________________
તા. ૧૬-૭-૧૬
. , પ્રબુદ્ધ જીવન
રાહબર રહ્યા. અમદાવાદમાં મજુર મહાજન ૧૯૨૦માં સ્થપાયું. તેમાં તેમણે સત્ય અને અહિંસાની રીતે મજૂરપ્રવૃત્તિના પ્રયોગો શરૂ કર્યા અને તે છેક સ્વરાજ મળતાં સુધી ચાલુ રહ્યા. ૧૯૪૭માં એ પ્રયોગો દ્વારા પ્રાપ્ત થયેલા સિદ્ધાન્તના પાયા ઉપર “હિંદી રાષ્ટ્રિય મજદૂર કોંગ્રેસની સ્થાપના થઈ. ને પછી ટૂંક વખતમાં ગાંધીજીનું નિર્વાણ થયું.
મજૂર મહાજનને ગાંધીજીએ મજૂરેપ્રવૃત્તિ માટેની પોતાની પ્રયોગશાળા તરીકે વર્ણવી છે. એ પ્રવૃત્તિ અંગે ૧૯૧૮ થી ૧૯૪૦ સુધી જે પ્રયોગ થયા તે વિશેનાં મારાં સ્મરણે અત્રે આપવા પ્રયત્ન કર્યો છે.”
ઉપર જણાવ્યા મુજબ શંકરલાલભાઈ અમદાવાદનો આ મિલમજૂરોની પ્રવૃત્તિ સાથે પ્રારંભથી સંકળાયેલા હતા. આ પ્રવૃત્તિમાં મજૂર પક્ષે શેઠ અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયાબહેને આ લડતના એક સૂત્રધારનું કામ કર્યું હતું. મજૂર મહાજનના ઉદભવ અને વિકાસમાં તેમને અત્યન્ત મહત્વને ફાળે હતે. મિલમાલકોના પક્ષે સ્વ. મંગળદાસ ગીરધરલાલ શેઠે બહુ મહત્વને ભાગ ભજવ્યો હતો. તેઓ પોતે મિલમાલેક હોવા છતાં, મજૂરોના દષ્ટિબિન્દુને સમજવાને તેમ જ બને તેટલે ન્યાય આપવાનો તેમણે ભારે સ્તુત્ય પ્રયત્ન કર્યો હતો અને ગાંધીજીને મજૂરો અંગેની વાટાઘાટોમાં વર્ષો સુધી, મહત્વપૂર્ણ સાથ આપ્યો હતો. આ બન્ને વ્યકિતવિશેનાં પ્રેરક ચિત્રો આ સ્મરણમાંથી આપણી આંખ સામે ઉપસી આવે છે. વળી શંકરલાલભાઈ પિતાની પ્રસ્તાવનામાં જણાવે છે તે મુજબ “મજૂરોનું જીવન, એમની તથા એમનાં કુટુંબીજનોની જરૂરિયાત, એમના જીવનની સુધારણા અને એમને સર્વાગી વિકાસ, મજૂર-માલિકના સંબંધો અને એકબીજા તથા દેશ પ્રત્યેની એમની ફરજ-એ બધા વિષે ગાંથધીજીના વિચારો તથા પ્રોગે મૌલિક હતા અને તેથી તેમની મજરપ્રવૃત્તિ પશ્ચિમની ટ્રેડ યુનિયન મુવમેન્ટથી નિરાળી તરી આવે છે.” અમદાવાદની મજૂર પ્રવૃત્તિને આમ અનેક રીતે બેધક તેમ જ પ્રેરક એ ઈતિહાસ આ પુસ્તક દ્વારા રજૂ કરવા માટે શ્રી શંકરલાલભાઈને અનેક ધન્યવાદ ઘટે છે. આજ સુધીમાં પ્રગટ થયેલા ગાંધી સાહિત્યમાં આ પુસ્તક મહત્વની પૂરવણી કરે છે.
શંકરલાલભાઈના નામ સાથે જોડાયેલું ગાંધીકથા રૂપે રજૂ થયેલું આ સર્વપ્રથમ પ્રકાશન છે. લેખન અને વિષયનિરૂપણ સાદું, સરળ, હૃદયંગમ અને વિનમ્રતાપૂર્ણ છે. ગાંધીજીના પહેલા જેલવાસ દરમિયાન શંકરલાલભાઈ તેમના સાથી હતા. ત્યાર બાદ ગાંધીજીના અવસાન સુધી શંકરલાલભાઈને ગાંધીજી સાથે અતૂટ અને નિકટને સંબંધ રહ્યો હતો. ૧૯૪૦ બાદ શંકરલાલભાઈની તબિયત લથડવાથી તેમને જાહેર જીવનમાંથી નિવૃત્તિ સ્વીકારવી પડી હતી. ત્યાર બાદ તેમનું સ્વાથ્ય તે પ્રમાણમાં સારૂં સુધર્યું છે, અને મજૂર મહાજનના એક સલાહકાર તરીકે તેઓ ઉપગી સેવા અને ચાલુ માર્ગદર્શન આપી રહ્યા છે, આમ છતાં સમયને મોટે ભાગે તેઓ વાંચન અને ચિન્તનમાં ગાળે છે. આગળ જેવું જાહેર જીવન હવે તેમના માટે શક્ય નથી. આ બધું છતાં પણ આપણે એટલી આશા જરૂર રાખીએ કે મજૂરપ્રવૃત્તિ સિવાયનાં ગાંધીજી સાથે જે બીજો અનેક સ્મરણે તેમના ચિત્તમાં સંચિત થયેલાં પડ્યાં છે, તે સ્મરણાને સંકલિત કરીને તેઓ આપણને પુસ્તકાકારે આપતા રહે. કાનૂની આદર અંગેની આજની પરિસ્થિતિ
તા. ૨૮-૬-૬૬ના રોજ ભારતના એટન – જનરલ શ્રી. સી. કે. દફતરીએ મુંબઈની ફૈટરી કલબ સમક્ષ ‘Respect for I.aw –કાયદાકાનુન માટે આદર-એ વિષય ઉપર એક રહસ્યપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આજે દેશમાં ચોતરફ વ્યાપી
રહેલાં અશાંતિજનક તેફાનોને અનુલક્ષીને તેમણે પોતાના વિષયને એમ કહીને પ્રારંભ કરેલ કે “મને લાગે છે કે આજે એવા વિષય ઉપર Respect for Law – ઉપર બોલી રહ્યો છું કે જેનું આજે આપણે ત્યાં કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી.” આ વ્યાખ્યાનનો સાર તા. ૨૯-૬-૬૬ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલ. તેને સંક્લનપૂર્વક કરવામાં આવેલ અનુવાદ નીચે આપવામાં આવે છે:
કાયદા - કાનૂન માટે આદર આજે સર્વથા નહિ તો ઘણા મોટા ભાગે દેશમાંથી અદષ્ય થયો છે. આજે દેશભરમાં કાયદા અને વ્યવસ્થાને ધૃષ્ટતાપૂર્વક ભંગ થઈ રહ્યો છે, જે જોઈને ભારે ગ્લાનિ થાય છે. આપણે આપણી જાતને આખા દેશરૂપી ઘટકના અંગઉપાંગ તરીકે અનુભવતા નથી, આખા દેશને એક ઘટક રૂપે જોતા નથી. કદાચ એ કારણે નીતિ અને સભ્યતાના નિયમોનું, સભ્ય સમાજનું ધારણ પિપણ કરતી અને આપણ સર્વને પરસ્પર જોડાયલા રાખતી મર્યાદા અને સ્વીકૃત ધારણાઓનું પાલન થતું દેખાતું નથી. આવી પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં માલુમ પડે છે કે આપણા ચાલુ જીવનનું વિભાજન કરતી અનેક વિચારસરણીઓ દા. ત. જ્ઞાતિવાદ, કોમવાદ ઉપરાંત જૂની વફાદારી સાથે આપણને વિચિછન્ન કરતી એવી નવી વફાદારીઓ આપણે તાજેતરમાં ઊભી કરી છે. દેશભરમાં ‘બાજુને માનવી એ મારો ભાઈ નથી” આ પ્રકારનું વલણ વ્યાપક બન્યું હોય એમ લાગે છે. અત્યન્ત સંકુચિત અને કેવળ સ્વલક્ષી વફાદારીઓને લીધે–નિષ્ઠાને લીધે-રાજ્ય પ્રત્યેની નિષ્ઠા અદપ્ય થઈ રહી છે.
લોકો આજે બસને શા માટે નાશ કરે છે અને જાહેર મિલ્કતનો કેમ લૂંટ ચલાવે છે? આ એ કારણે બને છે કે લોકો એમ માની રહ્યા છે કે, આ કોઈ એવા ત્રીજા પક્ષની માલકીની ચીજો છે કે જે પિતાથી તદ્દન પરાયો છે. ઘણાંખરાં તક્ષને પાછળ કદાચ એ કારણ રહેલું છે કે, સામાન્ય માનવીને એમ નથી લાગતું કે પોતાને અને સરકારને કશી લેવાદેવા છે અથવા તે એ એમ અનુભવતો લાગે છે કે તેને કોઈ સાંભળવા માગતું નથી. સરકાર સુધી પોતાને અવાજ પહોંચાડવાનું તેને માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. - આજને અસંતોષ ઘણા મોટા ભાગે આ હકીકતને આભારી છે કે, કાયદાઓ ઘણા વધારે પ્રમાણમાં કરવામાં આવ્યા છે અને લોકોની ઉપર લાદવામાં આવ્યા છે. ઘણા કાયદાકાનૂનને જાહેર જનતાના અભિપ્રાય કે અનુમતિ સાથે કોઈ મેળ જ રહ્યો નથી.
સમાજરચનામાં કાયદો એક અત્યન્ત મહત્ત્વનું સાધન છે, પણ જે ઈંટને ઘર બાંધવામાં ઉપયોગ થઈ શકે છે તે જ ઇંટને અન્ય સામે ફેંકવામાં પણ ઉપયોગ થઈ શકે છે. જે કાયદો અમુક પ્રકારની બળજબરી અથવા તે વધારે પડતું દબાણ કરવા માટે વાપરવામાં આવતું હોય તે તેને તત્કાળ પ્રત્યાધાતે તે કાયદાને અનાદૂર કરવામાં ભંગ કરવામાં આવે. કાયદાઓ કરવાની એજન્સીએ ખૂબ વધી ગઈ છે અને એનું પરિણામ પણ કાયદાના અતિરેકમાં આવ્યું છે. વળી કંપનીઝ એકટ અને કરવેરાને લગતા કાયદાઓ જેવા આપણા કેટલાક કાયદાઓ ભારે ગૂંચવણભરેલા તે છે જ, એટલું જ નહિ પણ, તેમાં વળી વારંવાર ફેરફારો કરવામાં આવે છે.
આટલા બધા કાયદાઓ એક પાયાની ખોટી માન્યતા ઉપર રચાયે જાય છે. આ માન્યતા એ મુજબની છે કે માણસ માત્ર અપ્રમાણિક છે. અલબત્ત, સમાજની રચના જેમ જેમ જટિલ બનતી જાય તેમ તેમ કાયદાએ પણ જટિલ બનતા જાય એ તદ્દન સ્વાભાવિક છે. આમ છતાં પણ કાયદાઓને એવી માન્યતા ઉપર વધારે પડતા જટિલ કરવા ન જોઈએ કે જો તમે કાયદાઓને જડબેસલાટ નહિ બનાવો તે અપ્રમાણિક માણસે છટકી જશે. કાયદાઓ સારા હોય તે પણ તેને અમલ કેમ કરવામાં આવે છે તે બાબત ખરા મહત્ત્વની છે. લાંચરૂશ્વત, રેડ-ટેઈપ, જડતા અને બધિરતા - આ બધાં કારણે ઉપરાંત સૌથી વધારે પજવતું કારણ તો ન્યાય મેળવવામાં જે પાર વિનાને વિલંબ થાય છે તે છે. આથી કાયદાના હેતુ મોટા ભાગે માર્યો જાય છે.
આજની આવી પરિસ્થિતિને વધારે ગૂંચવતી હકીકત એ છે કે