________________
૧૭
૨૨
માનવનાં
પ્રમુદ્ધ જીવન
મુડદાંના નિકાલ
✩
આપણામાં કહેવત છે કે હાથી જ્યારે જીવતો હોય ત્યારે એની કિંમત લાખની, પણ એ જ્યારે મરી જાય છે ત્યારે એની કિંમત સવા લાખની, અને એનું કારણ એ છે કે હાથીના મૃત શરીરનાં અનેક અવયા તેમ જ દ્રવ્યો માણસના જાતજાતના ઉપયોગમાં આવે છે..
(એક ક્રાંતિકારી સૂચન)
આ ઉપરથી એક વિચાર આવે છે કે માણસ પાતે જ્યારે મરી જાય છે ત્યારે મોઈ ભેંસના મોટા ડોળા’એ કહેવત અનુસાર બીજા માણસા એના ગુણગાન કરીને અટકે છે. તે સિવાય માણસને મૃતદેહ બીજા કશા જ કામમાં લેવાતા નથી. એનાથી ઊલટું જ, એનાં સ્નેહી સંબંધીઓ લાગણીવશ બનીને એના શરીરનું કોઈ પણ રીતે ‘અપમાન’(?) કે ‘તિરસ્કાર’ (?) ન થાય એટલા માટે એને બાળી મૂકે છે અથવા તો દાટી દે છે. આમ માણસ જ્યારે જીવતા હોય ત્યારે ભલે લાખનો હોય, પણ મરી જાય ત્યારે એના શરીરની કોડીની પણ કીંમત રહેતી નથી. ઊલટું એને બાળવા માટે લાકડાંનો ખર્ચ અથવા તે। દાટવા માટે કફનના તેમ જ ધારા ખોદવાના તેમજ પાળિયા વગેરે ઊભા કરવાનો ખર્ચ થાય છે.
જો આપણે આવા અર્થહીન લાગણીવેડા બાજુએ મૂકીએ તો હું નથી ધારતો કે માણસના મૃતદેહના બીજા કોઈ જીવતા માણ સાનાં કામેામાં ઉપયોગ ન થઈ શકે. એને બાળવા કે દાટી દેવા એ તે માત્ર સૈકાઓથી કે હજારો વર્ષોથી પ્રથા પડી ગઈ છે. પણ જો એનો ઉપયોગ થઈ શકતા હોય તો જેમ બીજા પ્રાણીઓનાં હાડકાં-ચામડાં તેમ જ બીજા અંગો અને દ્રવ્યોનો ઉપયોગ થાય છે તેમ એના પણ ઉપયોગ કરવો જોઈએ.
અલબત્ત, આ બાબતમાં આપણા ધાર્મિક વહેમો તેમ જ સામાજિક તેમ જ કૌટુંબિક પૂર્વગ્રહો બહુ જ જબરા છે. મોટા ભાગના માણસો એમ માને છે કે પોતાના મૃત સ્વજનને અંતિમ સંસ્કાર થવા જ જોઈએ. પરંતુ જો આપણે બુદ્ધિપૂર્વક વિચાર કરીશું તે જણાશે કે આ તો છેક જ અતાર્કિક પૂર્વગ્રહ છે. માણસને પોતાનું સ્વજન વહાલું હોય એ સ્વાભાવિક છે. પણ મરી ગયેલા સ્વજનના દેહને બાળવા કે દાટવાની સંમતિ તે એનાં ગમે તેટલાં વહાલાં સ્વજનો પણ આપે જ છે, તે પછી જો મૃત્યુ બાદ એનાં દેહનાં જુદાં જુદાં અંગોના લોકોપયોગી કાર્યમાં ઉપયોગ થતા હોય તો એમાં સંમતિ શા માટે ન અપાય એ સમજી શકાતું નથી.
જો કે આ પૂર્વગ્રહ હવે થોડો હળવા થવા માંડયો છે. લોકો પોતાના લાહીનું દાન કરતાં શીખ્યા છે, એટલું જ નહિ પણ પોતાના મૃત સંબંધીએ જે વસિયતનામામાં લખ્યું હોય તેા એની આંખના કૅાનિયાનું દાન કરવાની સંમતિ પણ આપતા થયા છે. આ જ વાતને જો આપણે એની તાર્કિક હદ સુધી લઈ જઈએ તે મૃત શરીરના એકેએક અવયવના ઉપયોગ કરવા માટે સંમતિ કેમ ન આપી શકાય ?
તા. ૧૬-૫-૧૯
બગાડ થાય છે. ખાસ કરીને ગરીબ માણસને તે આ ખર્ચ અતિશય ભારે બોજારૂપ લાગે એ સ્વાભાવિક છે.
હમણાં હમણાં દાકતરી વિજ્ઞાન ખૂબ જ આગળ વધ્યું છે અને હજી વધતું જાય છે. એટલે મૃત માણસનાં અનેક અવયવો, જેવાં કે કિડની, હૃદય, આંખ, હાડકાં, સ્નાયુઓ વગેરે બીજા કોઈ જીવતા માણસના શરીરમાં ફેરબદલી કરી બેસાડવા માટે કામ લાગે એવાં હોય તેના આ રીતે સદુપયોગ થઈ શકે એમ છે.
જેમને આવી રીતે સ્વજનના મુડદાં ચૂંથવામાં અપવિત્રતા લાગતી હાય તેમને આપણે કહી શકીએ કે મહાપુરુષો મૃત્યુ પામતાં તેમના સ્થૂળ અવશેષોને માનવજાત પૂજતી આવી છે. તો એ બાબતમાં અપવિત્રતા નથી લાગતી? સિલેાનમાં અને અન્યત્ર બુદ્ધના દાંતને મંદિરમાં પધરાવી પૂજ્વામાં આવે છે; કાશ્મીરમાં હઝરત મહમદ પયગંબરના વાળને પૂજવામાં આવે છે, તે પછી મૃત માણસના શરીરમાંનાં ગાને ઉપયોગમાં લેવાના હેતુસર કાપી કાઢવામાં આવે તે એમાં અપવિત્રતા જેવું શું છે ?
વળી સ્વજનાના મુડદાં ચીરવામાં જેમની લાગણી દુ:ખાતી હોય તેમને આપણે કહીએ કે પોતાના પ્રિય જને વાપરેલી અનેક વસ્તુઓને જેમ એના મૃત્યુ પછી દરેક માણસ એનાં સંભારણાં તરીકે સંઘરી રાખતા હોય છે અને એના પ્રત્યે અતિશય પ્રેમભાવ દર્શાવતા હોય છે તેમ એનાં શરીરનાં જાળવી રાખી શકાય એવાં કેટલાંક અવયવાને (દા. ત. હાડકાં વગેરેને) એ સંભારણા રૂપે જાળવી રાખે તો હું નથી ધારતા કે એમાં કંઈ પણ ખોટું છે. ઊલટું, એણે લખેલા કાગળ, એણે પહેરેલાં વસ્ત્ર કે ઘરેણાં વગેરે બીજી કોઈ વસ્તુ કરતાં આવું કોઈ ખુદ એના શરીરનું જ અવયવ જરૂર વધારે પ્રેમપાત્ર બની રહે અને વધારે અંગતપણાના ભાવ આપણાંમાં ઉત્પન્ન કરી શકે અને જાળવી શકે. પં. જવાહરલાલ નહેરુએ પણ એમના પત્ની કમળા નહેરુના અસ્થિ (ફ લ) જીવનભર જાળવી રાખ્યાં હતાં.
તે ઉપરાંત, ટૅકિસડર્મી (Taxidermy) નામનું જે સાયન્સ, વાઘ, હરણ વગેરે પ્રાણીઓનાં શરીરને આબેહુબ તેઓ જીવતાં જેવાં દેખાતાં હોય તેવાં જ તેમના મરણ પછી જાળવી રાખે છે તેમ આપણા પ્રિયજનના શરીરનું બાહ્યરૂપ પણ એ જ સાયન્સની સહાયથી જાળવી રાખી શકાનું થાય તે જરૂર માણસ પેાતાના મૃત સ્વજનની એટલી વધુ નિકટતા ચિરકાળ સુધી અનુભવી શકે. અલબત્ત, મૃત માનવ તે પાછા આવવાના નથી એ ખરું છે, પણ જેમ એની છબી કે એનું ચિત્ર કે એનું શિલ્પ આપણે પ્રેમપૂર્વક જાળવી રાખીએ છીએ તેમ એના દેહના બાહ્ય આકાર જો જાળવી રખાય તે, હું માનું છું કે, સૌ કોઈને એ વિશેષ તે ગમે જ, ઈજિપ્તમાં તે વે મમીઓને જાળવી રાખવામાં આવતાં જ હતાં એ સર્વવિદિત વાત છે.
આમ મૃત માણસના શરીરના અંદરના બધાં દ્રવ્યો લોકહિતના કામમાં ઉપયોગમાં લેવાય અને એની બહારની આકૃતિ સ્મૃતિરૂપે એનાં સ્વજનોને ઘરે કાયમી રહે, એ બેવડો લાભ થઈ શકે, માત્ર માણસ જો પોતાના અતાર્કિક પૂર્વગ્રહને, વહેમને અને રૂઢિવાદને
તિલાંજલિ આપે તો.
દાકતરી વિદ્યા અનુસાર જે કોઈ અવયવ બીજા કોઈના પણ ઉપયોગમાં આવતું હોય તેના ઉપયોગમાં લેવું જ જોઈએ. વળી તે ઉપરાંત માણસનાં હાડકાં કે બીજા એવાં જે અંગેા ખાતર તરીકે અથવા બીજી કોઈ ઉપયોગી વસ્તુ બનાવવામાં કામ લાગે તેવાં હોય તેમનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે મૃતમાનવ પણ સમાજને ઉપયોગી થઈ શકે. બાકી અત્યારે તે માનવજાતિ પોતાનાં મુડદાંને Waste ( બગાડ) કરે છે. માત્ર મુડદાંના બગાડ જ રજનીકાન્ત ભેદી નહિ પણ એને બાળવા-દાટવાની ક્રિયાઓ પાછળ સેંકડો રૂપિયાના માલિક: શ્રી મુખઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ-૩. મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ
અને પછી હાથીની જેમ દરેક માણસ જ્યારે જીવતા હોય ત્યારે જ્યાં લાખનો હોય છે ત્યાં મરે ત્યારે એનાં પ્રિયજનોને માટે તેમ જ આખા માનવસમાજને માટે પણ માત્ર સવા લાખના જ નહીં પણ દોઢ લાખ કે બે લાખ કે પાંચ લાખના પણ બની જઈ શકે. અને તે ઉપરાંત, દધિચિ ઋષીએ તો માત્ર પોતાનાં હાડકાનું જ બીજાના ભલાને માટે દાન કર્યું હતું, ત્યાં દરેકે દરેક માણસ એને પણ ટપી જઈને પેાતાની આખી કાયાનું દાન કરી શકે.