________________
તા. ૧૬-૮-૯
છે અને અનેક મોટા ઉદ્યોગોને કામ પૂરું પાડી રહ્યા છે; પણ એથી વધારે સત્ય તો એ છે કે માનવી–કલ્યાણનાં બીજાં એવાં અનેક ક્ષેત્રે છે કે જે સવિશેષ પ્રાધાન્યની અપેક્ષા ધરાવે છે. આજે લગભગઅડધી દુનિયા અન્નવિહોણી છે અને અધુરા પોષણ ઉપર નભી રહી છે; લાખા માણસા એવા છે કે જેના માટે આવતી કાલની કોઈ આશા નથી; ધનાઢય દેશામાં પણ હજારો લોકોને ન્યૂનતમ પોષણ પણ આજે મળતું નથી. વસતિગણતરી - વિશારદો આપણને સતત ચેતવી રહ્યા છે કે વસતિ વૃદ્ધિની ભયસૂચક સીમા તરફ આપણે બહુ ઝડપથી ગતિ કરી રહ્યા છીએ. વ્યાધિ અને સાર્વજનિક સ્વાસ્થ્યનો પ્રશ્ન માત્ર ઉપરછલી રીતે હલ થઈ રહ્યો છે; જાગતિક સ્વાસ્થ્ય સંશાધન કેન્દ્ર ઊભું કરવાની એક અતિ નમ્ર દરખાસ્તનો પણ પ્રમુખ રાજ્યસત્તાઓએ તાજેતરમાં ઈનકાર–અસ્વીકાર કર્યો છે. આવી જ બીજી તાકીદની – આપણી દુનિયાને સ્પર્શતી - સમસ્યાઓ સામે આવીને ઊભી છે. દાખલા તરીકે પીવાના પાણીની આંતરરાષ્ટ્રીય તંગી, દૂષિત બની રહેલાં હવામાન, પાણી અને જમીન, અનિયંત્રિત શહેરીકરણ, અને પરિણામે કુદરત સાથે લેાકજીવનના ઊભા થતો વિસંવાદ. માનવતા વિરોધી ટેક્ નાલાજી અને જેમાં સાધનસામગ્રી સતત ઘટી રહી છે અને સમસ્યાઓ ઉત્તરોત્તર વધતી રહી છે એવી આ દુનિયામાં ઓછા મહત્ત્વની બાબતોને અપાતું વધારે પડતું પ્રધાન્ય – આ સામે ડૉ. રમણના રોષ સમજી શકાય તેવા છે.”
પ્રબુદ્ધ જીવન
પરમાનદ
સ્વ. વિદ્યાવિભૂતિ ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ
જન્મે કરકસરશીલ, આદર્શ વૈશ્ય શ્રી વાસુદેવશરણજી કમે સાચા અને આદર્શ બ્રાહ્મણ હતા. ઉત્કટ વિદ્યાનિષ્ઠા, સૂક્ષ્મદર્શી કુશાગ્રબુદ્ધિ અને સાવ સાદી જીવનપદ્ધતિનું જાણે એમને સહજ વરદાન મળ્યું હતું. એમનું સમગ્ર જીવન માતા સરસ્વતીની ઉપાસનાને અર્પણ થયું હતું. વિશ્વભરના ભારતીય સંસ્કૃતિના વિરલ વિદ્વાનોમાં પણ વિરલ લેખી શકાય એવી ઉચ્ચ કોટિના તેએ વિદ્રાન હતા. એમના રોમરોમમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિના ઊંડા અધ્યયનને અનુરાગ ધબકતા હતા.
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિદ્યાના એવા કોઈ વિષય કે એનું કોઇ અંગ એવું ભાગ્યે જ હશે કે જેનું અવગાહન ડો. અગ્રવાલજીએ ન કર્યું હોય, કે જેના વિષયમાં આધારભૂત લેખી શકાય એવું કંઈ પણ ન લખ્યું હોય. ભારતની મુખ્ય ત્રણ ધર્મસંસ્કૃતિઓ– બ્રાહ્મણ, જૈન, બૌદ્ધના અને ત્રણેના ધર્મશાસ્ત્રોની ભાષા સંસ્કૃત, પ્રાકૃત અને પાલિના તેઓ ઊંડા અભ્યાસી હતા. ઉપરાંત ભારતીય ઇતિહાસ, પુરાતત્ત્વ અને કળાના તેઓ મર્મજ્ઞ વિદ્રાન હતા; ઈતિહાસ અને ધર્મસંસ્કૃતિના સંદર્ભમાં તેઓએ ભારતીય દર્શના સંબંધી પણ ઉપયોગી માહિતી મેળવેલી હતી. વેદ, ઉપનિષદ, રામાયણ–મહાભારત આદિ તે જાણે એમના હૃદયમાં રમ્યાં જ કરતાં હતાં. શિલ્પશાસ્ત્રને પણ એમના અધ્યયનના ક્ષેત્રમાં સ્થાન હતું.
શ્રી અગ્રવાલજીની ખરી વિશેષતા કોઈ પણ પ્રાચીન કે પર પરાગત વિષયના મૌલિક ચિંતન અને અનોખા અર્થઘટન (Interperta tion)માં ચમકી ઊઠતી. વાત એક ને એક જ હોય, પણ શ્રી અગ્રવાલજીના વિવેચનનું તે જ પામીને એ ભારે અસરકારક કે હૃદયસ્પર્શી બની જતી. એમ કહી શકાય કે કોઈ પણ પ્રાચીન વિષયને અવલંબીને ચાલતી એમની લેખનશકિતમાં સંવેદનશીલ અને સમર્થ સર્જકની વિરલ પ્રતિભા ચમકી ઊઠયા વગર ન રહેતી– એવું મધુર, એવું મર્મસ્પર્શી અને એવું હૃદયંગમ એમનું લખાણ બનતું—ભલે પછી એ લખાણ એમની માતૃભાષા હિંદીમાં ઊતર્યું હાય કે એમના ઊંડા અધ્યયનની બેોધભાષા અંગ્રેજીમાં લખાયું હોય.
વિષય વ્યાકરણના હોય, લેાકસાહિત્ય, કાવ્ય—મહાકાવ્ય, નાટક
ge
કે ચરિત્રનો હોય, અથવા ઈતિહાસ, પુરાતત્ત્વ, કલા, ધર્મશાસ્ત્ર કે શિલ્પશાસ્ત્રના હોય—ભારતીય જીવન અને સંસ્કૃતિના ગમે તે અંગને લગતા હોય—એને આત્મસાત્ કરી લેવાની એમની ગ્રહણશકિત અને એને જબાન કે કલમ દ્વારા રજૂ કરવાની એમની નિરૂપણશકિત સહૃદય વાચક અને જિજ્ઞાસુના હૃદયને ડોલાવી મૂકે એવી અદ્ભુત હતી. શ્રી અગ્રવાલજી સાચા વિદ્યાપુરુષ હતા.
એમણે મહાન વૈયાકરણ પાણિનિના વ્યાકરણના આધારે તે સમયના ભારતનું દર્શન કરાવતા દળદાર ગ્રંથ અંગ્રેજી અને હિંદીમાં (પાણિનીકાલીન ભારત” નામે) લખ્યા છે; હર્ષચરિત્રનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ અવલાકન લખ્યું છે; કાદ બરીનું નિરૂપણ કર્યું છે; કળાને લગતા અનેક નાનાં મોટાં પુસ્તકો લખ્યાં છે. એમનાં છપાયેલ પુસ્તકોની સંખ્યા ૮૮ જેટલી અને હજી અપ્રગટ રહેલ પુસ્તકોની સંખ્યા ૪૪ જેટલી છે: આ બીના જ એમણે વિદ્યાનું ખેડાણ કેટલું વ્યાપક અને ઝડપી કર્યું હશે એનો ખ્યાલ આપવા માટે પૂરતી છે. ભારતીય સંસ્કૃતિને સમજવા અને સમજાવવા શ્રી અગ્રવાલજીએ જે સમથ પુરુષાર્થ કર્યો અને એ પુરુષાર્થ અનેક ગ્રંથરત્ન રૂપે પ્રગટ થયા, એને લીધે શ્રી. અગ્રવાલજીનું નામ અને કામ અમર બની ગયું છે: આ દેશના અને પરદેશના ભારતીય સંસ્કૃતિના અભ્યાસી કે જિજ્ઞાસુને શ્રી અગ્રવાલજીના ગ્રંથાનું પરિશીલન કર્યા વગર ચાલવાનું નથી: પોતાના આવા અદ્ભુત અક્ષરદેહદ્રારા શ્રી અગ્રવાલજી સાચા અર્થમાં અક્ષર અજર અમર બની ગયા છે.
શ્રી અગ્રવાલજીના જન્મ સને ૧૯૦૪માં ઉત્તરપ્રદેશમાં અલાહબાદમાં થયો હતો. લખનૌ અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ ૧૯૩૧થી તે ૧૯૩૯ સુધી તેઓએ મથુરા મ્યુઝિયમના અને તે પછી ૧૯૪૫ સુધી લખનૌ મ્યુઝિયમના કયુકેટર તરીકે ભારે યશસ્વી કામગીરી બજાવી હતી. મથુરામાંથી મળી આવેલા ભારતની ત્રણે સંસ્કૃતિના પુરાતન અવશેષોના તેઓ સિદ્ધહસ્ત વિદ્રાન હતા, એ સંબંધી એમણે પુસ્તક પણ લખ્યું છે, આ કામગીરીની સાથેોસાથ જ વિશેષ અધ્યયન કરીને એમણે પી.એચ. ડી. અને ડી. લિટ્ની ડીગ્રી મેળવી હતી. દિલ્લીના સરકારી મ્યુઝિયમમાં કેટલાંક વર્ષો ગાળ્યા બાદ આખરે તેઓ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં સ્થિર થયા હતા અને છેવટ સુધી ત્યાઁ રહીને જ એક યા બીજા સ્થાનો મારફત પેાતાના વિદ્યાવ્યાસંગને વધારતા જતા રહ્યા હતા.
રાષ્ટ્રીયતા અને સતત કાર્યશીલતા એ એમના બીજા ગુણા હતા, શરીર ભલેને આરામને માટે ઝંખતું હોય, પણ વિદ્યાસેવા તો અટકવી ન જ જોઈએ એવી એમની મનોવૃત્તિ હતી. મન તે જાણૅ થાકતું જ નહીં. વિઘા એ જ એમના જીવનરસ હતા. એ જ એમની માજ હતી. તેથી જ બાસઠ વર્ષ જેટલી પ્રમાણમાં ઓછી ઉંમરે વિદાય થયા છતાં તેઓ શતાયુ વિદ્વાનના જેટલા સમૃદ્ધ અને અખૂટ વિદ્યાવારસા પોતાની પાછળ મૂકતા ગયા છે.
પૂ. મુનિવર્યશ્રી પુણ્યવિજયજી અને સદ્ગત રાષ્ટ્રપતિ ડા. રાજેન્દ્રપ્રસાદના પ્રયાસથી પ્રાકૃત આગમગ્રંથો વગેરેના પ્રકાશન માટે સ્થપાયેલ પ્રાકૃત ટેક્ષ સાસાયટીના તેઓ અધ્યક્ષ હતા. ઉપરાંત, વિદ્યાપ્રવૃત્તિને વરેલ નાની-મોટી અનેક સંસ્થાએ સાથે શ્રી અગ્રવાલજી સંકળાયેલા હતા. આવા એક બહુશ્રુત વિદ્રાનનો તા. ૨૭-૭-૬૬ના રાજ, ૬૨ વર્ષની ઉંમરે વારાણસીમાં સ્વર્ગવાસ થયા છે અને આપણને એક વિદ્યાવિભૂતિની ન પૂરી શકાય એવી ખોટ પડી છે. બાકી શ્રી. અગ્રવાલજી તેા નાસ્તિ જેવાં યાધાયે નામરનું મયં। એ જ લિના સાચા અધિકારી બનીને વિદાય થયા છે.
એ વિદ્યાવિભૂતિને આપણા પ્રણામ હા! (“જૈન”માંથી સાભાર ઉદ્ભુત, )
રતિલાલ દીપચંદ દેસાઈ
(
4