________________
“, પ્રબુદ્ધ જીવન
તા.
૧-૭-૬૯
આપણા લોકોની ચમત્કારઘેલછા
હઠયોગી શ્રી એલ. એસ. રાવ મુંબઈ - મલાડની બાજુએ આવેલા મઢ ટાપુમાં એક આકામ ચલાવે છે. આ આશ્રમની જગ્યા ઉપર તા. ૧૨-૬-૬૬ રવિવારના રોજ હઠયોગના કેટલાક ચમત્કારિક પ્રોગે મુંબઈની જાહેર જનતા સમક્ષ રજૂ કરવાના છે એમ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રયોગમાં એક પ્રયોગ પગ ઉપર ટટ્ટાર રહીને પાણી ઉપર ચાલવાને હતો. આ માટે આશ્રમની ભૂમિ ઉપર ૨૦ ફીટ લાંબી, ૨૦ ફીટ પહોળી અને ૪ ફીટ ઊંડી એવી પાણીની એક ટાંકી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રયોગ અંગે સારા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવી હતી અને એ પ્રયોગે જોવા માટે રૂ. ૧૦૦ થી ૫૦૦ સુધીના દર રાખવામાં આવ્યા હતા, અને આટલા મોટા દર આપીને સંખ્યાબંધ સ્ત્રી-પુર આશ્રમની જગ્યા ઉપર એકઠાં થયાં હતાં. આ પ્રેક્ષક મંડળમાં મહારાષ્ટ્રની વિધાન સભાના સ્પીકર શ્રી ભારદે, વિધાન પરિષદના પમુખ શ્રી પાગે, બ્લીડ્ઝના તંત્રી શ્રી આર. કે. કરંજિયા, જાણીતા ક્રિકેટર શ્રી વિજય મરચંટ તથા મહારાષ્ટ્રના ડેપ્યુટી મિનિસ્ટર ડે. એન. એન. કૈલાસ, તથા જાણીતા ફિલ્મ'સ્ટાર રાજેન્દ્ર કુમારને પણ સમાવેશ થતો હતે.
' શરૂઆતમાં આ હઠયોગી લોઢાના ચણા ખાઈ ગયા હતા, પછી ' કાચને ગ્લાસ પાપડની માફક ચાવી ગયા હતા અને ત્યાર બાદ નાઈટ્રીક ઍસિડ કોઈ પણ માણસ જીરવી ન શકે એટલા પ્રમાણમાં તેઓ પી ગયા હતા. ત્યાર બાદ અગ્નિ ઉપર ઉઘાડા પગે ચાલવાને પ્રગ પણ તેમણે કરી બતાવ્યા હતા. પછી તેઓ ટાંકીની પાળ ઉપર ચડયા, ૧૫ મિનિટ તેમણે ધ્યાન ધર્યું અને ત્યાર બાદ પાણી ઉપર તેઓ " ચાલવા ગયા એવામાં જ પાણીની અંદર તેઓ સેંસરવા ઉતરી ગયા. આ પ્રયોગની તસવીર ઝડપી લેવા માટે કેટલાય કેમેરાવાળાઓ આવ્યા હતા, પાણી ઉપર ચાલવાના પ્રયોગની નિષ્ફળતા જોઈને ત્યાં એકઠા થયેલા લોકોના ટોળાએ બુમરાણ મચાવી મૂકેલું અને પૈસા પાછા મેળવવા માટે ધમાલ કરી મૂકી હતી, પણ આ પ્રસંગ ઉપર પેલીસની સારા પ્રમાણમાં હાજરી હતી અને આ પ્રયોગ જનારા તરફથી પૈસા પાછા આપવાની ખાત્રી આપવામાં આવી તેને લીધે લોકોને કાબુમાં રાખી શકાયા હતા. . આ નિષ્ફળતાને ખુલાસો કરતાં ગીરાજે જણાવ્યું કે તેમને આગલા દિવસે કોઈ એક નાને અકસ્માત થયું હતું અને તેને લીએ સ્વાસેચ્છવાસનું આવા પ્રયોગ માટે જરૂરી એવું નિયમન પોતે કરી શક્યા નહિ એ કારણે પિતાને આ પ્રયોગ તેઓ સફળતાપૂર્વક કરી શકયા નહોતા, પણ પંદર દિવસમાં આ પ્રયોગ ફરીને કરી બતાવવાની તેમણે ખાત્રી આપી હતી, જો કે કોઈ પ્રયોગ તેમણે હજુ સુધી ફરીથી દેખાડવાની હિંમત કરી નથી. - અલબત્ત, આવા પ્રયોગ કોઈ કરી દેખાડનાર છે એવી ખબર પડતાં તે અંગે કોઈને પણ કૌતુક થાય અને સહજપણે તેવા પ્રયો જોવાની તક મળે તો તેને લાભ લઈને પોતાના કૌતુકને તે તૃપ્ત કરે– એ તદ્દન સ્વાભાવિક છે. પણ આ પ્રાગે જોવા માટે કોની પડાપડી અને સેથી પાંચ રૂપિયા જેટલા દામ ખરચીને તે પ્રાગે જોવા પાછળની દોડાદોડ-આ બધું આપણામાં રહેલી એક પ્રકારની ચમત્યાર—ઘેલછા સૂચવે છે અને આવી ઘેલછાથી આપણા સમાજના શિષ્ટ અને માનનીય લેખાતી વ્યકિતઓ પણ મુકત નથી એ આપણે ઉપરની ઘટનામાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આવી ઘેલછામાં વિવેકને અભાવ અને વસ્તુતત્ત્વની અધુરી સમજણ નજરે પડે છે. ધારો કે આ યોગીએ પાણી ઉપર ચાલવામાં સફળતા મેળવી હેતે તે પણ તેમાં આશ્ચર્યસ્તબ્ધ બનવા જેવું કશું જ નથી. જેમ આ પ્રસંગ ઉપર રજૂ કરવામાં આવેલા બીજા પ્રૉ કેવળ હઠાગીની સાધનાનું પરિણામ હતું તેમ આ પ્રયોગ પણ હઠયોગની એક નવી શક્યતા આપણી સામે રજૂ કરત' અને આવી સફળ |
પ્રક્રિયા એક નવા સંશોધનને વિષય બનત. આ બધા પ્રયોગો કેવળ ભૌતિક કારણ કાર્યના નિયમ ઉપર આધારિત હોય છે એ વાસ્તવિકતાની કદિ પણ ઉપેક્ષા કરવી ન ઘટે. પ્રસ્તુત કિસ્સાને વિચાર કરીએ તો માણસ પાણી ઉપર ચાલે એ કલ્પના આપણામાં કૌતુકે એટલા માટે પેદા કરે છે કે પાણી અને માનવશરીરને લગતી આપણી સમજણ સાથે આમ બનવું જરા પણ બંધબેસતું નથી, પણ સંભવિત છે કે શરીર રને લગતી આપણી સમજણને વટાવે એવી કોઈ શારીરિક પરિસ્થિતિ શ્વાસોચ્છવાસના અમુક નિયમનથી પેદા થઈ શકતી હોય જેની આજે આપણને સામાન્ય માનવીઓને ખબર ન હોય. દા. ત. પ્રાણાયામના અમુક પ્રોગથી માણસ જમીનથી અમુક ફીટ અદ્ધર થઈ શકે છે, તે આપણા અમુક :જ્ઞાનના કારણે જે ઘટના આજે આપણને ચમત્કારિક લાગતી હોય તે ઘટના આપણે તેને લગતું અજ્ઞાન દર થતાં ચમત્કારિક મટી જાય છે. કહેવાને સાર એટલે જ કે આવા ચમત્કારોને કોઈ આધ્યાત્મિક સાધના સાથે જરા પણ સંબંધ છે જ નહિ. આમ છતાં ભારતનું લોકમાનસ એટલું બધું ભેળું, શ્રદ્ધાપ્રિય અને ચમત્કારઘેલું છે કે તે જ્યારે આવા ચમત્કારો જુએ છે ત્યારે તે ઘેલું બની જાય છે, આવા ચમત્કાર કરતી વ્યકિતમાં ઉચ્ચ કોટિની, આધ્યાત્મિકતાનું આરોપણ કરે છે અને તેની પૂજા-ઉપાસના શરૂ કરે છે અને પછી તેની શકિતઓ વિષે લેાકોમાં જાત જાતની સાચી ખોટી માન્યતાઓ ફેલાવા લાગે છે. આનું પરિણામ અંધશ્રદ્ધા અને જાતજાતના વહેમે વધારવામાં આવે છે. ઉપર જણાવેલ ચમત્કારપ્રદર્શનમાં રહેલા આ ભયસ્થાન તરફ લોકોનું-આમપ્રજાનું-સતત ધ્યાન ખેંચતા રહેવાની જરૂર છે. : અણુવ્રતવિચારધારા: સર્વોદય વિચારધારાના સંદર્ભમાં
તા. ૧-૫-૬૬ ના “ન ભારતી’માં તા. ૮-૨-૬૬ના રોજ એક | બાજુએ શ્રી રતનલાલ જોષી તથા શ્રી યજ્ઞેશ્વર દત્ત અને બીજી બાજુને આચાર્ય તુલસી વચ્ચે થયેલી ચર્ચા ગાંધીજી અને વિનોબાજીની વિચારસરણીના સંદર્ભમાં અણુવ્રતી વિચારધારાને રજૂ કરતી હોઈને વિચારપ્રેરક છે. તે ચર્ચા નીચે મુજબ છે:
શ્રી યજ્ઞદત્તજીને આચાર્યશ્રીને પૂછયું: “અન્યાયની વિરુદ્ધ હિસાવર્જનમાં અણુવ્રતને દષ્ટિકોણ શું છે?” આચાર્યશ્રીએ ઉત્તર આપતાં જણાવ્યું કે “મહાવ્રતી અન્યાયને હૃદયપરિવર્તનના માધ્યમ વડે મટાડવાનો પ્રયાસ કરે છે, કિંતુ રાજનૈતિક તેમ જ સામાજિક વ્યકિત દંડવ્યવસ્થાને પણ માન્ય કરે છે. અણુવ્રતી સ્વયં કોઈને ધમકાવે નહિ કે ઈ ઉપર આક્રમણ ન કરે, કિંતુ પ્રતિકારને નિષેધ એમાં નથી. જો કે કોઈ સામે હથિયાર ઉપાડવું અને લડવું
એ હિંસા છે, પણ ગૃહસ્થ પિતાના જીવનમાં આવશ્યકતાવશ બનીને યુદ્ધ કરે છે. પ્રતિકારાત્મક પ્રક્રિયાને અહિંસાને અંચળા પહેરાવો એ ભૂલ છે.”
રતનલાલ જોષી: “વાસ્તવમાં આ ક્રાંતિકારી વિચારધારા છે.” - આચાર્યશ્રી : “પૂર્ણ આદર્શ માત્ર વ્યકિત જ બની શકે છે, રાષ્ટ્ર નહિ.”
યજ્ઞદરા : “ચીનના આક્રમણ પ્રસંગે સર્વોદયવાળાઓએ શાંતિસેના મેકલવાને પ્રસ્તાવ કરેલ. આપને આ બાબતમાં શું વિચાર છે?”
આચાર્યશ્રી: “રાષ્ટ્રમાં સેના ન હોય એવી સર્વોદયની માન્યતા હોઈ શકે છે, પણ અણુવ્રત વ્યવહારની ભૂમિકા ઉપર ચાલે છે.”
રતનલાલ જોશી : “સર્વોદય શાસનવિહીન સમાજની કલ્પના કરે છે અને અણુવ્રત વ્યવસ્થાપ્રધાન સમાજની કલ્પના કરે છે.”
યજ્ઞદર: “આપ આચારપ્રેરણા દેવાવાળા છે, પણ આ * સીડીઓ અમારાથી એટલી દૂર છે કે અમે તે ઉપર ચાલી શકતા નથી. આમ હોવાથી હું એમ વિચારું છું કે જનસમાજને સાથે રાખવા માટે પ્રેરક બને એવાં એક બે પગલાં રજૂ કરવામાં આવે તે વધારે સારું.” • આચાર્યશ્રી : “મહાવ્રત આખા સમાજ માટે નથી, વ્યકિત માટે જ છે. લાખોમાં એક બે જણ એને સ્વીકાર કરે છે. અમે પગે