________________
તા.૧-૪**
પ્રભુપ્ત જીવન
સિહદર્શન
(ગયા ફેબ્રુ આરી માસની તારીખ ૪, ૫, ૬ એમ ત્રણ દિવસ માટે આચાર્ય રજનીશજીને અનુલક્ષીને એક શિબિર ગોઠવવામાં આવી હતી. આ શિબિર અને તે અંગે કરવામાં આવેલા પ્રવાસની વિગત ડો. રમણલાલ સી. શાહે પ્રબુદ્ધજીવન માટે લખી આપી હતી અને તે પ્રબુદ્ધજીવનના માર્ચ માસના બે અંકોમાં પ્રગટ કરવામાં આવી છે. આ તુલસીશ્યામ શિબિરમાં ઉપસ્થિત થયેલાં શ્રી પૂર્ણિમાબહેન પકવાસા શિબિર પુરી થયા બાદ એ બાજુ રહેતા અને વિચરતા સિંહાને પ્રત્યક્ષ નિહાળવાના હેતુથી તુલસીશ્યામની બાજુએ આવેલા સાંસણ ગામ તરફ ગયેલા અને આજુબાજુ ફેલાં. આ રીતે ફરતાં તેમને જે અનુભવ થયો તેનું તેમણે હિંદીમાં લખેલું રોમાંચક વર્ણન ‘શકિતદલ’નામના માસિકમાં પ્રગટ થયું હતું. તેને અનુવાદ મારી વિનંતિથી તેમનાં પુત્રી બહેન આરતી મહેતાએ કરી આપ્યા છે જે નીચે પ્રગટ કરવામાં આવે છે.
અહિં જણાવવાનું પ્રાપ્ત થાય છે કે આ અંકમાં આ વર્ણનાત્મક લેખ પ્રગટ થતો હોઈને ‘મહાપ્રસ્થાનના પથ પર’ના ૧૪મા હતો પ્રગટ કરવાનું આવતા અંક ઉપર મુલતવી રાખવાનું ઊંચિત ધાર્યું છે. મંત્રી) તુલસીશ્યામ સાધના શિબિરની પૂર્ણાહૂતિ પછી અમે જંગપ્રસિદ્ધ ગિરનારનાં સિંહાને જોવા ગયા. મધ્યગિરમાં સિંહાને જોવા માટે એક વિશેષ સ્થાન છે, જેનું નામ ‘સાંસણ’ છે. . અમે તુલસીશ્યામથી સવારના ૭ વાગે ઊપડયા. આખો રસ્તો જંગલમાંથી જતો હતા, સવારને વખત હતા એટલે રસ્તામાં જ પેલા ‘દોસ્તો ’ને મળવાની આશા હતી. અમારી આતુર નજર બન્ને બાજુની ઝાડીમાં ફરતી હતી. વચ્ચે ટપકાંવાળાં હરણાનાં જોડકાં મળ્યાં. એમણે અમારી તરફ અત્યંત નિર્દોષ નજરે જોયું અને છલાંગ મારતાં ભાગી ગયા. એક જગ્યાએ તા ૧૫-૨૦ આકર્ષક હરણાનું ઝુંડ ચરતું હતું. દૂરથી એમને જોયાં એટલે મેટર ત્યાં જ ઊભી રાખી ધીરેથી નીચે ઊતરી અમે એમની તરફ ચાલવા લાગ્યાં. ઝાડની આડસ લઈને અમે એમની ખૂબ પાસે પહોંચી ગયા અને એમની પ્રવૃત્તિ જોવામાં મશગૂલ બની ગયાં. પણ કશેકથી થોડોક સંચળ થયા એટલે તરત જ બધા ભાગી ગયા. મેં મનમાં જ કહ્યું “પ્યારા દોસ્તો, અમે તમને હેરાન કરવા નહોતા આવ્યાં, અમે તો ફકત તમારા દર્શન કરવા અને તમારી સાથે દોસ્તીનો હાથ લંબાવવા આવ્યા હતા. એમને અમારો આ સંદેશા પહોંચ્યા કે નહીં તેની ખબર નથી. નીલગાય, ખિસકોલી, સસલાં, જંગલી મરઘાં ઈત્યાદિ અનેક પ્રાણી તથા પક્ષીઓની મુલાકાત થઈ. વચ્ચે બે-ચાર મોટાં શીંગડાવાળા સાબર પણ મળ્યાં. પણ જેને જોવાને દિલ તલપાપડ થઈ રહ્યું હતું તે સિંહા ન મળ્યા.
વચ્ચે વચ્ચે નાનાં મેાટાં ગામડાઓ આવ્યા કરતાં હતાં. નાની મોટી નદીઓ પણ આવતી હતી. આ વનપ્રદેશ બહુ સુકકો લાગતો હતો. ઝાડ અધિકાંશ પાતળા હતા અને પાનખર ઋતુ હોવાથી શૃંગારવિહીન લાગતાં હતાં. વિશેષ કરીને અહીં આંબળા, બાવળ અને કેસૂડાંનાં વૃક્ષ વધારે નજરે પડતાં હતાં. બારનાં ઢગલામાં પાકાં ચણીબાર માણેકની જેમ ચમકી રહ્યાં હતાં. એ કાંટાવાળા ગુંબજોમાંથી વીણી વીણીને બાર ખાવાના લાભ અમે રોકી ન શકયા, બારના સ્વાદ લેતાં લેતાં કોઈકવાર કાંટાનો પણ સ્વાદ મળી જતા હતા. આ સુક્કા વનપ્રદેશમાં કેસૂડાનાં ફુલો પૂરબહારમાં ખીલ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં યજ્ઞની કેસરી જવાળાઓની જેમ ફ લાથી ભરપુર કેસૂડાનાં વૃક્ષો જંગલની શોભા વધારી રહ્યાં હતાં. આ ફ્લાની સમૃદ્ધ વિપુલતામાં કશે પાંદડાં તો દેખાતાં જ નહોતાં. મને યાદ આવ્યું કે મારી બા મને અને મારા ભાંડુઓને કેસૂડાંનાં ફ લનાં પાણીથી નવડાવતી હતી .
૮૩
જેથી ગરમીની ઋતુમાં બાળકોનાં શરીરને શીતળતા મળતી અને અળાઈ ફોલ્લાં વિગેરેથી બચી શકાતું. કેસૂડાના આ ગુણધર્મો મેં' મારા સાથીઓને કહ્યા. વિચાર આવ્યો કે આપણી આ નૈસગિક મૂલ્યવાન સંપત્તિ પ્રભુએ વિપુલ પ્રમાણમાં આપી છે, છતાં યે આપણે એને પૂરો ઉપયોગ નથી જાણતાં અને તેને મોટો ભાગ દર વર્ષે
આમ જ નષ્ટ થઈ જાય છે.
રસ્તે સારો હતો એટલે મોટર પણ પૂર ઝડપથી દોડી રહી હતી. દૂરથી એક મંદિરની ફરફરતી ધજાનાં દર્શન થયાં. પાસે પહોંચ્યાં ત્યારે ખબર પડી કે એ તો ‘કનકઈ' અથવા ‘કનકેશ્વરી' માતાનું મંદિર હતું. પાસે સુંદર નદી વહી રહી હતી. મંદિર થોડી ઊંચાઈ પર હતું. એ ટેકરી પર ચઢીને મંદિરમાં જઈ માતાનાં દર્શન કર્યાં. મૂર્તિ તથા આભૂષણો સુંદર હતાં. અહીંથી આસપાસના પ્રદેશનું સુંદર દર્શન થયું. અત્યાર સુધી અમને સુકકો વનપ્રદેશ જોવા મળ્યા હતા, પણ અહીં નદીના કારણે હરિયાળી નજરે પડતી હતી. ત્યાંના પૂજારીજીએ અમને ઠંડુ પાણી પાયું તથા મંદિરના ઈતિહાસ સંભળાવ્યો. અહીં બે—ત્રણ સ્વચ્છ ધર્મશાળાઓ છે, એક રેસ્ટહાઉસ છે, અને પૂજારી અને અન્ય કાર્યકરોને રહેવા માટે મકાન પણ છે. પૂજારીએ કહ્યું કે ‘“મંદિરનાં ટ્રસ્ટીઓએ યાત્રીઓને રહેવા માટે સરસ વ્યવસ્થા કરી છે. અહીંની આબોહવા સમશીતા રહે છે અને નદીના કારણે સ્થાન રમણીય પણ છે. કૂવાનું પાણી મીઠું છે, એટલે ૧૦-૧૫ દિવસ આરામથી રહી શકાય એવું છે. કોઈકવાર રાત્રે સિંહ નદીનું પાણી પીવા આવે છે, એમની ગર્જનાઓ પણ સંભળાય છે, પણ કોઈ દિવસ અહીંની વસ્તીને સિંહોએ હેરાન નથી કરી, પૂજારીએ મને કહ્યું કે તમે શકિત દલના એક વિશેષ તાલીમકેમ્પ અહિંયા કરો, અમે તમને બધી સગવડ કરી આપીશું.”
અમારી વાત ચાલતી હતી એટલામાં જ એક સુંદર પાતળી યુવતી પોતાનાં પતિ અને બે બાળકો સાથે એક ઘરમાંથી નીકળી. એમની સાથેની વાતચીતથી માલુમ પડ્યું કે એમના પતિ વેરાવળની એક ફેકટરીમાં એરેંજીનિયર અને ભાગીદાર છે. પતિ-પત્ની બન્નેને નૈસગિક રમણીયતા અને વન્યજીવન માટે ખૂબ પ્રેમ છે; એટલે પેાતાના કામમાંથી થોડો સમય મળતાં જ તેઓ અહીં આવી જાય છે.
આ વખતે તો ત્રણ અઠવાડિયાને માટે તેઓ અહીં આવ્યાં હતાં. પિત બાળકોને લઈને નદી તટ પર ગયા અને પત્ની અમારી સાથે વાતો કરવા લાગી. એણે કહ્યું કે “અહીં અમને બીજાની કંપની ન હોવા છતાં અમે શાંતિ અને આનંદથી રહી શકીએ છીએ. આ નદી, જંગલ, ઝાડી, પ્રાણી, પક્ષી અને અહીંની બધી ચીજ અમારી સાથે વાત કરે છે અને અમને પ્રસન્ન રાખે છે.”
એમણે કહ્યું કે નદીનાં ઉપરવાસમાં દોઢેક માઈલ દૂર ત્રણ આંખાવાળી માછલીઓ રહે છે. આ સ્થાન ઘણું દુર્ગમ અને ભષાનક છે. તે પણ એક દિવસ ત્યાં જવાનો વિચાર છે. સવારના પહારમાં જ ઝાડ પરથી તોડેલાં તાજા આંબળા એણે અમને આપ્યાં. વધતી જતી ગરમીમાં આંબળા ખૂબ મીઠાં લાગ્યાં. અમે એની વિદાય લીધી. કોઈ ને કોઈ દિવસ કનકાઈ માતાનાં સ્થાન પર ફરીથી આવીશું અને બની શકશે તો તાલીમ શિબિર પણ કરીશું એમ એને અને પૂજારીને કહી અમે મેટરમાં બેઠાં.
નદી પાર કરીને અમે આગળ ચાલવા લાગ્યા. અહીં જ અમે રસ્તા ચૂકી ગયા. ડાબી બાજુના એક નાના રસ્તે સાંસણ જતા હતા, પણ નામનું બોર્ડ નીચે પડી જવાથી અમને ખબર ન પડી અને અમે આગળ ચાલી ગયાં. રસ્તે 'ફોરેસ્ટ રેંજર મળ્યા. એમને પૂછવાથી ખબર પડી કે સાંસણના રસ્તે તે પાછળ રહી ગયો. અમે પાછા વળ્યાં, પણ એક અજાણ્યા રસ્તામાં ઘુસી ગયા. રસ્તો સાંકડો