SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૧૯ પ્રબુદ્ધ જીવન કીય પ્રાંતરચનાની વિરુદ્ધમાં એક ઊર્મિશીલ (Impassied speech) ભાષણ પાર્લામેન્ટમાં કરેલું. આજે પંજાબી સુબાની રચનામાં શ્રી અશોક મહેતાને ટેકે છે–અને જ્યારે એમને પૂછીએ કે આજે તમે આ શું કરો છો ત્યારે જવાબ મળે છે “બીજાને મળ્યું તો આને એકને કેમ નહિ?” શ્રી અશોક મહેતાના આર્થિક અને રાજકીય ક્ષેત્રે વિરોધાભાસી વિચારે વિષે ઘણું કહી શકાય એમ છે, પણ આજે આપણે એમાં નહિ ઊતરીએ. પંજાબમાં ખરી રીતે ગુરુમુખી અને હિંદી અલગ ભાષાઓ. નથી, પણ ત્યાં ય ભાષાની ભૂતાવળ પહોંચી અને સંત ફત્તેહસિંગે પંજાબી સૂબે ભાષાના ધોરણે માં. માતર તારાસિંગે તે કોમી ધરણે શિખીસ્તાન માંગેલું એટલે એમની માંગણીને તે વિરોધ કરી, શકાશે. પણ સંત ફત્તેહસિંગને જવાબ આપવાની આપણી સરકાર હિંમત કરી શકી નહિ. જવાબ એક આપી શકાય કે અન્ય રાજ્યમાં ભાષાકીય પ્રાંતે રચવાની અમે ભૂલ કરી છે તે ભૂલ પાછી અમે અહિ કરવા માંગતા નથી.” પણ પાકિસ્તાનના સંદર્ભમાં શિખાને નારાજ કરવા આપણને પાલવે તેમ ન હતું. આમ પંજાબી સુબાની માંગણી અનિવાર્યપણે સ્વીકારવી પડી છે. નહેરુએ કહેલું કે ફાજલઅલી કમિશનનને રિપોર્ટ સવગપણે સ્વીકારાશે. પણ કમિશનની ભલામણે બાજુએ મૂકીને જેને ગજ લાંબે એને વધુ મળે એવી સ્થિતિ ઉભી થવા પામી છે. હિંદુ-શીખ વચ્ચે જે વૈમનસ્ય ન હતું તે આવ્યું છે અને તે કયાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. પંજાબ અને હરિયાણા રાજ્ય હવે જુદા થશે. પંજાબ ઉદ્યોગપ્રધાન છે, સમૃદ્ધ છે, જ્યારે હરિયાણા ખેતીપ્રધાન અને નિર્બળ, પછાત રાજ્ય છે. કેન્દ્ર હરિયાણાને કરોડો રૂપિયાની મદદ કરવી પડશે. હરિયાણા નાનું રાજ્ય છે, એની પાસે કોઈ નેતાગીરી પણ નથી. હરિયાણા રાજ્ય પણ એની રાજધાની ઊભી કરવી પડશે. આજે અન્ય રાજ્યોના ધોરણે જુદાં રાજ્યોની માગણી થઈ રહી છે અને આને કેટલાક રાજકીય માણસો ટેક પણ આપે છે. મીઝ અને નાગાલેન્ડ આના દાખલા છે. મી અને નાગાલેન્ડની પરિસ્થિતિ અત્યારે તે આપણા કાબુમાં છે, પણ આ પરિસ્થિતિ વિકટ થવાનો સંભવ છે. કારણ ત્યાંના લોકોએ ગેરીલા યુદ્ધપદ્ધતિ અખત્યાર કરી છે. સ્થાનિક પ્રજાને સહકાર ગેરીલાને હોય છે. વળી મિશનરીઓ અહીં કામ કરતા હોય છે એટલે સરકારને કામ લેવું ઘણું મુશ્કેલ છે. મીઝે પ્રદેશની આજુબાજુ બર્માપાકિસ્તાન છે. એક સાંકડી પટ્ટી જેવો આ પ્રદેશ છે એટલે લશ્કરને મજબૂત હાથે કામ કરવા દેવામાં ન આવે તે પરિસ્થિતિ ગમે ત્યારે વણસે એવું લાગે છે. પાકિસ્તાન સાથે તાત્કંદ કરાર કર્યા ત્યારે હવે શાંતિ થશે એવી માન્યતા હતી. પણ એ માન્યતા ભૂલભરેલી હોવાનું થડાજ - સમયમાં દેખાઈ આવ્યું છે. અલબત્ત, પાકિસ્તાનને સામને કરવા આપણી પૂરી તૈયારી છે, પણ પંદર દિવસમાં જે વિજય મેળવ્યું તે પાકિસ્તાનની પૂરી તૈયારી પછી પણ આપણે મેળવી શકીશું કે કેમ તે સવાલ છે. પાકિસ્તાને તો આક્રમણની પૂરી તૈયારી કરવા આ સમય લીધે છે. અને પાકિસ્તાન અમેરિકા અને રશિયા બંનેને ખેલાવે છે. છે. કહે છે કે રશિયા અને બધા પ્રકારની સહાય કરશે. સમજાતું નથી કે તાત્કંદ કરાર પછી રશિયા અને કેવી રીતે સહાય કરે! પણ એક હકીકત છે કે આપણા માટે પાકિસ્તાનના આક્રમણને ભય વધતો જાય છે. અલબત્ત, પૂર્વ પાકિસ્તાનમાં મામલો બગડતો જાય છે. પૂર્વ પાકિસ્તાનમાં ‘હિંદુ-મુસ્લિમ ભાવના કરતાં ‘અમે બંગાળી” ભાવના વધતી જતી દેખાય છે અને આ ભાવના કેવું સ્વરૂપ પકડશે તે કહેવું મુશ્કેલ છે. પૂર્વ પાકિસ્તાનમાં તેફાને સારા પ્રમાણમાં થતા હોય એમ દેખાય છે. કેંગ્રેસ પક્ષ સિવાય અન્ય કોઈ રાજદ્વારી પક્ષ દેશનું સુકાન ત છે અને આને કેટલા ખલા છે. સંભાળે એ કોઈ પક્ષ હજુ મને દેખાતો નથી. નવી ચૂંટણીના પરિરામે મોટા ભાગે કોંગ્રેસને અમલ ચાલુ રહેશે એમ લાગે છે. અલબત્ત, કેંગ્રેસ એના આંતરિક કલહોથી–સત્તાની સાઠમારીથી–નિર્બળ બની છે. જુદા જુદા રાજ્યના આગેવાનોનાં વર્તન માત્ર ખેદ જ નહિ પણ તિરસ્કાર ઊભા કરે એવા છે. પછી ભલે એ વર્તન નદીના પાણીના પ્રશ્ન અંગે હોય કે સરહદના પ્રશ્ન અંગે હોય. કર્ણાટક—બેલગામની મરાઠી પ્રજા એમ કહે છે કે અમે મૈસૂરમાં નહિ રહીએ તે આ તે ગુજરાતીઓ એમ કહે છે કે અમે મુંબઈમાં નહિ રહીએ, એના જેવું થયું અને આ કેટલું ભયંકર કહેવાય ? આજે દેશનું ભાવિ નજીકના સમયમાં ઉજજવળ દેખાતું નથી. રાજ્યના મુખ્ય પ્રધાને વ્યવસ્થા અને શાંતિ જાળવી શકતા નથી. હાલતાં–ચાલતાં તેફાને થાય છે. માઈસર નજીક ગુલબર્ગા બાજુએ ૨૫,૦૦૦ લોકોનું ટોળું એક ટ્રેનને અટકાવી શકે અને લૂંટી કાટ અને ત્યાંની પોલીસ કે સરકાર ઊભી ઊભી જોયા જ કરે તે શું સમજવું? આજે રાજ્યો ઉપર કેન્દ્ર સરકારનું વર્ચસ ઓછું થયું છે. મુખ્ય પ્રધાનોને મધ્યવર્તી સરકાર અંકુશમાં રાખી શકતી નથી. આ પરિસ્થિતિ ભારે ચિંતાજનક છે. કેંગ્રેસ પ્રમુખ કામરાજ મજબૂત માણસ છે; સરદાર પટેલ જેવા લેખંડી માણસ છે; તેઓ બોલે છે ઓછું, પણ નિશ્ચયપૂર્વક કામ લે છે. પણ તેમને ભાષાની મોટી મુશ્કેલી નડે છે, તેથી પ્રજા સાથે તેઓ એકરૂપ થઈ શકતા નથી. તેમના વિચારો આપણે જાણતા નથી અને પ્રજાને જોઈએ તેવું માર્ગદર્શન તેમના તરફથી મળતું નથી. તેમણે દેશને બે વખત કટોકટીમાંથી બચાવી લીધે છે: પહેલી વાર નહેરુના અવસાન વખતે, બીજીવાર લાલબહાદુરના અવસાન વખતે. આ માટે તેમાં આપણા સર્વના અભિનન્દનના અધિકારી છે. આજે લોકમાનસ અત્યંત અસ્થિર થઈ ગયું છે. આજે લોકો બુરું માનવા, બુરું સાંભળવા, બુરું કરવા તૈયાર થઈ ગયા છે અને આનું મૂળ કારણ છે આર્થિક ભીંસ. આર્થિક વિષમતા, વધતી જતી મોંઘવારી અને આ પણ એક જ દિવસનું પરિણામ નથી, અઢાર વર્ષનું પરિણામ છે. અને આ કટોકટી નિવારવા અવમૂલ્યાંકન કરવું પડયું છે. રાષ્ટ્રમાં જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં અવમૂલ્યાંકન અનિવાર્ય હતું. દેશે નિકાસ માટેનાં જે લાભે વ્યાપારી વગેનેિ આપ્યાં એમાં વ્યાપારીઓએ જે ગેરરીતિઓ અપનાવી ગેરલાભ લીધે છે તે જોઈએ તે આપણે શરમાવા જેવું છે. અવમૂલ્યાંકનથી પરિસ્થિતિને થાળે પડતા જરૂર વાર લાગશે. પણ જો પાયામાં ઉત્પાદન નહિ વધે તે અવમૂલ્યાંકન નિષ્ફળ જશે. ઉત્પાદન વધવું જોઈએ-માલ નિકાસ થવો જોઈએ અને પરદેશી હૂંડિયામણ અહિં આવવું જોઈએ. આ ઉપરાંત અવમૂલ્યાંકનને સફળ બનાવવું હશે તે પાયામાં પ્રામાણિકતા જોઈશે અને પ્રામાણિકતા નથી વ્યાપારીમાં - નથી અમલદારમાં - નથી રાષ્ટ્રમાં. એટલે ખરું તે એ વિચારવાનું છે કે આપણું નૈતિક ધોરણ કેમ ઊંચું આવે?આપણામાં દેશદાઝ કેમ આવે? આજે દોષ કાઢવા સહેલા છે. આપણે નેતાગીરીની અસફળતા સામે જ જોઈએ છીએ - આજે પ્રજામાં પ્રત્યાઘાતી માનસ ઊભું થયું છે, જાણે કે આ રાજ્ય વિદેશી હોય અને એની સાથે સહકાર નહિ પણ સત્યાગ્રહ કરવાની કેમ ન હોય! આમ આજે નિરાશાભરી અને કટોકટીની પરિસ્થિતિ પેદા થઈ છે. આપણે ઈચ્છીએ કે કેંગ્રેસ નિષ્ઠાવાન અને સેવાભાવી માણસને પિતાના કરે, બધા જુદી જુદી દિશામાં દેશને ન ખેંચે. પ્રજા પણ દેશદાઝ કેળવે - અને દેશદાઝથી જ અવમૂલ્યાંકન ફળદાયી નિવડશે. અને બે વર્ષમાં આબાદીનાં પંથે જઈ શકીશું, જો આપણે આપણું માનસ પરિવર્તન કરી તો. સંકલન : ચીમનલાલ જે. શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ ત્યારે તે આપણા કાબુમ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy