SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન તેની ઝડપ વધી જાય છે, વધુ અંતરે હોય ત્યારે ઘટી જાય છે. હું આ સાથે જૈન ભૂગોળ નામના લેખનું પાનું ફાડીને મેલું છું. તેમાં એવી દલીલ કરવામાં આવી છે કે સૂર્ય-ચંદ્ર ફરે છે, પણ પૃથ્વી કદી ફરતી નથી. આ વિશે શું સમજવું? જવાબ: ભૂગોળ એ ભૂગોળ છે; તો જૈન, વૈષ્ણવ, મુસ્લિમ કે ખ્રિસ્તી ભૂગાળ કેવી રીતે હોઈ શકે? ધર્મને વિજ્ઞાનની ચર્ચામાં ન લાવવા જોઈએ. ધર્મ એ સદાચારી, સ્વસ્થ અને ઈશ્વરપરાયણ જીવન કેમ જીવવું તેનાં નીતિનિયમો અને તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર છે. વિજ્ઞાનના ક્ષેત્રને લગતું જે કંઈ બાઈબલમાં છે તે બધું વિજ્ઞાન વડે ખાટું ઠર્યું છે. તેમ છતાં ખ્રિસ્તી ધર્મગુરૂઓ પણ આજે નથી કહેતા કે વિજ્ઞાન ખોટું છે અને બાઈબલ સાચું છે. આશરે પોણાચાર વર્ષ પહેલાં ગેલિલિયોએ પહેલું દૂરબીન ચંદ્ર તરફ માંડીને બાઈબલના કથનને ખાટું ઠરાવ્યું હતું, પણ જયારે તેણે ધર્મગુરુઓને દૂરબીન વડે ચંદ્ર જોવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું કે તારા દૂરબીન વડેચંદ્ર જોઈને અમે પાપમાં પડવા નથી માગતા; બાઈબલમાં લખેલું છે તે જ સાચું છે! જૈન ભૂગાળમાં આ ધર્મગુરુઓનું ૪૦૦ વર્ષ જૂનું માનસ છે. આ જમાનામાં જયારે વિમાનોના, રોકેટોના અને અવકાશયાનોના વહેવાર પૃથ્વીની ગતિના આધારે ચાલે છે ત્યારે પૃથ્વી નથી ફરતી એમ કહેવું એ ૪૦૦ વર્ષ મેડું છે. પૃથ્વી નથી ફરતી એમ આપણે ત્યાં આજે લખાય છે, છપાય છે અને વંચાય છે, એ પણ એક અજાયબી નથી.” આમ અન્ય ધર્મશાસ્ત્રો માફક જૈન ધર્મશાસ્ત્રમાં એવાં એવાં અન્ય વિધાનો પણ મળવા સંભવ છેકે જે આજના વૈજ્ઞાનિક સંશાધન અને નિર્ણયા સાથે બંધબેસતા ન હોય. દા. ત. અગ્નિતત્વ સજીવ હાવાની જૈનધર્મની માન્યતા. આ માન્યતા કેમ ઊભી થઈ હશે? બીજમાંથી વૃક્ષ થાય છે; બાળકમાંથી યુવાન થાય છે; નાના બચ્ચામાંથી મેટ્ જાનવર થાય છે. આ ઉપરથી એક એવી વ્યાપ્તિ બાંધવામાં આવી કે જ્યાં સ્વયં હલનચલત અથવા વિકાસ હોય ત્યાં સજીવતા સમજવી. આ ઉપપત્તિ ઉપરથી તણખામાંથી ચાતરફ ફેલાતો ભડકો અથવા તો અગ્નિ નિર્માણ થતા જોઈને તે પણ સજીવ હાવાની માન્યતા જૈન ધર્મમાં ઊભી થઈ હોય એમ બનવાજોગ છે. પણ જીવસૃષ્ટિની સ્વયંવૃદ્ધિ અને અગ્નિની સ્વયંવૃદ્ધિમાં આસમાન જમીનના ફરક છે. અગ્નિમાં દેખાતી સ્વયંવૃદ્ધિ કોઈ સજીવતાની સૂચક નથી, પણ વસ્તુને ભસ્મીભૂત કરતી−disintegrate કરતી— અને એ રીતે વસ્તુનું વિસ્તૃત રૂપાન્તર કરતી એક શકિતનું રૂપ છે. અથવા તો અગ્નિ એક પ્રકારની વસ્તુસ્થિતિ છે એમ પણ કહી શકાય. આવી રીતે શબ્દને પુદ્ગળ માનવામાં આવે છે, બટાટાને કંદમૂળની કક્ષામાં મૂકવામાં આવે છે– આ માન્યતાઓ પણ આજે અવૈજ્ઞાનિક પુરવાર થવાનો સંભવ છે. શાસ્ત્રોએ પવિત્ર મનાવેલું રેશમી વજ્રનરી હિંસાના કારણે કોઈ પણ અંશમાં પવિત્ર ગણી શકાય તેમ છે જ નહિ. આમ ભૌતિક તત્વ અથવા તો પદાર્થને લગતી જે કોઈ ધાર્મિક માન્યતાઓ આજના વૈજ્ઞાનિક સંશાધન સાથે બંધબેસતી ન આવે તે તે માન્યતાએ સર્વજ્ઞકથિત કહીને સાચી પુરવાર કર નો પ્રયત્ન કરવાને બદલે ધર્મને અન્તસ્તત્વના ઉર્વીકરણ સાથે અને વિશ્વ સાથે સંવાદિતા પેદા કરે એવા આચાર સાથે સંબંધ છે અને વિજ્ઞાનને વસ્તુતત્ત્વના સમ્યક નિરૂપણ સાથે સંબંધ છે એ મુજબ ધર્મ અને વિજ્ઞાન વચ્ચે રહેલી ભેદરેખાને બરાબર સમજવી અને અન્તસ્તત્વનું ઉર્વીકરણ અને આચારશુદ્ધિ એ સનાતન વિચાર છે. જયારે વૈજ્ઞાનિક વિચાર નવાં નવાં સંશાધન ઉપર આધારિત હોઈને સદા પરિવર્તનશીલ છે એ પ્રકારના વિવેક પ્રાપ્ત કરવા એ જ સત્યનિષ્ઠ ધર્મનિષ્ટ માનવી માટે સાચા અને સહીસલામત માર્ગ છે. પૃથ્વીના સ્વરૂપ વિષે ઉપર આપેલી ચર્ચા પણ આ જ દૃષ્ટિકોણને આગળ ધરે છે. (અનુસંધાન ૩૨ મે પાને) તા. ૧-૬-૧૯ ભણેલા લેકે ! આ આપણા તા. ૨૭-૩-૬૬ ના ‘ગુજરાત સમાચાર’માં આપણું એકદમ ધ્યાન ખેંચે એવા બે સામાજિક કિસ્સાઓ પ્રગટ થયા છે, જેની વિગત નીચે આપવામાં આવી છે. ગયા ફેબ્રુઆરી માસના અન્ય ભાગમાં અને માર્ચ માસની શરૂઆતના ભાગમાં મુંબઈના જાણીતા વિશિષ્ટ પરાંઓ ખાર, સાન્તા ક્રુઝ અને વીલે પારલે આસપાસના વિભાગમાં એવા બે બનાવા બન્યા છે કે, જેમાં ચાર માનવીઓએ એટલે સ્ત્રી પુરુષોએ ન કરવા જેવાં કામા કર્યા છે અને આ સ્રીપુરુષો તદન સામાન્ય વર્ગના નથી કે કોઈ પછાત કે અભણ વર્ગના નથી. તે ઉચ્ચ હિંદુ કુટુંબોનાં સ્ત્રી પુરૂષો છે અને મોટી મેટી ડીગ્રી ધરાવનાર છે, સમાજને શિક્ષણ આપનારા છે, સમાજનું સ્વાસ્થ્ય સાચવવા માટે જવાબદાર ગણાય એવા છે અને સમાજમાં આગેવાનીભર્યા મોભા ધરાવનારા છે. આ બે કિસ્સાઓમાંથી પહેલા કિસ્સા નીચે મુજબ છે:– કિસ્સા પહેલા વાત એમ બની છે કે મુંબઈના પરાઓમાં એક અગ્રગણ્ય તબીબ તરીકે જેમની ગણના થાય છે તેવા સાઠની આસપાસની વય ધરાવતા એક ડૉક્ટર ચારપાંચ દિવસ થયા ગુમ થઈ ગયા છે. હા, હું ગુમ થઈ ગયા છે એમ એટલા માટે કહું છું કે, તેમનાં પત્નીને પણ તેઓ ક્યાં ગયા છે તેની ખબર નથી. આ ડૉક્ટર એક સુશિક્ષિત કુટુંબમાં સારવાર અર્થે અવારનવાર જતા હતા. ને આવા ડાકટરો જેમ કુટુંબનાં તમામ રહસ્યો, સુખદુ:ખ સગવડ અગવડોની વાત જાણતા હાય છે તેમ આ ડૉક્ટર પણ આ બધું જાણતા હતા. આ કુટુંબમાં ૨૫-૨૭ વર્ષની ઉંમરની એક કુંવારી કન્યા પણ હતી. આ ઉંમરે સ્રીને કે કુંવારી કન્યાને જે લાડકોડ, ઈચ્છા અરમાન હોય. તે બધાં આ કન્યાનાં અધૂરાં હતાં. આપણા સમાજમાં ઘણીવાર બનતું આવ્યું છે તેમ અનેક કારણેાસર એ કન્યાના લગ્ન વિષે એના વાલીઓએ પ્રયાસ કર્યા ત્યારે તે લગ્નની વાત જામી નહિ, જ્યાં કન્યાને મુરતીઓ પસંદ આવ્યા ત્યાં મુરતીયાને કન્યા પસંદ ન આવી ને જયાં મુરતીયાને કન્યા પસંદ આવી ત્યાં કન્યાને મુરતીયો પસંદ ન આવ્યો. ઘણીવાર બન્નેને જામી જાય એવું લાગતું ત્યારે પાછળથી ખબર પડતી કે મુરતીયા કરતાં કન્યા જ વધારે ભણેલી હતી. અને એમને એમ યોગ્ય મુરતીયાની શાધમાં વર્ષો વીતી ગયાં. વર્ષો વીતતાં જાય છે તેમ યૌવન પણ વધતું જાય છે અને એ એના તકાદા કરતું જ હોય છે. અને એનાં પરિણામો આવવા જોઈએ તેવાં આવે છે. આ જુવાન બાઈ પેલા પાડોશી ડાક્ટરના મહિપાશમાં લપેટાઈ ગઈ. ડૉક્ટર પણ ઘણા જ સુશિક્ષિત અને ચતુરસુજાણ હતા. એમણે આ બાઈ ઉપર એવી ભુરકી છાંટી કે બાઈને ડૉક્ટર સિવાય કંઈ દેખાય જ નહિ. બાઈના વાલીઓએ આ વાતની નોંધ લીધી ને તેને આ વળે પંથેથી વાળવાના પ્રયાસ કર્યા. બાઈ તે ન સમજે તે સમજાય તેવું છે, પણ પેલા ભાઈ પણ ન સમજયા. બેચાર છેકરાંઓના બાપ એવા આ ડૉકટરે વાલીનાની સાચી વાત સમજીને બાઈને સવળે રસ્તે ચડાવવાને બદલે વાલીઓને દમદાટી આપવા માંડી. વચ્ચે એકવાર યુવતીએ કોઈ ઝેરી ગાળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ પણ કર્યો ને વાત જયારે વધી પડી ત્યારે છેવટે તે યુવતી ઘર છેડીને નાસી ગઈ છે. છેલ્લા પંદર દિવસ થયા મુંબઈની એક અગ્રણ્ય શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી આ બાઈના પત્તા નથી મળતા. એટલું જ નહિ, ઉપરથી બાઈએ નાસી જતી વખતે મહારાષ્ટ્ર રાજયના ગૃહ પ્રધાનને, પોલીસ કમિશ્નરને તથા પોતાના વાલીઓને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, તમે લોકો મને ત્રાસ આપે. છે એટલે હું તમને છોડીને ચાલી જાઊં છું. પેલા વાલીઓની આંખમાંથી આંસુ સૂકાતાં નથી. એમણે પેલા 4
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy