાંબા પણ મુખ્ય રસ્તા પર જ સાંસણ જવું ઠીક લાગ્યું.
બરાબર અઢી વાગે સાંસણના ‘રમણીય ગેસ્ટ હાઉસ’માં પહોંચ્યાં. સ્નાન, ભાજન આરામાદિથી પરવારીને અમે સાડા ચાર વાગે સિંહદર્શન માટે નીકળ્યાં. દસ માઈલ મેટરમાં અને દોઢેક માઈલ જંગલૂના બેરડી, બાવળ આદિ કાટાંળા ઝાડોથી બચતાં બચતાં નિશ્ચિત સ્થાન પર પગરસ્તે પહોંચ્યાં. અમારાથી લગભગ ૪૦ ફ્રૂટ દૂર એક નાનાં નાળાની વચ્ચે એક મોટો ડાલમથ્થા વનરાજ આરામથી બેઠા હતા. એની મનોહર કેશવાળી અને ચામડીના રંગ ચમકતાં હતાં. તે એક યોગીની માફક આંખો બંધ કરતા હતા અને ફરી ખોલીને ચારે બાજુ અને અમારી તરફ નજર કરતા હતા. એની દષ્ટિમાં કર્યાંય હિંસા કે વિકાળતા દેખાતી નહોતી. અમે થોડાં વધુ નજીક ગયાં, પણ એ તે એમના એમ બેસી જ રહ્યો. એને વિશ્વાસ હતો કે અમે એને સતાવવા નહિ, માત્ર જેવા જ ગયા હતા. અમે એનાં થોડાં ફોટા લીધા.
આ સિંહ ત્યાનાં લોકોને માટે પણ નવા હતા. આમ તા જંગલના બધા સિંહાને ફોરેસ્ટ ઓફિસર અને ચોકીદાર લોકો આળખતા હોય છે. સિંહાનાં નામ પણ પાડેલાં હોય છે, પણ આ સિંહ પહેલી જ વાર નજરમાં આવ્યા હતા એટલે એનું નામ નહોતું પડયું. ફોરેસ્ટ ઓફિસરે અમને કહ્યું કે ગિરનાં જંગલનાં બધા સિંહમાં આ સૌથી મોટો છે. ગિરના સૌથી મોટા સિહ જોવાની તક મળી તેને અમે અમારું સદ્ભાગ્ય માન્યું. ફોરેસ્ટ ઓફિસર શ્રી મોદીએ મને એનું નામ પાડવાની વિનંતી કરી, જેના મેં સહર્ષ સ્વીકાર કર્યો. આ સિંહ દેખાવમાં બહુ સુંદર અને આકર્ષક હતા એટલે મ્હેં એનું નામ ઠેઠ સૌરાષ્ટ્રી ભાષામાં ‘રૂડો’ રાખ્યું. ગામડાંનાં લોકો એને ‘રૂડિયા’ પણ કહી શકે એવી શકયતા આ નામમાં હતી એટલે બધાને એ બહુ જ ગમ્યું.
નામકરણ થતાં જ ભાઈ ઊઠીને ઊભા થયા અને ધીરે ધીરે ચાલવા લાગ્યા, અમે પણ એની પાછળ પાછળ ચાલવા લાગ્યા, એક ટેકરીની ધાર પરથી એ સીધા નીચે ઉતરી જતા હતા તે દશ્ય ઘણુંજ આકર્ષક હતું. એની બધી જ લાક્ષણિક અદાઓનું અમને દર્શન થયું. જંગલના રાજાનું ગૌરવ એની અદાઓમાં પ્રકટ થતું હતું. એક અદા હજી જોવાની મનમાં ઈચ્છા હતી, તે એને દોડતા જોવાની, તે પણ પૂરી થઈ. અમને વધારે નજીક આવતા જોઈ એ છલાંગ મારીને ભાગવા લાગ્યા. વાહ ! શું સુંદર દશ્ય ? એની ગુચ્છાદાર લાંબી પૂંછડીને ઉછાળતા ચારેપણે પૂરી તાકાતથી દોડતા એ સામેની ઝાડીમાં અદશ્ય થઈ ગયો. થોડીવાર સુધી અમે એનાં પાછા આવવાની પ્રતીક્ષા કરી, પણ ચોકીદારે કહ્યું કે હવે એ રાત્રે જ પાછા આવશે.
સૂર્યાસ્તના સમય થઈ ગયા હતા. પક્ષીઓ પોતપોતાનાં માળામાં જઈ રહ્યાં હતાં. એમનાં કિલકિલાટથી વાતાવરણ ગાજી રહ્યું હતું.
તા. ૧૬-૮-૧
કોઈ કોઈ વખત જંગલી જાનવરોના પણ અવાજો સંભળાતા હતા. અંધારું ઊતરવા લાગ્યું હતું અને અમને ફરીથી માટર સુધીના કાંટાળેશ્વ રસ્તા પાર કરવાના હતા. અન્ય જાનવરોના બહાર નીકળવાની સંભાવના પણ હતી એટલે અમે જલ્દી ચાલવા લાગ્યા અને જીપ ગાડી સુધી પહોંચી ગયાં.
રાત્રે મુખ્ય ફોરેસ્ટ ઓફિસર શ્રી સિંહા તથા ડૉ. સત્યનારાયણજીને મળવાનું થયું. એમણે સિંહાની ઘણી રોમાંચક વાતો કહી સંભળાવી. ‘ગિર’ની ગાયાનું તાજું ઘી તથા તાજા ગાળના પણ એમણે સ્વાદ ચખાડયો.
બીજે દિવસે પ્રભાતે જલ્દી ઉઠીને અંધારામાં જ અમે સાંઢબેડા' જંગલ તરફ પ્રયાણ કર્યું. આ જંગલ પણ સિંહાને માટે મશહુર છે. એક બે નહીં પણ સાત સાત સિંહાનાં જૂથ પણ કોઈ કોઈ વાર અહીંયા જોવા મળે છે. મેટર છેડીને ફરીથી પગયાત્રા શરૂ થઈ. પ્રભાતની લાલીમાએ સારા વાતાવરણને પ્રસન્નતાથી ભરી દીધું હતું. ઝાડ, પશુ, પક્ષી-બધાં આ ચૈતન્યદાયી વાતાવરણના આલ્હાદ લઈ રહ્યાં હતાં. જંગલના પગીઓએ અમને કહ્યું કે એક નિશ્ચિત જગ્યા પર થોડા જ વખત પર બે સિંહ અને એક સિંહણ બેઠાં હતાં. એક બચ્ચું પણ સાથે હતું. અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં તે બધા
ગાયબ થઈ ગયેલાં.
આજે તો અમને જંગલની મહારાણીની મુલાકાત લેવાની હતી. કોઈ મહારાણીની મુલાકાત વખતે જેમ પ્રથમ મુલાકાતીઓ આવે, પછી ચપરાસી મહારાણીને ખબર આપે, એ આવે અને મુલાકાત આપે, ક'ઈક એવા જ શિષ્ટાચારના અમને અહીં અનુભવ થયો. પગીઓએ જંગલની અંદર જઈને બકરીની જેમ ‘બે બે બે” બે” અવાજ કર્યા. થોડી જ વારમાં અમારી સામેથી એક સિંહણ ઝડપથી બકરાનાં અવાજે તરફ જતી જોવામાં આવી. એની પાછળ એનું એક મહિનાનું બચ્ચું પણ કુદક કુદક કરતું જતું હતું. પગીઓ નજીકમાં જ હતાં. એક પગીનાં હાથમાં સાચે જ બકરીનું બચ્ચું હતું, પણ તે ફકત દેખાવ માટે જ. સિંહણના નાસ્તા માટે નહીં. પહેલેથી જ અમે એ ચાખવટ કરી દીધેલી કે અમારે તો અહિંસક રીતે જ સિંહદર્શન કરવા છે.
એ પગીઓની સામે ૨૦ ફીટ દૂર જ એ સિંહણ બેસી ગઈ, એનું બચ્ચું એની સાથે રમી રહ્યું હતું. આ મા-દીકરાની ગમ્મતીક્રીડા ઘણી મનોરંજક લાગી. સિંહણ લાલચું નજરે બકરીનાં બચ્ચાં તરફ જૅઈ રહી હતી. એ ખૂબ જ આરામ અને વિશ્વાસથી બેઠી હતી. આ બધી રમતગમત અમે એક બાજુથી જૉઈ રહ્યાં હતાં. સિંહણ પણ ડોક ફેરવીને અમારી સામે વારે ઘડીએ જોઈ લેતી હતી. • આમ બાજુમાંથી જોઈને પછી ધીરે ધીરે એની સામે જયાં પગી હતા ત્યાં અમે આવી પહોંચ્યાં. એના સામેના દેખાવ વધારે ગમ્યો. હું તો એનાથી રા ફીટ દૂર પલાંઠી લગાવીને બેસી ગઈ. એ ખૂબ પ્રેમથી મારી સામે જોઈ રહી. મને તો તે વખતે એ એક ગાય જેવી નિર્દોષ અને વ્હાલી લાગી. મારી આંખામાં પણ એના પ્રતિ ખૂબ પ્યાર હતો. મનમાં ઈચ્છા થઈ આવતી હતી કે, એકવાર પાસે જઈને એનાં સુંદર શરીર પર હાથ ફેરવી આવું, પંપાળી આવું. એની આંખામાં ક્યાંય હિંસા કે ક્રૂરતા ન્હોતી દેખાતી. વનનાં હિંસક પશુઓની સામે આટલી નિશ્ચિતતા અને વિશ્વાસથી બેસી શકાય છે એની આજે ખાત્રી થઈ. આ મહારાણીએ લાંબા સમય સુધી અમને મુલાકાતનું માન આપીને ફોટો માટે વિવિધ પાસ’ પણ આપ્યાં. એ પુષ્ટ, સુંદર અને સપ્રમાણ હતી એટલે એનું નામ ‘રૂપાળી’ રાખ્યું અને એનાં બચ્ચાનું નામ ‘લાડકો.’ સાચે જ બચ્ચું બહુ લાડકું હતું. એક કલાક સુધી આરામથી બેઠા પછી તડકો વધતાં એને થાડી અશાંતિનો અનુભવ થયો હોય એમ લાગ્યું એટલે, એ ઊભી થઈ અને ધીરે ધીરે બચ્ચાં સાથે વનમાં ચાલવા લાગી. અમે થોડીવાર એની પાછળ ગયાં પણ એ તે ઝડપથી જંગલમાં અદશ્ય થઈ ગઈ. અમે પણ જૂનાગઢ તરફ પ્રસ્થાન કર્યું. સાંસણનાં સિંહ સિંહણ અને બચ્ચાંનો આ આલ્હાદક અનુભવ મારી સ્મૃતિમાં ચિરસ્થાયી બની ગયા.
અનુવાદક : બહેન આરતી મહેતા
(b)
મૂળ હિ‘દી:
બહેન પૂણિમા પકવાસા
માલિક : શ્રી સુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ-૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