________________
૨૦
પ્રમુદ્ધ જીવન
“મારા સસરાએ મુંબઈ માણસ મોકલી હાફુસ કેરી મંગાવી ને પેલાને ખવરાવી.
આ
“એરીફ ફ઼ોમે‘Sane Society 'માં આ સમૃદ્ધ સમાજ પણ સ્નિગ્ધતા વિનાના સંબંધો વિષે ઉંડાણથી ચર્ચા કરી છે. સ્નિગ્ધતા માટે પરસ્પરાવલંબન – રોજિંદા જીવનમાં વણાયેલું પરસ્પરાવલંબન—ઘણું જરૂરી છે. આવું તો સમાજ નાના હોય, ને મૂળભૂત જરૂરિયાત માટે અન્યોન્યાકાર્યો હોય ત્યાં આ માનવીય અમૃત (દેવાનું ભલે સ્થાયી રહ્યું) ટકી રહે છે. હાળીની પ્રથા સારી નહાતી, તેની કાળી બાજુ હતી, પણ હાળી એ બજારની વસ્તુ Marketable Commodity નહોતી. તેનું સ્થાન બીજો કોઈ લઈ શકે તેમ જ નહોતે તેને તે જ મારા સમગ્ર જીવનના સહજ સ્વીકૃત ભાગ હતા. આજે એક ટાઈપિસ્ટ, મજૂર કે કામવાળી જાય તો બીજું આવશે. તે વ્યકિત મારા રોજિંદા જીવન માટે અનિવાર્ય હતી, પૈસા તેને ગમે ત્યાં લઈ જઈ શકે છે, પૈસા મને ગમે તૅ આપી શકે છે. આથી મને નથી તેનું મૂલ્ય, તેને નથી મારું મૂલ્ય. બંનેને Cash--Hard Cash~~ નું ગૃહ્યું છે.
“માર્કસે મૂડીવાદની કઠોર નિર્ભર્રા કરી છે તે આ ભદ્રે સંસ્કૃ તિમાં માનવીય મૂલ્યો સીતાની જેમ પૃથ્વીમાં સમાવી લેવા પ્રાર્થી રહે છે તે કારણે.
અન્તિમ વર્ષ દરમિયાન નહેરુની વિચારપરિણતિ
તા. ૬-૫-૬૬ ના ઈન્ડિયન એકસપ્રેસમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી ખાતે લોકસભાના મધ્ય ખંડમાં મે માસની પાંચમી તારીખે સ્વ. પંડિત નહેરુના તૈલચિત્રનું અનાવરણ કરતાં રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને એ બાબતની જાણ કરી કે પોતાના જીવનના અન્તિમ વર્ષો દરમિયાન નહેરુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેમને મળવા આવતા અને રાજકારણ નહિ પણ તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રશ્નોની ચર્ચા કરતા હતા, અને છેવટના ભાગમાં નહેરુ વધારે ને વધારે વિનમ્ર પ્રકૃતિનો બનતા જતા હતા, અને જાણે કે પેાતાના હાથે બહુ થોડું થયું હોય અને કરવાનું ધણું બાકી રહી ગયું હાય એવા ભાવ સૂચવતી ગ્લાનિની છાયા તેમના મેઢા ઉપર દેખાતી હતી, અને એમ છતાં તેઓ પ્રફુલ્લ જણાતા હતા અને મુશ્કેલીઓથી ભાગવાનો કોઈ અર્થ નથી એવી દઢતા તેઓ દાખવી રહ્યા હતા.
નહેરુના જીવનના અન્ત ભાગ વિષે આ સમાચાર નવા પ્રકાશ પાડે છે, અને પરિપકવ ઉમ્મર થતાં જાગૃત માનવી વધારે અન્તર્મુખ બને છે અને સતત પરિવર્તન પામી રહેલા આસપાસના સંસારપ્રપંચ ઉપરથી દષ્ટિ ફેરવીને માનવી જીવનના પાયાના પ્રશ્નોના ચિન્તન તરફ ઢળે છે. આ પ્રકારના સ્વાભાવિક પરિપાકથી રાજકારણના ઝંઝાવાતથી છેરાયલા નહેરુ પણ મુકત નહાતા એ હકીકતની આપણને ઉપરના સમાચાર ઉપરથી સૌથી પહેલી વાર જાણ થાય છે. દીક્ષાપ્રસગે કરવામાં આવેલી સામાજિક સખાવત
cll. 94-4-4
તરફ્થી નાની મોટી રકમો ભરવામાં આવી હતી અને એ રીતે કુલ રૂા. ૫૦૦૦૦ ના ફાળા એકઠા થયા હતા. આવા ધાર્મિક પ્રસંગે આવા સામાજિક કાર્ય માટે આવા ફાળા એકઠા કરવામાં આવે તે જરૂર સ્તુત્ય અને આવકારપાત્ર છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહના વડીલબંધુ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહની પુત્રી બહેન ચંદ્રિકાએ ધ્રાંગધ્રા ખાતે ગયા એપ્રિલ માસની ૨૫મી તારીખે ૨૨ વર્ષની ઉમ્મરે દીક્ષા અંગીકાર કરી એ શુભ નિમિત્તને અનુલક્ષીને શ્રી જેઠાલાલભાઈએ રૂા. ૧૧૧૧૧ ની ૨કમ અનાજ રાહતમાં આપી હતી અને રૂા. ૧૦૦૦૦ની રકમ ભિન્ન ભિન્ન ધાર્મિક તેમ જ સામાજિક સંસ્થાઓમાં વહેંચી આપી હતી. આ વહે ચણીમાં શ્રી. મુંબઈ જૈન યુવક સંઘને તેના મારફત ચલાવવામાં આવતી વૈદ્યકીય રાહત માટે રૂ।. ૨૫૧ અને શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય- પુસ્તકાલયને રૂા. ૫૧/ આપવામાં આવ્યા હતા.
ઉપર જણાવેલ અનાજ રાહતમાં એ જ પ્રસંગે અન્ય સ્વજને
બહેન ચંદ્રિકા જે શુભ ભાવનાથી દીક્ષિત બની છે તે શુભ ભાવના સફળ થાય અને તેનું ચારિત્ર્ય સ્વપરકલ્યાણસાધક બને એવી આપણી પ્રાર્થના હા! તેના વડીલોને તેમણે કરેલા સામાજિક દાન માટે ધન્યવાદ !
માનવ મુડદાંને નિકાલ
ભસ્મવિસર્જનની ક્રિયામાં ઔચિત્ય કેટલું ?” એ મથાળાં નીચે થોડા સમય પહેલાં પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લેખ અને તે ઉપરની મારી નોંધ વાંચીને મારા મિત્ર શ્રી રજનીકાંત મોદીએ પ્રબુદ્ધજીવનમાં પ્રસિદ્ધિ અર્થે મોકલી આપેલો લેખ આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે. શ્રી. રજનીકાન્ત મેાદી એક વિદ્રાન ચિન્તક અને વિચારક છે અને તેથી આપણને જલ્દી ગળે ન ઉતરે એવા આ લેખને પ્રબુદ્ધજીવનમાં પ્રસિદ્ધિ આપવાનું મે ઉચિત ધાર્યું છે.
ભસ્મવિસર્જનને લગતા લેખમાં મૃતદેહની ભસ્મને અપાતા વધારે પડતા મહત્ત્વના વિરોધ કરવામાં આવ્યા હતા. આ લેખ મૃતદેહને બાળી કે દાટી દેવામાં આવે છે તેના બદલે તેના અંગ ઉપાંગના બને તેટલા ઉપયોગ કરવાને લગતા વિચારને આગળ ધરે છે, નૃતદેહની આંખોના આજ કાલ ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ અકસ્માત કે હૃદયરોગ જેવા કારણે એકાએક નીપજેલાં મરણ બાદના દેહની જ આંખોને ઉપયોગ થઈ શકે છે, બીજી આંખાને નહિ–આ બાબતને શ્રી રજનીકાન્તભાઈએ લંબાવીને પ્રશ્નરૂપમાં એવી રજુઆત કરી છે કે જો મૃતદેહની આંખોનો ઉપયોગ થઈ શકે તેા મૃતદેહના બીજા અવયવોનો કેમ નહિ, અને એ ઉપરથી શરીરના ખોખાને પણ મૃત માનવીને ઘાટ આપીને તેને ઘરમાં સ્મરણ રૂપે સ્થાયીપણે રાખવાની—જેવી રીતે ઈજીપ્તના લોકો મમ્મી સાચવતા હતા તે રીતનીસગવડ ઊભી થાય એમ તેમણે સૂચવ્યું છે.
તાર્કિક રીતે તેમને વિચાર બરાબર છે એમ કહીએ તો પણ માનવીના મૃતદેહને આમ કેવળ ઉપયોગીતાની દષ્ટિએ વિચાર કરવા એમાં સુરુચિને ભારે ભંગ થતા અનુભવાય છે. બીજું એ વિચારના સ્વીકારમાંથી માનવીના મૃતદેહના વ્યાપારની શક્યતા પણ સહજપણે ફલિત થાય છે. અહીં આપણી સામે પશુઓના મૃતદેહ સાથે કરવામાં આવતા વ્યવહારનો તેમ જ વ્યાપારને તે દાખલા આપી શકે છે, પણ માનવીના મૃતદેહ સાથે આસપાસના સગાવહાલાંના સ્નેહસંબંધનું જે તીવ્ર સંવેદન હોય છે તેવું કોઈ સંવેદન પશુઓના મૃતદેહ સાથે હાતું નથી. માનવીના મૃતદેહ વિષે માનવીની લાગણીએને અમુક સંબંધ હોય છે અને તેથી સગાં 'સ્વજનો પોતાના અંગત. જનના મૃતદેહના આવા ઉપયોગ કરવા દેવા સંમત થાય એ કલ્પનામાં આવતું નથી. નધણિયાતા શબની વાત જુદી છે. કોઈ વ્યકિત પોતાના મૃત્યુ બાદ પોતાના શબની અમુક વ્યવસ્થા કરવાનું સૂચવે છે એ પણ જુદી વાત છે. પણ રજનીકાન્તના ઉપર આપેલા વિચારનો સર્વસામાન્ય સ્વીકાર શકય નથી લાગતા તેમ જ
ઈષ્ટ પણ લાગતો નથી. આ કેવળ લાગણીવેડાને સવાલ નથી અને શ્રી રજનીકાન્તભાઈએ સૂચવેલા શરીરના ખોખામાં મસાલે ભરીને જીવન્ત માનવીના આકાર આપીને તેને ઘરમાં સંઘરવાન વિચારપૂર્વકાળની મમી પૂજાને જીવતી કરવા બરાબર છે. આમાંથી અનેક પ્રકારનીના વહેમા અને અંધ માન્યતાઓ ઊભી થવાનાં જોખમ પણ છે. તેથી તે વિચાર જરા પણ ઉત્તેજનને કે અનુસરણને પાત્ર લાગતો નથી.