________________
પ્રમુદ્ધ જીવન
૪
રહી નહોતી જ, પણ હવે એના રોષ કે દુ:ખ વિસરાઈ ગયું હતું. તેમ ફરી લગ્ન કરવાની પણ કોઈ ઈચ્છા જન્મી ન હતી.
એક વાર હું નવી ડાળી ખરીદવા રૂદ્રપ્રયાગ ગયો. મને આ વર્ષો દરમિયાન ખબર પડી ગઈ હતી કે મારી પત્ની ભાગીને તે પુરુષ સાથે રૂદ્રપ્રયાગમાં રહેતી હતી. પણ મેં એને શેાધવાને કદી વિચાર કર્યા જ નહોતા. પણ આ વખતે અનાયાસે જ એક પરિચિત ગૃહસ્થે મને તેનું ઠેકાણું આપ્યું અને આટલાં વર્ષો પછી મને તેના સુખદુ:ખના સમાચાર જાણવાનું મન થયું. અને હું તેને ઘેર ગયો. આંગણામાં પ્રવેશતાં જ મેં ત્રણ મેલાંઘેલાં ચીંથરેહાલ રખડતાં બાળકો જોયાં અને ઝુંપડીની પરશાળમાં એક કૃશકાય શ્રી ખાટલામાં પડી કણસતી હતી. ધ્યાનથી જોતાં હું એને ઓળખી ગયો. એ જ મારી પત્ની હતી. મને પણ તે તરત ઓળખી ગઈ. તેણે શરમથી આંખો નીચી ઢાળી દીધી. અને થોડી વારે ખૂબ જ દયામણે ચહેરે રડતાં રડતાં બાલી,
‘જુઓ જુઓ, આ મારા પાપનું ફળ. તમને બ્રેડીને આમ ભાગી જવા બદલ મને શું મળ્યું? હું ખૂબ જ દુ:ખી થઈ ગઈ છું.
તેણે પોતાની દુ:ખદર્દની કહાણી કહી. તેને ભગાડી જનાર પુરુષ તે બે ત્રણ વર્ષમાં જ હાથમાંની રકમ ખલાસ થતાં તેને રઝળતી મૂકી જતો રહ્યો છે. તેની તથા તેનાં બાળકોની સારસંભાળ લેનાર કોઈ નથી. તે મજૂરી કરી પેટ ભરતી હતી પણ હવે તેનાથી તે પણ બનતું નથી. અને અત્યંત દુ:ખમાં દિવસે વિતાવે છે વગેરે.
મારૂ મને તેનું દુ:ખ જોઈ કકળી ઊઠયું. મેં તે ઘડીએ જ તેની તથા બાળકોની સંભાળ રાખવાનું નક્કી કરી લીધું. ત્યારથી એ બધાંની સારસંભાળ હું લઉં છું અને તેમના ઘરના બધા ખર્ચ હું જ ઉપાડું છું. બાળકોને ભણાવવાની પણ મે જોગવાઈ કરી છે. ગામલોકો ઘણી વાર કહે છે ‘નાહકની પળેાજણ માથે લઈ શું કામ મહેનત કરીને મરી જાય છે.' તેમની વાત સાચી છે, પણ એ પારકી પળાજણ મને જાણે મારી જ લાગે છે. મનમાં એ ફરજ બજાવતાં એક જ વિચાર આવે છે ‘આખરે એ એક વારની મારી સહધર્માંણી જ હતી ને! મારૂ અર્ધું અંગ જ કહેવાયને! ને એ નિરાધાર બાળકોના મુખ ઉપર આવતી તાજગી જોઈ મને પરમ આનંદ અને પરમ સંતોષનો અનુભવ થાય છે.
‘ઘણા વડીલો હજુ પણ નવા લગ્નની સલાહ આપે છે. પણ વાતમાં મને હવે રસ જ રહ્યો નથી. ‘ગઈ સો ગઈ' બસ મન એ બાજુથી વળી ગયું છે.'
ત્યાર પછી ભાપાળ મારા તરફ ફરી મને કહે, “બાબુજી, આપની પાસેથી જે મજૂરી મળશે એમાંથી પચાસ રૂપિયા તેને પહોંચાડી હું મારે ઘેર જઈશ.'
મારૂ મન ભાપાલની આ પરમ ઉદારદિલીની વાત સાંભળી આશ્ચર્યથી મૂઢ બની ગયું હતું, છતાં મારી અંદરની વ્યવહારદક્ષતાથી બાલ્યા વગર ન રહેવાયું ને હું બાલ્યા :–
ભાપાલ, એક બેવફા સ્ત્રી માટે આટલું બધું કરવું એ નરી મૂર્ખતા જ કહેવાય ને !'
તે તરત જ ફરી હસતેા હસતા બાલ્યા. ‘બાબુજી, મૂર્ખતા હશે, પણ એક વખતનું તે મારૂં અર્ધું અંગ છે. મારા સુખમાં સુખી અને દુ:ખમાં દુખી એવા યે ઘણા દિવસે તેણે મારી સાથે વિતાવ્યા છે, અને તેને તેની કરણીના પસ્તાવા પણ થયો છે. ઉપરાંત તેને તેનું ફળ પણ મળી ગયું છે. હવે મારું તો માત્ર તેની સંભાળ લેવી જોઈએ ને! એટલું ન કરૂં તો હું માણસ શેન
ધન્ય છે ભાપાળ તારા આ રહેમીદિલીને. ઉજળા લોકોની સંકુચિતતા આગળ તારી આ પ્રાકૃત હૃદયની ઉદારતા જોઈ મારૂ મન ધન્ય બન્યું છે.' આવુંઆવું હું એને કહેવા જતે!, ત્યાં તે અમારી રાતવાસો કરવા માટેની ધર્મશાળા આવી પહોંચી અને બધી ડોળીઓ ખભા પરથી નીચે ઊતરવા લાગી.. આજે ભાપાળ ને તેની પેલી
બીમાર પત્ની કર્યાં યે ગયાં છે એક મધુર
તા. ૧-૧-૧૬
હશે, પણ મારા હૃદયમાં તે સદા માટે વસી સ્મરણરૂપે. તંત્રી નોંધ
આપણે સાધારણ રીતે ઉચ્ચ શિક્ષણપ્રાપ્તિને શીલસંપન્નતા સાથે જોડીએ છીએ. ઉપરની ત્રણ ઘટનાએ એમ પુરવાર કરે છે કે ઉચ્ચ કેળવણી અને શીલસંપન્નતાને કોઈ અનિવાર્ય સંબંધ નથી. ભણતર—સારૂં ભણતર માનવીને એક શકિત આપે છે. એક પ્રકારની કાર્યકુશળતા આપે છે. તે કેળવણી સાથે શીલના ઊંચા સંસ્કારો જોડાયેલા હોય તેા કેળવણી દ્વારા પ્રાપ્ત થયેલી શકિતને તે સદુપયોગ કરે છે. અને તેનાં જીવનમાં સહજપણે સંયમ અને સુવાસ પ્રગટે છે. એથી અન્યથા હોય તો ‘સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવન્તી' એ ઉકિત મુજબ એના એ જ માનવી રાક્ષસ બની શકે છે અને સમાજમાં અક્ષમ્ય વિસંવાદો પેદા કરે છે. ત્રીજા કિસ્સામાં કોઈ શિક્ષણ કે ઉચ્ચ કેળવણીના દાવા નથી, પણ જીવન્ત માનવતા છે. આવા માનવીઓ માનવતાની આધારશિલા છે; સમાજ તેમના ત્યાગ અને સમર્પણ ઉપર ટકી રહેલા છે.
પરમાનંદ
સાહિત્યપુરુષ ચૂનીભાઈ
કાળમાં દુકાળ હોય છે.
દુકાળમાં અધિક મહિના હોય છે.
કોક વખત એવા જ આવે છે કે, જયાં પ્રજવલિત’ એક ચિતા બુઝાતી નથી, ત્યાં મહામના માનવીને ગોદમાં લેતી બીજી ચિતા પ્રજવલી ઊઠે છે. અને બીજી દાહક અસર હજી ઓછી થઈ હાતી નથી, ત્યાં ત્રીજી ચિતા ભભૂકતી દેખાય છે.
હજી હમણાં જ સાક્ષરવર્ષ શ્રી ધૂમકેતુના મૃત્યુની સંવત્સરી ઊજવી; હજી હમણાં જ શ્રી. ગુણવંતરાય આચાર્યના અવસાન પર આંસુનાં મોતી પરોવ્યાં; ત્યાં સાહિત્યકારોની - પ્રાચીન કાળની, સંધિકાળની અને અર્વાચીન કાળની એમ ત્રણ પેઢીને આવરી લેતા ભીષ્મપિતામહ જેવા ધીર, ગંભીર સહિત્ય પુરુષ શ્રી ચૂનીલાલ વર્ધમાન શાહના દેહાવસાનના દુ:ખદ સમાચાર સાંપડે છે.
એક (ધૂમકેતુ), બે (શ્રી આચાર્ય), ને ત્રણ (શ્રી. ચૂં. વ. શાહ.) એમ ત્રણે મહાન વ્યકિતઓ સાથે મારગાઢ ઉત્તરોઉત્તર સંબંધ હતા ને હું માનું છું કે, ગુજરાતી સાહિત્યને શ્રી મુનશી પછી આ ત્રણે વ્યકિતઓએ જાહેર—બાહેર રીતે આવરી લીધું હતું ને સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ એમના ઝબકારાથી અસ્પર્શી રહી શકે તેમ નહાતું.
સુદીર્ધ એંશી વર્ષનું આ પુષ્ય, જીવનની તડકી છાયડીમાં સ્વસ્થ તન અને મનની નિરોગીતા, સમાજ, સંપ્રદાય ને દેશ - ત્રણેને યોગ્ય ત્રાજવે તેાળીને સેવા કરનાર, કયારેય અજંપે કે અસારા નહિ, આવેલી કડવી મીઠી ઘડીને વધાવી લેવાની તત્પરતા આવા માનવીનાં મૃત્યુ પર અક્સા ગુજારવા - એ મરનારના વ્યકિતત્વને અવમાન આપ્યા બરાબર છે. જીવનના છેડો મૃત્યુ છે; ને જો એછેડા આવી શાનદાર રીતે આવતા હોય તે આ જમા નામાં ઝાઝું શોચવા જેવું નથી એમ લાગ્યા કરે છે.
શ્રી ચૂનીભાઈના જન્મ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડમાં, એ વખતના પ્રખ્યાત વઢવાણ શહેરમાં તા. ૩-૧-૧૮૮૭ના રોજ એટલે કે આજથી લગભગ એંશી વર્ષ પૂર્વે થયો હતો. માતાનું નામ નાથીબાઈ ને પિતાનું નામ શ્રી વર્ધમાન મુલચંદ શાહ હતું. જન્મે તે સ્થાનકવાસી જૈન હતા.
પિતા સુરેન્દ્રનગરમાં એક વેપારીને ત્યાં નોકરી કરતા હતા. પણ તેમના કાકા વઢવાણ શહેરના જાણીતા વેપારી હતા. ચૂનીભાઈનું ભણતર વઢવાણમાં થયું ને ત્યાંની દાજીરાજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૦૨માં મેટ્રિક પાસ કરી મેટ્રિકમાં તેમને સારા ગુણ બદલ સરકારી રૂા. ૫૦નું ઈનામ મળ્યું હતું.
પિતાની સ્થિતિ સાવ સાધારણ હતી, એટલે ચૂનીભાઈને નાકરી તાત્કાલિક શોધવી પડી; અને તેઓએ શિક્ષકની સદા સસ્તી વૃત્તિ સ્વીકારી લીધી.
પણ ચૂનીભાઈની અંતરપ્રેરણા તેમને સાહિત્ય તરફ ખેંચતી હતી. પોતાના કાકા નાટકોના શાખીન હતા. સાત વર્ષની ઉંમરથી