SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનની આલેચના આપણા દેશમાં કેટલાક સમયથી અનાજની ખેંચ શરૂ થઈ છે અને એ ખેંચ ઉત્તરોત્તર વધતી રહી છે. આ ખેંચને પહોંચી વળવા માટે એટલે કે જરૂરી અનાજનો જથ્થો પૂરો પાડવા માટે ભારત સરકાર તરફથી યુનાઈટેડ સ્ટેટ્સ સાથે જોગવાઈ કરવામાં આવી છે અને યુનાઈટેડ સ્ટેટ્સ પી. એલ. (એટલે પબ્લીક લા) ૪૮૦ નીચે આપણને ઘણા મોટા પ્રમાણમાં અનાજ પૂરું પાડતું રહ્યું છે. આ અનાજની કિંમત રિઝર્વ બેંકમાં યુનાઈટેડ સ્ટેટ્સ યુસ એકાઉન્ટ ’ એ ખાતા નીચે રૂપિયામાં જન્મે થઈ રહી છે. આ રીતે આજ સુધીમાં રૂા. ૧૬૫૦ કરોડનું અનાજ ભારત ખાતે આયાત થયેલ છે અને તેમાંથી અહિંના અમેરિકન એલચી ખાતાના પોતાના ઉપયોગ માટે અથવા તે ભારતને લોન અથવા ગ્રાન્ટ રૂપે અપાયલી અમુક રકમ પેટે આશરે 1. ૧૫૦૦ કરોડ આજ સુધીમાં વપરાયા છે એટલે કે ખેંચવામાં અવ્યા છે. આ રીતે હિસાબ કરતા યુનાઈટેડ ર્યુસ એકાઉન્ટ ખાતે અત્યારે આશરે રૂા. ૧૫૦ કરોડ આપણી રિઝર્વ બેંકમાં જન્મે પડેલા છે. આ રકમ સંબંધમાં યુનાઈટેડ સ્ટેટ્સ તરફથી કેટલાક સમય પહેલાં ~ લાલ બહાદુર શાસ્ત્રી જીવતા હતા તે દરમિયાન એવી દરખારત કરવામાં આવેલી કે પી. એલ. ૪૮૦ નીચે મેકલાતાં અનાજ પેટે આ રીતે એકઠી થતી અમુક રકમનું એક ટ્રસ્ટ કરવું, તેને ‘ઈન્ડો – અમેરિકન ફાઉન્ડેશન” એમ નામ આપવું અને તેના એટલે કે તેના વ્યાજના ઉપયોગ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે તેમ જ વિજ્ઞાન તથા ટેક્નોલોજીના વિકાસ માટે કરવો. તાજેતરમાં ભારતના મહા આમાત્ય શ્રીમતી ઈન્દિરા ગાંધી અમેરિકા ગયેલા ત્યારે યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ શ્રી જાન્સન સાથે આ દરખાસ્ત અંગે વિશેષ વાટાઘાટો કરવામાં આવી હતી અને પરિણામે ઉપરની યોજનાના અમલ કરવા માટે, જેમાં આઠ કે નવ ભારતના અમુક ઈલેકટોરલ કાલેજ દ્વારા ચૂંટાયલા પ્રતિનિધિઓ હોય, અને આઠ કે નવ અમેરિકાના એ જ પ્રકારે ચૂંટાયલા પ્રતિનિધિઓ હોય અને જેના ચેરમેન અને એકઝીકયુટીવ આફ્સિર વારાફરતી ભારતીય કે અમેરિકન હોય એવા એક સ્વતંત્ર બોર્ડની રચના કરવી એમ નક્કી કરવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશનમાંથી વ્યાજ પેટે દર વર્ષે આશરે પાંચ કરોડની આવક થશે એટલે કે એટલી રકમ ઉચ્ચ શિક્ષણ કે જેમાં વિજ્ઞાન અને ટેક્નોલાજીના રસમાવેશ થાય છે તે પાછળ ખરચવામાં આવશે એવી ગણતરી કરવામાં આવે છે. આ યોજના સામે બે દિશાએથી વિરોધ કરવામાં આવ્યો છે; એક તો જેમને સામ્યવાદતરફી ગણવામાં આવે છે એવા કેટલાક લેાકસભાના સભ્યો તરફ્થી અને બીજો” વિરોધ ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી અમુક અગ્રગણ્ય વ્યકિતઓ તરફથી. આ વિરોધીઓનું એમ કહેવું છે કે આ યોજનાનો અમલ થતાં આપણા ઉચ્ચ શિક્ષણ ઉપર અમેરિકાનું પ્રભુત્વ સ્થપાશે અને આખું શિક્ષણ અમેરિકન ઢાંચા તરફ ઢળશે, તેને American Bias મળશે અને પરિણામે આપણી સંસ્કૃતિને ભારે હાનિ થશે. આ વિરોધ કરનારાઓ આવી કોઈ મદદ લેવાની ના કહેતા નથી, પણ તે આખા ટ્રસ્ટનું સંચાલન માત્ર હિંદીઓના હાથે થાય અને તેમાં કોઈ અમેરિકન દખલગીરી ન હાય એવી તેઓ માગણી કરે છે. આજ સુધીમાં પશ્ચિમના અન્ય દેશો કરતાં ભારતના અમેરિકા સાથેના સંબંધ આપણને અનેક રીતે વધારે ઉપકારક બન્યો છે. પાકિસ્તાન સાથેના યુદ્ધ પહેલાં અમેરિકાએ આપણને પુષ્કળ મદદ કરી છે અને ચીન સાથેના ઘર્ષણને લક્ષમાં રાખીને આપણને તેણે સારા પ્રમાણમાં શસ્ત્રસામગ્રી પણ પૂરી પાડી છે. કટોકટીના સમયે અમેરિકાએ તા. ૧-૬-૬ ✩ આપણને જોઈતું અનાજ પણ પૂરું પાડયું છે. આ અનાજના આર્થિક વળતરરૂપે એકઠી થયેલી ૧૫૦ કરોડ જેટલી રકમ અમેરિકા ફાવે ત્યારે આપણી પાસે માંગી શકે છે અને એમ બને તો આપણી મુંઝવણનો કોઈ પાર ન રહે. આને બદલે અમેરિકન સરકાર આ રકમન ઉપયોગ ભારતના શૈક્ષણિક વિકાસ પાછળ કરવાની ઈચ્છા જાહેર કરે છે. આ માટે કૃતજ્ઞતા દાખવવાને બદલે તે અંગે આપણે શંકાકુશંકા ઉઠાવીએ અને તર્કવિતર્ક કરીએ તે આપણને શુંભતું નથી. આવું વળણ એક પ્રકારની કૃતઘ્નતાનું ઘોષક લાગે છે. બીજું ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે આવી આર્થિક મદદ સ્વીકારવી અને તેને લગતી યોજનાના અમલમાં અમેરિકન સરકારના કોઈ અવાજ હોવા ન જોઈએ એવી માગણી કરવી કે અપેક્ષા રાખવી તે આપણા પક્ષે એક પ્રકારની ધૃષ્ટતા જેવું જ લેખાય. અને આવી યોજનાના સ્વીકાર કરતાં આપણા ઉપર અમેરિકન, વિચારસરણીનું પ્રભુત્વ સ્થપાશે એમ કહેવું યા બાલવું એ આજની વાસ્તવિકતાનો ઈનકાર કરવા બરાબર છે. કારણ કે આજે ભિન્ન - ભિન્ન વિષયોના ઉચ્ચ શિક્ષણ માટે આપણા અનેક યુવાન વિદ્યાર્થીએને આપણે ઈંગ્લાંડ અને અમેરિકા મોકલીએ છીએ; પરદેશની ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરીને પાછા આવતા યુવાનોને આપણી કાલેજો અને સરકારી ખાતાઓ સારા પગાર આપીને રોકે છે, અહિં અપાતા વૈજ્ઞાનિક અને ટેનિકલ શિક્ષણની ભારતમાં અને ઈંગ્લાંડ કે અમેરિકામાં અપાતા ઉચ્ચ શિક્ષણની ભાતમાં – અહીંનું શિક્ષણ પ્રમાણમાં નબળું તથા પ્રાથમિક કક્ષાનું અને ત્યાંનું શિક્ષણ પ્રમાણમાં વધારે સંગીન તથા આગળ વધેલું—આથી બીજો તફાવત શું છે? હા,—રશિયા કે ચીન તરફથી આવી કોઈ શૈક્ષણિક યોજના આવી રહી હોય ત આપણી અને તે દેશેની વિચારસરણીમાં પાયાના ફરક હોઈને તેમ જ પોતાની વિચારસરણીની દીક્ષા આપવી એ બન્ને દેશોના મુખ્ય હેતુ હોઈને, આવી બાબતના ઉપર જણાવેલ દષ્ટિબિંદુથી જરૂર વિચાર કરવાના રહે. પણ અમેરિકાની અને આપણી વિચારસરણીમાં પ્રમાણમાં ઘણું સામ્ય રહેલું છે. બન્ને દેશ લેાકશાહીને વરેલા છે, અમેરિકા ઉદ્યોગીકરણ અને યંત્રીકરણમાં ખૂબ આગળ વધેલ છે; આપણે ઘણા પાછળ છીએ એમ છતાં આપણી અભિમુખતા એ ક્ષેત્રોના સતત વિકાસ તરફ રહેલી છે. આ બધી રીતે વિચારતાં અમેરિકા તરથી સૂચવાયલા ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનનો સ્વીકાર કરવામાં મને કશું જોખમ લાગતું નથી. ઊલટું ત્યાંની ઉચ્ચ શિક્ષણ આપતી યુનિવસિટીઓ અને કોલેજોથી આકર્ષાઈને આપણે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓને ઘણા ખર્ચ કરીને અમેરિકા ભણવા મોકલીએ છીએ તેને બદલે આવા ફાઉન્ડેશનના પરિણામે એ જ કક્ષાની કૉલેજો આપણા દેશમાં ઊભી કરવામાં આવે એવા ઘણા સંભવ છે અને તેમ બને તે · આપણા દેશના વિદ્યાર્થીઓને ત્યાં જવાની પછી જરૂર જ ન રહે અને આજના યંત્રીકરણમાં – ટેકનોલ ાજીમાં – તૈયાર થયેલા અનેક યુવાનોની આજે આપણને જે જરૂર છે તેને પહોંચી વળવામાં આવી યોજના ઘણા મેટો ફાળો આપી શકે. ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂકીને પીએ' એ ન્યાયે આપણા દેશ ઉપર અંગ્રેજોની લગભગ દોઢસો વર્ષની હકુમત રહી અને તેથી આપણને થયેલા પારવાર નુકસાનને ખ્યાલ કરીને પશ્ચિમના દેશ તરફથી આવી કોઈ મદદ કરવાની દરખાસ્ત આવે ત્યારે આપણા મનમાં તેની શુભ નિષ્ઠા વિષે શંકા આવે એ સ્વાભાવિક છેઅને એ દૃષ્ટિએ આપણે આ યોજનાની પણ પૂરી ચકાસણી કરવી જ જોઈએ, પણ સાથે સાથે એ પણ સમજી લેવું જરૂરી છે કે અમેરિકાની જે તે બાબતમાં મદદની અપેક્ષા કરતા રહેવું અને સાથે સાથે તેની સામે ઘુરકતા રહેવું– 2
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy