SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, I17 વાર્ષિક લવાજમ રૂા. ૪ ← પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસ સ્મરણ વર્ષ ૨૮ કો મુંબઈ, જુન ૧૯ ૧૯૬૬, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા રૂપિયાના મૂલ્યમાં ઘટાડા અને તેની આર્થિક તેમ જ રાજકીય અસ ૧૯૬૬ ના ૬ઠ્ઠા મહિનાની દૌ તારીખે રૂપિયાનાં મૂલ્યમાં, અનેકવાર નકાર કર્યા પછી, ઘટાડો જાહેર કરી ભારતની સરકારે દેશને એક સખ્ત આંચકો આપ્યો. સૌ અચંબામાં પડી ગયા. ઘણાનાં મનમાં પ્રશ્ને થયા કે શું આ દેશની ત્રણ પંચવર્ષીય યોજનાનું પરિણામ ? આર્થિક વિકાસથી રૂપિયાનું મૂલ્ય વધે કે ઘટે? આવું કરવાની જરૂર જ કેમ પડી? આ બધા પ્રશ્નનું પૃથ્થકરણ આગળ કરીશું. અહીં એ હકીકતની નોંધ લઈએ કે રૂપિયાના મૂલ્યમાં આઝાદી પછી આ બીજો ઘટાડો છે. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૪૯માં બ્રીટીશ પાઉન્ડ અને બીજા રાષ્ટ્રસમૂહનાં દેશો સાથે ભારતે રૂપિયાની કિંમત ૩૦.૫ ટકા ઘટાડેલી. આ વખતે ૩૬.૫ ટકાના કાયદેસર ઘટાડો છે જ્યા૨ે હકીકતમાં તે ૫૭.૫ ટકાના ઘટાડો થાય છે. નાણાનું મૂલ્ય-દેશ અને પરદેશ માટે–સાના અને ડીલરમાં નક્કી કરવામાં આવે છે. ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૯ પહેલાં ૧રૂપિયા બરાબર ૩૦.૨ અમેરિકન સેન્ટ હતાં, અને ત્યાર બાદ ૫મી જૂન ૧૯૬૬ સુધી ૧ રૂપિયા બરાબર ૨૧ સેન્ટ હતાં. અથવા ૦.૧૮૬૬૨૧ ગ્રામ સેાનું અથવા રૂા. ૬૨.૫૦ ને ૧ તાલા સોનું, તેમ નક્કી કરવામાં આવેલું. હવે એક રૂપિયાની સરખાઈ ૧૩.૩૩ સન્ટ અથવા ૦, ૧૧૮૪૯૫ ગ્રામ અથવા રૂા. ૯૮.૪૪ નો ૧ તેલા સાનું કાયદેસર નક્કી કરવામાં આવેલ છે.આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ–International Monetary Fund— જેનું ભારત મેમ્બર છે તેણે આ રૂપિયાની નવી યોગ્યતાના સ્વીકાર કર્યો છે! i કયા કારણોને લીધે ઘટાડો થયો? ભારત સરકારના નાણાંસચિવે ઉપરનો ઘટાડો નીચેના કારણાસર કરવા પડયા છે તેમ જણાવ્યું છે: (૧) ફ ગાવા, (૨) અફાયદાકારક આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પલ્લું (૩) આયાત - નિકાસ પરવાના - કરવેરા રાહતાની જટિલ યોજનાથી વધુ ગેરલાભા, ભારત સરકારની આ દલીલોમાં કેટલું વજુદ છે તે સમજવા ઉપરના મુદ્દાઓની સંક્ષિપ્ત આપણે છણાવટ હવે કરીએ. ૧૯૫૬ થી ૧૯૬૬ સુધીમાં ચાલુ રહેલા આંતરિક ફગાવાને લીધે સામાન્ય ભાવાનું ધારણ ૮૦ ટકા ઉપર ગયેલું. તેથી જ રૂપિયાની ખરીદશકિતમાં સતત કાપ મૂકાતો રહ્યો. આ ફગાવા કોણે કર્યો અને કેવી રીતે થયો તે વિષે ભારત સરકારના નાણાંસચિવ તદ્દન ચૂપ રહ્યા છે. તે વિષે આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. એટલું જણાવવું જોઈએ કે નાણાંપ્રધાને કાંઈ નવી વાત કરી નથી. કારણ કે આ ફ ુગાવાની નોંધ આપણી દરરોજની વાતચીતમાં લેવામાં આવતી હતી. જયારે એમ કહેવામાં આવે કે દરેક વસ્તુના ભાવ વધતાં જાય છે અથવા પહેલાં જે વસ્તુ એક રૂપિયામાં મળતી તે જ મેળવવા હવે બે કે ત્રણ રૂપિયા ખર્ચવા પડે છે વિગેરે. ટૂંકમાં શ્રી મુબઇ જૈન યુવક સૌંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૫ પૈસા બધી ચીજવસ્તુઓ મોંઘી થતી હોય છે ત્યારે રૂપિયા સસ્તા થતા જાય છે અથવા એની ખરીદશકિત ઘટતી રહે છે તે સર્વસામાન્ય સમજની વાત છે. આ પ્રક્રિયા બીજી યોજનાની શરૂઆતથી આજ સુધી ચાલુ રહી છે. જેવી રીતે પૂનમે ઉગેલા ચંદ્રમાના અંધારિયાના પંદર દિવસ દરમ્યાન ઉત્તરોત્તર ક્ષય થતો જાય છે તેમ ગાળ રૂપિયાની (હવે જો કે લાંબચારસ નોટ છે; આશા રાખીએ કે ચંદ્રમાંના આકાર માણસના ઉતરાણથી ના બદલાય!) કિંમતમાં ૧૦ વર્ષ દરમ્યાન ઉત્તરોત્તર ક્ષતિ જ થતી રહી છે. ફકત આશ્વાસન એ છે કે હજુ અંધારિયાના ચાથી યોજનાનાં પાંચ વર્ષ) પાંચ દિવસો બાકી છે અને એવું સ્વપ્ન સેવીએ કે વૈજ્ઞાનિક ચમત્કારથી પશ્ચિમના દેશો જેઓ આમાં આગળ વધેલા છે અને જેમની મદદ ઉપર આપણે જીવીએ છીએ, તે આમાં પણ સહાય કરે અથવા દૈવી શકિતથી (જેમાં આપણે હંમેશા માનતા આવ્યા છીએ તેની સહાયથી) અંધારિયાનાં બાકીના દિવસેાને અજવાળિયામાં ફેરવે! ખેર, ચોથી યોજના પછીથી તે અજવાળિયું આવશે અને રૂપિયાના પ્રકાશ—મૂલ્ય વધશે તેવી આશા રાખવી વધારે પડતી ન ગણાય ! આર્થિક વિકાસ અને આંતરિક ફ ુગાવાની માઠી અસરો ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર થતી રહી છે, જે નીચેના આંકડાઓથી સમજાશે: # (કરોડ રૂપિયામાં) નિકાસ આયાત યોજના બીજી યોજના ૪૯૨૬ ૬૦૬૭ ત્રીજી યોજના દેશના આર્થિક વિકાસને આગળ વધારવા, આપણી આયાતની— Importની—જરૂરિયાતો ઘણી વધી ગઈ. તેને સંયમમાં રાખવા ભારત સરકારે ઘણી સખ્ત મર્યાદાઓ લાદેલી, જેવી કે અમુક ચીજોની આયાત જ બંધ, ઊંચા આયાતવેરા અને વિસ્તૃત આયાત પરવાના આપવાની પ્રથા, જેમ જેમ આપણું પરદેશી હૂંડિયામણ ઘટતું ગયું તેમ તેમ આયાત પરવાના અને આયાત બંધની સખ્તાઈ વધતી ગઈ. માર્ચ ૧૯૫૬માં ભારત પાસે રૂા. ૯૦૪ કરોડનું પરદેશી હૂંડિયામણ હતું તે ૧૯૬૫ના ફેબ્રુઆરીમાં ફકત રૂા. ૨૦૮ કરોડનું રહેલું, જેમાંથી રૂા. ૨૦૦ કરોડ ચલણી નાણાંને ટેકો આપવા માટેcurrency backing માટેકાયદેસર અલગ રાખવાં પડેલાં. આથી મુકત હૂંડિયામણ ફકત રૂા. આઠ કરોડનું જ હતું. આ પરિસ્થિતિને પહોંચીવળવા ભારત સરકારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે કાયમચલાઉ મદદ માંગી, જે આપવામાં આવી. તે દરમ્યાન સંપૂર્ણ આયાત (એપ્રીલ, મે, જૂન, ૧૯૬૫) બંધ કરવામાં આવેલી. કાંઈક કળ વળે અને આર્થિક સ્થિતિ સુધરે તે પહેલાં કચ્છની ચઢાઈ આવી. તેને નિવેડો આવ્યો કે તરત દુષ્કાળનાં ભણકારા આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કે ખાધ -૧૮૧૭ ૨૩૧૨ ૩૧૦૯ ૩૭૫૫
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy