________________
તા. ૧૪-૭-૬૬
પ્રમુખ જીવન
મહાપ્રસ્થાનના પથ પર ૧૨
નાનું પથરાનું ઘર બરફની અંદર જાણે સમાધિ લગાવીને બેઠું હતું. અંદર અમે કેટલાક યાત્રીઓ હતા.
ગોપાલદા અને ડોશીઓનું દળ કામળા ઓઢીને કાંપતું બેઠું હતું. કોઈ એક પણ શબ્દ બાલતું નહોતું. બધાની આંખમાં ને માઢા પર પ્રાણભયનાં ચિહ્ન હતાં. બહાર આકાશ પર વાદળાં છવાયલાં હતાં. થોડી થોડી વારે નિશ્ચિત સમયે બરફ પડતા હતા. ધુમ્મસમાંથી જેટલે સુધી દૂર દેખાતું હતું તેટલામાં પથ્થરના ઘરો ઉપર, બારીમાં, બારણાં પર, પથે, ઘાટે, દુકાન પર સ્નુપાકાર બરફનું કઠણ આવરણ છવાયેલું માલુમ પડતું હતું. કોઈ કોઈ આ જગ્યામાં રહેનારા માણસા લાઢાના કોઈ હથિયારથી બરફ ભાંગી ભાંગીને પોતાનો ચાલવાના રસ્તા કરી લેતા હતા. પ્રતિદિન બેચાર વાર એમને આ રીતે હથિયાર લઈને રસ્તા ખાદવા પડે. સૌ કોઈ આ દેશમાં જો નિષ્ક્રિય બનીને બેસી જાય તે એક દિવસ બરફ એ સર્વના કોળીયો બનાવી જ લે.
એવામાં અમરાસિંહ થોડા કામળા ને લાકડાં લઈને હાજર થયો. અહીં પંડાએ વગર ભાડે કામળા ઉધાર આપીને યાત્રીઓને મદદ કરે છે, ને લાકડાં પણ એએ આ રીતે જ લાવી આપે છે. કામળા તે આવ્યા પણ, એને સહેલાઈથી સ્પર્શ થતા નહોતા. કારણ કે કામળા પણ બરફ બની ગયા હતા. એને અડકતાં જ હાથ ઠરી જાય ને શરીર પર નાંખ્યા હોય તે ઠંડી હાડમાં પેસી જાય. અમરાસિંહે એક લાઢાના તવા જેવા વાસણમાં આગ સળગાવી. આગ જોઈને અમને અવર્ણનીય આનંદ થયો. એ તે જાણે મૃતસંજીવની હતી, એ જાણે અમારા બધાનું લુપ્ત પરમાણુ હતાં. લાકડાં પણ એટલાં ઠંડા હતાં કે એ બરાબર સળગતાં નહોતાં, તે પણ એ આગની ચારેબાજુ યાત્રીઓ આવીને બેઠા. કોઈ એમાં હાથ નાંખી દેતા હતા. હાથપગ ભલે સળગી જતા, અને ભલે ઝાળ લાગે, તેની પરવાહ નહોતી. આગને માટે બધા પડાપડી કરતા હતા. ઝઘડતા હતા, મનને મેલ ઉતારતા હતા. એક જણનું શરીર જો જરા વધારે ગરમ થઈ ગયું તે બીજો ઈર્ષ્યાથી સળગી જાય. બામણડોશી વિષે એવા સંદેહ ઉત્પન્ન થયો કે, એ સળગતાં લાકડાં બધા પાસેથી છીનવીને પોતાના શરીર પર નાંખી દેશે. એટલામાં બામણડોશીની પરમાર્થવૃત્તિ, અને બીજાનું દુ:ખ દૂર કરવાની વૃત્તિ બધા યાત્રીએમાં જાહેર થઈ ગઈ. ભાંગેલી કમરવાળી ચારૂની મા, અત્યારસુધી ઠંડીને લીધે કામળાએની અંદર પોતાની જાતને લપેટીને બેસી રહી હતી, ત્યાંથી એક કામળા હાથમાં લઈને ઊઠીને ગાંડાની માફક આગ તરફ આગળ ગઈ. કામળાને અંગારાની ઉપર ધરી દીધા. એના એક રેસા પણ બળ્યા નહિ. બામણ ડોશી હાં હાં કરીને ઊઠે એટલામાં તો એણે એ કામળા ઊંચકી લીધા. ને ઊંચા રાખીને એને ઝાટકયો, ને પાછી એ આગળ આવી. લાકડાની જેમ કઠણ ને નિશ્ચલ થઈને અત્યાર સુધી હું એકતરફ બેઠા હતા ત્યાં ચારૂની માએ આવીને એકદમ પેલા ગરમ કરેલા કામળા મારા શરીર પર લપેટયો. એણે કહ્યું: “બધી આગ પેલા લોકોને ભાગે જ જાય છે. તમે પણ માણસ એ વાત એ લોકો ...... કામળા બરાબર ગરમ થયો નથી ખરૂ ને બાઠાકુર ” એમ કહીને એ પાછી કામળાના ઢગમાં જઈને ભરાઈ ગઈ.
કૃતજ્ઞતા વ્યંકત કરવા માટે ભાષા હતી, પણ શકિત નહોતી. ફકત ઠંડીથી વ્યગ્ર એવું માઢુ ફેરવીને મે એ સ્નેહમયી વૃદ્ધાની સામે જોયું. આ કેડ ભાંગેલી ચારૂની મા પેાતાના હાડપિંજર જેવા શરીરને લઈને બરાબર ચાલતી આવી હતી. એના મોઢા પર હંમેશાં હાસ્ય અને વાણીમાં રસ હતા. એ ડોશીના બધા તિરસ્કાર અને અનાદર કરતા હતા, નજીવા કારણે એને ધમકાવતા ને એની પર રોફ બજાવતા, વાતવાતમાં રસપૂર્વક બધા એને પાગલ કહેતા, પૈસા
ખર્ચ કરીને એ હિસાબ રાખતી ન હોવાથી, બામણમા અને લક્ષ્મીના શાપ લાગ્યો છે એમ કહેતી. મેં દરેક ચટ્ટીમાં જોયું કે કોઈનાં એઠાં વાસણ માંજતી, કોઈને ચૂલા સળગાવી આપતી, કોઈને મસાલા વાટી આપતી અને વગર માગ્યે સેવા આપવાની ને બધાને રાજી કરવાની એ કોશિષ કરતી. આ તે સામાન્ય પરિામ છે, છતાં રસ્તે ચાલીને થાકેલા યાત્રીઓને તો આ એમની પર મહાન ઉપકાર છે એમ લાગતું.
બધા ઓરડા ચારે તરફથી બંધ હતા, પત્થરનું મજબૂત ઘર હતું. કયાંય એક બાકોરૂં સરખું નહાતું. બહારની હવાની બધાને વાઘના જેવી બીક લાગે. એ હવા જ્યાં પ્રવેશ કરી શકતી નહોતી, એવા ઘરમાં આગ સળગાવીને અમે સૌ બેઠા રહ્યા. આગની ગરમીથી જ્યારે અંદરની હવા થોડી ગરમ બની ત્યારે ધીરે ધીરે બધાના મુખમાંથી વાણી ફુટવા લાગી. તે વખતે ઘણા વખત વહી ગયા હતા. લગભગ બારેક વાગ્યા હશે. કેદારનાથમાં એક રાત ગાળવાના રિવાજ હતા. અમરાસિંહની મદદથી તે દિવસે પૂરી અને બટાકાના શાકની વ્યવસ્થા થઈ શકી હતી. આકાશ એવું જ ઘેરાયેલું હતું. આ પ્રદેશમાં સૂર્ય નહોતા આવતા. મેઘ અને ધુમ્મસથી આ પ્રદેશ હ ંમેશાં અંધકારમાં જ રહેતા. કયારેક ધુમ્મસનું સ્થાન વરસાદ લેતા. કયારેક વરસાદને સ્થાને ધુમ્મસ. એ ધુમ્મસ જોતજોતામાં જામીને બરફ બની જાય. વર્ષાકાળના અંત સુધી કેંદારનાથમાં આપણને માણસને સમાગમ થાય. શરદઋતુ બેસતાં જ બધા નીચે ઉતરી જાય. પછી પશુ, પક્ષી કે મનુષ્યનાં કોઈ ચિન્હ ત્યાં દેખાય નહિ. બધાં ઘરબાર કેટલાય મહિનાઓ સુધી બરફથી ઢંકાઈ જાય. અહીંના ઘરો ને રસ્તાઓ ઘણી શતાબ્દી પહેલાંનાં બંધાયલાં છે, તેય આજે પણ નવાં જેવાં જ છે, ચાકખાં છે. કયાંય ખંડેરની નિશાની ન જડે. એવું હશે કે અહીંની આબાહવાથી એમનું આયુષ્ય આટલું લાંબુ થતું હશે.
આખો દિવસ તાપણું સળગાવીને, કામળા ઓઢીને ઘરની અંદર કશું પણ કર્યા વિના બેસી રહ્યા. કયારૅ બપારની સાંજ થઈ, કયારે સાંજમાંથી રાત પડી ગઈ, કશી ય ખબર પડી નહિ. આંખમાં ઊંઘ હતી ખરી, પણ ઠંડીમાં હું નિશ્ચલ બની ગયો, હાથપગ હલાવવાની શકિત પણ જાણે હરાઈ ગઈ હતી. તે ભયભીષણ રાત્રી ઠંડીના અસહ્ય ત્રાસ ને પીંડામાં જ વીતાવી.
તે પછીની વાત હવે નહિ કહું. તે દિવસે સવારે આકાશની એવી જ સ્થિતિ હતી. બરફવર્ષા, વાદળના અંધકાર, એ બધામાંથી શી રીતે ભાગી છૂટયો હોઈશ, કેવી રીતે ઉતરાણને માર્ગે રામવાડામાંથી પસાર થઈને સીધા ગૌરીકુંડમાં જઈને ફરીથી આરામ માટે થાભ્યો એ વાત કહેવાની હવે આવશ્યકતા નથી. આવતાં જે રસ્તો અમે લીધા હતા, એ રસ્તે જ અમે પાછા આવ્યા. બે દિવસનો રસ્તો પસાર કરીને બપોરના અમે એ જ નલાકામચટ્ટીમાં આવી પહોંચ્યા. અહીં જ અમે જતી વખતે પાટલાપોટલી રાખી મૂકયાં હતાં. હવે ઠંડી નહોતી, આકાશ નીલકાન્તમણિની જેમ પ્રકાશનું હતું, સુંદર, આરામદાયક તડકો હતો. પાછી અરણ્યની સુસ્નિગ્ધ શ્યામલતાએ દેખા દીધી. વસન્ત સમયમાં ફરી આવી પહોંચ્યો. હવેના રસ્તા પા નવો હતો, દક્ષિણનો રસ્તો ગુપ્તકાશીનો હતો. સામેના ગંભીર રસ્ત નીચેની બાજ મંદાકિનીના તટ પર ઉતરતા હતા. ફરીથી પાછે માખીઆના જબરો ત્રાસ શરૂ થયા, એ પાછા પગથી માથા સુધી ફોલ્લા થયા, પગના ઘૂંટણની પણ પાછી એ જ દશા. નલાઝામચટીમાં ભાજનાદિ પતાવી, એ જ જૂના ઝાળાં વગેરેને ખભે લઈને, ઉતરાણન પથે પાછી યાત્રા શરુ કરી–એમ ખબર મળ્યા કે મંદાકિનીને પાર