SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૮-૧૬ - S પર્યુષણ પર્વ અંગેને પ્રણાલિકાભેદ ટાળી શકાય એમ છે ખરું? સાધારણ રીતે દિગંબર વિભાગ સિવાય અન્ય વિભાગના જૈનેનાં પર્યુષણ શ્રાવણ વદના છેલ્લા ચાર દિવસ અને ભાદરવા સુદના શરૂઆતના ચાર દિવસ એમ આઠ દિવસના હોય છે. એમાં પણ શ્વે. મૂ. ભાદરવા સુદ ૪ને અને સ્થાનકવાસી વિભાગ ભાદરવા સુદ ૫ ને સંવત્સરિ પર્વ તરીકે ઉજવે છે. દિગંબરોના પર્યુષણ ભાદરવા સુદ ૫ થી ભાદરવા સુદ ૧૪ સુધી એમ દશ દિવસના હોય છે. આ વખતે બે શ્રાવણ હોઈને દિગંબર સિવાયના અમુક વિભાગે બે શ્રાવણની સંધિના આઠ દિવસને પર્યુષણ તરીકે ઉજવવાનું વિચાર્યું છે, જયારે બીજા વિભાગે બીજા શ્રાવણ અને ભાદરવાની સંધિના આઠ દિવસનાં પર્યુષણ ઉજવવાનું નક્કી કર્યું છે. જ્યારે વે. મૂ. વિભાગ અને સ્થાનકવાસી વિભાગનાં પર્યુષણ એક સરખા હોય છે ત્યારે મુંબઈ જેન યુવક સંઘ તરફથી આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવે છે, પણ જ્યારે બે વિભાગના પર્યુષણમાં એટલે કે સંવત્સરિપર્વમાં એક દિવસનો ફરક હોય છે ત્યારે નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવે છે. પર્યુષણ પર્વ અંગે હવે જયારે બે શ્રાવણની ઉપાધિ ફરી વાર આવે ત્યારે પર્યુષણ પર્વ અંગે એકતા જળવાય એ હેતુથી મુનિ સન્તબાલજી તરફથી મળેલા એક ચર્ચાપત્ર દ્વારા તેઓ એમ સૂચવે છે કે:- જ્યારે બે શ્રાવણ માસ આવે ત્યારે સવાલ ઊઠે કે શું કરવું? જો બે આષાઢ આવે ત્યારે બીજા આષાઢથી ચેમાસું શરૂ થયું ગણતા 'હોઈએ, બે ભાદ્રપદ આવે ત્યારે પહેલા ભાદ્રપદ માસની જ ચેથ કે પાંચમની સંવત્સરી ગણતા હોઈએ તે આ રીતે ગણતાં બે શ્રાવણ માસ આવે ત્યારે ભાદરવાનો આગ્રહ છોડી બીજા શ્રાવણ માસની સુદ એકમથી માંડીને શુદ નેમ લગી જો પર્યુષણ પર્વ ઉજવાય તે ચારેય ફિરકાઓનું મહત્ત્વ પણ જળવાય અને આ રીતે પર્યુષણ પર્વની મંગળ આરાધના પણ એકતાપૂર્વક યથાર્થ થઈ રહે. આ વરસે હવે આ ન બની શકે તો પણ આગામી વરમાં આવો કોઈ તોડ નીકળે તે શાસ્ત્રમર્યાદા તથા દરેક સંપ્રદાયની વહેવારમર્યાદાને તાળે મળી રહેશે.” મુનિ સત્તબાલજીની આ યોજના સર્વ સ્વીકાર્ય બનતી હોય અને એ રીતે જેને--જૈને વચ્ચે એકતા સધાતી હોય તેના જેવું બીજું કશું જ રૂડું નથી. પણ જ્યાં સંવત્સરી પર્વ અંગે ચેથ - પાંચમનો ભેદ પણ ટાળી શકાતું નથી ત્યાં આ તેમની સૂચના વ્યવહારુ બની શકે તેમ જરા પણ લાગતું નથી. આપણા સમાજમાં કેટલીક બાબતની જડ એટલી બધી ઊંડી હોય છે કે તે બાબતમાં પાયાનું કોઈ મહત્ત્વ ન હોય અને તે અંગે એક યા બીજો ફેરફાર કરવાનું સામાજિક એક- તાની દષ્ટિએ અત્યન્ત હિતાવહ લાગતું હોય તે પણ તેવા ફેરફારની સૂચના માટે જાણે કે કોઈ અવકાશ જ ન હોય એમ લાગે છે. પર્યુષણ અને એમાં પણ સંવત્સરિ પર્વની બાબત કાંઈક આવી છે. તે પરંપરાની જડ ઘણી ઊંડી છે અને સંપ્રદાયને વરેલા સાધુગણને મન જૈનોની એકતા કરતાં પરંપરાની રક્ષાનું મહત્ત્વ ઘણું જ વધારે હોય છે. વસ્તુસ્થિતિ આવી હોઈને, મુનિ સન્તબાલજી સૂચવે છે. તેવા કોઈ પરંપરાભેદ કફેરફારનું આંદોલન ઊભું કરવામાં આવે તો તે આપણને એકતા તરફ લઈ જવાને બદલે પરસ્પર સંઘર્ષ વધારવામાં પરિણમે–એવી સંભાવના ઘણી વધારે લાગે છે અને તેથી અનુભવ એમ કહે છે કે વર્તમાન પરિસ્થિતિમાં જૈન સમાજની એકતા સાધવાની ઈચ્છા ધરાવનારા લોકોએ અન્ય જે કોઈ યોગ્ય લાગે તે ઉપાયો હાથ ધરવા પણ પર્યુષણ એક કરવાની બાબત હાથ ધરવાને કોઈ અર્થ નથી એમ સમજીને તે જેમ ચાલે છે તેમ ચાલવા દેવું એ જ વધારે હિતાવહ છે. પશ્ચિમ અને પૂર્વના દર્શનમાં રહેલું મૌલિક અત્તર . તાજેતરમાં તા ૧-૮-૧૬ ના જૈન પ્રકાશમાં પ્રગટ થયેલ ઉપાધ્યાય મુનિ શ્રી અમરચંદજી મહારાજના આત્મા અને પરમાત્મા’ એ મથાળા નીચે પ્રકટ થયેલ મૂળ હિંદી લેખને ગુજરાતી અનુવાદ વાંચવામાં આવ્યો. એ વાંચતાં અને એ દ્વારા મુનિશ્રીની સંપ્રદાયમુકત અત્યન્ત ઉદાર અને વ્યાપક વિચારસરણીને પરિચય થતાં હું ખૂબ પ્રભાવિત થયો અને “જૈન પ્રકાશના છેલ્લા બે ત્રણ મહિના દરમિયાન પ્રગટ થયેલા મુનિશ્રીના અન્ય ત્રણ ચાર લેખે જોઈ ગયો અને સવિશેષ પ્રસન્નતા અનુભવી. ઉપર જણાવેલ લેખમાં તેમણે પશ્ચિમ અને પૂર્વના દર્શનમાં રહેલા મૌલિક અંતરનું સુન્દર વિશ્લેષણ કર્યું છે. આ બન્ને દ્રષ્ટિમાં રહેલા અંતર અંગે કેટલાક સામાન્ય ખ્યાલ મન ઉપર જરૂર હતા, પણ આ અંતરને તેમણે જે સ્પષ્ટ આકાર આપ્યો છે તે આકાર ચિન્તનમાં આ રીતે પહેલાં સ્થિર થયો નહોતે. મુનિ શ્રી અમરચંદજી પ્રસ્તુત મુદ્દા અંગે નીચે મુજબ જણાવે છે.:' , , પશ્ચિમ અને પૂર્વના દર્શનમાં આ મૌલિક અંતર છે. પશ્ચિમાન્ય દર્શનના મતાનુસાર મનુષ્ય પહેલાં જાનવર હતા, વાંદરો હતો, વિકાસ થતાં થતાં તે આદમી બનેલ છે. અભિપ્રાય એ છે કે તે મૂળમાં પશુ છે અને મૂળમાં રહેવાવાળું પશુત્વ મુખ્ય છે. સભ્યતા અને સંસ્કૃતિએ આજ તેને મનુષ્ય બનાવી દીધેલ છે, પણ કોઈ કોઈ વખતે તેનું પશુત્વ જાગી ઊઠે છે ત્યારે માનવ ક્રોધ અને ઈર્ષ્યાળુ બનીને પોતાનું મૂળ સ્વરૂપ–પશુત્વમાં ચાલી જાય છે. તેનું તાત્પર્ય એ છે કે મનુષ્ય મૂળ રૂપમાં વિકારોનું પૂતળું છે, પશુ છે. ભારત દષ્ટિકોણ તેનાથી ભિન્ન છે. તે માને છે મનુષ્ય મૂળમાં