________________
૩૦
પ્રભુ જીવન
મહાપ્રસ્થાનના પથ પર ૧૦
કેદારનાથ પહોંચવા અમે સૌ વ્યગ્ર હતા. પરંપરા પ્રમાણે યાત્રીઓની ધીરજ અને શકિતની અગ્નિપરીક્ષા હવે નજીક જ હતી. અહિં બધાંયે મનની તૈયારી કરી રાખવાની હોય છે. જેઓ ક દારનાથનું દર્શન કરવા ઈચ્છતા નથી તેઓ હવે મંદાકિની પાર કરીને ઉખીમઠ થઈને, બદરીનારાયણને રસ્તો લઈ લે. એ પછી માથું કૂટીને મરે તો યે બીજો ઉપાય રહેતો નથી. સામે જ ભયાનક ચઢાઈ, પ્રાણઘાતક વિપદસંકુલ માર્ગ, મુશ્કેલીથી મળતી ખાવાનાની ચીજો, બરફનાં તોફાન ને પ્રકૃતિનું ભયાનક રૂપ—અર્થાત્ જે નબળા હોય, બીકણ હોય, જેઓની ધીરજ ઓછી હોય, પ્રાણની મમતાને સકોચપૂર્વક જકડી રાખે છે તેઓ આ વખતે જ ઉખીમઠ તરફ ચાલી જાય. કેટલાક લોકોને તો મેં આ પ્રમાણે ચાલી જતા પણ જોયા, બીજી એક મુશ્કેલી હતી, ગુપ્ત કાશીથી લગભગ ત્રીશ માઈ
જે
જે
લના રસ્તા કેદારનાથના છે તે કાપીને ત્યાંથી એ જ રસ્તે સીત્તેર
માઈલ પાછું આવવું પડે, અર્થાત ્ ઉખીમઠથી ન જઈએ તો બદરીનાથ, જવાય નહિ. ખોટી રીતે આ સીત્તેર માઈલના રસ્તો કાપવા પડે તે બહુ દુ:ખદાયી લાગે છે. આજસુધી અમે લગભગ એકશાવીસ માઈલ ચાલ્યા હતા. ચાલવામાં મને કષ્ટ નહોતું, પણ પહાડમાં ચઢાણ ઉતરાણના એક માઈલના રસ્તો સમતલ ભૂમિ પરના સા માઈલના રસ્તાની બરાબર થાય. જે થાય તે, અમે ગુપ્તકાશીના માર્ગ લીધો. થોડે દૂર ગયા ત્યાં, પોસ્ટ ઓફિસ જોઈને મન પાછું દ્વિધામાં પડી ગયું. પણ કાગળ કોને લખું? મનની અંદર બધા અતલ તળિયે જઈને બેસી ગયાં હતાં. જવા દો બધું. ‘જય કેદારનાથજી કી જય.’ માઈલૅક ચાલ્યા હોઈશું, ત્યાં નલાશ્રમ ચટ્ટીમાં અમે આવી પહોંચ્યા. અહીં ચટ્ટીવાળા પાસે મોટો સામાન મૂકી તેની રસીદ લઈને, તે જમા રાખીને કેદારનાથ જવાની વ્યવસ્થા છે, અને આવતી વખતે પોતાના સામાન પાછા લઈને યાત્રીઓ ઉખીમઠ તરફ જાય છે. ઝાળી રાખી જવાના સુયોગ મળવાથી નિરાંત થઈ. આખે રસ્તે મળી અને કામળા જાણે મને સજા થઈ હોય તેમ મને વળગ્યાં હતાં.
રસીદતા લીધી, પછી જો સારા નશીબે ચટ્ટીવાળા એ પાછા સામાન ન આપે તે સારું, એનું મોઢું જોવાની મારી ઈચ્છા નહોતી. નલાકામથી એક માઈલ દૂર ભૈતાદેવી ચટ્ટી હતી, અહીં એક કુંડ ને પ્રાચીન મંદિર હતું. ત્યાંથી પાછું ચઢાણ શરૂ થતું હતું. ચઢાણ જોઈને જ રડવું આવતું હતું. છાતીનું લોહી સૂકાઈ જતું હતું. પૂરા બે માઈલના ચઢાણ પછી બુંગમાલા ચટ્ટી આવી. મે સાંભળ્યું કે, અહીં ભગવતીના મંદિરમાં અનેક મહાત્માઓના મેળાપ થાય છે. જવા દો, હવે મહાત્મા તરફ રૂચિ રહી નહોતી. અહીં લાકડાંનાં વાસણ સસ્તું ભાવે મળતાં હતાં. બુંગમાળાથી પાછું ઉતરાણ શરૂ થતું હતું. ચઢાણ અને ઉતરાણ: એકેએક પહાડ ચઢવાનો ને ઉતરવાનો. જનશ્રુતિ એવી હતી કે, બધા મળીને એક લાખ પહાડ ન એળગીએ તે બદરીનારાયણ ન પહોંચાય. બે માઈલ રસ્તા પસાર કરીને મૈથંડા આવ્યો. અહીં મહિષમર્દિની દેવીનું મંદિર હતું ને નદી ઉપર દોરડાંને ઝૂલતા પૂલ હતા. ઉપરની તરફ રસ્તો લઈએ તે બરફનું સામ્રાજય દષ્ટિએ પડે. તડકામાં એનું રૂપ અપૂર્વ લાગતું હતું. ઉપર ઉજજવલ નીલ આકાશ હતું, તેની નીચે સફેદ બરફની રેખા હતી, ને તેની નીચે લીલી અરણ્યમય પર્વતરાજી હતી. પાછળની પટભૂમિકામાં ત્રણ રંગનું વિસ્મયકારક મિશ્રણ હતું. અંદરથી એક પ્રકારના અદ્ભુત આનંદ ગૂંજી ઊઠતા હતો. વળી એક માઈલ ચાલ્યો ત્યાં ફોટા ચટ્ટી પહોંચ્યો. અહીં એક સરકારી ધર્મશાળા ને પાણીચક્કી હતી. બધું જોતાં જોતાં સાંજનું અંધારૂ થવા આવ્યું. આજે તે અહીં જ વિશ્રામ લેવા પડશે. પણ એ નવાઈની વાત હતી, બ્રહ્મચારી આગળ ચાલી ગયા હતા. કાલથી જ એ અમારી નજર ચૂકાવી આગળ જવાના પ્રયત્ન કરતા હતા. એનું કાંઈ તાત્પર્ય સમજાયું નહિ. અહીંથી બદલપુર ચટ્ટી લગભગ ત્રણ માઈલ હતી, રાત પડતી હતી,
તા. ૧-૧-૧
✩
એ બદલપુર પહોંચી શકશે કે નહિ તેની કોને ખબર? ચિંતાતુર મને ગોપાલદા અને ડોશીની ટાળીને લઈને ચટ્ટીમાં આવી પહોંચ્યો. બ્રહ્મચારીના મનમાં કર્યાં. એછું આવ્યું તે સમજાયું નહિ. ગેાપાલદા જોડે પણ એને ઝાઝું બનતું નહિ. એને ભગવાનમાં પૂરો વિશ્વાસ હતા. તેથી કાંઈ ગોપાલદા મુગ્ધ થયા નહોતા, પણ મને તે એ આત્મીય લાગતા હતા.
બીજે દિવસે સવારે અંધારામાં જ યાત્રા શરૂ કરી. ઠંડક હાવાથી રસ્તે ચાલવાની મઝા પડી. સહેજમાં થાક લગતા નહોતા. શરૂઆતમાં તેા ઠંડીથી થોડું કષ્ટ થતું. પણ પછી શરીર જરાક ગરમ થતાં ખૂબ સારૂ લાગતું હતું. ખોડંગાતા ખોડંગાતા પણ હું આગળ ચાલતા હતા. શૂન્યમન, બ્રહ્મચારીનો અભાવ મનમાં મનમાં અનુભવતા હું ચાલતા હતા. રસ્તામાં આપણા સમેવિડયો સાથી આપણને છોડી જાય તે ઘણું વસમું લાગે છે. દુ:ખ અને આનંદ બન્ને સમાવિડયા મળી જાય તે એક જ જગ્યાએ આપણે અનુભવીએ છીએ, અને બહુ સહેલાઈથી આપણે પરસ્પરને ઓળખી શકીએ છીએ. મનમાં એ સમેાવિડયા કેટલીક જગ્યાએ લુપ્ત થયા, કેટલીક જગ્યાએ પાછા મળ્યા હતા એ વાત આવ્યા કરી. થોડુંક જતાં એ અનુભવ પ્રવાહમાં ઘસડાઈ જતા હતા, તો કયારેક એ બંધાઈને પથ્થરની જેમ જડાઈ જતા હતા. આવેગ સૂકાઈ ગયો હતો, ભાવુકતા દબાઈ ગઈ હતી, દુ:ખ અને આનંદ બન્ને એક જ પ્રકારનાં લાગતાં હતાં. ધીમે ધીમે પ્રાત:કાળના પ્રકાશ ફ્ ટવા લાગ્યો, આકાશને ખૂણે ખૂણે પ્રભાતને નિ:શબ્દ સમારોહ પ્રસરવા લાગ્યો. પર્વતનાં શિખરો લાલ રંગથી ચમકવાં લાગ્યાં. અમે ધીમી ગતિએ ચાલતાં હતાં. બદલપુર ચટ્ટીમાં આવી થોડી મિનિટ આરામ લીધો. આરામ લઈને પા ચાલવા માટે તૈયાર થયો. રસ્તો સમતલ હતા. પગને કઠણ લાગતા નહોતા. માથું નીચું કરીને ચાલતા હતા. કાંઈ વિચાર કરતા નહોતા. ફકત ચાલતા હતા. ચાલવા સિવાય મારે બીજું કાંઈ કામ હતું નહિ. રસ્તાની પાસે જ કુંદ ને કુરલકનાં ઝાડા હતાં એ ભલે હોય, આપણે તે ચાલતા જ રહ્યા. ગૌરીફળ, દાડમ, ને અખરોટનાં વના હતાં, એ ભલે હાય, આપણે તો આગળ ચાલા. કોઈ ઠેકાણે હૂ હૂ કરતા ધોધ પડતા હતા, કયાંક પહાડમાંથી ઝરણાં વહેતાં હતાં એ ધાધ ભલે પડતા, ઝરણાં ભલે વહેતાં, મારે તો ચાલવાનું જ છે ને? ચટ્ટીથી એક પહાડી કૂતરો સાથે સાથે આવતા હતા, કદાચ, યુધિષ્ઠિરની જોડે, કુતરાનું રૂપ ધારણ કરીને ધર્મ ચાલતા હતા તેમ. એ કેટલે દૂર જશે કોને ખબર! તે દિવસે હિસાબ કરીને મેં જોયું હતું કે એક કુતરા માટે ભાગે વીશ માઈલના રસ્તે ખાવું મળવાના લાભે અમારી પાછળ પાછળ કાપતા આવ્યા હતા. રસ્તામાં ઘણા યાત્રીઆની પાછળ આમ કુતરા ભમતા હોય છે. આ રસ્તા મહાપ્રસ્થાનના છે તે વિષે રજમાત્ર પણ શંકા નહોતી. ચાલતાં ચાલતાં પહાડની એક ખુલ્લી જગ્યામાં આવીને ઊભા રહ્યો. ગાપાલદા ઊભા ઊભા ઘોડાની જેમ હાંફતા હતા. રસ્તાના થાકને લીધે એમની આંખને ઝાંખપ વળી હતી. એ વિપુલ અવકાશમાં સ્વસ્થ થઈને ઊભા રહીએ તો ઉત્તર તરફ દૂર દૂર સુધી દિષ્ટ પહોંચે છે. રસ્તો અર્ધચન્દ્રાકારે રહેલા છે. અને દૂરે રસ્તો બે વિભાગમાં વહેંચાઈ જાય છે અને એક રસ્તા ઉપર જાય છે ને બીજો રસ્તો નીચે મંદાકિની તરફ જાય છે. મને થયું કે એ પથના સંયોગ અગળ એક નાના બિન્દુના જેવા બ્રહ્મચારી હાલતા હતા. પીઠપર લટકાવેલા લીલા રંગનો કામળે, અને રાતા ગેરૂઆ રંગના કપડાં, બ્રહ્મચારી સિવાય બીજો કોઈ નહિ. બે વાર જોરજોરથી બૂમ પાડી, હાથ હલા વીને એનું ધ્યાન ખેંચવાના પ્રયત્ન કર્યો, પણ બધું નિષ્ફળ ગયું. મારા અવાજ એના કાને પહોંચ્યો નહિ. એ એમ જ નીચેને રસ્તે ચાલ્યા કરતા હતા. દોડીને એને પકડવાના ઉપાય હોત તો એને પકડી પાડત, પણ એને એમ નિષ્ઠુર થવા દેત નહિ. મારા સિવાય એના વ્યવહારથી કોઈને આનંદ નહોતા. હું એને ચાહતા હતા.
લગભગ નવ વાગે અમે ત્રિજુગી નારાયણના પગદંડી રસ્તા લીધા. રસ્તાની એક શાખા નીચે મંદાકિનીના તટપર ઊતરતી