SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૬ આ ભાવા સ્વાભાવિક રીતે જ. ઉદ્યોગપતિઓ-વેપારીએ સામાન્ય જનતા પાસેથી વસુલ કરશે. - : તદુપરાંત, નાણાં મૂલ્ય ઘટાડવાનું એક કારણ છે આયાત મોંધી બનાવી તેની માંગ ઘટાડવી અને તેવી ચીજોનું આંતરિક ઉત્પાદન વધારવું. જયારે આપણી સરકારે એમ જાહેર કર્યું છેકે તેઓ આયાત પરવાના હવે છૂટથી આપણે એટલે આપણું આયાત-નું ખર્ચ વધશેજ, જેથી હિંદનું આંતરરાષ્ટ્રીય વેપારનું પલ્લું બીજા દેશોના લાભમાં નમશે, એટલું નહિ, ઔદ્યોગિક દેશને વેપારના સંયોગા (Terms of Trade) વધુ લાભકારક બનશે. આ રીતે વધુ આયાતથી અને વધુ નિકાસથી ભાવાનું માળખું ઊંચું જશે, અને રૂપિયાની કિંમત બદલવાનો એક મુખ્ય હેતુ માર્યો જશે. આયાત ઉત્તેજનની નવી તરકીબો ૧૯૬૫-૬૬ ના બજેટમાં દાખલ કરવામાં આવેલી તેની સારી માઠી અસરો બે ત્રણ વર્ષે દેખાય તે પહેલાં તે ઉતાવળથી આ યોજનાઓને એકી સપાટે સરકારે નાબૂદ કરી નાંખી તે બહુ મોટી ભૂલ લાગે છે. છાશવારે બદલાતા કાયદાથી અસ્થિરતા આવી જાય છે અને સાચાં પરિણામ જાણવાની તક મળતી નથી. તદુપરાંત, વિકાસને માર્ગે વળેલા બધા દેશમાં આંતરરાષ્ટ્રીય સમતુલા અસ્થિર બને છે જ. અમેરિકા અને ઈંગ્લેન્ડ આમાંથી જ પસાર થઇ રહ્યા છે, છતાં ડોલર કે પાઉન્ડની કિંમત ઘટાડતાં નથી. {') આપણી નિકાસને વિઘ્ન રૂપ ફુગાવા જ ફકત ન હતા. તે સાથે સાથે ઔદ્યોગિક દેશે એ ઊભી કરેલી, ઊંચી નિકાસ કરવેરાની દિવાલા (High Tariff Walls ) અને Quota જવાબદાર હતા અને છે, આપણા આ પગલાથી આમાં કશો જ ફેર નહિ પડે. કદાચ આ ( Tariff walls), વધુ ઊંચી જાય તે ના ન કહેવાય, ଶି રૂપિયાનું મૂલ્ય ઘટાડવાથી આપણા પરદેશી કરભારણને બાજો રૂપિયામાં તો વધી જ ગયો. ૧૯૬૫-૬૬ રૂ. ૯૭: કરોડનું મુદ્દ અને રૂા. ૮૪ કરોડનું વ્યાજ ચૂકવેલું, જે રૂા..૪.૭૬ બરાબર ૧ ડોલર, ૨૦ કરોડ ડોલર અને ૧૮ કરોડ ડોલર એમ થયું હતું. રૂા. ૭.૫૦ ના ભાવે તે જ ૩૮ કરોડ ડોલર બરાબર રૂા. ૨૮૫ કરોડ થાત જયારે આપણે રૂા. ૧૮૧ કરોડ ચૂકવેલાં. આ વધુ રૂપિયા ભારત સરકાર કર્યાંથી લાવશે તે એક મુખ્ય પ્રશ્ન છે? નીચેનાં આંકડાઓથી માલમ પડશે કે આ કરભરપાઈના બાજો. ૧૯૬૬-૬૭થી ૧૯૭૦-૭૧ માં પહેલાંનાં રૂપિયાને ભાવે કેટલા હતા અને હવે ઘટાડેલાં ભાવે કેટલા થશે... ૧૯૬૫-૬૬ ના અંદાજપત્રના આધારે. વર્ષ મુદલ અને રૂા. ૪.૯૬ = વ્યાજ ૧ ડોલર ડાલર કરોડ ગળુ, જીવન ૩૫ ૩૬. ૩૪ ૩૩. રૂા. ૭.૫૦ = ૧ ડોલર રૂપિયા કરોડ રૂપિયા કરોડ ૧૭૦ ૨૬૩ ૨૭૦ ૧૭૧ ૧૬૩, ૩, ૪ ૨૫૬ ૧૫૫ ૨૪૮ ૧૯૬૬-૬૭ ૧૯૬૯–૬૮ ૧૯૬૮-૬૯ - ૧૯૬૯-૭૦ ચોથી પંચવર્ષીય યોજનાનું કદ રૂા. ૨૧૫૦૦ કરોડનું કામચલાઉ · નક્કી કરવામાં આવેલું. તેમાં આયાતની ચીજો ઉપર આધાર રાખતાં કારખાનાં વિગેરેના ભાવ ઊંચા જશે, આ રૂા. ૨૧૫૦૦ કરોડની . યોજનાને પહોંચી વળવા જ સરકારને રૂા. ૪૮૦૦ કરોડની ં આર્થિક સહાયની જરૂર લાગી છે, અને બાકીની નવા કરવેરા નાણાંકીય ખાધપુરવણી ( Deficit Financing.) અને પબ્લીક લાનથી મેળવવાં. આયાતના ભાવ ઊંચા જતાં સરકારને નવા નાણાં એકઠા કરવા વધુ કરવેરા કે નાણાકીય ખાધપૂરવણી કરવી જ પડશે. નાણાંકીય ખાધપૂરવણી ૧૯૬૫ – ૬૬ માં રૂપિયા ૬૬ કરોડની હતી. ૮૦ ટકા જે ભાવના વધારો ૧૯૫૬થી ૧૯૬૬ _B ૩૫ ખર્ચા સુધીમાં થયું છે તેનું મુખ્ય કારણ તે દરમ્યાન છાપેલી રૂપિયા બાવીસે કરોડની નવી નોટો અથવા ખાધપૂરવણી છે. આવી જ નાણાંકીય ખાધપૂરવણી, વધુ કરવેરા સીધા (Direct) અને આડકતરા (Indirect ) અને સરકારના બેકાબુ અને નકામા ચાલુ રહેશે' તે દેશમાં ફગાવેશ સતત રહેવાના જ અને રૂપિયાનું મૂલ્ય ઘસાતું જવાનું. આને માટે કોઈ પણ જવાબદાર હોય તો તે સરકાર છે, તેથી તેણે જ રૂપિયાની કિંમત ઘટાડવાનાં પગલાં સાથે બીજા પગલાંઓ જેવાં કે યોજનાનું કદ ઘટાડવું, સરકારી ખર્ચાઓ ઓછા કરવા અને સરકારી કારખાનાનાં નફા વધે તે લેવાં જોઈએ. રાજકીય ફીલસૂફી . વિરૂદ્ધ નાણાંના મૂલ્ય ઘટાડો એ સ્વતંત્ર અને ખાનંગી વેપાર (Laizzezfaire) ઉપર રચાયેલી આર્થિક - રાજકીય યોજનામાં અસરકારક નીવડે છે. શું સમાજવાદને વરેલી કોંગ્રેસ સરકાર પ્લાન ત્યજી દેશે? શું સમાજવાદી કોંગ્રેસ સરકારી ક્ષેત્રને માટે ઓછા નાણાં ખર્ચશે અને પ્લાનનું કદ (Size) કાપી નાંખશે? આ પ્રશ્નોના જવાબ સૌ કોઈને ખબર છે. દુર્ગાપુરમાં મળેલી કૉંગ્રેસમાં શ્રી કામરાજે આવી જ અપીલ કરી હતી અને તેની સત્તારૂઢ કાગ્રેસ ઉપર કાંઈ જ અસર થઈ ન હતી. ઉલટાનું એમ લાગે છે કે સરકારી ક્ષેત્રને વધુ અબાધિત (untied) પરદેશી સરકારની સહાયથી વિકસાવવા યત્ન કરવામાં આવશે અને સરકાર આ માટે ખાધપુરવણી ચાલુ રાખશે. ૧૯૬૬ – ૬૭ ના બજેટમાં રૂા. ૧૧૭ કરોડની ખાધ છે, આમાં પ્રાંતાની સરકારોની ખાધની નોંધ લીધી નથી. સરકારી ક્ષેત્રના વિકાસ અને મૂલ્ય ઘટાડા સાથે જરૂરી બનેલા આર્થિક ઉપાયો – આ બે અથડામણમાં આવશે. અને જયારે આવું થાય છે ...ત્યારે રાજકીય ફીલસૂફી સર્વોપરી (Supreme) ગણાય છે. આર્થિક ઉકેલોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તો આપણે આ ફ ુગાવામાં ના ફસાત, કે રૂપિયાની કિંમત ના ઘટાડવી પડત. વળતર ના આપે અથવા કાર્યદક્ષ રીતે ચલાવી ના શકાય તેવાં સરકારી કારખાનાં ૐ ઊભા કરવાની જરૂર જ શી હતી ? જનતાની મુખ્ય માંગ ખારાક ઉપર પહેલેથી ભાર કેમ ના મૂકાયો? ભાર મૂકાયો તો તેના અમલ પેપર ઉપર જ કેમ રહ્યો? આપણા અનુભવ આપણી નેતાગીરીમાં નિર્ભયતા, પરિપકવતા અને દીર્ઘદષ્ટિની ખામી છે તેમ બતાવે છે. જ સિમિત રહેવાના નથી. ભારતનાં રૂપિયાનાં મૂલ્યઘટાડાના પરિણામ કન્યાકુમારીથી કાશ્મીર અને કલકત્તાથી કંડલા સુધી • રૂપિયા એ બીજા દેશે સાથે આર્થિક તેમ જ રાજકીય સંબંધો જાળવે છે. આપણું શણ, ચા, કાપડ, મેંગેનીઝ વિગેરે સસ્તું બનાવી આપણે બીજા અવિકસિત અને ગરીબ દેશને આપણા માર્ગે આવવા આડકતરી રીતે દબાણ ( Compulsion) કર્યું છે. આથી ભારતની નેતાગીરીમાં આ દેશનો વિશ્વાસ ચાલુ રહેશે કે નહિ તે શંકા છે. પરિણામે અવિકસિત અને ઔદ્યોગિક દેશા વચ્ચેનું આર્થિક અંતર વધશે, અને ગરીબ દેશે. આ રીતે ઘોગિક દેશો ઉપર વધુ આધારિત બનશે. કોઈ પણ દેશની આર્થિક સદ્ધરતા અને સ્થિરતા તેમ જ રાજકીય સ્વાતંત્ર્ય અને પરિપકવતા તેના સર્વસામાન્ય વપરાશનાં નાણાંકીય ચલણમાં પ્રતિબિંબિત થાય છે. જયારે તે ચલણના મૂલ્યમાં બહુ મોટો અને શીઘ્ર ફેરફાર થાય ત્યારે બહારનું જગત એ દેશનું માપ સહેલાઈથી કાઢી શકે છે. રૂપિયાનાં મૂલ્યનો ઘટાડો એ તીક્ષ્ણ, ઉતાવળિયું પગલું આટલા માટે જ છે. એ ફકત આર્થિક યોજનાઓની જ હાર નથી સૂચવતું, તેમાં રાજકીય ફીલસૂફીના પરાજ્યના પણ સ્વીકાર સમાયેલા છે. ડો. અકુમાર છોટાલાલ પરીખ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy