SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો વાર્ષિક વૃત્તાંત-ઈ. સ. ૧૯૬૫ પુસ્તકો પણ ઉમેરવા ૮૬-૫૭નાં નવાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ગત વર્ષને વૃત્તાંત રજુ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સંઘ ઈ. સ. ૧૯૬૬ ના પ્રારંભ સાથે ૩૮મા વર્ષમાં પ્રવેશી ચૂકેલ છે. આપણે સંઘ ૩૭ વરસથી એકયકત વાર ના વાત નથી, બલ્ક ગૌરવ- યુકત વાત છે. આપણે સંઘ શહેરની અન્ય ઘણી સંસ્થાના પ્રમાણમાં નાને હશેએનું ભંડોળ ઓછું હશે, એની પ્રવૃત્તિ મર્યાદિત હશે, પણ એ તે જેમ સાગરને એની વિશિષ્ટતા છે, તો ખળખળ વહેતા મધુર ઝરણાંને પણ એની કોઈ અનેખી વિશિ તા છે તેના જેવું છે. અને સંઘને જ્યારે જયારે વાર્ષિક વૃત્તાંત લખાય છે ત્યારે સંધના પાયા જેમણે ઊંડા નાંખ્યા છે તેવા સદ્ગત શ્રી મણિભાઈનું સ્મરણ હંમેશ થાય છે. તેમણે પેટાવેલી જ્ઞાનની જયોત, તેમણે પ્રસરાવેલી સેવાની સુવાસ, અમારી અપશકિત વડે પણ જારી રાખવાને યત્કિંચિત પ્રયત્ન અમે ગત વર્ષ દરમિયાન કર્યો છે. આમ છતાં ગત વર્ષની પ્રવૃત્તિ બધી રીતે સંતોષકારક અમે કહી શકતા નથી–કારણ, પ્રવાસ-પરિભ્રમણ, જે સંધની હંમેશા આકર્ષક પ્રવૃત્તિ રહી છે, તે ગત વર્ષ દરમિયાન અમે બીલકુલ કરી શક્યા નથી. આથી થોડા સંકોચ સાથે અમે આ વૃત્તાંત આપની સમક્ષ રજુ કરીએ છીએ. આ વૃત્તાંત કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૨૬-૬-૬૫ ના રોજ મળી ત્યારથી આજ સુધી એટલે કે તા. ૧૮-૮-૬૬ સુધીને છે, જયારે વહીવટી દષ્ટિએ ૧લી જાન્યુઆરી ૧૯૬૫ થી ૩૧ ડીસેમ્બર ૧૯૬૫ સુધી છે. પ્રબુદ્ધ જીવન” ગત વર્ષ દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિઓ, પર્યટન- પ્રવાસ સિવાય એકસરખી ચાલુ રહી છે. સંઘનું ગૌરવવનું મુખપત્ર પ્રબુદ્ધ જીવન વધુ ને વધુ લોકચાહના મેળવતું થયું છે અને એમાં પ્રગટ થતાં લખાણે કોઈ એક સંપ્રદાય કે પક્ષના પ્રચારક ન રહેતાં સમાજને સત્યમ્ શિવમ --સુન્દરમ્-અભિમુખ કરે તેવા હૃદયસ્પર્શી રહ્યાં છે. પ્રબુદ્ધ જીવન ચલાવવા પાછળ સંધની એક ઉચ્ચ અને આદર્શ દષ્ટિ રહી છે, એટલે જ પ્રબુદ્ધ જીવન એક પ્રાણવાન પત્ર તરીકે પત્રકારત્વની દુનિયામાં પંકાયું છે અને વિશાળ સમાજનાં વિવિધ ક્ષેત્રે કામ કરતા અનેક ભાઈ બહેનની શુભેચ્છા આ પત્રને મળતી રહે છે. વળી પ્રબુદ્ધ જીવનને જાહેરખબર લઈ નીચી • કક્ષા ઉપર લઈ જવાને અમે કદિ વિચાર કર્યો નથી, એટલે સ્વાભાવિક છે કે, સંઘને પ્રબુદ્ધ જીવનની આર્થિક ખોટ સારી એવી આવે. આમ પ્રબુદ્ધ જીવનને પક્ષે આર્થિક ચિંતા હંમેશની છે જ, ગત વર્ષ દરમિયાન પણ પ્રબુદ્ધ જીવનને રૂ. ૪૩૪૦-૬૦ ની આવક થઈ છે, જ્યારે રૂ. ૮૨૬૫-૦૯ નો ખર્ચ થયે છે, પરિણામે રૂા. ૩૯૨૪-૪૯ ની ખોટ આવેલ છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના રૂા. ૧૫૦૦-૦૦. મળે છે તે જો ન ગણીએ તે ખોટ રૂા. ૫૪૨૪-૪૯ ની ગણાય. પ્રબુદ્ધ જીવન મૌલિક ચિન્તનપ્રેરક પત્ર તરીકે આગવું સ્થાન ધરાવે છે અને એ માટે બધો જ યશ પ્રબુદ્ધ જીવનના તંત્રી અને સંપાદક શ્રી પરમાનંદભાઈને જાય છે. પરમાનંદભાઈ પછી પ્રબુદ્ધ જીવનનું શું? આ પ્રશ્ન ફકત અમને જ નહિ પણ પંડિત સુખલાલજી અને કાકાસાહેબ કાલેલકર જેવાને પણ થાય છે. પણ ૧૯૬૪ના નવેમ્બરમાં જ્યારે આ પત્રની રજતજયંતી ઉજવાઈ ત્યારે પરમાનંદભાઈ પછી પ્રબુદ્ધ જીવનને વારસે સંધના ગૌરવસમા શ્રી ચીમનલાલ ચકુભાઈ સંભાળશે એવું પંડિત સુખલાલજીએ સૂચન કર્યું ત્યારે તાળીઓના ગડગડાટથી એ સૂચનને વધાવી લેવામાં આવ્યું હતું. શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય શ્રી મુંબઈ જન યુવક સંધ હસ્તક ચાલતું આ વાચનાલય અને પુસ્તકાલય મધ્યમવર્ગનાં ભાઈબહેનો અને બાળકો માટે એક આશીર્વાદરૂપ રહ્યું છે. આ જ્ઞાનપરબને અનેક ભાઈબહેને લાભ ઉઠાવે છે. પુસ્તકાલયને લાભ લેનારની સંખ્યા ૩૫૦ આસપાસની રહી છે, જ્યારે વાચનાલયને સવારસાંજ મળીને લગભગ ૧૨૫ ભાઈએ લાભ લે છે. અહિં કુલ્લે ૧૦૩ સામચિકે આવે છે. ગત વર્ષ દરમિયાન રૂ. ૭૮૬-૫૭નાં નવાં પુસ્તકો પણ ઉમેરવામાં આવ્યા છે. પુસ્તકાલયમાં એક ગાંધીસાહિત્યના વિભાગ પણ ઊભો કર્યો છે. પુસ્તકાલયને એક આદર્શ પુસ્તકાલય બનાવવાનું સ્વપ્ન છે, પણ એને વિકાસ જોઈએ એવો થતા નથી, કારણ જગ્યાને પહોળી કેમ કરવી? જગ્યા તે જે હતી વર્ષો પહેલાં તે જ આજે છે. આપણે કોઈ મોટી જગ્યા માટે ફંડફાળે કર્યો નથી. કોઈના કાને આપણે આ વાત પણ નાખી નથી. સંઘના સભ્યો તથા તેના શુભેચ્છકો જો ધારે અને કાર્યવાહીના સભ્ય ગંભીરપણે વિચારે, તે એકાદ ચેરીટી શો કરીને પણ લાખેક રૂપિયા ભેગા કરી શકાય અને એકાદ વિશાળ હોલ લાયબ્રેરી તથા સંઘ માટે મેળવી શકાય. ખેર, આ આજે નહિ પણ ભવિષ્યમાં પણ થશે તે સંઘની પાછળ જેમણે આત્મા રેડે છે એમના આત્માને પરમ સંતોષ થશે. આ વાચનાલય અને પુસ્તકાલયની પ્રવૃત્તિના સંચાલને પાછળ ગત વર્ષ દરમિયાન રૂ. ૭૦૨૦–૨ને ખર્ચ થયો છે, જયારે આવક રૂા. ૩૪૬૧–૨૦ ની થઈ છે. એટલે રૂ. ૩૧૫૯-૭૨ ની ખોટ આવી છે. આગલા વર્ષોની રૂા. ૮૨૫૨-દરની ખોટ ઊભી છે તેમાં આ ખેટ ઉમેરતાં રૂ. ૧૧૪૧૨-૩૪ની કુલ્લે ખેટ થાય છે. સંઘે એના. ફાળામાંથી રૂા. ૫૦૦૦ વાચનાલય અને પુસ્તકાલયને ભેટ આપ્યા. એટલે હવે ખેટ રૂા. ૬૪૧૨-૩૪ની ઊભી રહે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા સંઘની ત્રિવેણી સંગમ જેવી ત્રણ પવિત્ર પ્રવૃત્તિ તે પ્રબુદ્ધ જીવન, વાચનાલય અને પુસ્તકાલય અને ત્રીજી પ્રવૃત્તિ પર્યુષણ વ્યાખ્યાનમાળા.. પર્યુષણ વ્યાખ્યાનમાળા વરસેથી ચાલે છે અને આજે તે વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ ફાલી ફ_લી છે. શહેરમાં અન્ય સંસ્થાઓ પણ વ્યાખ્યાનમાળા જતી થઈ છે એ આપણી વ્યાખ્યાનમાળાનું જ સુંદર ફળ લેખી શકાય. ગત વર્ષ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૩ ઓગસ્ટથી તા. ૩૦ ઓગસ્ટ એમ આઠ દિવસ માટે અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ યુ. ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. શરૂઆતના પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ બ્લેવસ્કી લાં જમાં અને પાછળના ત્રણ દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ગોઠવવામાં આવી હતી. નિયત કાર્યક્રમ મુજબ સર્વ વ્યાખ્યાતાઓ ઉપસ્થિત થયા હતા અને પિતાના વિષયને તેમણે પૂરો ન્યાય આપ્યું હતું. પ્રે." ઝાલાસાહેબે આઠે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું અને પ્રત્યેક વ્યાખ્યાન અંગે જરૂરી ટીકા ટીપ્પણી કરીને પ્રમુખ તરીકેની જવાબદારી તેમણે પૂરી નિષ્ઠાથી અદા કરી હતી. આ માટે સંઘ તેમને ખૂબ જ ત્રણી છે. આ વખતની વ્યાખ્યાનમાળાના વકતાઓની પસંદગી બહુ ઉચ્ચ કોટિની કરવામાં આવી હતી જેમાં સમાવેશ થાય છે. શ્રી ઢેબરભાઈ, સ્વામી રંગનાથાનંદ, શ્રી રજનીકાન્ત મેદી, સ્વામીશ્રી પ્રણવતીર્થ, સૌ. મૃણાલિની દેસાઈ, શ્રી વી. એસ. પાળે, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી વસંતરાવ નારગેળકર, આચાર્યશ્રી યશવંત શુકલ, પાચાર્ય મનુભાઈ પંચોળી, પ્રદ્યાજિકા આત્માણ, શ્રી ઉમાશંકર જોષી વગેરેને. વ્યાખ્યાનમાળાના આખરી દિવસે સંગીતકાર અને ભજનિક પંડિત દેવેન્દ્રવિજયે શ્રોતાઓને ડોલાવ્યા હતા. - વૈદ્યકીય રાહત સંધ તરફથી વૈદ્યકીય રાહતની પ્રવૃત્તિ નાના પાયા ઉપર ચાલે છે જેમાં જૈન જૈનેતરના કોઈ ભેદભાવ વિના સૌને લાભ આપવામાં છે. વૈદ્યકીય રાહતનાં સાધને પણ સંઘના કાર્યાલયમાં રાખવામાં
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy