SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રમુદ્ધ જીવન વાગવા શરૂ થયા. તે દરમ્યાન કાશ્મીર ઉપરનું અણધાર્યું પાક યુદ્ધ આવ્યું. ‘શાંતિ સ્થાપો પછી જ આર્થિક સહાય ચાલુ થશે.” એવું કહી ઈંગ્લેન્ડ અને અમેરિકાએ આર્થિક સહાય બંધ કરી. પરિણામે ભારતનાં કારખાનાંઓ (જે આયાત–માલ ઉપર આધાર રાખતાં હતાં) ના ઉત્પાદનમાં ઘટાડો થયો. પરદેશી સહાયનું વ્યાજ ચૂકવવા માટે આપણી પાસે હૂંડિયામણ ન હતું, તેથી સુવર્ણ બાન્ડ અને પરદેશી હૂંડિયામણ એકઠું કરવાની યોજના દાખલ કરવામાં આવી. તેમ છતાં આપણી પરિસ્થિતિમાં ખાસ ફેર ના પડયો અને ફરી એક વાર માર્ચ ૧૯૬૬ માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ−I, M, F.—પાસેથી સહાય લેવામાં આવી. તે જ મદદથી તેનું જ આગળનું દેવું અને વ્યાજ ચૂકવવામાં આવ્યાં. મે મહિનાની આખરે ફરી એક વાર આપણે તેમની (I. M, F.) પાસે માંગણી કરી. તેની કુલ મદદ લગભગ ૫૦૬ કરોડ રૂપિયાની આ એપ્રીલ સુધી હતી, અને ભારત ।. ૨૦૮ કરોડની મદદ વધુ માંગી શકે તેમ હતું. આ મદદ આપવી—ના આપવી તે નાણાંભંડોળની મુનસફીની વાત હતી. તેણે આપવાની હા પાડી, પણ એક શરત કરી કે રૂપિયાનું મૂલ્ય ઘટાડો. ગયા વર્ષે જુલાઈમાં આવી જ શરતને તે વખતનાં નાણાંસિચવે નકારી કાઢેલી. સરકારે એ પણ દલીલ કરી છે કે આપણી નિકાસની ચીજોના (Exportના) ભાવા બીજા દેશાના ભાવની સરખામણીમાં ઊંચા હતા, અને તેથી નિકાસઅવરોધી બન્યા હતા. તદુપરાંત જ્યારે આંતરિક ફ ુગાવાને લીધે નિકાસ કરી શકાય તેવી ચીજોના ભાવા દેશમાં વધુ મળે ત્યારે નિકાસ કરવાનું ઉત્તેજન કોઈ પણ ઉદ્યોગપતિ કે વેપારીને ના રહે. આથી સરકારે અમુક ચીજોની નિકાસને વેગ આપવા આવકવેરામાં રાહતા –Export Tax Credit−,નિકાસ સામે આયાત પરવાના વિગેરે કિમિયાએ અજમાવ્યા. આ બધી નિકાસ ઉત્તેજક તેમ જ આયાત-મર્યાદિત યોજનાઓ આટલાં વર્ષાએ ભારત સરકારને “માયાજાળ” જેવી લાગી. રૂપિયાનું મૂલ્ય ઘટાડવાથી આ માયાજાળમાંથી છુટકારો મળશે તેવી ભારત સરકારની અપેક્ષા છે. આગળ ઉપર જોઈશું તેમ માયાજાળમાં છૂટકારો પામવા જતાં ભારત સરકાર ઈંદ્રજાળમાં ફસાઈ ગઈ હોય એમ લાગે છે. ભારત સરકારની દલીલા પાયા વગરની છે. આપણી નિકાસની ચીજવસ્તુઓ રૂપિયાનાં મૂલ્યમાં ઘટાડો કરવાથી જરૂર સસ્તી થશે, કારણ કે, ૧ ડોલર જે પહેલાં પાંચ રૂપિયા ખરીદી શકતા અથવા દા. ત. ૨ શેર શણ ખરીદતા તે જ હવે ૭.૫૦ રૂપિયા અથવા ડે રોર શણ ખરીદી શકશે. પણ આના અર્થ તે એ કે ૧૯૬૪-૬૫માં આપણે ૮૦૩ કરોડ રૂપિયા કમાવા જે વસ્તુઓ માકલી હતી તે જ હવે આશરે ૩૪૧ કરોડ રૂપિયા કમાઈ શકે કારણ કે ૫૭.૫ ટકાનો ઘટાડો થયો છે. આપણે વધુ નિકાસની ચીજોનું ઉત્પાદન કરવું પડશે, જો આપણે પહેલાં જેટલુ હુંડિયામણ મેળવવું હશે તે,અલબત્ત, ભારત સરકારે નિકાસવેરા 2 તા. ૧૬-૬-૧૯ નાંખીને પરદેશી વ્યાપારીઓને મળતા ૫૭.૫ ટકાનો ભાવ ઘટાડી દીધા છે. અને એ રીતે આપણને જતી હૂંડિયામણ ખાધ ઓછી કરી છે. તેમ છતાં ૨૦ થી ૨૫ ટકા આપણે નિકાસ માલ વધુ આપવા પડશે. કારણકે બધી ખાટ પરદેશી વ્યાપારી ઉપર મૂકીએ તે નિકાસની ચીજો તેમને માટે સસ્તી ના બને. નિકાસ વધારવા ઉત્પાદનને ઉપર લઈ જવું પડશે. આપણી મોટા ભાગની નિકાસ ખેતીવાડી ઉપર નભે છે, જેવી કે શણ, ચા, કપાસ, તેલીબીયાં વગેરે. આ તાત્કાલિક વધી શકશે નહિ. તેથી આંતરિક વપરાશમાં કાપ મૂકવો પડશે અને એ રીતે પરદેશની વધતી માંગને પહોંચી શકાશે. લાંબે ગાળે નિકાસની પેદાશ ઉપક ભાર મુકીશું તે અનાજની પેદાશનું શું થશે? એ હકીકત છે કે, ત્વરિત રીતે આપણે ખેતીવાડીની ચીજોનું ઉત્પાદન વધારી શકવાનાં નથી અને દેશની વપરાશમાંથી નિકાસ માર્ગે વસ્તુ વાળવી પડશે. આથી ચીજોની અછત થવાની જ; જેનું અંતિમ પરિણામ આંતરિક ભાવામાં ઉછાળા લાવવાનું નીવડશે. હાલમાં તો કાચા શણની અછત હોવાથી કારખાનાઓ એક અઠવાડિયું બંધ રાખેલાં. તદુપરાંત આપણે કાચું શણ પાકિસ્તાન અને થાઈલેન્ડમાંથી આયાત કરીએ છીએ. પાકિસ્તાન જે આપણુ' હરીફ છે તે ભારતની મુંઝવણને શું કામ લાભ નહિ લે? તે શા માટે તેનું કાચું શણ જે ભારત આવે છે તેની કિંમત વધારી નહિં દે અને એ રીતે હિંદને મળતે લાભ નાબુદ ન કરે? આમ પણ હવે હિંદને વધુ રૂપિયા તે જ શણ ખરીદવા આપવા પડશે. પાકિસ્તાન તેના શણકાપડ ઉપર પહેલેથી નિકાસબાનસ આપે છે તે વધારી દેશે, જેથી આપણું શણકાપડ પરદેશામાં તેની હરીફાઈમાં સસ્તું નહિ પડે. આવી જ રીતે હાંકા (સિલેાન) જે ચાની નિકાસમાં ૬૦ ટકા હૂંડિયામણ મેળવે છે તે સ્વરક્ષણ માટે નિકાસમદદ (Export subsidy) આપશે અને તેનાં ચાના પરદેશી બજાર ટકાવી રાખશે. આપણે પહેલાં નિકાસના પાસાની દલીલા લઈએ. ભારત સરકારની દલીલ એમ છેકે બધી નિકાસની ચીજોના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવા કરતાં વધુ છે તે હકીકતથી વેગળુ છે. તેના જવાબ આ વર્ષના વ્યાપાર ખાતાના વાર્ષિક અહેવાલમાં છે, જે જણાવે છે કે ફકત ૨૦ થી ૨૨ ટકા નિકાસની ચીજોને આવકવેરામાં રાહત, આયાત પરવાના આપવામાં આવે છે, જ્યારે બાકીના ૭૮ થી ૮૦ ટકા કોઈ પણ પ્રકારના ઉત્તેજન વગર આંતરરાષ્ટ્રીય વેપારમાં હરીફાઈ કરી શકે છે. વિશેષમાં ભાવાના ઉછાળા ફકત ભારતમાં જ નથી. કુગાવાના પવન સર્વત્ર ફેલાયેલા છે. ૧૯૫૦થી ૧૯૬૫ દરમ્યાનના ગાળામાં પાકિસ્તાનમાં ૪૯ ટકા, અમેરિકામાં ૩૧ ટકા, સીલેાનમાં અથવા ટકા, જ્યારે ભારતમાં ૪૯ ૧૬ ટકા, પશ્ચિમ જર્મનીમાં ૧૦ ટકા ભાવમાં વધારો થયો છે. તંદુપરાંત આંતરરાષ્ટ્રીય ખારાક અને ખેતીવાડી (Food and Agriculture Organisation) ખાતાનાં અભ્યાસ પ્રમાણે શણની માંગ ઉદ્યોગપતિ દેશોમાં ઘટી રહી છે કારણ કે ત્યાં શણને બદલે કાગળ અથવા પ્લાસ્ટીકની પૂરક ચીજો (Substitutes)ની વપરાશ વધી રહી છે. સાથે સાથે નવા દેશે! જેવા કે થાઈલેન્ડ, આર્જેન્ટીના અને પાકિસ્તાન શણની પેદાશ વધારી રહ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય માંગ સ્થગિત હોય અથવા ઓછી થતી હોય અને ત્યારે જો તેને પુરવઠો વધી રહ્યો તો ભાવ વધુ તૂટવાનાં અને વળતર ઘટવાનાં, ચાની માંગની મુખ્ય હરીફાઈ કાફી કરે છે. અમેરિકા અને યુરોપનું એ માદક પીણું છે. તેમજ રાજકીય સંબંધો જાળવવા અમેરિકા દક્ષિણ અમેરિકાના દેશ પાસેથી અને યુરોપ આફ્રિકાના કોફી–ઉત્પાદન કરતાં દેશ પાસેથી કાફી લેવી પસંદ કરશે. યુરોપ અને અમેરિકામાં ચા પૈસાદારનું પીણુ ગણાય છે, જયારે કાફી સર્વસામાન્ય વપરાશમાં છે. જેવી રીતે ઈંગ્લેન્ડ હિંદ અને સીલોન પાસેથી ચા ખરીદે છે તેવી જ રીતે અમેરિકા અને યુરોપ તેમની સાથે રાંકળાયેલા-ભૂગોળની નિકટતાથી સંસ્થાનવાદથી—દેશે। પાસેથી જ ચા કોફી લે છે. તદુપરાંત ચાનું નવું વાવેતર આફ્રિકામાં વધતું ગયું છે. આથી વધારે વિકટ પરિસ્થિતિ કાપડ અંગે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની ફ્રાન્સ-આ બધા ઔદ્યોગિક દેશ કાપડ પેદા કરે છે અને અવિકસિત દેશાની વધતી જતી કાપડની નિકાસને રોકવા તેમણે આંતરરાષ્ટ્રીય કાપડ કરારો કર્યા છે. જેમાં દરેક દેશને ફાળે કાપડ નિકાસના Quota નક્કી કરેલાં છે. ઉપરના સંજોગામાં આપણને ખેતીવાડી પેદાશની ચીજોની નિકાસ વધારવામાં કેટલા ફાયદા થશે તે શંકા છે અને આ ફાયદો થતાં બે ત્રણ વર્ષ નીકળી જશે તે રૂપયાનાં મૂલ્ય ઘટાડવાનાં લાભા ધાવાઈ જશે. આયાતનું આપણુ` બીલ ૫૭.૫ ટકા વધી જશે. સરકાર આયાતવેરા દૂર કરશે તે પણ આયાતની ચીજો ૨૦ થી ૨૫ ટકા મોંઘી પડશે.
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy