________________
૧૦
૩૧
છોકરો હતો. એનુ નામ ધીરેન્દુનાથ શાહ હતું. લખનૌ રેડક્રોસ સાસાયટીના એ મુખ્ય સીનેફોટોગ્રાફર હતા. સરકારી સ્વાસ્થ્ય વિભાગને ખરચે એ હિમાલયભ્રમણ કરવા નીકળ્યા હતા. એ ટોળીના સરદાર હતા. એની જોડે વાત કરતાં મને આનંદ પણ થયો, ને મારી ભૂલ પણ ભાંગી, લોકોના હિતના કામ માટેતેઓ આટલા પરિશ્રમ વેઠીને આટલે દૂર આવ્યા હતા. હમણાં એ બદરીનાથ ને કેદારયાત્રાની ફિલ્મ લેતા હતા. ભારતવર્ષમાં આ પ્રકારનું ચલચિત્ર આ સર્વપ્રથમ હતું. એમાં હિમાલયનાં મનારમ દશ્યો, અને પૌરાણિક તીર્થમાહાત્મ્ય સિવાય પણ શરીરની નીરોગીતા સંબંધી જાતજાતનાં સૂચના ને શિખામણ આપવામાં આવ્યાં છે. યાત્રીઓનાં સુખસગવડ, રોગ, ભાગ, દુ:ખ અને પીડા, અકાળે અને આકિસ્મક મૃત્યુ – ને એના સામના શીરીતે કરવા વગેરે એ ફિલ્મમાં સમજાવવામાં આવ્યું છે. આ ચલચિત્ર બદરીકેદારની યાત્રા કરતાં પહેલાં જ યાત્રીઓને હરદ્વારમાં દેખાડવામાં આવશે. લોકોના હિત સંબંધી લખનૌ રેડક્રોસના આ વિપુલ ઉત્સાહ ને ઉદ્યમ ખરેખર પ્રસંશાને યોગ્ય લાગ્યો. ધીરેન્દ્વનાથની જોડે વાત કરતાં મને અત્યંત આનંદ થયો. મિષ્ટભાસી, હાજરજવાબી ને ચરિત્રવાન એ યુવક હતા. પોતાના પ્રયત્ન વડે લખનૌ રેડક્રોસના સૌજન્યથી ઉત્તરકાળમાં કેદાર - બદરીની તસ્વીરો સંગ્રહિત કરી શકયા હતા. પછી મને ખબર પડી કે ધીરેન્દ્નાથ એ એક જ હિન્દવાસી ચિત્રસંગ્રાહક હતો, જે ૧૪૦૦૦ ફૂટ ઊંચે જઈને હંમેશાં બરફથી આચ્છાદિત નદી અલકનંદના જન્મસ્થાનની તસ્વીર પોતાના જીવને જોખમે લેવાને સમર્થ બન્યો હતો.
અનુવાદક :
ડૉ. ચંદ્રકાંત મહેતા,
વિષયસૂચિ
ઓરિસ્સાને દુષ્કાળ પ્રકીર્ણ નોંધ: ઈન્ડો—અમેરિકન ફાઉન્ડેશનની આલાચના વર્ષો દરમિયાન નહેરુની વિચારપરિણતિ, પૃથ્વી ફરતી નથી!, કૃત્રિમ સંતતિ
અન્તિમ
નિયમન અને કાકાસાહેબ કાલેલકર. આ આપણા ભણેલા લોકો : આ આપણા અભણ લોકો
સાહિત્ય પુરુષ ચૂનીભાઈ
મહાપ્રસ્થાનના પથ પર−૧૦
‘આદમી એ જવાહર નથી!'
મૂળ બંગાળી : શ્રી પ્રબોધકુમાર સન્યાલ
પ્રમુદ્ધ જીવન
નવકૃષ્ણ ચૌધરી
પરમાનંદ
વિના અવઢવ ત્યારે, કળી લેજો . આદમી એ જવાહર નથી ! ધરતીની ધૂળ નરી ધૂળ ગણી બેઠો રહે, કોઈ એવા મળે જયારે, કહી દે : આદમી એ જવાહર નથી! દિલાવરી દાખવતાં હાથ કોઈ હેઠો પડે ક્ષણ ખાયા વિના ત્યારે,
કહી દેજો : આદમી એ જવાહર નથી!
પૃષ્ઠ
૨૩
૨૪
૨૬
(પ્રકીર્ણ નોંધ : અનુસંધાન પાનું ૨૬) કૃત્રિમ સંતતિનિયમન અને કાકાસાહેબ કાલેલકર
તા. ૧-૪-૬;
આજે આપણા દેશ સામે જનસંખ્યાવૃદ્ધિના પ્રશ્ન ભારે ઉક્ટ રૂપ ધારણ કરતા જાય છે અને તે વૃદ્ધિ અટકાવવા માટે સંતતિનિયમનના કૃત્રિમ ઉપાયને અમલી બનાવવા અંગે આપણી સરકાર તરફથી દેશભરમાં એક પ્રકારની ઝુંબેશ ચાલી રહી છે. આમ છતાં પણ
આ
પદ્ધતિનાં અનેક અનિષ્ટ પરિણામે ધ્યાનમાં લઈને ગાંધીજી તેના સખ્ત વિરોધી હતા અને વિનોબાજી પણ તે સામે એટલે જ વિરોધ દાખવે છે અને કોઈ પણ ગાંધીવાદીનું આ બાબતમાં અન્યથા વલણ સંભવી જ ન શકે એવી એક માન્યતા ચાતરફ ફેલાયેલી છે. આમ છતાં તા. ૧૫-૫-૬૬ ના ‘મંગળ પ્રભાત'ના અગ્રલેખમાં કાકાસાહેબ કાલેલકર આ વિષયની ચર્ચા કરતાં જણાવે છે કે, “દરેક મનુષ્ય આખી પરિસ્થિતિ બરાબર સમજી લે અને સંયમના વિષયમાં કાયર ન બને, અને જયાં જરૂર હોય ત્યાં કૃત્રિમ સાધનોના ઉપયોગ પણ કરે. સમાજના નૈતિક નેતાઓની જવાબદારી છે કે સંયમ માટે સારૂં વાતાવરણ તૈયાર કરે, સંતતિનિયમનના કૃત્રિમ ઉપયોગની પ્રતિષ્ઠા ન વધારે, સાથે સાથે તેની તીવ્ર નિદા કરીને આવા ઉપાયોને ભૂમિગત અથવા તે ગુપ્ત ન બનાવે. દ ંભથી સમાજને જેટલી હાનિ થાય છે તેટલી બીજી કોઈ પ્રક્રિયાથી હાનિ
૨૮
જયભિખ્ખુ પ્રબોધકુમાર સંન્યાલ ૩૦ હસિત બૂચ
૩૨
‘આદમી એ . જવાહર નથી!”
થતી નથી. દ ંભ સ્વયં દુર્ગુણ તે છે જ, પણ અનેક દુર્ગુણેને અધિમાં અધિક પાયે છે.” આ રીતે કૃત્રિમ ઉપાયો દ્વારા કરવામાં આવતા સંતતિનિયમનને કાકાસાહેબ, અલબત્ત, અમુક મર્યાદાપૂર્વક અનુમતિ આપે છે એ જોઈને આશ્ચર્ય તેમ જ આનંદ થાય છે. આશ્ચર્ય એટલા માટે કે ગાંધીજીના અતેવાસી જેવા લેખાતા કાકાસાહેબ આવી અનુમતિ આપે તે સામાન્ય કલ્પના અને અપેક્ષાની બહાર હતું. આનંદ એટલા માટે કે બ્રહ્મચર્ય અને સંયમ માટે પૂરા આગ્રહી હાવા છતાં, કાકાસાહેબ આજના સમયની ઉત્કટ. સંયમલક્ષી નબળાઈને યથાસ્વરૂપે
માંગને અને માનવીની
પી ગણી શક્યા છે અને જેને હું દેશની અદ્યતન પરિસ્થિતિના વિચાર કરતાં એક અનિવાર્ય અનિષ્ટ ગણીને પણ સંમત કરૂં છું તે કૃત્રિમ સંતતિ નિયમનને, સંયમ ઉપર પહેલાં જેટલા જ આગ્રહ દાખવવા છતાં, જયાં જરૂરી હેાય ત્યાં કાકાસાહેબ અનુમત કરે છે. પરમાનંદ
તા. ૨૭ મી મેએ સ્વ. જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ ગઈ એ પ્રસંગને અનુલક્ષીને આ કાવ્ય શ્રી નહેરુની પુણ્યસ્મૃતિને લાક્ષણિક અંજલિ આપે છે.
કદીય ન કરે ભૂલ, કરે નહીં અવસરે રોષ; એવા કોઈ મળે ત્યારે,
કહી દેજો : આદમી એ જવાહર નથી! છત ભાળી, આંગણમાં ફરી, કોઈ પામે જો સંતોષ.
ફૂલ ખીલ્યું ગુલાબનું
છાતી પર ઝુલાવવું, કોને નહીં ગમે? પણ એની ફોરમ જો દિલમાં રાતદિન ભમે, મલકીને જરી ત્યારે,
કળી લેજો : આદમી એ જવાહર નથી ! માઈકની સામે મળ્યું.
લોક લાખ હિલાળતું, કેમ નવ ગમે? પણ એ હિલેાળા માંહ્ય કશું ય ન ઝમે; ફટ દઈ ઝટ ત્યારે,
કહી દેજો : આદમી એ જવાહર નથી ! આજમાં ન આવતી જે કાલ કદી રોપી શકે; જન એવા જએ જયારે,
કળી લેજો : આદમી એ જવાહર નથી !
સાદ પડે, ઊછળે ન જેનું કદી લાહી શકે; જુઓ એવા જન ત્યારે,
કળી દેજો : આદમી એ જવાહર નથી !
વસંત ન ચાહી શકે, વીજળી ન માણી શકે; મળે કોઈ એવા જ્યારે,
કળી લેજો : આદમી એ જવાહર નથી !
કોણ બુદ્ધ ? ગાંધી કોણ ? એ ય જે ન જાણી શકે; કોઈ મળે એવો ત્યારે,
કહી દેજો : આદમી એ જવાહર નથી!
સિત ખૂંચ
માલિક: શ્રી મુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ-૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઇ
10