________________
૬૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૬૬
કેટલાંક એવાં પગલાં ભરાયાં છે કે જેમાંથી પાછા હઠવું ભારે મુશ્કેલ છે. દા. ત. ભાષાકીય ધોરણે કરવામાં આવેલી રાજ્ય-પુનરચના. આ કારણે પારવિનાના અનર્થો પેદા થયા છે અને એમ છતાં આ પુનર્ચના નાબૂદ કરવી ઘણી જ કઠણ છે. આમ છતાં પણ આખા ભારતને એક “યુનિયન ટેરીટરી’ બનાવવું એ જ આજની દુ:સ્થતિને સાચો ઉકેલ હોય એમ ઘણી વાર લાગે છે.
આજે કાયદા કરતી સરકારને આપણે એમ જરૂર કહી શકીએ કે શાસક પક્ષ જો આગામી ચૂંટણી તરફ નહિ પણ આગામી પેઢી તરફ નજર રાખીને કામ કરશે અને કાયદાકાનૂન ઘડશે તો તે પ્રજાનું ઘણું વધારે કલ્યાણ કરી શકશે. લોકોએ પણ પોતાને દષ્ટિકોણ બદલવાની જરૂર છે. વધારે સારૂ રાજય નિર્માણ થાય તે માટે તેમણે પણ ધણું કરવાનું રહે છે; તેમણે આજ સુધી કેળવેલાં માનસિક વલણનું નિયંત્રણ કરવું જોઈશે. બન્ને બાજુએ હૃદયના પલટાની ઘણી જરૂર છે. આપણ સર્વેએ એક બીજા પ્રત્યે ભાઈઓ, મિત્રો, અને સાથીઓ માફક અને નહિ કે પરાયા માનવી માફક જોતાંવર્તતાં શિખવું ઘટે છે.
–આ છે સૌથી વધારે મહત્ત્વની વાત. ભારતની બહેનને કાયદાએ આપેલી સમાનતા અને આજની વાસ્તવિકતા
મુંબઈ ખાતે તા. ૨૯-૬-૬૬ ના રોજ શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી વીમેન્સ યુનિવર્સિટીના સુવર્ણ મહોત્સવનું ઉદઘાટન કરતાં ભારતના મહા અમાન્ય શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જણાવ્યું કે, “આજની સુશીક્ષિત સન્નારીઓનું મુખ્ય કાર્ય કાયદાએ ભારતની સ્ત્રીઓને જે સમાનતા અર્પણ કરી છે તે સમાનતાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનું છે. આપણો એક એવો દેશ છે કે જ્યાં પરસ્પર–વિરોધી પરિસ્થિતિ એક સાથે અસ્તિત્વ ધરાવે છે અને વર્ષો સુધી ચાલ્યા કરે છે અને આવી વિચિત્રતા–વિષમતા–જેટલી શ્રીએ ની બાબતમાં છે તેટલી અન્ય કોઈ બાબતમાં નથી. જો આપણે ત્યાં સૌથી વધારે પ્રગતિશીલ સન્નારીનાં દર્શન થાય છે તે સાથે સાથે સૌથી વધારે પછાત બહેનો પણ અહિં જ જોવા મળે છે. કાનૂનમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચેના સર્વ ભેદભાવોને ભૂંસી નાખવામાં આવ્યા છે. આમ છતાં પણ, આપણા અત્યના દરિદ્ર અને મોટા ભાગે મધ્યકાલીન યુગનું દર્શન કરાવતા સમાજમાં મોટા ભાગના લોકો જે સર્વસામાન્ય હાડમારી ભોગવતા હોય છે એ હાડમારીઓ ઉપરાંત આપણી બહેને અનેક પ્રકારની આર્થિક અને સામાજિક વિષમતા, અસહાયતા અને પરાધીનતા ભેગવી રહી છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.
“ભારતમાં કાયદાઓ બદલાયા છે. અને ભારે વેગથી બદલાયા છે. પણ તેની નબળી કડી એ છે કે, આપણા સર્વસામાન્ય રોજબરોજના વ્યવહાર અને આચરણ કરતાં આપણા કાયદાઓ ઘણા આગળ છે. કાયદાથી સ્ત્રીઓને જે હકકો મળ્યા છે તે અને એ કાયદાને વાસ્તવિક રૂપ આપવા માટે--પૂરા અમલી બનાવવા માટે–જે સામાજિક પીઠબળ–Social Sanctions–હોવા ઘટે છે તે બે વચ્ચે ઘણું અત્તર છે. આના પરિણામે ભારતની સ્ત્રીઓનું સ્થાન કાયદાએ તેમને આપેલી સમાનતા સાથે જરા પણ બંધબેસતું નથી.”
આ જ વિચાર વિસ્તાર કરતાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પિતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે “પશ્ચિમમાં જે રીતે પોતાના હકક અને અધિકાર ઉપર મુસ્તાક બનેલા પુરુષવર્ગની સામે જેહાદ ચલાવીને માથાભારી સ્ત્રીઓએ પોતાના હકકો પ્રાપ્ત કર્યા છે તે પ્રમાણે આપણે ત્યાંની સ્ત્રીએ પોતાના હકકો મેળવ્યા નથી. ભારતની સ્ત્રીઓ ભારે નસીબદાર છે કે તેમને રામમોહનરાય, વિદ્યાસાગર, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને મહર્ષિ કર્વે જેવા દૂરદર્શી મહાન નેતાઓ મળ્યા કે જેમણે બહેનોને ઊંચે લાવવામાં અને સમાન- તાના સ્થાને પ્રતિષ્ઠિત કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આઝાદી બાદ નેહરુએ બહેનોને સામાજિક, આર્થિક, તેમ સાંસ્કૃતિક હરોળમાં આગળ લાવવા માટે જરૂરી એવા સામાજિક પરિવર્તનને નવો ' આકાર આપ્યો છે, નવો વેગ આપ્યો છે. આમ છતાં પણ
આપણા દેશ, અને સ્ત્રીઓને સમાનપદે સ્થાપનાર પશ્ચિમના દેશો વચ્ચે મોટે ફરક એ જોવામાં આવે છે કે આપણા દેશમાં સ્ત્રીઓને પિતાના હકકો પ્રાપ્ત કરવા માટે લડવું પડયું નથી, પુરુષો સાથે અથડાવું પડયું નથી, જ્યારે પશ્ચિમની સ્ત્રીઓને પોતાના હકકો પ્રાપ્ત કરવા માટે લડવું પડયું છે. પણ સાથે સાથે આ લડતનું ત્યાં ઈષ્ટ પરિણામ એ આવ્યું છે કે સ્ત્રીઓને લડતદ્વારા મળેલી મુકિત અને સમાનતાને પુરુષને એક હકીકત રૂપે સ્વીકાર કરવા પડે છે અને એ રીતે સ્ત્રીઓને સ્વત્વ અને સમાનત્વ સાચા અને પૂરા અર્થમાં પ્રાપ્ત થયેલ છે. ભારતમાં પુરૂષવર્ગે સ્ત્રીઓને બંધારણ. અને કાયદાકાનૂન દ્વારા મળેલી આ સમાનતાના ખરા દિલથી અને પૂરા અર્થમાં સ્વીકાર કર્યો જ નથી અને તેથી સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિમાં હજુ કોઈ મહત્ત્વને ટ્રક પડ નથી. હજુ પણ મુંગે મોઢે સહન કરતી સીતા એ જ આદર્શ માત્ર પછાત બહેનેના મનમાં નહિ પણ મુકત બનેલી સ્ત્રીઓના મનમાં પણ જડાચલ પડે છે અને એમાંથી અનેક સંઘર્ષો જન્મે છે અને અસમાનતાને નવું પોષણ મળ્યા કરે છે.”
આપણી સ્ત્રીઓને મળેલા હકકોને વાસ્તવિકતાનું રૂપ આપવા માટે આપણે શું કરવું જોઈએ એ મુદાને ઉલ્લેખ કરતાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જણાવ્યું કે, “રાજકારણ આજે આપણી આંખોને ખૂબ જતું રહ્યું છે. વિધાનસભાએ, લોકસભા, કમિટીઓ, અને કમીશને ભારે આકર્ષક લેખાય છે. એમ છતાં આપણને આ બધું બહુ આગળ લઈ જઈ શકે તેમ નથી. આ માટે તે આપણે સમાજના ખૂણે ખૂણે વ્યવસ્થિત બનીને કામ કરવાનું રહેશે. આ બદલાતી જતી દુનિયામાં બહેનેએ શું ભાગ ભજવવાને રહે છે ? આને ઉકેલ સમાન સ્થાન માટે લડવામાં કે તેને ઈનકાર કરવામાં નથી, તેઓ પાછા ઘરમાં ભરાઈ બેસે એમ વિચારવામાં કે તેઓ ઘરથી દૂર દૂર જાય એમ ઈચ્છવામાં નથી, આજે જે કટોકટીને આ દુનિયાએ સામને કરવાનું છે તેને જવાબ માત્ર પુરુષોએ કે માત્ર સ્ત્રીઓએ આપવાનું નથી, પણ પ્રત્યેક માનવીએ આપવાનો છે. તે માટે જરૂર છે પરિપક્વતાની, શાણપણની, તાકાતની અને ઊંડી સમજણની - જે નથી માત્ર પુરુષમાં કે નથી માત્ર સ્ત્રીમાં. એ માટે જરૂર છે બન્નેના પુરુષાર્થની, સહકારની અને પૂર્ણ યુગની.”
સંક્ષિપ્તમાં કહેવાનું કે, સ્ત્રીઓના હકક સંબંધી કાનૂન અને વાસ્તવિકતા વચ્ચે રહેલી વિસંવાદિતા દૂર થાય, અને પુરુષવર્ગ સ્ત્રી વર્ગની સમાનતાને બુદ્ધિપૂર્વક અને હૃદયપૂર્વક સ્વીકાર કરે અને તેમના પ્રત્યે પૂરા આદરથી જોતો તેમ જ વર્તત થાય ત્યારે અને ત્યારે જ સ્ત્રીઓને અપાયલી સમાનતા સાર્થક થાય, અને ત્યારે અને ત્યારે જ દેશના બને અંગે પૂરા અર્થમાં એકમેકના પૂરક થાય. ડા. એન. એમ. શાહે “પ્રબુદ્ધ જીવન” પ્રત્યે દાખવેલી મમતા - ડે. એન. એમ. શાહ (ડે. નરસિહ મૂળજીભાઈ શાહ) વિજ્ઞાન વિષયોના લેખક તરીકે ગુજરાતી સાહિત્યના વાચકોને સુપરિચિત છે. તેઓ મારા વર્ષોજના મિત્ર છે. તેમણે વર્ષો સુધી અમદાવાદની ગુજરાત કૅલેજમાં વિજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ
ત્યાંની સેન્ટ ઝેવિયર્સ કૅલેજમાં તેઓ અધ્યાપક તરીકે થોડા સમય માટે જોડાયેલા હતા. છેલ્લા દોઢ વર્ષથી તેઓ કપડવંજની પારેખ બ્રધર્સ સાયન્સ કૅલેજ અને શાહ કેશવલાલ સેમાભાઈ આર્ટસ કોલેજના. પ્રિન્સીપાલ તરીકે કામ કરે છે. તેનાં લખાણો પ્રબુદ્ધ જીવનમાં છૂટાછવાયા પ્રગટ થતા રહ્યા છે. તેમના તરફથી તાજેતરમાં મળેલા. એક પત્રમાં તેઓ જણાવે છે કે પ્રબુદ્ધ જીવન’ મારી ઉપર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મોકલવામાં આવે છે. અવાર - નવાર મેં તેમાં મારા લખાણો પ્રગટ કર્યા છે. પ્રબુદ્ધ જીવન પ્રત્યે એક પ્રકારની મમતા બંધાણી છે–અન્ય પત્રાનાં કરતાં જુદી. મારા નમ્ર ફાળા તરીકે આ સાથે રૂા. ૫૧ ને ચેક બીડું છું. સદરહુરકમ મારા તરફથી પ્રબુદ્ધ જીવન અંગે મારા ફાળા તરીકે ગણશે.
આમ કોઈ મિત્ર પોતાની સ્વતંત્ર પ્રેરણાથી અને પ્રબુદ્ધ જીવને પ્રત્યે પોતાના દિલમાં ઊભા થયેલા આદરના એક પ્રતીક રૂપે આવી રકમ મોકલે ત્યારે પ્રબુદ્ધ જીવનના સંપાદન પાછળ લેવાતા શ્રમનું ઘણું મોટું વળતર મળી ગયું એવા આનંદ અને સંતોષની લાગણી હું અનુભવું છું. આ માટે ભાઈ એન. એમ. શાહને જેટલો આભાર માનું તેટલો છે છે.
પરમાનંદ.