________________
તા. ૧૬-૭-૧
પ્રભુ જીવન
શ્રી જયપ્રકાશ નારાયણ
[સર્વોદય પ્રેસ સર્વિસ દ્વારા મળેલા સર્વોદયવાદી શ્રી જયપ્રકાશ નારાયણના મહુલક્ષી જીવનનો પરિચય આપતા બે લેખા નીચે પ્રગટ કરવામાં આવે છે.
જયપ્રકાશની વિચારણા
આજના ભારતના ઈતિહાસમાં શ્રી જયપ્રકાશ નારાયણનું જે સ્થાન છે અને આપણા વૈચારિક તેમ જ રાજકીય જીવન પર એમના જે પ્રભાવ છે તે વિષે બે મત હાઈન શકે. આજે લોકમાનસને અણગમતાં ઘણાં સૂચના એમના તરફથી થયાં છે અને તેથી પ્રજામાં કંઈક ક્ષેાભ પણ જાગ્યો છે એની ના પાડી શકાય એમ નથી. પણ આ સૂચના કોઈ એક ક્ષણના તરંગે નથી કે દુનિયાને ચમકાવવાની કોઈ ધેલછામાંથી જન્મ્યાં નથી, પણ દાયકાથીયે વધારે વર્ષોની એક જીવનતપસ્યામાં એનું ઉદ્ભવસ્થાન છે અને એને એ પરિપાક છે. એટલે આપણે એ વિચારો સાથે મળતા થઈએ કે ન થઈએ તે પણ એને સમજવાની આપણી ફરજ છે, જેથી આજની અનેક જટિલ સમસ્યાઓ હલ કરવાના આપણા પ્રયત્નોમાં એ સમજ સહાયરૂપ થઈ પડે.
૧૯૨૧માં રાષ્ટ્રીય લડતમાં ઝંપલાવ્યું ત્યારથી આજ સુધી શ્રી જયપ્રકાશનું જીવન પુરુષાર્થદંગી રહ્યું છે. એમણે સત્યાગ્રહો કર્યા છે, જેલે ભાગવી છે, જેલામાંથી નાસી પણ છૂટયા છે. ભારતને મુકત કરવા માટે “આઝાદ દસ્તા’ પણ એમણે ઊભું કર્યું હતું... આધુનિક ભારતના રાજકીય જીવનનું કોઈ એવું પાસું નથી જેમાં શ્રી જયપ્રકાશે કોઈ હિસ્સા ન આપ્યા હાય. ગાંધીજીના જીવન દરમિયાન એ ગાંધીવાદના કટ્ટર વિરોધી રહ્યા, છતાં ગાંધીજી એમને મહાન વિચારક અને પુરુષાર્થી તરીકે સન્માનતા ને સ્વીકારતા એ એમની સાહસિક વૃત્તિનો તેમજ માનસિક પ્રતિભાના સચાટ પુરાવા છે.
આમ શ્રી જયપ્રકાશની મહત્તા જેટલી એમના જીવનમાં છે એટલી જ એમના મનનમાં પણ છે. એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી મળતા અનુભવા ઉપર એ સતત મનન કરે છે, પોતાના સિદ્ધાંતાને આ અનુભવની કસેાટીએ ચઢાવે છે અને જો એ પર્યાપ્ત ન જણાય તે તેના ત્યાગ કરતાં, અને એવા ત્યાગ એમણે કર્યો છે એ જાતનો ખુલ્લા દિલથી એકરાર કરતાં તેઓ કદી અચકાતા નથી. જ્યારે કોઈ સિદ્ધાંત એમને સાચા લાગે ત્યારે તેની સુંદર રીતે રજુઆત કરવાની અને તેના સમર્થનમાં જેટલી દલીલો શકય હોય તે બધી તર્કબદ્ધ રીતે રજૂ કરવાની કળામાં શ્રી જયપ્રકાશનો નંબર ગાંધીજી પછી બીજો આવે છે એમ ઘણા માને છે...શ્રી જયપ્રકાશની મહત્તા એ છેકે લોકોની આવી ટીકાઓથી ગભરાયા વગર તેઓ અનેક પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યે જાય છે, એમાંથી તારતમ્ય કાઢતા જાય છે અને લોકો સમક્ષ એ મૂકતા પણ જાય છે. હમણાં જ એમણે લોકોને ન ગમતા વિચારોમાં જો કોઈ ખરેખર માનતા હોય અને એ વિષે આગ્રહ રાખતા હોય તે તે બેધડક રજૂ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકયા હતેા. આમ શારીરિક અને માનસિક અભયને વરેલા આ ચિંતનશીલ પુરુષના વિચારો જાણવાની અને સમજવાની જિજ્ઞાસા થાય તે તે ઈષ્ટ જ છે. આવી જિજ્ઞાસા માત્ર આપણા દેશ પૂરતી જ મર્યાદિત નથી રહી. વિદેશોમાં પણ એમના વિચારોના અભ્યાસ થાય છે અને એમાં પરિવર્તન કેમ અને કેવાં આવ્યાં તેની ચર્ચાઓ ચાલે છે.
એક પ્રખર વિશુદ્ધ માર્કસવાદી તરીકે એમણે પેાતાની વિચારયાત્રા શરૂ કરી... માર્કસવાદના સ્વીકાર અને ગાંધીવાદને ત્યાગ
૫૭
આ સમયે એમણે બુધ્ધિપુર:સર, પૂરતા વિચાર કરીને અને આંખ બરાબર ઉઘાડી રાખીને જ કર્યો હતા.
પછી તે વર્ષો વીતતાં એમના વિચારોમાં શાં પરિવર્તન આવ્યાં તેના ઈતિહાસ તે જાણીતા છે... એક વાર શ્રી જયપ્રકાશ માત્ર બ્રિટિશ સલ્તનત સામે જ નહિ પણ દેશમાં સમાજવાદના માર્ગમાં અંતરાયરૂપ બનતા તત્વો સામે પણ બળનો ઉપયોગ કરવાની હિમાયત કરતા; આજે ચીનના આક્રમણ સામે પણ શાંતિસેના ઊભી કરવાના પ્રયોગોમાં એમણે અગ્ર ભાગ ભજવ્યો છે. એક વાર શાષિત વર્ગની સરમુખત્યારીને સિદ્ધાંત એમણે અપનાવ્યો હતા; આજે વર્ગવર્ગ વચ્ચેના સહકાર અને કોઈ વર્ગનું બીજા વર્ગ પર વર્ચસ્વ ન હોય એ ાતની સમાજવ્યવસ્થા તેઓ વાંચ્યું છે. એક વાર રાજ્યસત્તા કબજે કરી તે દ્વારા સમજૂતીથી કે બળજબરીથી પણ સમાજવાદી સમાજ સ્થાપવાના એમને કોડ હતા; આજે રાજ્યશકિતનો આશ્રાય છેાડી જનશકિત ખીલવવા અને તે દ્વારા સમાજપરિવર્તન લાવવા તેએ માગે છે. એક વાર સામાજિક સંસ્થાઓમાં ફેરફાર કરી તેઓ દરિદ્રોનાં દુ:ખ ટાળવા માગતા હતા; આજે વ્યકિતના માનસમાં પરિવર્તન કરી તેઓ ન્યાયી સમાજ સ્થાપવાની હિમાયત કરે છે. એક વાર ભૌતિકવાદ એમણે અપનાવ્યો હતા; આજે અધ્યાત્મવાદ એમણે સ્વીકાર્યો છે. આમ માર્કસવાદના લગભગ બધા સિદ્ધાંત એમણે છેડયા છે અને ગાંધીવાદના અપનાવ્યા છે, એટ લું જ નહિ પણ, માકર્સવાદને સામાજિક વિશ્લેષણના સાધન તરીકે પણ છેડયું છે...
શ્રી જયપ્રકાશે માત્ર માર્કસવાદને જ ત્યાગ નથી કર્યો, પણ સંસદીય લોકશાહીને પણ વિરોધ કર્યો છે અને પક્ષનિષ્ઠ રાજનીતિ છેડી છે... પશ્ચિમના દેશમાંથી આવતી સમગ્ર રાજનીતિની ભાવનાને અપર્યાપ્ત ગણી છે. એટલે માકર્સવાદના ત્યાગ સાથે કોઈ નવી સામાજિક ફિલસૂફીની શોધ તેએક કરી રહ્યા છે. આ ફિલસૂફી ગાંધીવાદ પર આધારિત ભલે હોય તે પણ એ એનાથી આગળ જવા મથી રહી છે...
એ નવપથના નિર્માણમાં શ્રી જયપ્રકાશ તરફથી મોટી આશા રખાય છે. રોહિત વે
વિવિધ રંગાવાળુ વ્યક્તિત્વ
યપ્રકાશજીનું સર્વોદય ક્ષેત્રમાં આવવું એ આપણા દેશના અને દુનિયાના સમાજવાદના ઈતિહાસમાં એક મહત્વની ઘટના છે. એમનું વ્યકિતત્વ વિવિધ રંગોથી સંપન્ન રહ્યું છે. એમને વિશે લોકોમાં ઘણા પરસ્પર - વિરોધી ભાવા પ્રવર્તે છે. તેઓ પોતે કહે છે કે હું ચર્ચાસ્પદ Controversial (કોન્ટ્રોવર્સિયલ) વ્યકિત છું. હું એમાં એટલું ઉમેરવા માગું છું કે એ વ્યકિતત્વ ભાતીગળ—કલર— કલ Colourful—પણ છે. સૂર્યકિરણના સાતેય રંગોથી સભર હોવાથી એમાં અદભુત આકર્ષણ ભર્યું છે.
સમાજવાદનું વિવરણ કરનારાઓમાં અગ્રગણ્ય એવા ઈંગ્લાંડના મેકડોનાલ્ડે સમાજવાદ પરના પોતાના પહેલા પુસ્તકમાં એક ઠેકાણે લખ્યું છે: “રાષ્ટ્રના મહાપુરુષોનો ઈતિહાસ એ રોમાંચક ઈતિહાસ છે.” આપણા દેશમાં સમાજવાદના ઈતિહાસનું પરિશીલન કરવા સારુ જે જે ચરિત્ર જેવાં પડે તેમાં જે. પી. સ્થાન અગ્રગણ્ય છે.
રંગૂનમાં સમાજવાદી પરિષદના મંચ પરથી જે. પી. એ કહેલું: “આગામી સમાજવાદી ક્રાંતિની વિભૂતિ મજૂર નહીં પણ કિસાન થશે.” પરંપરાગત સમાજવાદી વિચારમાં આ બહુ મોટો તફાવત છે.
વળી વૈજ્ઞાનિક સમાજવાદની પ્રગતિમાં હવે હિંસાને સ્થાન