SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ પ્રભુ જીવન પ્રકી નોંધ મુંબઈ માથે તળાઈ રહેલી પાણીની કટોકટી ” પ્રબુદ્ધ જીવન ’ના આ અંક તૈયાર થઈ રહ્યો છે ત્યારે મુંબઈના માથે કોઈ કાળે કલ્પેલી નહિ એવી પાણી મેળવવાની અસાધારણ કટોકટી તાળાઈ રહી છે. મુંબઈને પાણી પૂરું પાડતાં સરોવરોનાં પાણી એકદમ ઓસરતાં ચાલ્યાં છે. સઘન વર્ષાના આ દિવસો બિલકુલ વરસાદ વિના કોરાધાકોર વ્યતીત થઈ રહ્યા છે. હવે પછીના દિવસામાં વરસાદ નહિ જ આવે એમ કહી શકાય નહિ. ગમે ત્યાંથી વાદળાંઓ ખેંચાઈ આવે અને તરતમાં જોઈતું પાંચ - પચ્ચીસ ઈંચ પાણી ઠાલવી જાય એ તદ્દન અસંભવિત છે એમ પણ કહીન જ શકાય. પણ સાધારણ ક્રમ પ્રમાણે મલબાર બાજુએ પહેલાં વાદળોના ખૂબ ભરાવેા થાય, સારા પ્રમાણમાં તે બાજુએ વરસાદ પડે અને પછી વર્ષોનો પ્રવાહ આ બાજુએ ખેંચાઈ આવે. તેના બદલે દક્ષિણ બાજુના પ્રદેશમાં જેને માનનસૂનના પ્રવાહ કહેવામાં આવે છે એવા કોઈ પ્રવાહની જમાવટના હજુ સુધી કશા સમાચાર પ્રાપ્ત થયા નથી અને તેથી તરતના વરસાદની કોઈ પાકી આશા બંધાતી નથી. આવી ને આવી સ્થિતિ પખવાડિયું ચાલુ રહે તો મુંબઈના લોકોને પાણી પહોંચાડી ન જ શકાય એવી દુ:સ્થિતિ મુંબઈના શાસકો અને પ્રજાજનો સમક્ષ આવીને ઉભી રહે; આ કલ્પાઈ રહેલી સ્થિતિને પહોંચી વળવાના માર્ગો, ઉપાય! વિચારાઈ રહ્યા છે, ચર્ચાઈ રહ્યા છે, અમલમાં પણ મુકાઈ રહ્યા છે. આમ છતાં પણ આ બધા ઉપાયો ફાટેલા આભને ીંગડાં મારવા જેવા લાગે છે. આવી વણસતી જતી પરિસ્થિતિમાં પ્રબુદ્ધ જીવનના આગામી અંક વખત સર પ્રગટ થઈ શકશે કે કેમ એ શંકાસ્પદ છે. મુંબઈના માથે ધરતીકંપ જેવા કુદરતના આ કોઈ ભયાનક કોપ ઉભા થયા જેવું લાગે છે. આ પાંચ પંદર દિવસમાં જોઈતા વરસાદ જરૂર આવી પડશે એવી આપણે આશા રાખીએ, પણ સાથે સાથે આ ટુંકા ગાળામાં જોઈતા વરસાદ ન પણ આવે તે મુંબઈમાં ઉભી થનારી પરિસ્થિતિના મુકાબલા કરવા માટે પ્રજાજનાએ તૈયાર રહેવું ઘટે. આવનારી આફતને શાન્તિ અને ધીરજ અને રાજ્યશાસન ફરમાવે તેવા શિસ્તપૂર્વક મુકાબલા કરવામાં આવે અને ગભરાટ અને આકુળવ્યાકુળતાપૂર્વક તથા શિસ્તના વિચારને બાજુએ મૂકીને પ્રસ્તુત આફતનો વિચાર કરવામાં આવે તે બેનાં પરિણામામાં ઘણા ફરક પડે છે. બીજા વિકલ્પમાં પાર વિનાની ખુવારી અને નુકસાન થવા સંભવ છે; પહેલા વિકલ્પમાં ઓછી ખુવારી અને ઘણા બચાવ થઈ શકે તેમ છે. માથે ઝઝુમતી કટોકટી ખરેખર આવી પડે તો તેને પહોંચી વળવા માટેઆપણને જરૂરી ધૈર્ય, સુઝ, તાકાત અને સમુદાયની અગવડ – સગવડને પ્રાધાન્ય આપવાની ઉદાત્તતા પ્રાપ્ત થાય એવી ઊંડા અંતરની આપણી પ્રાર્થના હો તા. ક. સદ્ ભાગ્યે મુંબઈમાં અને મુંબઈને પાણી પુરૂ પાડતાં સરોવરોમાં, આ અંક છપાઈ રહ્યો છે તે દરમિયાન, સારો વરસાદ પડયો છે અને પાણીની કટોકટી તત્કાળ આગળી ગઈ છે. કચ્છ–બીદડાના સાધુપુરૂષ વેલજીભાઈને દુ:ખદ દેહવિલય કરછ-બીદડાના સાધના આશ્રામવાળા શ્રી વેલજીભાઈ પેાતાની શારીરિક ચિકિત્સા માટે ગયા જૂન માસની ૨૦મી તારીખે મુંબઈ આવેલા, ૨૭મી તારીખે તેમને સર હરકીસનદાસ હાસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ અને ૨૯મી તારીખે અવસાન થયું. આ સાધુ પુરુષને તા. ૧૬-૬-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં ‘સુકી ધરતીનાં મીઠાં સ્મરણેા'ની લેખમાળામાં નીચે મુજબ પરિચય આપવામાં આવ્યો હતો: “શ્રી વેલજીભાઈની આજે ૬૫ની વર્ષની ઉમ્મર છે અને કેટલાક સમયથી નિવૃત્તિ સ્વીકારીને અહિં સ્વાધ્યાયમાં તેઓ પેાતાને સમય પસાર કરે છે. પેાતાના નિવાસસ્થાનને તેમણે એક આશ્રમનું રૂપ આપ્યું છે, અને તેથી જ આ સ્થળ સાધના—આશ્રામ'ના નામથી ઓળખાય છે. શ્રી વેલજીભાઈએ યુવાવસ્થામાં કચ્છના રાવના જુલ્મ તા. ૧૬-૭-૧૯ ✩ અને આપખુદી સામે સારી ઝુંબેશ ચલાવેલી અને પ્રજાજનોને જાગૃત કરવામાં અને તેમને ઉન્નતિના માર્ગે લઈ જવામાં પોતાની શકિતને સારા યોગ આપેલા. ધીમે ધીમે તેઓ તત્ત્વસાહિત્ય તરફ વળતા ગયા. ખાસ કરીને શ્રી અરવિંદના તશ્વજ્ઞાન વિષે તેમનામાં ઊંડી અભિરૂચિ પેદા થઈ અને શ્રી અરવિંદે ચીંધેલા માર્ગે તેમણે સારો આત્મવિકાસ સાધ્યો. તેમણે પોંડીચેરી ખાતે આવેલા શ્રી અરવિન્દ આશ્રમમાં પણ ઠીક સમય ગાળેલા. આ કારણે તેમની સાધના અને ચિન્તન ઉપર શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનની ખૂબ જ અસર પડી છે. આમ છતાં પણ આજે તેમનું વાંચન-મનન કેવળ અર્પિવદ-સાહિત્ય કે તેમના તત્ત્વદર્શનથી સીમિત નથી. તેમના આ આશ્રમમાં તેમણે પૌર્વાત્ય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિષયને લગતું અતિ સમૃદ્ધ પુસ્તકાલય વસાવ્યું છે અને તત્ત્વરૂચિ ધરાવતા સાધકોઅલબત્ત મર્યાદિત સંખ્યામાં—તેમની સાથે રહે છે, રહી શકે છે. તેમને મળતાં અને તેમની સાથે વાર્તાલાપ કરતાં અમે બધાંએ ખૂબ જ પ્રસન્નતા અનુભવી. કચ્છના આ ખુણે સાંસારિક બધી ઉપાધિઓ અને આળપંપાળથી મુકત બનીને આવેા એક ચિન્તક રહે છે એ જોઈ જાણીને અમે ભા૨ે વિસ્મય અનુભવ્યું. તેમના અભ્યાસ તો ત્રણ અંગ્રેજી સુધીના છે, પણ સતત વાંચન તેમ જ જ્ઞાનાપાસના દ્વારા તેમણે અંગ્રેજી ભાષા ઉપર સારૂં પ્રભુત્વ મેળવ્યું છે. આ આશ્રમમાં આજે સાત આઠ ભાઈ–બહેનો રહે છે. ધ્યાન, પ્રાર્થના, અભ્યાસ, જ્ઞાનચર્ચા—એ જ અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. તેમના કહેવા મુજબ બહારની દુનિયાની વાતોથી અહિનું શાન્ત વાતાવરણ શુધ્ધ ન બને તેથી અહીં સમાચારપત્ર પણ મંગાવવામાં આવતા નથી. વેલજીભાઈ સાથે અમે અડધેાએક કલાક ગાળ્યો. તેમને મળતાં અને તેમના આશ્રમનું વાતાવરણ અનુભવતાં અમને બે ઘડી એમ થયું કે, આજ અહીં જ રહી જઈએ, પણ અમારી સાથેની માટી મંડળી જોતાં અને આગળનો નક્કી કરેલા કાર્યક્રમ લક્ષમાં લેતાં એમ મનસ્વીપણે વર્તવાનું અમારા માટે શકય નહાવું.” આવી એક વ્યકિતનો દેહવિલય તેમને જાણતા એવા સૌ કોઈના દિલમાં ઊંડું દુ:ખ અને દિલગીરી પેદા કરે એ સ્વાભાવિક છે, તેમના જવાથી આપણી દુનિયાને એક માનવીરત્નની ખોટ પડી છે. ગાંધીજી અને મજૂરપ્રવૃત્તિ' આ પુસ્તક અમદાવાદના નવજીવન પ્રકાશન મંદિર તરફથી બહાર પાડવામાં આવ્યું છે. તેની કિંમત રૂા. ૩ છે. તેના લેખક ગાંધીજીના અનુયાયી અને સહકાર્યકર્તા શ્રી શંકરલાલ બેંકરનું નામ સુવિદિત છે. ગાંધીજીએ વર્ષો સુધી આઝાદીનું આંદોલન ચલાવીને ૧૯૪૭માં આપણને આઝાદી અપાવી તેના અનુસંધાનમાં અથવા તે તે દરમિયાન અમદાવાદની મજૂરપ્રવૃત્તિનું તેમણે સંચાલન કર્યું અને ખાદીપ્રવૃત્તિને ઘણા વેગ આપ્યો. આ બન્ને પ્રવૃત્તિઓ સાથે શંકરલાલભાઈ ગાઢપણે જોડાયલા હતા. આ પુસ્તકમાં આ બેંમાંની એક મજૂરપ્રવૃત્તિના ઈતિહાસ આપવામાં આવ્યો છે. આને લગતી પ્રસ્તાવનામાં શંકરલાલભાઈ જણાવે છે કે “હિંદમાં આવ્યા પછી ગાંધીજીએ ૧૯૧૭માં ચંપારણના ખેડૂતની અને ૧૯૧૮માં ખેડાના ખેડૂતાની લડત ઉપાડી હતી. ૧૯૧૮માં ખેડાના ખેડૂતોની લડત અંગે અમદાવાદમાં તેઓ વિચારણા ચલાવી રહ્યા હતા તેવામાં જ અમદાવાદના મિલ મજૂરોના જીવનમાં પ્રવેશ કરવાનો અને સત્ય તથા અહિંસાને માગે અન્યાય તથા શોષણનો કેવી રીતે સામના થઈ શકે તેને પદાર્થપાઠ પ્રત્યક્ષ લડતદ્રારા આપવાના પ્રસંગ ઉપસ્થિત થયા. ખેડાની લડતને અંગે એવખતે મારે અમદાવાદ આવવાનું થયું હતું, એટલે મને પણ એના લાભ પ્રાપ્ત થયો. “એ પછી ગાંધીજી જીવનના અંત સુધી ભારતના મજૂરોના ૧
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy