SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પ્રબુદ્ધ જીવન આ પુસ્તકનો ભાઈ મહેન્દ્ર મેઘાણીએ ૧૯૫૬ની સાલમાં ટૂંકાવેલા ગુજરાતી અનુવાદની પહેલી આવૃત્તિ ૧૯૫૬ની સાલમાં પ્રગટ થયેલી અને તેની બીજી આવૃત્તિ ૧૯૬૫માં પ્રગટ કરવામાં આવી છે. તેના પ્રકાશક છે. લોકમિલાપ કાર્યાલય, કોરટ રસ્તે, ભાવનગર. આ બીજી આવૃત્તિની નકલ મને થોડા સમય ઉપર તેમણે મોકલેલી તે લગભગ એક બેઠકે સળંગ વાંચી જતાં થયેલા આનંદ તે પુસ્તકના અવલાકન રૂપે વ્યકત કરવા આ નોંધ લખી રહ્યો છું. આ પુસ્તકના લેખક હેનરિક હેરરનો પરિચય આપતાં ગુજરાતી અનુવાદક ભાઈ મહેન્દ્ર મેઘાણી જણાવે છે કે; “હજારો માઈલ દૂર દેશના એક જુવાને આવીને આપણી હિમાલયી સરહદને ઓતરાદે પડખે જે સાહસો ખેડયાં અને આપણી પુરાતન પાડોશી તિબેટી પ્રજાના જીવનનું જે દર્શન કર્યું તેનું બ્યાન ‘તિબેટમાં સાત વરસ’ નામના પુસ્તકમાં તેણે આપ્યું, એ જુવાનનું નામ હેનરિક હેરિયર. વતન એનું ઓસ્ટ્રિયા. સત્યાવીશમે વરસે હિમાલયના નંગા પરબત શિખર પરની ચઢાઈમાં સામેલ બનતાં પહેલાં યુરોપના અનેક પહાડો એણે ખૂંદી નાખેલા. નિશાળની રજા પૂરી થાય ને ડુંગરાઓની વિશાળ ગાદ છેાડીને શાળાના સાંકડા ખંડમાં પાછા ફરવું પડે, એ તો એને માથાના ઘા જેવું થઈ પડે. ઓછું ભણેલા, ને ભણતરમાં એથી યે ઓછા રસ ધરાવનારા, એ જુવાનની તિબેટી આપવીતીની કથા આ દાયકાની સૌથી વધારે ફેલાવા પામેલી, ને જગતભરમાં લાકપ્રિય ચોપડીઓમાં સ્થાન પામી. એનું એક કારણ અલબત્ત, તિબેટનાં હિમ-વેરાના વીંધતાં જોખમોની જે વર્ષાઝડી. એણે અને એના સાથી એનાઈતરે ઝીલી તે છે. ઉપરાંત બહારની દુનિયાથી હજી આજે પણ ઠીક ઠીક અજાણ એવી એ પ્રાચીન પ્રજાના અંગત જીવનના અનુભવ વરસેા સુધી એ મેળવી શક્યા. તિબેટના લોકોનું આવું સમતોલ અને સમભાવી આલેખન જગતને અગાઉ ભાગ્યે જ સાંપડ્યું હશે. “૧૭૦૦૦ ફ ુટની ઊંચાઈએ તાપેા ઢસડતા બ્રિટિશ સેનાપતિ યંગહસબંડ ૧૯૪૪ની સાલમાં ટિબેટના પાટનગર લ્હાસા સુધી હિંમતભરી અને કપરી ચઢાઈ લઈ ગયા ત્યારે તેમની સાથે છાપાના ગણ્યાગાંઠયા ખબરપત્રીએ ગયેલા, ને તિબેટની રહસ્યભૂમિ ઉપરથી ગાઢા ધુમ્મસ-શો પડદો જરા હઠેલા ને પછી પૂર્વવત્ પડી ગયેલા. બાકી- - ના જગત થી સદન્તર અલિપ્ત રહેવાના તિબેટી દઢ આગ્રહના આવરણને છેલ્લાં પચ્ચાસ વરસમાં બહુ ઓછા માનવીઓ ભેદી શકયા છે ને તેમાં, લ્હાસામાં પાંચ વરસને વાસ કરીને છેક એ દેશના “દૈવી” બાળરાજા દલાઈ લામાના વિશ્વાસુ મિત્રપદે પહોંચી શકનાર આ પુસ્તકના લેખકની સિદ્ધિ અજોડ ગણાય છે. “૧૯૫૧ના વર્ષમાં આ પુસ્તકના લેખકે તિબેટ છેડયું. તે પછીનાં વરસા દરમિયાન, ચીનના મહાન પ્રજાસત્તાકના એક ભાગરૂપે, તિબેટની ઘણી કાયાપલટ થઈ છે. એ રીતે, આ ચાપડીમાં વર્ણવાયલી અમુક હકીકતો હવે ભૂતકાળની બની ચૂકી હશે. તે છતાં, મોજીલી ને ભકિતભાવભરી, શાણી ને વહેમીલી તિબેટી પ્રજાની હજી તો ગઈ કાલની જ તસવીર તરીકે આમાંની ઘણી વિગતો રસિક નીવડશે. ક તા. ૧૬-૮-૧ પ્રયત્નો બાદ આખરે ૧૯૪૪ના એપ્રિલની ૨૯મી તારીખે તે બન્ને સાથીએ ભારતની સરહદ વટાવી શકયા અને ભટકતાં ભટકતાં અને અવારનવાર ભારત યા નેપાલ તરફ પાછા ધકેલાતા આખરે ૧૯૪૬ ના જાન્યુઆરી માસની ૧૫મી તારીખે તેઓ કશા પણ પાસપોર્ટ વિના લ્હાસામાં દાખલ થયા. ત્યાર બાદ ૧૯૫૦માં તિબેટ ઉપર ચીની આક્રમણની શરૂઆત થઈ અને ૧૯૫૧ના માર્ચ માસમાં તિબેટ છોડવા સિવાય આ બન્ને સાહસિક નરવીરો માટે બીજો કોઈ વિકલ્પ ન રહ્યો. અજાણ્યા અણઆમંત્ર્યા આ બન્ને બહાદુરો લ્હાસામાં કેમ સ્થિર થયા અને ત્યાંના પ્રજાજનોને અને રાજ્યને ઉપયોગી એવી કયા કયા પ્રકારની કામગીરી બજાવીને ત્યાંના અધિદેવતા સમા દલાઈ લામા, ઊંચી કક્ષાના અધિકારીઓ અને પ્રજાજનોના તેઓ કેવા પ્રીતિપાત્ર બન્યા-એની રોમાંચક કથા આ પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે. આ પુસ્તકનો અનુવાદ ભારે સુન્દર થયો છે. આ પુસ્તક પ્રારંભથી અન્ત સુધી વાંચતા એક પ્રકારના રોમાંચક આનંદનો અનુભવ થાય છે અને આપણી કલ્પના અદ્ભુત તૃપ્તિ અનુભવે છે. હિમાલયની બીજી બાજુના દુનિયાની અટારી જેવા ૧૨૦૦૦ ફીટથી વધારે ઊંચાઈએ આવેલા આ પહાડી મુલકને કાલ્પનિક પ્રવાસ ખેડવાનો આહ્લાદ આ પુસ્તકના વાચનથી આપણને સહજપણે પ્રાપ્ત થાય છે. પહાડોના પર્યટનના રસિક જનોને આ પુસ્તક વાંચી જવા ખાસ અનુરોધ છે. પરમાનંદ સંઘ સમાચાર આગામી પર્યુંષણ વ્યાખ્યાનમાળા આ વખતની તા. ૧૧મી સપ્ટેમ્બરથી તા. ૧૮મી સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. પહેલા, દિવસે શ્રી ગગનવિહારી મહેતા, ‘થારો અને ગાંધીજી' એ વિષય ઉપર અને શ્રી ઉછરંગરાય ઢેબર, ગાંધીજી અને વિનોબા ' એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. છેલ્લા દિવસે આચાર્ય રજનીશજીનું વ્યાખ્યાન હશે. આઠે દિવસની સવારે ૮-૩૦ વાગ્યે શરૂ થતી સભાએ ચોપાટી ઉપર આવેલા બીરલા ક્રીડા કેન્દ્ર”માં ભરવામાં આવશે. શ્રી કિસનસિંહ ચાવડાનું વ્યાખ્યાન: ‘હિમાલયની વિભૂતિ' આ ચાપડીના લેખક નંગા પર્વતની આરોહક ટુકડીમાં જોડાવા માટે ૧૯૬૦ના ઓગસ્ટમાં ભારત ખાતે આવેલા. નંગા પર્વતન નવા કેંડો શોધવાને લગતા પ્રાથમિક સંશાધનનું કાર્ય પતાવીને તે યુરોપ રવાના થવાની વાટ જોતો કરાંચીમાં થોડા દિવસથી આરામ કરતા હતા, એવામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને તેને અને તેના સાથી પીટર ફસ્નાઈટરને એક યા બીજી અટકાયત છાવણીમાં મહિનાઓ સુધી પુરાયેલા રહેવું પડયું. તેમનું ધ્યેય એમાંથી ભાગી છૂટીને તથા હિમાલય એળગીને તિબેટ પહોંચવાનું અને એ દેશના બને તેટલા પરિચય મેળવવાનું હતું. ભાગી છૂટવાનાં બે ત્રણ નિષ્ફળ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૭મી ઑગસ્ટના રોજ શનિવાર, સાંજના ૬-૦૦ વાગ્યે મસજીદ બંદર રોડ ઉપર બેંક ઑફ બરોડાની સામે આવેલા ધી ટ્રેન ઍન્ડ ઑઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસોસિએશનના સભાગૃહમાં શ્રી કિસનસિંહ ચાવડા ‘હિમાલયની વિભૂતિ’ એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયના જિજ્ઞાસુઓને વખતસર ઉપસ્થિત થવા અનુરોધ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, વિષયસૂચિ હું ભારત તરફ કેમ આકર્ષાઈ ? સાતત્ય પ્રકીર્ણનોંધ : સંસદમાં સૌજન્યનું ચિન્તાજનક અવમૂલ્યાંકન, પર્યુષણ પર્વ અંગેના પ્રણાલિકાભેદ ટાળી શકાય એમ છે ખરૂ ? પશ્ચિમ અને પૂર્વના દર્શનમાં રહેલું મૌલિક અન્તર, અવકાશસંશાધન પાછળ વ્યર્થ વેડફાતું અનર્ગળ દ્રવ્ય. સ્વ. વિદ્યાવિભૂતિ Ší. વાસુદેવશરણ મેની માર્શલ ગીતા પરીખ પરમાનંદ રતિલાલ દીપચંદ દેસાઈ ૭૯ અગ્રવાલ અવલોકનો : શાણા સમાજ, અભ્યાસના વિશેષાંક, જ્યોતિ શિખા, તિબેટની ભિતરમાં, સિંહદર્શન પૃષ્ઠ પ ૭૬ ૭૭ પરમાનંદ ૮ પૂર્ણિમાબહેન પકવાસા ૮૩
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy