SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૭-૧૬ ચાલીએ છીએ અને એ રીતે પ્રવાસ કરીએ છીએ, પણ આખા સમાજ પગપાળા ચાલી ન જ શકે. અમારો આદર્શ કેવળ પ્રેરક રૂપમાં છે. અમે અણુવ્રતના માધ્યમથી એક એવી શ્રેણી કાયમ કરવા માંગીએ છીએ કે જે સમાજમાં રહેતા હોવા છતાં શુદ્ધ હોય. એ સાધુ અને ગૃહસ્થા વચ્ચે એક કડીનું કામ કરશે. આવી કેટલીક વ્યકિતઓ તૈયાર પણ થઈ છે.’ ,, યજ્ઞદત્ત : “ અહિંસા સંબંધી આપના વિચાર બહુ જ ઉપયોગી છે. તેને વ્યાપક પ્રચાર થવા જોઈએ. " પ્રમુખ જીવન રતનલાલ જોશી : રૂઢિગત પરંપરાઓને બદલવાનું આપે જેસાહસ કર્યું છે તે અજોડ છે.” આજ સુધી, અણુવ્રત આંદોલન સામાન્ય જનતાની નૈતિક શુદ્ધિને અનુલક્ષીને અને તત્પુરનું સીમિત રાખીંને ચલાવવામાં આવતું હતું. ઉપર આપેલી ચર્ચા એમ દર્શાવે છે કે આચાર્ય તુલસી હવે આવ્રત આંદોલનદ્વારા વધારે વ્યાપક પ્રશ્નો અને સમસ્યાઓને સ્પર્શવા ઈચ્છે છે. આ નવા પ્રસ્થાન માટે આચાર્ય તુલસીને ધન્યવાદ ઘટે છે, કારણ કે અણુવ્રત–વિચાર સમગ્રને ન સ્પર્શે ત્યાં સુધી અધુરો જ રહેવાના હતા. આચાર્યશ્રીએ ઉપરના વિચારો દર્શાવીને સમગ્રને સ્પર્શવાના પ્રયત્ન હાથ ધર્યો છે. આચાર્યશ્રીએ પેાતાના વિચારો ગાંધીજી અને વિનોબાજીના નામ સાથે જોડાયલી સર્વોદય અને પ્રતિકારલક્ષી વિચારધારાને લક્ષમાં રાખીને રજૂ કર્યા છે. તો આ વિચાર પ્રસ્તુત વિચારધારાથી ક્યાં જુદા પડે છે તેની તારવણી કરવામાં આવે તો તે બન્ને સમજવામાં ઉપયાગી થશે. આ તારવણી નીચે મુજબ છે: (૧) અન્યાયને હૃદયપરિવર્તનના માધ્યમ દ્વારા મટાડવાનું કામ મહાવ્રતીનું છે. અણુવ્રતીની ક્ષમતાની બહારનું છે અને તેથી અણુવ્રતી દંડાવ્યવસ્થાના સ્વીકાર કરે છે, આદર કરે છે. બીજી બાજુએ સર્વોદયવાદી દંડવ્યવસ્થાનું અવલંબન ન લેતાં જાત ઉપર કષ્ટ નાતરીને સામી વ્યકિતના હૃદયપરિવર્તનની અપેક્ષાપૂર્વક અન્યાયના પ્રતિકાર કરે છે. (૨) અણુવ્રતી આવશ્યકતાવશ યુદ્ધ સ્વીકારે છે; સર્વોદયવાદી કોઈ પણ સંયોગમાં યુદ્ધનું સમર્થન કરી શકતો નથી. (૩) અણુવ્રતી આક્રમણ નહિ કરે, પણ જરૂર પડયે પ્રતિકાર કરી શકે છે. પ્રતિકાર અંગે હિંસાત્મક અને અહિંસાત્મક એવા ભેદને તે સ્વીકારતા નથી. તે પ્રતિકારમાત્રને હિંસાત્મક લેખે છે. (૪) રાષ્ટ્રમાં સેના ન હોય એવી સર્વોદયવાદીની ભાવના છે. અણુવ્રતી વ્યવહારની ભૂમિકા ઉપર ચાલે છે એટલે તે હંમેશાને માટે સેનાને આવશ્યક ગણે છે. (૫) સર્વોદયવાદી શાસનવિહીન સમાજનું સ્વપ્નું સેવે છે; અણુવ્રતી વ્યવસ્થાપ્રધાન એટલે શાસનયુકત સમાજની જ કલ્પના કરે છે. આ વિચારભેદ અથવા તો દષ્ટિભેદની ચર્ચા-આલોચના કરવાની જરૂર નથી. એક જૈનાચાર્ય આવા વ્યાપક પ્રશ્ન ઉપર ગંભીરપણે વિચાર કરતા થાય અને ગમે તેવી અધિકૃત વ્યકિતથી પોતે જ્યાં જ્યાં જુદા પડતા હોય ત્યાં ત્યાં જાહેર રીતે જુદો અભિપ્રાય રજૂ કરવાની હિંમત કરે એ સ્વત: અભિનન્દનીય અને આવકારપાત્ર છે. આપણે આશા રાખીએ કે આચાર્ય તુલસીનું ચિંતન આજની સર્વોદય વિચારધારાને સવિશેષ પૂરક તેમ જ પ્રેરક બનતું રહે. લાઉડ–સ્પીકરનો ઉપયોગ અને આચાર્ય તુલસી તા. ૧-૫-૬૬ના ‘જૈન ભારતી’માં તા. ૮-૨-’૬૬ ના રોજ શ્રી જયપ્રકાશ નારાયણ અને આચાર્ય તુલસી વચ્ચે ધ્વનિવર્ધક યંત્રલાઉડ સ્પિકર—ના ઉપયોગ સંબંધે થયેલી ચર્ચા અમુક રીતે ખાસ ધ્યાન ખેંચે તેવી હોઈને અહીં ઉદ્ભુત કરવાનું મન થાય છે. આ ચર્ચા નીચે મુજબ છે : વાર્તાપ્રસંગ દરમિયાન શ્રી જયપ્રકાશ નારાયણે આચાર્યશ્રીને પૂછ્યું : “ આપની પાસે હજારો લોકો આપને સાંભળવા આવે છે. h ૪૫ લાઉડસ્પીકર વિના એ લોકો આપને બરોબર સાંભળી શકતા નથી. આપ લાઉડસ્પીકરમાં શા માટે બોલતા નથી? એનું શું કારણ છે?” આચાર્યશ્રીએ જવાબ આપ્યો: “લાઉડસ્પીકરમાં નહિ બોલવાનું કારણ એ છે કે અમે આજ સુધી વીજળીના ઉપયોગ કર્યો નથી અને લાઉડસ્પીકરમાં વીજળીના ઉપયોગ થાય છે. એક વિચારધારા ' પ્રમાણે વીજળી અગ્નિ છે, પણ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે તે અગ્નિ નથી; તે તો કેવળ એક શકિત છે. તેનું પ્રમાણ આપતાં તેઓ જણાવે છે કે અગ્નિ વાયુના અભાવમાં ટકી શકતો નથી, જ્યારે વીજળી વાયુના અભાવમાં ટકી શકે છે. આને પૂરતું પ્રમાણ માનીને જો અમે વીજળીને અગ્નિ ન માનીએ તે પણ એક લાંબી પરંપરાને એકાએક બદલવાનું ઘણું કઠણ છે. જે ધર્મસંઘમાં લાખો અનુયાયીઓ હોય ત્યાં કોઈ પણ નિર્ણય લેતી વખતે જનમાનસનું ધ્યાન રાખવું આવશ્યક બની જાય છે. જયપ્રકાશ નારાયણે કહ્યું : “ઠીક છે, હવે મારી સમજમાં આવી ગયું. જનતાને સાથમાં લઈને જ કોઈ ક્રાંતિ કરી શકાય છે. આપની પાસે સાધુઓની એક તેજસ્વી શકિત છે. મને પૂરો વિશ્વાસ છે કે આપના પ્રયત્નોનું બહુ જલ્દિી સારૂં ફળ આવશે. Jy લાઉડસ્પીકરના ઉપયોગ - અનુપયોગ સંબંધમાં આચાર્ય તુલસીએ આપેલ જવાબમાં એક પ્રકારની કુશળતા રહેલી છે. આજે લાઉડસ્પીકરનો પોતાનાં પ્રવચન દરમિયાન ઉપયોગ કરવા માટે ચોતરફથી તેમના ઉપર ખૂબ દબાણ થઈ રહ્યું છે; આજના સમયમાં તેની ઉપયોગીતાના—અનિવાર્યતાના—તેમનાથી ઈનકાર થઈ શકે તેમ નથી, અને એમ છતાં, જો તેઓ લાઉડસ્પીકરના ઉપયોગ કરે તેા એની પોતાના આનુયાયી વર્ગ ઉપર ઘણી મોટી પ્રતિકૂળ અસર પડે એવા ભય તેએ સેવે છે. વસ્તુસ્થિતિ આવી હાઈને તેમણે જે જવાબ આપ્યો છે તે એવા દ્વિમુખી છે કે, જયારે પણ તેઓ આ બાબતમાં પલટવા માગે ત્યારે પ્રસ્તુત જવાબના આધારે તેએ સહજમાં પલટી શકે છે. આજ સુધીમાં આચાર્ય તુલસીએ એટલાં બધાં નવાં પ્રસ્થાન કર્યા છે અને તે પાછળ કોઈ શાસ્ત્રવિહિતતા કે પર પરાવિહિતના નથી પણ કેવળ લાભાલાભની—ોયઅકોયની—જ સમયલક્ષી દષ્ટિ રહેલી છે કે જેના જીવનમાં પ્રચારકાર્ય એક મહત્વનું અંગ છે તેવા એક ધર્માચાર્ય માટે આજે અનિવાર્ય બનેલા એવા લાઉડસ્પીકરનું અવલંબન લેતાં તેઓ શા માટે અચકાય છે તે સમજાતું નથી. આજે તેમનું એક એવું સ્થાન છે કે જે સ્થાનનું મહત્ત્વ અને અમુક અંશે અદ્રિતીયતા લક્ષમાં લેતાં તેમણે પોતાના હજારોની સંખ્યા ધરાવતા અનુયાયીઆને આ કે અન્ય કોઈ બાબતમાં સ્પષ્ટ દોરવણી આપવાની રહે છે, અને નહિ કે તેમનાથી તેમણે બીતા અને દોરવાતા રહેવું ઘટે છે. દરેક બાબતમાં પેાતાના અનુયાયીઓ શું ધારશે એવા જ માપદ ડથી જો પ્રમુખ ધર્માચાર્ય બાલવા ચાલવા તથા વર્તવાનું હોય તેા પછી તેમના હાથે કોઈ મહત્ત્વના અભિકમની–પાયાની ક્રાન્તિની આશા જ શી રીતે રાખી શકાય? આચાર્યશ્રીની ઉપરોકત દલીલને સામના કરવાને બદલે જયપ્રકાશજી તેમની દલીલને જાણે કે સ્વીકાર કરતા હોય એવા તેમના જવાબ છે. આ જોઈને ભારે આશ્ચર્ય થાય છે. કારણ કે તેમની સમગ્ર જીવનનીતિ અને પદ્ધતિ તે સમુદાય સાથે અથડાતા રહીને સ્પષ્ટ વાતા કહેવા સંભળાવવાની રહી છે. સંભવ છે કે આવી બાબતમાં આચાર્યશ્રી સાથે વાદવિવાદ કરવાનું તેમને ઠીક લાગ્યું ન હોય.. બાકી તો તેમના જવાબમાં આવા ઔપચારિક વિનય સિવાય બીજું કશું દેખાતું નથી. કારણકે આચાર્યશ્રીની વિચારણા મુજબ જયપ્રકાશજી પણ આજ સુધી ચાલ્યા હોત તે જયપ્રકાશજી જયપ્રકાશ નારાયણ જ ન હાત. લાઉડસ્પીકરના ઉપયોગ સંબંધમાં આચાર્યશ્રીએ જે વૈજ્ઞાનિક ખુલાસા રજૂ કર્યો છે તે તર્કસંગત લાગતે નથી. તેમણે એમ સૂચવ્યું છે કે અગ્નિ વાયુના અભાવમાં ટકી શકતા નથી અને વીજળી વાયુના અભાવમાં ટકી શકે છે, તેથી વીજળી અગ્નિ નથી, પણ એક શકિત છે અને તે રીતે વિચારતા લાઉડસ્પીકરનો ઉપયોગ વાંધાજનક
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy