________________
-પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૧૬
=
ડો. વિક્રમ સારાભાઈના પરિચય ' (એટમિક એનર્જી કમિશનના અધ્યક્ષ તરીકે જેમની તાજેતરમાં ભારત સરકારે નિમણૂંક કરી છે તે ડે. વિક્રમ સારાભાઈને તા. ૫-૬-૬૬ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવેલા પરિચય ગુજરાતી અનુવાદ.) * 3. વિક્રમ સારાભાઈ એ પ્રકારના વૈજ્ઞાનિક નથી કે જે પ્રયોગશાળામાં પુરાઈ રહે અને દુનિયાને સાવ ભુલી જાય. પોતાની આસપાસના સંયેગોને વિસરી જાય એનું નામ સંશોધક એવી જે આપણી કલ્પના છે તે કલ્પના વિક્રમભાઈને જરા પણ લાગુ પડતી નથી. તેઓ વિજ્ઞાનમાં જેટલે રસ ધરાવે છે એટલે જ રસ સમાજની અન્ય સમસ્યાઓમાં ધરાવે છે, અને આજના વિશાળ સમાજની જે જટિલ શું છે તે અંગે તેઓ ચાલુ ચિન્તન કરતા હોય છે.
તેઓ જણાવે છે કે “આપણે મનથી આપણા દષ્ટિસંપન્ન વિચારકોને જેઓ પ્રાયોગિક કાર્ય કરતા હોય છે તેમનાથી અલગ તારવતા રહીએ છીએ. આ જોઈને મને એટલા માટે આશ્ચર્ય થાય છે કે હું એમ માનું છું કે જેઓ પાયાના સવાલ ઊભા કરે છે તેઓ જ તેને લગતું પ્રાયોગિક કાર્ય સૌથી વધારે સારું કરી શકે છે, કારણ કે ઘણી બાબતોમાં, ખરી સમસ્યા શું છે એ નક્કી કરવામાંથી જ
એના ઉકેલની આપણે બહુ નજીક જતા હોઈએ છીએ.” - આ શકિતશાળી ૪૬ વર્ષના વિજ્ઞાનશાસ્ત્રીના મેઢા ઉપર ઉગતી ઉમરના યુવાનની નિખાલસતા અને કોઈને પણ વશ કરે એવું મધુર સ્મિત તરવરતું દેખાય છે. તેઓ સતત કાર્યપરાયણ રહે છે અને એક સાથે અનેક પ્રવૃત્તિઓમાં રોકાયેલા જોવામાં આવે છે. તેઓ આખા દિવસમાં જેટલું કામ કરે છે તે જોઈને કોઈ સામાન્ય માણસનું તે મગજ જ ભમી જય. પણ તેમના માટે તે એક ક્ષણ પણ નકામી જાય તે અસહ્ય બની જાય છે. - મુંબઈ ખાતે જુની યાચ કલબના મકાનમાં આવેલી એટમિક એનર્જી કમિશનની ઓફિસમાં તેમને જ્યારે મારે એ દિવસે મળવાનું બન્યું અને મેં પૂછયું કે “આપ થાકી તે નથી ગયા ને?” ત્યારે લાક્ષણિક વિનમ્રતાથી મને તેમણે આવકાર્યો અને કહ્યું કે “ના રે, હું જરા પણ થાકેલ નથી. મારે હજુ ઘણું કામ કરવાનું છે. હજુ તો મારી ઉમ્મર ઘણી નાની છે.”
તેમણે કબૂલ કર્યું કે આ તેમને જે નવું કામ મળ્યું છે એટમિક એનર્જી કમિશનની ચેરમેનશીપનું અધ્યક્ષતાનું) આ કામ તેમની તાકાતને એક પડકારરૂપ છે. આ અંગે તેમણે ઉષ્માપૂર્વક જણાવ્યું કે “આ પ્રકારનું સ્થાન મેળવવાની મેં કદિ પણ આકાંક્ષા સેવી નહોતી. મારા કામમાં મને ખૂબ રસ છે અને મારું કામ મને જ્યાં લઈ જાય છે ત્યાં હું સ્વેચ્છાએ જાઉં છું.”
“આ પ્રકારનું વહીવટીકાર્ય તમને વૈજ્ઞાનિક સંશોધનથી અળગા તે નહિ કરે ને?” એવા મારા પ્રશ્નને તેમણે તરત જ જવાબ આખો કે “મને આવો કશો ભય છે જ નહિ. વિશ્વકિરણોના સંશધનમાં....સૂર્યમંડળના વિજ્ઞાનમાં સક્રિય ફાળો આપવા હું ખૂબ ઈન્તજાર રહું છું. આ જ મહિનામાં એક–Astro-physicaખગોળને લગતા-માસિકમાં મારો એક લેખ પ્રગટ થવાને છે.”
જે કાંઈ કામ પોતાના હાથમાં લે તેમાં તેઓ પૂરા નિમગ્ન બની જાય છે એવી જેમની ખ્યાતિ છે તેવી આ વ્યકિતએ સંકોચાતાં જવાબ આપ્યો કે “જ્યારે હું કોઈ કામ હાથમાં લઉં છું ત્યારે હું ક્લાકના કલાકો સુધી કામ કરતો રહું છું અને મારા માટે ભાગ્યે જ કોઈ રજાનો દિવસ હોય છે.”
જ્યારે તેમની ઉંમર નાની હતી અને તેમના માતા-પિતા શેઠ અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીએ અમદાવાદ ખાતે શરૂ
કરેલી શાળામાં તેઓ ભણતા હતા ત્યારે તેમના દિલમાં એક તીવ્ર આકાંક્ષા રમ્યા કરતી હતી–ફીઝીકસનો અભ્યાસ કરવા માટે કેમ્બ્રિજ જવાની. મહાન ભારતીય વિજ્ઞાનશાસ્ત્રી ડે. સી. વી. રમણ તેમના એક આદર્શરૂપ વ્યકિત જેવા હતા અને કોઈ દિવસ તેમની નીચે કામ કરવાની મહેચ્છા આ બાળવિક્રમ પોતાના અંતરમાં ગુપ્ત રીતે સેવ્યા કરતો હતો. તેમની આ બન્ને મહેરાઓ સમયાન્તરે પરિપૂર્ણ થઈ હતી. તેમણે ૧૯૩૯માં નેચરલ સાયન્સના વિષયમાં સેન્ટ જોન્સ કોલેજમાં રહીને ડીગ્રી પ્રાપ્ત કરી અને પછી ડો. રમણની નીચે બેંગલરના ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં છ વર્ષ સુધી રિસર્ચ સ્કોલર તરીકે કામ કર્યું. ૧૯૪૫માં તેઓ કેવન્ડીશ લેબોરેટરીમાં જોડાયા અને બે વર્ષમાં કેમ્બ્રિજમાં તેમણે ડોકટરની ઉપાધિ પ્રાપ્ત કરી.
ડો. વિક્રમ સારાભાઈ જેઓ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ડિરેક્ટર છેતેઓ અમદાવાદની ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝના રિસર્ચ એસોસીએશનના આઠ વર્ષ સુધી ઓનરરી ડિરેકટર હતા, અને ૧૯૬૫ સુધી અમદાવાદના ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના પણ ઓનરરી ડિરેકટર હતા. આ
૧૯૬૨માં ભારત ખાતે અવકાશ સંશોધન-spaceResearch–નું આયોજન કરવાનું સ્વીકારીને તેમણે પોતાની અનેક જવાબદારીઓમાં એકનો વધારો કર્યો હતો. અવકાશ-સંશોધન અંગેની ઈન્ડિયન નેશનલ કમિટીના પહેલા ચેરમેન તરીકે, કેરળમાં અંબા ખાતે ઈકવેટોરિયલ રેકેટ–લચીંગ સ્ટેશન ઊભું કરવામાં અને અમદાવાદ ખાતે એકસપેરીમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સેન્ટર ઊભું કરવામાં અને ફ્રેંચ સેન્ટર સાઉન્ડીંગ રેકેટ બનાવવાને કાર્યક્રમ શરૂ કરવામાં અને સ્પેસ સાયન્સ અને ટેકનોલૉજી સેન્ટર ઊભું કરવાને લગતી દરખાસ્તને વેગ આપવામાં તેઓ મુખ્યપણે જવાબદાર બન્યા હતા. ૧૯૬૨માં ફિઝિકસ માટેનું એસ. એસ, ભાટનગર મેમોરિયલ એવોર્ડ–શાન્તિસ્વરૂપ ભાટનગર–સ્મારકપારિતોષિક–તેમને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારત સરકારે તેમને “પદ્મભૂષણ'ના ઈલ્કાબથી નવાજ્યા હતા. - તેમનાં પત્ની મૃણાલિની સારાભાઈ સુવિખ્યાત નતિકા તરીકે વિશિષ્ઠ ખ્યાતિ ધરાવતાં એક સન્નારી છે. “તેમનાં નૃત્યને લગતાં કાર્યક્રમમાં ભાગ લેવાને તમને સમય મળે છે ખરો?” એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે “જરૂર, હજુ હું ગઈ રાત્રે જ તેમાં ભાગ લેવા ગયો હતો.” ' અનુવાદક : પરમાનંદ
મુળ અંગ્રેજી: શ્રી પિાલકસ ભારત અને અણુબોમ્બ થડા દિવસો પહેલાં ચીને ત્રીજો અણુબોંબ ફોડયા બાદ તેની હરીફાઈમાં ભારતે અણુબ બનાવવો કે નહિ તે પ્રશ્ન નવી ઉત્કટતા ધારણ કરી છે. બે સંઘર્ષપરાયણ દેશો વચ્ચે શસ્ત્રશકિતની સ્પર્ધા પેદા થાય એ સ્વાભાવિક છે. અને તેથી કોઈ પણ દેશને પ્રતિપક્ષ કરતાં ચડિયાતા શસ્ત્રો વસાવવામાં પોતાની વધારે સુરક્ષિતતા લાગે એ સ્વાભાવિક છે. અને તેથી ચીને જો આણુબોંબ પેદા કરવા માંડયા તે ભારતે કેમ ન બનાવવા આ પ્રશ્ન ઊભો થાય એ રામજી શકાય તેવું છે. પણ ચાલુ શસ્ત્રો જેને conventional weapons કહેવામાં આવે છે તે અને અણુશસ્ત્રો વચ્ચે ઘણે ફક છે. આ તફાવતનું સ્વરૂપ ભારતના પ્રજાજનોએ સમજવું જરૂરી છે. આ સંબંધમાં એટમિક એનર્જી કમિશનના તાજેતરમાં નિમાયેલા અધ્યક્ષ ડો. વિક્રમ સારાભાઈએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટર સાથે તા. ૨-૬-૬૬ના રોજ એક મહત્ત્વની ચર્ચા કરી હતી. આ ચર્ચાને લક્ષમાં લઈને લખવામાં આવેલ અને તા. ૪-૬-૬૬ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવેલ