________________
८०
પ્રબુદ્ધ જીવન
ઘેાડાંક અવલાકના
“શાણા સમાજ”
સુપ્રસિધ્ધ ચિન્તક, ફ્લિાસાફર, મનોવૈજ્ઞાનિક અને લેખક શ્રી એરિક ફ઼ોમે અંગ્રેજીમાં લખેલાં ‘Sane Society' એ મથાળાના પુસ્તકના ભૂમિપુત્ર કાર્યાલય તરફ્થી (ઠે. હુઝરતપાગા, વડોદરા-૧) થેાડા સમય પહેલાં અનુવાદ પ્રગટ કરવામાં આવ્યા છે. આ અનુવાદ કરનાર ભૂમિપુત્રના તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ છે. તેની કિંમત રૂા. ૩ છે.
મૂળ અંગ્રેજીમાં લખનાર શ્રી એરિક ફોમને ટૂંક પરિચય આપતાં જણાવવાનું કે તેમને જન્મ સને ૧૯૦૦માં ૨૩ માર્ચે જર્મનીના ફ્રોકટી શહેરમાં થયેલા, સમાજશાસ્ત્ર અને માનશસાસના એમણે હાઈડલબર્ગ, ફૂં કફ્ટી અને મ્યુનિયની વિદ્યાપીઠોમાં અભ્યાસ
કર્યો. ૧૯૨૨માં પીએચ. ડી. થયા. ૧૯૨૬થી માનવચિકિત્સાની પ્રેકટીસ એમણે શરૂ કરેલી. ૧૯૩૪માં તેઓ અમેરિકામાં સ્થાયી થયા, અને કોલંબીઆ, મેઈલ વગેરે વિદ્યાપીઠોના મનોવિશ્લેષણ વિભાગમાં એમણે કામ કર્યું. અત્યારે તેઓ મેકિસકોમાં છે.
આજની દુનિયાના માનવીની સમસ્યા ભારે કપરી બની છે. સામાજિક પરિસ્થિતિ વધારે ને વધારે જિટલ બનતી ચાલી છે અને દુનિયાના માથે સર્વનાશની કટોકટી તાળાઈ રહી છે. આ સમગ્ર વસ્તુસ્થિતિ ઉપર આ પુસ્તક મૌલિક પ્રકાશ પાડે છે. અને તેથી સમાજહિતચિન્તક સર્વ કોઈ નરનારીને આ પુસ્તકનું પઠનપાઠન કરવા ભલામણ છે. આ પુસ્તકની હું સમાલોચના કરું તેના બદલે આ પુસ્તકના હાર્દને સમજાવતી પ્રસ્તાવના શ્રી જયપ્રકાશ નારાયણે લખી આપી છે તે અહીં ઉધૃત કરવી વધારે યોગ્ય લાગે છે. મૂળ અંગ્રેજીમાં લખાયલી એ પ્રસ્તાવનાના ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે:
“એરિક ફ્રોમનું ‘શાણા સમાજ' પુસ્તક અંગ્રેજીમાં દશ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલું હોવા છતાં આજે પણ એની અગત્ય તેવી ને તેવી જ રહી છે. એરિક ફ્રોમ જેમ મનોવિશ્લેષણના એક લબ્ધપ્રતિષ્ઠ તજ્ઞ છે તેમ ગણ્યમાન્ય સામાજિક ચિંતક, લેખક અને મહાન માનવતાવાદી પણ છે. ઉપરાંત સામાજિક આંદોલનોમાં પણ તેઓએ આગળ પડતો ભાગ ભજવ્યો છે. પાશ્ચાત્ય પ્રાજ્ઞપુરુષમાં ટ્રોમ એક એવા વિરલ બુદ્ધિમાન છે, જેમની પારગામી દૃષ્ટિ પશ્ચિમી સમાજના ઝાકઝમાળ અને પ્રચૂર વૈભવને આરપાર વીંધી જઈ એના રોગનાં મૂળને ખુલ્લાં કરીને અવલોકી શકી છે એટલું જ નહીં પણ, માનવ તેમ જ સમાજના સ્વસ્થ વિકાસની નવલી દિશાએ શેાધી શકી છે.
“આ પુસ્તક આમ તો પશ્ચિમના, તેમાંયે ખાસ તે અમેરિકન, વાચકને ઢંઢોળીને જગાડવાની દષ્ટિથી લખાયેલું છે. પરંતુ આપણા દેશને માટે તેમ જ બીજા નવસ્વતંત્ર રાષ્ટ્રો માટે પણ આ પુસ્તક એટલું જ મૂલ્યવાન નિવડે તેવું છે. બલ્કે તેની ઉપયોગીતા આપણે માટે ઘણી વધારે હોઈ શકે, કેમકે આપણે ઉદ્યોગીકરણની યાત્રાનો હજી તેઆરંભ કરી રહ્યા છીએ, એટલે એનો વધુ લાભ લઈ શકવાની સ્થિતિમાં છીએ; જ્યારે અમેરિકાની પ્રજા આપણાથી વયમાં નાની છતાં ઉદ્યોગીકરણને પંથે ઘણી આગળ નીકળી ગયેલી છે, અને તેથી તે પેાતાની દિશા સહેલાઈથી બદલી શકે તેમ નથી.
પશ્ચિમી સંમાજની “સફળતાની થા”થી આપણી આંખો અંજાઈ જાય છે, અને આપણે એમને પગલે પગલે ચાલવા માટે તલપાપડ થઈ જઈએ છીએ. પણ આપણા પૈકી બહુ ઓછાને એ વાતનો ખ્યાલ છે કે એ સફળતા ઘણી એકાંગી છે, માત્ર ભૌતિક ઉત્પાદન અને ઉપભાગના કેન્દ્રો ફરતે વીંટળાયેલી છે—કટાક્ષચિત્રામાં
Cll. 94-6-44
ર
ઘણી વાર “હાથ પગ દોરડી અને પેટ ગાગરડી' જેવાં રાક્ષસી બાળક ચીતરેલાં જોવા મળે છે, તેવી એની દશા છે.
‘પશ્ચિમિ દેશા અને પૂર્વ(અર્થાત્ રશિયા)ના સમાજ વચ્ચેના ભેદ ફ઼ોમ માર્મિક રીતે દર્શાવે છે, તેમ છતાં સાવિયેત છાપને ઔઘોગિક સમાજ પણ, ઉપલક તફાવત છતાં, વસ્તુત: અમેરિકન નમૂ નાની દિશામાં જ ગતિ કરી રહ્યો છે, તે ચીંધી બતાવવાનું તેઓ ચૂકતા નથી. છેક પાંચમા દશકામાં એ બે ઢબના સમાજો વચ્ચેના તફાવતા આજે છે તે કરતાં ઘણા વધારે સ્પષ્ટ હતા, અને ક્રોમે તે કાળે લખ્યું છે. પરંતુ તે બન્ને વચ્ચેની તાત્ત્વિક સમાનતાનું તેમણે આબાદ વર્ણન કર્યું છે.: ‘બંને વ્યવસ્થા ઉદ્યોગીકરણના પાયા પર રચાયેલી છે અને બંનેના લક્ષ્ય છે : નિત્ય વધતી જતી આર્થિક ક્ષમતા અને સમૃદ્ધિ. એ બંને સમાજના સંચાલનનાં સૂત્રેા એક વ્યવસ્થાપક વર્ગ અને વ્યવસાયી રાજકારણીઓના હાથમાં છે. પશ્ચિમી દેશોમાં ખ્રિસ્તી વિચારસરણી પ્રવર્તે છે અને પૂર્વના સામ્યવાદી દેશેમાં ધર્મનિરપેક્ષ પૈગમ્બરવાદની બાલબાલા છે, તેમ છતાં બંનેયના દષ્ટિકોણ તો નકરા ભૌતિકવાદી જ છે. મનુષ્યને એ બંને ય તેતિંગ કારખાનાઓ દ્રારા અને જંગી રાજકીય પક્ષા દ્વારા એક કેન્દ્રિત પદ્ધતિના સંગઠનમાં જકડી લે છે. ત્યાં એકેએક જણ યંત્રનો પૂરજો છે અને યંત્રના પુરજાની જેમ દરેકે યંત્રમાં કશી ખલેલ ઊભી કર્યા વિના પોતાની ફરજ નભાવવાની છે.'
“મારે માટે તે મનુષ્ય જ સર્વ વસ્તુનું માપ છે. મનુષ્યને માટે જ સર્વ કાંઈ અસ્તિત્વ ધરાવે છે; ધર્મ, વિચારસરણી, રાજ્ય, વિજ્ઞાન, યંત્રવિદ્યા, કલા અને બાકી બધું જ. એટલે, સ્વયં મનુષ્યને જ જો પુરજામાં, યંત્રમાં કે યંત્રમાનવમાં પલટી નાંખવામાં આવે તે પછી બાકી શું રહ્યું ? જૂના જમાનાની ગુલામી પ્રથામાં માનવી માનવીને ગુલામ બનાવતા; આ નવી ગુલામીમાં મશીન માનવીને ગુલામ બનાવે છે.
“દુર્ભાગ્યે આપણા દેશના ભદ્ર વર્ગ અત્યારે તે હજી આ પ્રશ્નોમાં રસ પણ લેતા થયા નથી. જ્યારે આવા પ્રશ્નો ઊભા કરીએ છીએ ત્યારે અચૂક એક જ જવાબ સાંભળવા મળે છે: “પડશે તેવા દેવાશે.” એ સમસ્યા ઊભી થાય ત્યારની વાત ત્યારે. પહેલાં આપણે ગરીબીને અને પછાતપણાને તા વાળીઝૂડીને સાફ કરી નાંખીએ ને પશ્ચિમવાળા આગળ નીકળી ગયા છે તેને આંબી જઈએ, તે પછી આ બધી બારીક સમસ્યાએ નિરાંતે બેસીને ઉકેલશું.'
“આવી મનોદશા અતિશય નઠારી છે. ઈતિહાસના પાઠ શીખવાનો ઈનકાર કરવા એ નર્યું જરીપુરાણું માનસ છે. વળી, એમ માની લેવું પણ સાવ પાયા વગરનું છે કે માનવીય દષ્ટિએ વિકાસ કરવા જતાં આર્થિક વિકાસના પ્રયત્ન રુંધાશે કે ધીરો પડશે. હકીકતે તે માનવીય વિકાસ આર્થિક વિકાસમાં મદદરૂપ જ થઈ પડે તેમ છે.
“ “શાણા સમાજ” વર્તમાન સ્થિતિનું ફકત નિદાન જ નથી, પરંતુ હું આગળ કહી ગયા તેમ ભવિષ્યમાં ડોકિયું કરાવતી ખાજ પણ છે. અમેરિકનોએ વધુ સ્વસ્થ સમાજનું સર્જન કરવાની દષ્ટિએ શું કરવું ઘટે તે વિષે લેખકે કહ્યું છે : ‘આપણે ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિ તો જાળવી રાખવી જોઈએ.; પણ તેની સાથે જ આપણે કામનું અને રાજ્યસત્તાનું વિકેન્દ્રીકરણ કરવું જ રહ્યું, કે જેથી તે બન્નેનું સ્વરૂપ માનવીય રહે, માણસના પ્રમાણમાં રહે. ઉદ્યોગને માટે અમુક અનિવાર્ય હાય તેટલી જ હદે કેન્દ્રીકરણ થવા દેવું જોઈએ. આર્થિક ક્ષેત્રે આપણને કારખાનામાં કામ કરતા બધા માણસાનું સહસંચાલન જોઈએ છે, કે જેથી તેમના બધાના સક્રિય અને જવાબદારીભર્યો સહયોગ સાંપડી શકે. આવા સહયોગ માટેનાં નવાં સ્વરૂપા શોધી શકાય તેમ છે. રાજકીય ક્ષેત્રે, આપણે નાનાં શહેરોની સભા