આત્મા અર્થાત પરમાત્મા છે. તે મૂળ સ્વરૂપની દષ્ટિથી ઈશ્વર છે. તેનામાં જે વિકાર દૃષ્ટિગોચર થાય છે તે તેને પોતાને સ્વભાવ નથી, પિતાનું સ્વરૂપ નથી, બહારથી આવેલ છે. જ્યારે વ્યકિત વિકારની તરફ જાય છે ત્યારે તે પોતાના સ્વરૂપથી દૂર ચાલી જાય છે અને ફરી જ્યારે સંભાળે છે ત્યારે તે પોતાના મૂળ સ્વરૂપની તરફ વળાંક લે છે. પૂર્વ અને પશ્ચિમની દષ્ટિમાં એ જ મૂળ ભેદ છે. મનુષ્યમાં જ્યારે બુરાઈનાં દર્શન થાય છે, ત્યારે પશ્ચિમ કહે છે કે તે પોતાના મૂળ સ્વરૂપની તરફ જઈ રહેલ છે અર્થાત તેનામાં પશુત્વ જાગૃત થઈ રહે છે અને પૂર્વ કહેશે કે તે પોતાના સ્વરૂપથી વિકારમાં જઈ રહેલ છે, તેનું મૂળ સ્વરૂપ દુર્ગુણામાં નથી, સદ્ ગુણામાં છે. તે પ્રકારે પશ્ચિમ મૂળમાં પશુત્વ જુએ છે અને પૂર્વ દેવત્વ અથવા ઈશ્વરત્વનું દર્શન કરે છે.” અવકાશ સંશોધન પાછળ વ્યર્થ વેડફાતું અન્તર્ગળ દ્રવ્ય આજે અમેરિકા અને રશિયાની પ્રજાને અવકાશ સંશોધનની જે ઘેલછા લાગી છે તે અંગે તા. ૭-૮-'૧૬ ના “ટાઈમ્પસ ઑફ ઈન્ડિયા ”માં પ્રગટ થયેલી નોંધ ભારે સૂચક અને વેધક છે. તે નેધમાં જણાવવામાં આવ્યું છે કે “યુનાઈટેડ સ્ટેટ્સ અને સોવિયેટ યુનિયનના અવકાશ સંશોધનના કાર્યક્રમ સામે જાણીતા વૈજ્ઞાનિક ડે. સી. વી. રમણે જે ઉદ્ગારો કાઢયા છે તેમાં એક પીઢ વૈજ્ઞાનિકમાં સામાન્યત: કલ્પી ન શકીએ તેવી ઉગ્રતા રહેલી છે. મદ્રાસ ખાતે જવાન ટેકનોલોજીસ્ટોને ઉદ્દેશીને બોલતાં તેમણે જણાવ્યું કે “માનવીને અવકાશમાં મોકલવા પાછળ અને તેમને અવકાશમાં ચલાવવા પાછળ કરોડ ડ્રીલર ખરચે જવા એ કેવળ ઉન્માદ અને ગાંડપણ છે.” જરૂર આ બહુ આકરા શબ્દો છે, પણ તે ઘણા અંશમાં સાચા છે, એક અથવા બે આદમી ચંદ્રની સપાટી ઉપર ઊતરે થોડી ક્ષણ અહીં તહીં ઘૂમે અને પછી ત્યાંથી પાછા આવે એ પહેલાં આ જ સુધીમાં બે મોટી રાજ્ય સત્તા તરફથી ૫૦,૦૦૦ કરોડથી ઓછા દ્રવ્યનો ધૂમાડો કરવામાં આવ્યો નથી. માનવજાતની સામે જે ભયંકર સમસ્યાઓ આજે ઊભી થઈ છે તેની જે કોઈ વૈજ્ઞાનિકને આછી સરખી પણ ઝાંખી થઈ હોય તે વૈજ્ઞાનિક આ તાંત્રિક ઉડાઉપણા અંગે વિસ્મય અનુભવ્યા | વિના નહિ જ રહે. એમ લાગે છે કે વૈજ્ઞાનિક સંશોધન સાથે સંબંધ ધરાવતી માનવતાલક્ષી બાજુની તદન ઉપેક્ષા થઈ રહી છે. ડે. રમણના ઉપર આપેલા ઉદ્દગારો, આ રીતે વિચારતાં, ખરેખર યોગ્ય છે અને આપણને નક્કી ધરતી ઉપર લાવનારા છે. “અલબત્ત, એ સાચું છે કે આ બધાં નાણાંને અવકાશમાં ધુમાડો કરવામાં આવતું નથી, પણ આ પૃથ્વી ઉપર આ નાણાં વેરાઈ રહ્યા
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy