________________
૫૮
નથી એવી ઘોષણા કરવામાં જે. પી. પહેલા હતા. લોકશાહી સમાવાદના નેતાઓએ પણ આ ઘોષણા કરી હતી. પણ વૈજ્ઞાનિક ક્રાંતિકારી સમાજવાદી તરીકે આ મહત્વપૂર્ણ ઘોષણા જે. પી. એ પહેલી કરેલી. સમાજવાદી આંદોલનના અધ્વર્યુની હેસિયતથી એમણે એમ પણ કહ્યું કે માણસને સદાચારની પ્રેરણા ભૌતિક કારણેાસર નથી થતી. ભૌતિક પ્રેરણાઓ કરતાં બીજી કોઈ મૂળભૂત માનવીય પ્રેરણા તરફ ડગ માંડવા પડશે. આમાં સમાજવાદનું આધુનિકતમ વૈજ્ઞાનિક સ્વરૂપ અભિવ્યકત થાય છે.
આમ એમના વ્યકિતત્વના વિકાસની અંદર આપણા દેશના સમાજવાદના વિકાસનાં દર્શન થાય છે. એમના પદાર્પણથી સર્વોદય અધિક વૈજ્ઞાનિક, અધિક સમૃદ્ધ અને માનવીય દૃષ્ટિએ વધુ આધ્યાત્મિક. બન્યો છે.
એમના જીવન વિશે એક વાત મારે કહેવી છે. તેઓ પ્રભાવતીદેવીના સહચર છે. હું એમ કહેવા નથી માગતા કે પ્રભાવતીદેવી એમની સહચારિણી છે. હું તો એમ કહું છું કે જે. પી. પ્રભાવતીદેવીના સહચર છે. આપણા દેશમાં સંત, સાધુ, ત્યાગી, વૈરાગી ઘણા છે. એવીયે અનેક વ્યકિત છે, જેમણે આજન્મ બ્રહ્મચર્યનું વ્રતપાલન કર્યું હોય, પરંતુ કશાયે વ્રત કે સંકલ્પ વિના જીવનભર નૈષ્ઠિ વિવાહિત બ્રહ્મચર્યનું અનુષ્ઠાન ભાગ્યેજ કોઈએ કર્યું હશે, એનું શ્રેય જેટલું જે. પી. ને છે એનાથી વધુ પ્રભાવતીદેવીને છે.
જે, પી.ને જોઈને તેઓ એક સાધુપુરુ ષ હાય એમ નથી લાગતું. ઘણા સાથીઓ તે એમને હુજૂરવર્ગના જ માને છે. પરંતુ બહુ ઓછાને ખબર હશે કે અમેરિકામાં એમણે જે વિદ્યા સંપાદન કરી તે ત્યાં નાના મેટાં મજૂરીનાં કામ કરીને કરેલી. આજે પણ પેાતાના આશ્રમમાં તેઓ મારા કરતાં વધુ શરીરામ કરે છે.
પ્રબુદ્ધ જીવન
જે. પી. એક હૃદયવાન વ્યકિત છે. બુદ્ધિ એમની જેટલી સમૃદ્ધ અને વિકસિત છે એનાથી કયાંય વિશાળ અને ઉદાર એમનું હૃદય છે. તેથી તે દેશ અને દુનિયામાં થનાર ઘટનાઓનો પડઘો એમના વીર, ઉદાર હૃદયમાં આપણા કરતાં અનોખો પડે છે.
મે' એમની વીરતાને ઉલ્લેખ જાણી જોઈને નથી કર્યો. ૧૯૪૨ અને પહેલાંના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે જે વીરતાપૂર્ણ ભાગ ભજવ્યો છે એનાથી સૌ પિરિચત છે. લોકોને એમનું ઘેલું હતું. જનતા પર એમના નામની જાદુ જેવી અસર થતી. આવું વિવિધગુણ-સંપન્ન એમનું વ્યકિતત્વ છે તેથી તે મેં એને વિવિધ રંગાવાળુ વ્યકિતત્વ કહ્યું છે. દાદા ધર્માધિકારી
મેહ
મન મૂકીને વરસે, મેહ !
ધરણીની
તડતડમાં વાચા
ધરે વ્યથાની ચેહ દરિયા દિલને નયનચકી અમ અપર પાર, દિલે તમ ખૂટી ગઈ જધાર ? માટીના ગાપિત કણ કણમાં
છલકે તાય અરે દરિયાવ
પ્રજળ છે. તમ લેહ – મન ... કણે કણે યાં ભરી લેહ ત્યાં
રખે ન ઝરશે. ફોરાં ! ફોરફોર લલચાવે
તે કદી ય આવે ઝંઝાને જલધાર
દીયો ધરાને
1
એરા ? બાળી
....
તેહ! – મન ... ગીતા પરીખ.
તા. ૧૬-૭-૬૬
વર્તમાન રાષ્ટ્રીય પરિસ્થિતિ
(જૈન સમાજના સુસ્થિત વર્ગમાં પરસ્પર સામાજિક વ્યવહાર કેળવાય એવા હેતુથી અને જૈન સમાજ માટે મિલનભૂમી ઊભી થાય એવી એક જૈન કલબનું નિર્માણ કરવું એવા ધ્યેયથી કાર્ય કરતી ‘જૈન સોશિયલ ગ્રુપ' નામની એક સંસ્થા છેલ્લા દોઢ વર્ષથી અસ્તિત્વમાં આવી છે. તેની પ્રવેશ ફી રૂા. ૧૦૧ છે અને વાર્ષિક લવાજમ રૂા. ૫૧ છે. તેના અધિકારીઓ નીચે મુજબ છે. પ્રમુખ : શ્રી કાંતિલાલ વારા
મંત્રી
: શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ : શ્રી ચીમનલાલ ગોસલિયા
કોષાધ્યક્ષ : શ્રી જેવંતલાલ શાહ
આ સંસ્થા તરફથી અવારનવાર સ્નેહ સંમેલન તેમ જ જાણીતી વ્યકિતઓનાં વ્યાખ્યાના ગોઠવવામાં આવે છે તથા ગાળે ગાળે સભ્યોનાં સમૂહભાજન પણ યોજવામાં આવે છે. આ જૈન સાશિયલ ગ્રુપ તરફથી તા. ૨૯-૬-’૬૬ બુધવારના રોજ સાંજના ૭ વાગ્યે ગ્રેઈન એન્ડ ઑઈલ ડીસીઝ મરચન્ટ્સ એસોસિએશનના હોલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વર્તમાન રાષ્ટ્રીય પરિસ્થિતિ ઉંપર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તે વ્યાખ્યાનના સંકલિત સાર નીચે આપવામાં આવે છે. મંત્રી )
સ્વ. લાલબહાદુર શાસ્ત્રી પછી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન થયાઅને ટૂંક સમયમાં જ એમને અનહદ મુશ્કેલીઓના સામના કરવા પડયા છે. એમણે લીધેલા નિર્ણયો શાણા હાય કે નહિ, પણ નિર્ણયો હિંમતથી લીધા છે એની કોઈના પાડી શકે એમ નથી. જે પ્રશ્નમાં નહેરુ કે લાલબહાદુર શાસ્ત્રી મૂંઝાયા હતા એ પ્રશ્નો વિષે આટલી નાની ઉંમરમાં એમને એટલા અનુભવ નથી એમ કહેવાય છે તે સંજોગામાં પણ—આ સુકાન ઉપાડીને નિડર નેતાગીરીની છાપ એમણે પાડી છે.
વડા પ્રધાનનાં કહેવા પ્રમાણે આથી વધારે ટોટીને સમય -DARK DAYS—આપણે માટે હવે આવવાના છે. તો, પ્રશ્ન એ થાય છે કે કટોકટીનાં શું કારણેા છે? આજની પરિસ્થિતિ શું કોઈ આકસ્મિક ઊભી થઈ છે? ના. આજની કટોકટીનાં કારણા માટે આપણે આઝાદીનાં ૧૮ વરસનો ઇતિહાસ જોવા પડશે. ૧૮ વરસનું આપણુ જે કામકાજ છે એ આજની કટોકટીનું કારણ છે.
આમ જોઈએ તો આપણે એક બાજુથી ભારે પ્રગતિ કરી છે. દુનિયાના અન્ય સ્વતંત્ર દેશેાની સરખામણીમાં આપણે એક બાજુએ સ્થિર રાજ્યતંત્ર, એક મેટી લોકશાહી, ધ્યેયસરનું અર્થતંત્ર મેળવી શક્યા છીએ તે બીજી બાજુએ આપણે કેટલીક મેાટી ભૂલેટ પણ કરી છે અને એ ભૂલાનાં પરિણામે આજે ભાગવીએ છીએ અને ક્યાં સુધી ભાગવવા પડશે તે કહેવું મુશ્કેલ છે.
આપણે ત્યાં છેલ્લા કેટલાક મહિનામાં ત્રણ મુખ્ય બનાવા બન્યા છે:
૧. પંજાબના ભાગલા,
૨. આર્થિક ક્ષેત્રે રૂપિયાનું અવમૂલ્યાંકન,
૩. રાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક અસ્થિરતા અને સ્ફોટક પરિસ્થિતિ, પંડિત નહેરુએ દુનિયાને અને આપણા દેશને ઘણી મોટી વસ્તુઓ આપી છે તે તેમણે ભૂલા પણ નાની નથી કરી એમ સખેદ કહેવું પડે છે. આ ભૂલામાંથી એક ભૂલ તે “ભાષાકીય પ્રાંત - રચના ’ અને આ ભૂલનાં પરિણામેા આજે આપણે જોઈએ છીએ.
ભાષાકીય પ્રાંત – રચના માટે ફાજલઅલી કમિશન નિમાયું હતું. એ કમિશનમાં અને પાર્લામેન્ટમાં પણ એ વખતે ગુજરાતના કેસ રજૂ કરતાં મે` ભાષાકીય પ્રાંતરચનાના વિરોધ કર્યો હતો અને આજે પણ હું એ જ કહું છું. શ્રી અશોક મહેતા એ દિવસેામાં ભાષા