SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૬ કલાકાર શ્રી નંદલાલ મત્તુ અંગેની નોંધમાં થોડા સુધારા-વધારા પ્રભુ જીવન ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં શ્રી નંદલાલ બસુ ઉપર શ્રી રવિશંકર મ. રાવળની એક નોંધ પ્રગટ કરવામાં આવી છે તેમાં તેમને ભારત સરકારે ‘પદ્મશ્રી'નું પદ આપીને બહુમાન કર્યું છે એમ જણાવ્યું છે. આ ‘પદ્મશ્રી’ના સ્થાને ‘પદ્મ વિભૂષણ’ એમ સુધારવું એમ રિવભાઈ જણાવે છે. આ ઉપરાંત તે નોંધમાં નીચે મુજબ ઉમેરવાની તેઓ સૂચના કરે છે : ૧૯૫૦માં બનારસ હિન્દુ યુનિવર્સિટીએ તેમને ‘ડૉકટર ઑફ લેટર્સ’ ની પદવી એનાયત કરી છે અને વિશ્વભારતી યુનિવર્સિટીએ તેમને ‘દેશિકોત્તમ ’એ મુજબનું અભિનામ અર્પણ કર્યું છે. ડિસેમ્બર ૩, ૧૮૮૩ તેમની જન્મતિથિ છે. મુદ્રણ શુદ્ધિ શ્રી વાલજી ગોવિંદજી દેસાઈના ‘વણિક સેનાપતિ ' ના લેખમાં પાનું ૬ પહેલી કોલમના છેડે ‘કલ દીપક ’ છપાયું છે તેના સ્થાને ‘કુલદીપક ’ વાંચવું અને બીજા કોલમની શરૂઆતમાં ‘સવૅ ક્ષણ ’ છપાયું છે તેના સ્થાને ‘સર્વેક્ષણ’ વાંચવું. પરમાનંદ જીવનમાં આવતી આનંદ-મસ્તીની ક્ષાને વધાવતા રહે ! જીવનથી અલગ એવી બીજી બાબત પાછળ દોડીને જીવનન અર્થ શોધવા નહિ. જીવનનો ખરો અર્થ જીવનમાં જ છે. આ જીવનની નાનાવિધ પ્રેરણાએ અને તેની પૂર્તિમાં જ ખરું સમાધાન અને ખરું સારસ્ય છે. આપણા શરીરની અંદર તંદુરસ્તીનો જે થન- . ગનાટ હોય છે તેનો અર્થ જાણીને આપણે શું કરવું છે ? આ થનગનાટ અને તરવરાટ દ્વારા આપણે કોઈ મહત્ત્વનું કાર્ય પાર પાડીએ એટલે ઘણું થયું. પણ આવું કોઈ કામ સિદ્ધ ન થયું તો પણ આવી થનગનાટ ભરી તંદુરસ્તીમાં સ્વયંસિદ્ધ આનંદ રહેલા જ છે. અસાધ્ય રોગથી જર્જરિત થયેલા એકાદ માણસ જ્યારે આત્મહત્યા કરવા નીકળે ત્યારે હું તેને અંતકાળને યોગ્ય એવા મંત્રા બાલી ખુશાલીથી વિદાય આપીશ. સડી સડીને, અથડાઈ કૂટાઈને, કણસી કણસીને મરણની વાટ જોવાની મારી બિલકુલ ઈચ્છા નથી. પણ જેનું આરોગ્ય ઉત્તમ છે, જેને પગ છે, તે માણસ આત્મહત્યાનો વિચાર કરે ? છી, છી, છી! તેને કણસવાનું કે વિમાસવાનું કોઈ કારણ નથી. પ્રાત:કાળે જયારે જયારે સારી સૃષ્ટિ સૂર્યપ્રકાશમાં ઉજજવળ બની ઊઠે છે, ત્યારે ઉલ્લાસમાં આવીને ઉદ્યોગમાં લાગી જવું જોઈએ ! જીવનના અસ્તિત્ત્વનો અનુભવ, આરોગ્યની મસ્તી, પંચેન્દ્રિયના સ્નાયુઓની અખંડ હિલચાલમાં જે વિલક્ષણ આનંદ છે તે જ આ જીવનના સીધાસાદા અર્થ છે. મોટા માણસ કરતાં નાનું બાળક અધિક આનંદી હોય છે તેનું કારણ આત્માને બદલે શરીરના અસ્તિત્વનું તેને વધુ ભાન હોય છે તે જ છે. આ હાથે પગે જયારે કામ કરવાનું આવે ત્યારે આપણે નાનાં બાળકોની માફક જ આનંદી રહીશું. ગાલ્ફની રમતમાં પેટ ભરીને ખેલકૂદ કરવાનું મળે છે તે માટે આ ગાલ્ફની રમત શોધનારને અવશ્ય ધન્યવાદ આપું. આનંદની, ઉલ્લાસની અને મસ્તીની થેડી ક્ષણા પ્રત્યેક માનવીના જીવનમાર્ગમાં કોઈ ને કોઈ સમય આવે જ છે. તો પછી જીવનના કાંઈ અર્થ નથી એમ શા માટે માનવું? આવી થોડી ક્ષણો માટે પણ પ્રત્યેકે જીવવું જોઈએ અને ઝઝૂમવું જોઈએ. વરસાદમાં વાટ કાપવી, વાદળા સાથે શિર અફાળવું, બરફમાં ભટકવું અથવા ચન્દ્રકિરણાના પ્રકાશમાં નાહી રહેલી રાત્રિના સૌન્દર્યનું પાન કરવું—આ બધામાં ઓછી માજ છે? જીવનના સૌંદર્યની પિછાન કરવા અને જીવન ઉપર પ્રેમ લાવવા માટે આ બધી બાબતો શું ઓછી છે? તમે કહેશે કે આખરે આપણે બધાને મરવાનું તે છે. પણ મરવાનું હોય તો યે શું થઈ ગયું?મૃત્યું આવશે ત્યાં સુધી સૌંદર્યની દિવ્ય શોભા અને નભમંડળમાં આવેલા તારકપુંજનો વૈભવ પેટ ભરીને લૂંટવાનો મળશેને ? પછી શું જોઈએ? કુદરત આખરે મારો નાશ કરવાની છે, ભલે ને કરે! તેમ કરવાનો નિસર્ગના અધિકાર જ છે. મને ઉત્પન્ન પણ નિસર્ગે જ કર્યો છે ને? મારી પાંચેન્દ્રિયમાં ચૈતન્ય પરોવીને શતાવધિ સુખસંવેદનાના અનુભવ પણ તેણે જ કરાવ્યા છેને? જે તેણે મને મુકત મનથી આપ્યું તે જ પુન: પાછું લઈ લ્યે તેમાં મારે તકરાર શા માટે કરવી જોઈએ? ઊલટું આ કુદરતનો હું કેટલો અને કેવી રીતે આભાર માનું? વિલ ડુરાન્ટ અવેજીમાં * [આ એક મજેદાર બલ્ગેરિયન વાર્તા છે - (લેખક : ટોનિચી), તેને અનુવાદ તે દેશના દૂત-ખાતા તરફથી મળતી ખબરપત્રિકામાંથી ઉતાર્યો છે. આપણે ત્યાં પણ નિરીક્ષણનો આવો મિથ્યાચાર બતાવે એવી આ અંગેની વાતો ન મળે ? સરકારી શિક્ષણપદ્ધતિમાં બધે જ આ પ્રકારની હાસ્યપૂર્ણ ગંભીરતાએ ચાલતી હશે ? હિંદમાં તા મેચ ઇ॰ જેવા પ્રસંગે સરકારી કચેરીઓ પણ બંધ થાય. એટલે આને જ મળતું અવેજી નાટક ન બને એમ ખરું. અવેજી પરીક્ષાર્થીઓ તે હોય છે.] એક દિવસ એક ઈન્સ્પેકટર સાહેબ એક માધ્યમિક શાળાની મુલાકાતે જઈ ચઢયા. એક વર્ગમાં તેઓ દાખલ થયા. ગણિતના વર્ગ ચાલતા હતા. શિક્ષક અને વિદ્યાર્થીઓએ ઊભા થઈ સાહેબને આવકાર આપ્યો. ઈન્સ્પેકટર સાહેબે શિક્ષકને કલાસમાં ચાલતા લેસન વિષે પૂછ્યું. “સાહેબ ગણિતનો વર્ગ ચાલે છે. આપ આ વર્ગના ત્રણ હોંશિયાર છેકરાઓને તપાસી શકો છે,” શિક્ષકે કહ્યું. ઈન્સ્પેકટર સાહેબે પહેલા નંબરના છેકરાને પાટિયા પાસે બોલાવી દાખલો લખાવ્યો. છેકરાએ તુરત દાખલા સાચા ગણી આપ્યો. ત્યાર પછી બીજા નંબરનો વારો આવ્યો. તેણે પણ બીજો દાખલા સાચા ગણી કાઢયો, અને પોતાની જગા પર જઈને તે બેઠો. ઈન્સ્પેકટર સાહેબે ત્રીજા નંબરને પાટિયા પાસે આવવા કહ્યું. પેલા છેકરો હાથમાં ચેક લઈ પાટિયા તરફ મોં રાખીને દાખલાની રકમ લખવા લાગ્યો. એવામાં ઈન્સ્પેકટરને કશુંક ભાન થયું. તેને લાગ્યું કે, આ તો એ જ છોકરો છે કે જે પહેલી વખત આવીને દાખલા ગણી ગયો હતો. તેમણે છેકરાને પોતાની સામે ઊભા રહેવા કહ્યું. છેકરાના મોં પર ગુના પકડાઈ ગયાનો ડર તરવરતો હતો. ૨૧ ઈન્સ્પેકટરે કરડાઈને પૂછ્યું. “કેમ અલ્યા, પહેલા નંબર તરીકે તું જ આવ્યા હતા ને, બાલ ? આ ઠગવિદ્યા કયાંથી શિખ્યો?” “સાહેબ મને માફ કરો” છોકરો કરગરી પડયો. “પણ ખરું જોતાં પહેલા નંબરનું સ્થાન થોડી વાર સાચવવા મેં એને વચન આપ્યું હતું. ” “હું ! એટલે તું ડબલ રોલમાં આવ્યો, એમ ને? કયાં છે એ પહેલા નંબર ? ’’ * “સાહેબ, એ તો ફ્રૂટબોલની મેચ જોવા ગયો છે.” “કેમ, માસ્તર, તમે કલાસમાં આવું જ ચલાવે છે ? છેકરાએ ઈન્સ્પેકટરને છેતરવાની હદ સુધી પહોંચે તેય તમે કશું બેાલતા નથી ને તેમને તેમ કરવા દો છે ?” “પણ...પણ ... સાહેબ, હું આ છોકરાઓને ઓળખતો હોઉં તો ને ? “તમે વર્ગશિક્ષક થઈને છેકરાઓને ઓળખતા નથી ? કેવી નવાઈ ! કેવી બેદરકારી ! જ્યાં શિક્ષક આવા હોય, ત્યાં છેકરાએના શે! દોષ ? " “પણ સાહેબ હું વર્ગશિક્ષક કર્યાં છું ? હું તો આજે જ આવ્યો છું, આ વર્ગમાં.” “ત્યારે વર્ગશિક્ષક કોણ છે. ? કયાં ગયા છે ? ” “એ તો સાહેબ ફટબાલની મેચ જોવા ગયા છે તેની અવેજીમાં વર્ગ સાચવવાનું મને કહીને ગયા હતા એટલે હું અહિં આવીને બેઠો.” શિક્ષકે થોથવાતાં કહ્યું.” ઈન્સ્પેકટરના મોં ઉપર સ્મિતની છૂપી રેખા ઉપસી આવી. તેમણે ધીમેથી કહ્યું: “ઠીક ઠીક, તમે બધા નસીબદાર છે. ખરી રીતે તે હું ડયુટી ઉપર નથી, એટલે જવા દઉં છું. ખરા ઈન્સ્પેકટર મેચ જોવા ગયા છે. એટલે મને તેમને બદલે આ મુલાકાતે આવવા કહી ગયા હતા! સારું ત્યારે ! ” “સત્યાગ્રહ”માંથી સાભાર ઉદ્ભુત
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy