________________
પ
(71. 94-00-44.
પ્રબુદ્ધ જીવન નિભાવ માટે વિવિધ પ્રકારનાં નાનાંમોટાં રોક્ડ તેમ જ વસ્તુઓનાં દાન સ્વીકારી બધા ખર્ચને પહોંચી વળવાની ઉમેદ છે. બાળગ્રામ પરિવારની માતાનું ચિત્ર
બાળગ્રામ પરિવાર વિભાગનું ધ્યેય છે: બાળકને માના ખોળા આપવેદ અને ઘરની હૂંફ આપવી.
આ પરિવાર વિભાગમાં સગવડભર્યા ૧૫ ઘરો છે. દરેક ઘરમાં એક માતા પોતાનાં ૮ બાળકોને લઈને રહેશે. શરૂઆતમાં માતાની સંભાળ હેઠળ ૨ થી ૮ વર્ષની ઉમ્મરનાં ૪ બાળકો મૂકવામાં આવશે. બી વર્ષથી ઉત્તરોત્તર બાળકોની સંખ્યા વધીને ૮ ની થશે. સામાન્યત: ૮ વર્ષથી ઉપરનાં બાળકોને પ્રવેશ મળશે નહીં. બાળક ૧૬ વર્ષનું થતાં તરૂણ વિભાગમાં જશે. ધરમાં છેાકરા અને છેકરીએ બેઉ વિવિધ ઉમ્મરનાં મૂકવામાં આવશે. માતાની મુખ્ય અને એકમાત્ર ફરજ બાળકોને પ્રેમથી ઉછેરવાની છે અને તે માટે બાળકોની સર્વસામાન્ય જરૂરિયાત – જેવી કે રસોઈ કરવી, ખવડાવવું, સુવડાવવું, બાળકને સાસૂફ અને નિરોગી રાખવું, ઘર - કપડાં - વાસણ વગેરેની સફાઈ કરવી, બાળકના અભ્યાસમાં રસ લેવા, ઘરને સાફસુંદર રાખવું વગેરેની મમતાભરી કાળજી રાખવી-આ બધી જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. માતાને બાળકો અને પોતાના ખર્ચ – ભાજન, કપડાં, ઘર ચલાવવું, વગેરે અન્ય જરૂરી ખર્ચ-માટે ખેંચ ન પડે તેવી ૮ બાળક અને ૧ માતાને માટે અંદાજે માસિક રૂપિયા ૫૦૦) જેટલી રકમ ઘરખર્ચ પેટે આપવામાં આવશે. ખર્ચની વ્યવસ્થા માતા પોતે પોતાની સુઝ મુજબ કરી શકશે. બાળગ્રામ સંરક્ષક એ બાબતમાં માર્ગદર્શન આપતા રહેશે. ઘરખર્ચ ઉપરાંત માતાને દર વર્ષે રૂપિયા ૬૦૦ બચત તરીકે અને રૂપિયા ૩૦૦૦ ના વિમાના લાભ આપવામાં આવશે. બચતની રકમ તેમના નામે બેંકમાં મૂકી શકાશે કે તેનાં સેવિંગ્સ સર્ટિફિકેટ્સ ખરીદી શકાશે. માતા જરૂર પડે મહિનાના રૂપિયા ૪૦ લેખે ઉપાડ કરી શકશે. માતા અને બાળકોને દર વર્ષે ૫ અઠવાડિયાંની છૂટ્ટી મળશે. આ સમય માતા પોતાની મરજી પડે ત્યાં જઈને ગાળી શકે છે. બાળકો હોલીડે કેમ્પમાં જશે. માતાને દર મહિને બે દિવસની રજા પણ મળશે. માતાઓને મળવા ઈચ્છતાં માતાનાં સગાંસંબંધીઓ રજાના દિવસે નિયત કરેલા સમયે માતાઓની મુલાકાત મુલાકાત-ખંડમાં લઈ શકશે. માતા રજા પર જાય ત્યારે તેનું ઘર સંભાળી લેવા અને ભવિષ્યમાં કોઈ માતાની જગ્યા ખાલી પડે તે તે પૂરવાને માટે ગ્રામમાં બે માથી પણ રાખવામાં આવશે. માથી ભાવિ માતા તરીકે ઉમેદવાર બનીને આ રીતે તાલીમ અને અનુભવ મેળવશે. માતાની સર્વવિધ સલામતી માટે પૂરતી વ્યવસ્થા અને તકેદારી રાખવામાં આવશે. એ અંગે સમગ્ર બાલગ્રામ વિભાગનું સંચાલન કરવા માટે એક કુટુંબવાળા અનુભવી સગૃહસ્થને સંરક્ષક તરીકે મૂકવામાં આવશે. તે સૌની દેખભાળ કરશે તેમ જ માર્ગદર્શન આપશે. માતાને માટીબહેન તરીકે બાળકો સંબોધન કરશે. નિવૃત્તિ વખતે માતાઓ નિવૃત્તિઘરમાં સ્થાન મેળવી શકશે. માતાઓને સગવડ પડે તે માટે ઘરદીઠ ગેસની સગડી (કૂકર) આપવામાં આવશે. શિશુસંવર્ધન વિભાગમાં દોઢ માસથી બે વર્ષનાં બાળકોને ઉછેરવામાં આવશે. અહીં ૧૦ બાળકો અને ૨ ધાત્રી તથા એક મદદનીશ હશે. શિશુ બે વર્ષનું થતાં પરિવારના ઘરોમાં અપનાવી લેવામાં આવશે. બાળકો માટે એક શિક્ષણ વિભાગ ચલાવવામાં આવશે. તેમાં બાળવિકાસ ઘટક તરફથી પૂર્વપ્રાથમિક અને પ્રાથમિક વિભાગથી શરૂ કરી ક્રમે ક્રમે માધ્યમિક શિક્ષણની સગવડ પણ આપવામાં આવશે. સાથેોસાથ એક ઉદ્યોગ વિભાગ પણ ચલાવવામાં આવશે. આ બેઉ વિભાગના અભ્યાસક્રમ બાળકના ભાવિ વનઘ તર અને ભાવિ વ્યવસાયને અનુલક્ષીને ઘડવામાં આવશે. પરિવાર વભાગમાં સર્વ કામકાજ ગુજરાતી ભાષામાં થશે. શિક્ષણ વિભાગમાં અનુક્રમે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી મહત્ત્વ પ્રમાણે શરૂઆતથી જ શીખવવામાં આવશે. શિશુવાડી તેમ જ શાળામાં બાળગ્રામની બહારનાં બાળકોને પણ દાખલ કરવામાં આવશે. સમય આવતાં બાલગ્રામમાં ઉછરેલાં ૧૬ થી ૨૧ વર્ષનાં યુવક - યુવતીએ તરૂણ વિભાગની યોજનામાં દાખલ થઈ શકશે. ગ્રામ સર્વધર્મ સમાનતાની ભાવના પર કામ કરશે. ગ્રામમાં સ્વાશ્રયને ઉત્તેજન આપવાનો આગ્રહ રાખવામાં આવશે. આ સર્વ યોજનાઓના
બાળક પ્રત્યે નિર્મળ પ્રેમ. ઘરરખ્ખુ, ઘરનાં સર્વ કામકાજમાં રસ, સુઝ, આવડત. ઉમ્મર—સામાન્ય રીતે ૩૦થી ૪૦ વર્ષના ઠરેલ બેન આવાં કાર્યમાં વધુ ન્યાય આપી શકે. છતાં એથી નાની ઉંમરની બેન પણ યોગ્ય જણાશે તો આ યોજનામાં જોડાઈ શકશે. તંદુરસ્ત અને ખડતલ નિ:સંતાન વિધવા ( અનિવાર્ય સંજોગામાં એક બાળકની માતા). બાલઉછેરના પોતાના કુટુંબમાં અનુભવ. બાળકો સાથે ધીરજ, પ્રેમ, સહિષ્ણુતા, સમજપૂર્વક આનંદથી કામ કરી શકે. ધાર્મિક, સામાજિક અને રાજકીય વિચારોમાં ઉદારતા. ગુજરાતી ભાષા સારી રીતે બાલી, વાંચી, લખી શકે. ગુજરાતી ૭થી ૧૧ ધોરણ સુધી અભ્યાસ. હિંદી સમજી બાલી શકે. અંગ્રેજીનું જ્ઞાન આવકારપાત્ર ધરખર્ચના હિસાબ રાખી શકે. મીઠાશ અને વ્હાલભર્યું વ્યકિતત્વ. અન્ય સગાંઓની દખલ ન હોય. અન્ય માતાએ અને પડોશીએ સાથે હળીમળીને રહી શકે. બાળઉછેર કેવી રીતે કરવા અને ઘરની સંભાળ કેવી રીતે રાખવી તેની પૂર્વ તૈયારી માટે ૩ માસની માતૃતાલીમ લઈ શકે એવી ગ્રહણશકિત. બાળકોના અભ્યાસમાં અને રૂચિમાં રસ લઈ શકે અને માર્ગદર્શન આપી શકે. ૪ થી ૮ જેટલી સંખ્યાનાં બાળકોની માતાનું સ્થાન લેવા સિવાય જીવનમાં બીજી કોઈ મહત્ત્વાકાંક્ષા ન હોય. આ કાર્યમાં પોતાની કૃતાર્થતા સફળતા, સંતોષ અને સુખ છે, પ્રભુભકિત છે, દેશસેવા છે, માનવતાની પૂજા છે એવી શ્રદ્ધા હોય.
ભંડોળ અંગે
માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક લવાજમ આપી. રોકડ રકમ ઉપરાંત જૂની નવી ઉપયોગી વસ્તુઓ આપી કે સાધના મેળવી આપી: દાખલા તરીકે : કાપડ, વસ્ત્રો, વાસણ, અનાજ, ફળ, દુધ, રાચરચીલું, પુસ્તકો, રમતગમતનાં સાધનો, ઉદ્યોગનાં ઓજારો.
આ સહકાર્યમાં સૌ નીચે મુજબ યથાશકિત સહાય કરી શકે છે: (૧) એક કે તેથી વધુ બાળકોના ભાજનનું ખર્ચ એક માસ કે તેથી વધુ માસ કે વર્ષ સુધી ઉપાડી લઈ.
(૨) એક કે તેથી વધુ બાળકનાં જરૂરી પુસ્તકો અને અભ્યાસનું ખર્ચ એક માસ કે તેથી વધુ માસ કે વર્ષ સુધી ઉપાડી લઈ.
(૩) એક કે તેથી વધુ બાળકના ભાજન તેમજ અભ્યાસ
અંગેનું પૂરું ખર્ચ એક માસ કે તેથી વધુ માસ કે વર્ષ સુધી ઉપાડી લઈ.
જવાબદારી એક માસ કે તેથી વધુ માસ કે વર્ષ માટે ઉપાડી લઈ, ફલ પાંદડી : નીચે બતાવ્યા મુજબના ટેકો આપીને બાળકના હિતસ્ત્રી બનવા વિનંતિ છે:
શુભેચ્છા... રૂપિયા ૫ ભાંડુ સ્નેહી રૂપિયા ૧૨ મિત્ર રૂપિયા ૨૫ સંબંધી રૂપિયા ૫૦
વડીલ સ્વજન રક્ષક
...
વિષયસૂચિ
બાલવિકાસ ઘટક યોજના: ૧૯૬૬ થી ૧૯૭૫
શ્રી જ્યપ્રકાશ નારાયણ : જ્યપ્રકાશની વિચારણા, વિવિધ રંગોવાળુ વ્યકિતત્ત્વ.
મેહ વર્તમાન રાષ્ટ્રીય પરિસ્થિતિ પ્રકીર્ણ નોંધ : મુંબઈ માથે તેાળાઈ રહેલ પાણીની કટોકટી, કચ્છ– બીદડાના સાધુપુરૂષ વેલજીભાઈના દુ:ખદ દેહવિલય, ગાંધીજી અને મજૂર પ્રવૃત્તિ, કાનૂની આદર અંગેની આજની પરિસ્થિતિ, ભારતની બહેનોને કાયદાએ આપેલી સમાનતા અને આજની વાસ્તવિકતા, ડા. એન. એમ. શાહે ‘પ્રબુદ્ધજીવન’ પ્રત્યે દાખવેલી
મમતા. મહાપ્રસ્થાનના પથ પર - ૧૨
રૂપિયા રૂપિયા
રૂપિયા રૂપિયા
દાદા ધર્માધિકારી ગીતા પરીખ
૧૭૭ ... [ad...
૧,૦૦૦ મ ૫૦૦૦
પૃષ્ઠ
પ્રબેાધકુમાર સંન્યાલ
= ? =
ચીમનલાલ ચકુભાઈ શાહ ૫૮
પરમાનંદ
૬૦
૬૩
2