SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૧૬ રહેતો નથી. આ દલીલને કોઈ એમ જવાબ આપી શકે છે કે અગ્નિને વાયુ સાથે અવિનાભાવ સંબંધ માની લે એ બરોબર નથી, કારણ કે ઈલેકટ્રીક લાઈટ એક પ્રકારને અગ્નિ જ છે અને એમ છતાં તેને ટકવામાં વાયુની કોઈ જરૂર રહેતી નથી. પણ આ વૈજ્ઞાનિક ચર્ચામાં આપણે ન ઉતરીએ. અહિ એટલું જ જણાવવું પૂરતું છે કે, આ રીતે વિચારીને પણ આચાર્ય તુલસી ધ્વનિવર્ધક યંત્રને ઉપયોગ શરૂ કરે અને એ રીતે એમના તેજસ્વી સાધુસાધ્વી વૃંદ માટે લાઉડસ્પીકરના ઉપયોગને માર્ગ મોકળે કરે એ અત્યન્ન આવશ્યક છે. તેમનું જીવન પ્રચારલક્ષી છે; વિચારપ્રચાર તેમના જીવનને મુખ્ય વ્યવસાય છે અને આ માટે સીધી કે આડકતરો તારટપાલને પૂરો ઉપયોગ, મુદ્રણ પ્રકાશન અને તરેહતરેહના સમારોહનાં આયોજન તેઓ કરી રહ્યાં છે. આ પરિસ્થિતિ સાથે લાઉડસ્પીકરને ઉપયોગ કરવાનો ઈનકાર કોઈ પણ રીતે બંધબેસતો નથી. અને આ પગલું ભરતાં તેમને અનુયાયી વર્ગ વિરોધ કરશે એમ માની લેવાને કશું જ કારણ નથી. ઉલટું તેઓ તો આ નવા પ્રસ્થાનને આવકારે એ વધારે સંભવિત છે. હું સમજો છું ત્યાં સુધી તેમને સાધુસાધ્વીવૃંદ પણ આ ને ઝંખી રહ્યો છે. તો આ ધ્વનિવર્ધક યંત્રને અપનાવવામાં તેઓ હવે જરા પણ વિલંબ ન કરે એવી તેમને પ્રાર્થના છે. ‘ત્રિભુવન તિલક: ભગવાન મહાવીર ચરિત્ર' આ એક મહાકાવ્ય છે અને તેના રચયિતા શ્રી હીરાચંદ ક. ઝવેરી છે. આ મહાકાવ્ય ૨૪ સર્ગોમાં વહેંચાયેલું છે અને તેમાં ભગવાન મહાવીરના ગર્ભધારણથી માંડીને નિર્વાણ સુધીની જીવનકથા આલેખવાનો પ્રયત્ન છે. આ મહાકાવ્યની આલોચના કરવા પહેલાં કાવ્ય-રચયિતાને થોડે પરિચય આપવો જરૂરી છે. ભાઈ હીરાચંદભાઈ સૂરતના વતની છે. વ્યાપારઉદ્યોગના કારણે તેઓ વર્ષોથી મુંબઈમાં વસે છે. આજે તેમની ઉમ્મર ૬૫ વર્ષની છે. તેમનું ભણતર મેટ્રિક સુધીનું છે. સંયેગવશાત્ તેઓ ભણતરમાં આગળ વધી ન શક્યા. પણ જીવનના પ્રારંભથી સાહિત્ય તરફ તેમનું ખૂબ જ વલણ રહ્યું છે. સંસ્કૃત સાહિત્યના તેઓ સારા અભ્યાસી છે; જૈન ધર્મનું પણ તેમણે ઊંડું અધ્યયન કર્યું છે. આશરે ૪૦ વર્ષ પહેલાં પ્રીન્સીપાલ એફ. ડબલ્યુ. બેઈનની એક નવલિકાને ગુજરાતી અનુવાદ. મારા જોવામાં આવેલ. આ અનુવાદ કરનારનું નામ હતું શ્રી હીરાચંદ ઝવેરી. ભારતીય સંસ્કૃતિને પચાવનાર અને અપનાવનાર પ્રીન્સીપાલ બેઈનની આ નવલિકા અનુવાદ કરવા પ્રેરાય એવા આ હીરાચંદ ઝવેરી કોણ હશે તેનું તે વખતે મને ભારે કુતુહલ થયેલું, પણ એ દિવસોમાં તેમની સાથે કોઈ સંપર્ક સધાયલ નહિ. હમણાં ખબર પડી કે તેમણે ૧૯૨૩-૨૪ આસપાસના સમયમાં પ્ર, બેઈનની એક નવલિકા નહિ પણ પાંચ નવલિકાના અનુવાદ કર્યા હતા–જેનાં નામ છે સંસારસ્વપ્ન, મૃગજળ, જગન્માદિની, નટરાજ, નાગકન્યા. આજથી ૧૬ પુત્રી કુ. ઈદુકલાબહેન એમ. એ.ની પરીક્ષા પસાર કરીને પોતાના પી. એચ. ડી.ના અભ્યાસ માટે ૧૯૫૧માં તેમના પિતાશ્રી સાથે અમદાવાદ ગયા અને પંડિત સુખલાલજી સાથે રહેવા લાગ્યા, 'એ જ અરસામાં અમદાવાદ ખાતે પંડિતજીને મળવા જવાનું બનતાં બહેન ઈન્દુકલાને અને તેના અનુસંધાનમાં તેમના પિતા હીરાચંદભાઈને પરિચય થયો, અને તેમના સાહિત્ય-શેખ અને જ્ઞાનપાસનાની જાણકારી થતાં મારા દિલમાં તેમના વિશે ઊંડો આદર પેદા થયો. ઈન્દુકલાબહેન તો પછી ૧૯૫૩ની સાલમાં બહુ યશસ્વી રીતે પી. એચ. ડી. થયાં અને અમદાવાદની હ. કા. આર્ટસ કોલેજમાં અધ્યાપિકા તરીકે જોડાયાં, પણ હીરાચંદભાઈ તે મુંબઈમાં રહેતા હોવાથી તેમને અવારનવાર મળવાનું ચાલુ રહ્યું. તેમણે ૧૯૫૧ની સાલમાં ઓમર ખય્યામની રુબાયતનું ‘મયખાનું એ નામથી ભાષાન્તર કર્યું છે અને એ પુસ્તકાકારે પ્રગટ થયું છે. આ ભાષાન્તર મારા વાંચવામાં આવ્યું અને એ ભાષાન્તર મૂળની છાયાને બહુ સુન્દર રીતે પ્રતિબિબિત કરે છે એવી મારા મન ઉપર છાપ પડી. આ જ પ્રમાણે એ વર્ષો દરમિયાન તેમણે “મેઘદૂત'નું પણ ભાષાન્તર કર્યું હતું, જે બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થઈ ચૂકયું છે. આ ‘ત્રિભુવન તિલક' મહાકાવ્ય રચવાને હીરાચંદલાઈએ ૧૯૨૫-૨૬ આસપાસ પ્રારંભ કરેલે, પણ એકાદ સર્ણ લખાયા બાંદ અધુરૂં રહેલું. પાંચ સાત વર્ષ બાદ વળી તેમણે આ કામ હાથમાં લીધું અને નવ સર્ગ સુધી પહોંચાડયું. વળી પાછો લાંબા ગાળે પડયો. વ્યાપારક્ષેત્રે તેમજ કૌટુંબિક ક્ષેત્રે તેમણે ઘણી લીલી-સુકી જોઈ છે, અને તેથી ચિત્તની સ્વસ્થતા અને એકાગ્રતાની અપેક્ષા ધરાવતા આવા કાર્યને પૂર કરવામાં ખાંચા પડ્યા કરે તે સ્વાભાવિક છે. તેમનો યુવાન પુત્ર ભાઈ રજનીકાન્ત ની ૧૯૪૮માં માંદગી શરૂ થઈ અને હવાફેર માટે તેને નાસિક લઈ જવો પડે અને લગભગ એક વર્ષ હીરાચંદભાઈને તેની સાથે નાસિક રહેવું પડયું તે દરમિયાન આ કાર્ય તેમણે પૂરું કર્યું. સમાન્તરે ૧૯૫૩ની સાલમાં તાજેતરમાં જેણે સેલીસીટરની પરીક્ષા પસાર કરી હતી તે ભાઈ રજનીકાન્તનું લાંબી માંદગીના પરિણામે અવસાન થયું અને આ ઘટના હીરાચંદભાઈ માટે ભારે મર્મદાકારક બની. ઉપર જણાવ્યા મુજબ પૂર્ણાહુતિને પામેલાં મહાકાવ્યનું તેઓ પઠન પાઠન કરતા રહ્યા, તેમાં પારવિનાના સુધારાવધારા કરતા રહ્યા, અને એ રીતે આખું કાવ્ય તેમણે ફરી ફરીને ચાર વાર લખ્યું. કેટલાક સર્ગ આમૂલ છંદ બદલીને તેમણે નવા જ લખ્યા. આમ વર્ષોભરના મઠારણના પરિણામે આ મહાકાવ્યની પ્રકાશન-મોગ્યતા અંગે તેમને જ્યારે પૂરો સંતોષ થયો ત્યારે જ તેમણે આ મહાકવ્યને છપાવવાનું કાર્ય હાથમાં લીધું. આ રીતે તૈયાર થયેલું મહાકાવ્ય આજે આપણને પુસ્તક રૂપે પ્રાપ્ત થવા પામ્યું છે. - વ્યાપાર અને ઉદ્યોગ સાથે યૌવનના પ્રારંભથી આજ સુધી જોડાયેલી એવી એક વ્યકિત આવું. એક મહાકાવ્ય નિર્માણ કરી શકે રએ આ કૃતિની ભારે વિસ્મયકારક વિશેષતા છે. આ છે એક આડપ્રવૃત્તિ તરીકે હીરાચંદભાઈની કાવ્ય અને સાહિત્ય પ્રત્યેની સતત અભિમુખતાનું, અખંડ જ્ઞાનપાસનાનું અને ભગવાન મહાવીર વિના અનવરત ચિન્તન અને ટણનું પરિણામ. આ ઉપરાંત તેમના હાથે લખાયેલું પણ મોટા ભાગે અપ્રગટ એવું સાહિત્ય ઠીક પ્રમાણમાં એકઠું થયું છે. આ ‘ત્રિભુવન તિલક મહાકાવ્ય પ્રગટ થયા પહેલાં તેને એક સર્ગ દોઢ પોણાબે વર્ષ પહેલાં ઉજવાયલી પ્રબુદ્ધ જીવનની રજતજ્યન્તીને લગતા વિશેષ અંકમાં પ્રગટ થઈ ચૂકી છે. તેથી પ્રબુદ્ધ જીવનના વાચકો તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આ મહાકાવ્યથી સાવ અપરિચિત નથી. આ કાવ્યમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાને પૂર્ણપણે વફાદાર એવું ભગવાન મહાવીરના ચરિત્રનું નિરૂપણ કરવડમાં આવ્યું છે. હીરાચંદભાઈએ સંસ્કૃત સાહિત્ય બહોળા પ્રમાણમાં વાંચ્યું છે. તેનું પરિણામ એ આવ્યું છે કે સહજ-સુબોધ નહિ એવા સંસ્કૃત શબ્દોને આ રચનામાં ઠીક પ્રમાણમાં ઉપયોગ થયો , છે અને તેથી કોઈ કોઈ ઠેકાણે સામાન્ય વાચકને આ કાવ્ય વાંચતાં દુર્બોધતાને અનુભવ થવા સંભવ છે. :ણ જેઓ સંસ્કૃત કાવ્યસાહિત્યથી પરિચિત છે તેમના માટે આ મહાકાવ્યનું વાચન અત્યન્ત પ્રેરક અને આનંદપ્રદ નીવડવા સંભવ છે. રચયિતા હીરાચંદભાઈ ભગવાન મહાવીર પ્રત્યેના ઊંડા ભકિતભાવથી પ્રેરિત અને પ્રભાવિત છે અને તેને ઉલ્લાસ : કાવ્યમાં જ્યાં ત્યાં અનુભવગોચર થાય છે. જાણે કે રઘુવંશ કે કમારસંભવ વાંચતા હોઈએ એવો અનિંદઉન્મેષ ૨૫ કાવ્યની વાંચનદ્વારા આપણે અનુભવીએ છીએ. કેટલાક ઠેકાણે કાવ્યધારા જળધારાની માફક સરળપણે વહી જતી લાગે છે. ગુજરાતી ભાષામાં ભગવાન મહાવીરના ચરિત્ર ઉપર રચાયલું એવું અન્ય મહાકાવ્ય મારા જોવામાં આવ્યું નથી. ગદ્ય કરતાં પદ્યને ભાવ ગ્રહણ કર હંમેશા વધારે મુશ્કેલ છે, તેથી જે કોઈ આ મહાકાવ્ય ધીરજથી વાંચશે અને તેનું અવારનવાર પુનરાવર્તન કરશે તે આ મહાકાવ્યની ગેયતાને ઉત્કટપણે માણી શકશે. ભગવાન મહાવીરના ભવ્ય ચરિત્રને આ રીતે કાવ્યમાં ઉતારવા માટે શ્રી હીરાચંદભાઈને અનેક ધન્યવાદ ઘટે છે. મહાવીર પ્રત્યે ભકિતભાવ આદર ધરાવતા સર્વ કોઈને આ મહાકાવ્યનું પારાયણ કરવા અને બને તે વસાવવા આગ્રહપૂર્વક અનુરોધ છે. આ મસ્તકને ઉઠાવ તથા મદ્રણ સુન્દર અને આકર્ષક છે. આ પુસ્તકની કિંમત રૂા. ૭-૫૦ છે અને મેસર્સ એન. એમ. ત્રિપાઠીને ત્યાંથી મળી શકે તેમ છે. "પરમાનંદ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy