________________
તા. ૧૬-૫૬
તેમના જીવનનું સમગ્ર દર્શન કોઈના પણ દિલમાં આદર અને સદ્ભાવ પેદા કર્યા વિના ન જ રહે. એક સામાન્ય માનવી અને જીવનના સામાન્ય સંયોગો, એમ છતાં જીવનભરનો પુરુષાર્થ અને ઊંડી કાર્યનિષ્ઠા વડે એક માનવી કેટલેા અસામાન્ય બની શકે છે તેનું કાન્તિલાલભાઈ પ્રેરક દષ્ટાંત છે.
પુનર્જન્મ અંગે સશોધન
પ્રબુદ્ધ જીવન
આપણા વંશપર પરાગત ધાર્મિક ઉછેરને અંગે પુનર્જન્મને લગતી માન્યતા આપણા ચિત્ત સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે આપણા ચાલુ જીવનમાં વ્યાપી રહેલી વ્યકિતગત અસમાનતાના પુનર્જન્મ સિવાય બીજો કોઈ ખુલાસા હાઈ જ ન શકે એમ આપણે સુઢપણે માનતા આવ્યા છીએ. આમાં પણ કોઈ એક યા અન્ય વ્યકિતને પોતાના પુર્વભવને લગતી હકીકતનું સ્મરણ થયાના સમાચાર છાપાઓમાં અવારનવાર પ્રગટ થતા જોઈને તેમજ સાંભળીને આપણી ઉપર જણાવેલ પરપરાગત માન્યતાને પાકું સમર્થન મળતું રહે છે અને તેથી પુનર્જન્મનો વિચાર આપણામાં વધારે ને વધારે દઢ થતો રહે છે. આમ છતાં પણ આપણૅ એ હકીકત ધ્યાનમાં લેવી જોઈએ કે પુનર્જન્મના સિદ્ધાત જે રીતે જૈનો તથા બૌદ્ધો સમેત હિંદુઓ સમજે છે અને સ્વીકારે છે તેવી માન્યતા દુનિયાના અન્ય ધર્મીઓની છે જ નહિ. આ ઉપરાન્ત આપણે એ પણ સમજવું જોઈએ કે આ પુનર્જન્મનો સિદ્ધાન્ત કેવળ અનુમાન ઉપર આધારિત છે, તેને કોઈ વૈજ્ઞાનિક સંશોધનના આધાર છે જ નહિ, વળી પૂર્વજન્મસ્મરણના દાખલાઓ એટલા બધા વિરલ હોય છે, તેની વિગ। એટલી બધી કલ્પનાથી મીશ્રિત અને એ કારણે અવિશ્વસનીય હાય છે, અને પ્રસ્તુત પુર્વજન્મસ્મરણ એટલું બધું અલ્પકાલીન હોવાનું જણાવવામાં આવે છે કે તેના ઉપર કોઈ પાકા પાયાના વૈજ્ઞાનિક સિદ્ધાન્ત હજુ સુધી ઊભા થઈ શક્યા નથી. પુનર્જન્મ સૂચવતા કિસ્સાઓના પણ આજના મનોવૈજ્ઞાનિકો તરેહતરેહના પુનર્જે મ—વિરોધી ખુલાસાઓ આપે છે, પણ વ્યવસ્થિત સંશોધનના અભાવે આ ખુલાસાઓ પણ પૂરો સંતેષ આપી શકતા નથી. આ રીતે આજની વિચારક—દુનિયામાં પૂનર્જન્મના સિદ્ધાંત અંગે ભારે અનિશ્ચિત પરિસ્થિતિ પ્રવર્તે છે. એક યા બીજી બાજુને લગતી આ નિશ્ચિતતા દૂ૨ થાય અને કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવી શકાય એ હેતુથી કેટલાક સમયથી જયપુર યુનિવર્વાર્સટીમાં ડૉ. હેમેન્દ્રનાથ બેનરજીના માર્ગદર્શન નીચે પેરાસાઈકોલાજી વિભાગમાં પુનર્જન્મ અંગે સંશાધન ચાલી રહ્યું છે અને તેના અનુસંધાનમાં ડા. હેમેન્દ્રનાથ બેનરજી તાજેતરમાં યુરોપના પ્રવાસે નીકળ્યા છે અને આ સંશાધન અંગે તેમણે નીચે મુજબનું એક નિવેદન બહાર પાડયું છે.—
“યપુરના રાજસ્થાન વિશ્વવિદ્યાલયના પેરાસાઈકોલ જી વિભાગ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી મુકત બનીને વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાની વાસ્તવિક બાજુનું અધ્યયન કરી રહેલ છે. આ વિભાગ આવા પ્રકારની ઘટનાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારના આગ્રહ ધરાવતા નથી. તેથી અત્યાર પૂરતું તે એ વિભાગ આવા પ્રકારની ઘટનાઆને પુનર્જન્મની ઘટનાઓ તરીકે ઓળખાવવાનું માનવા યા મનાવવાને બદલે એ ઘટનાઓને Extracerebral-memoryની— અતિ—મસ્તિષ્ક સ્મૃતિની ઘટનાઓ તરીકે ઓળખાવવી વધારે યોગ્ય લેખે છે. જયાં સુધી આવી જાતની અનેક ઘટનાઓના અધ્યયનના ફળરૂપે કોઈ વૈજ્ઞાનિક નિષ્કર્ષ ઉપર પહોંચી ન શકાય ત્યાં સુધી, આવી ઘટનાઓ કેમ અને કેવી રીતે બને છે એ કહેવું મુશ્કેલ છે. આ સમસ્યાનું સવિશેષ અધ્યયન થઈ શકે એ માટે એ જરૂરી છે કે આ નિવેદનના વાચકો આ વિભાગ ઉપર આવી વધુ ને વધુ ઘટનાઓની પ્રમાણભૂત ખબરો મોકલે તેમ જ આવી ઘટનાઓના ગંભીર અધ્યયન માટે જરૂરી
7
૧૯
સર્વ સાધનસામગ્રી પહોંચાડતા રહે. તેથી વાચક મહાનુભાવાને નીચેના સરનામે આવી ઘટનાઓ અંગેની જરૂરી અને પ્રમાણભૂત માહિતી મોકલવા વિનંતિ છે.
ઠેકાણું: પ્રોફેસર હેમેન્દ્રનાથ બેનરજી, સંચાલક: પેરાસાઈકોલાજી વિભાગ, રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર (રાજસ્થાન). ”
આ રીતે મોટા ભાગે ધર્મશ્રદ્ધા અને ધાર્મિક માન્યતાને વિષય ગણાતી એવી ‘પુનર્જન્મ’ જેવી બાબતમાં વૈજ્ઞાનિક ધારણે સંશોધન કરવાની પહેલ કરવા બદલ રાજસ્થાન વિશ્વવિદ્યાલયને અને તે સંશોધનને પોતાનું જીવનકાર્ય બનાવનાર પ્રોફેસર હેમેન્દ્રનાથ બેનરજી ને ધન્યવાદ આપવા સાથે આપણે સફળતા ઈચ્છીએ! આજના રોકડિયા સંબંધે
તા. ૨-૫-૬૬ સોમવારના ‘જન્મભૂમિ ’ માં ‘શીલ, સમાજ અને સંસ્કૃતિ' એ મથાળા નીચે પ્રગટ થયેલી “સમૃદ્ધ સમાજ અને સ્નિગ્ધતા વિહોણા માનવસંબંધ ” એ શિર્ષક શ્રી મનુભાઈ પંચાળીની નોંધ આગળની પેઢી અને આજની પેઢી વચ્ચે રહેલા માનવતાલક્ષી તફાવતને બહુ સુંદર અને સચોટ રીતે રજૂ કરે છે, તે નોંધ નીચે મુજબ છે :
“મારે ત્યાં કામ કરતી. કામાવાળીને મેં પૂછી તો નાખ્યું: ‘આ તારી દીકરીનું શું નામ છે?” પણ પછી મનમાં થયું કે મારા બાપુજી હોત તો તેમણે આમ પૂછવાને બદલે “આ ભાણકીનું નામ શું રાખ્યું છે?” એમ પૂછ્યું હોત. તારી દીકરી અને ભાણકી – બંને વચ્ચે કેટલું મોટું અંતર છે? તારી દીકરી એટલે તારી, મારે કાંઈ નહિ અને ભાણકી એટલે તારી દીકરી ખરી પણ મારી તો દીકરીની દીકરી. સૌજન્ય ને માધુર્યની સરવાણી તેમાં વહી રહી છે, જ્યારે પહેલી ઢબમાં છે માત્ર મારું કુતૂહલ.
“માર્કસે એક જગાએ કહ્યું છે કે બુર્ઝવા બધા સંબંધોને રોકડિયા બનાવી દે છે, અને રોકડિયા એટલે શુદ્ર, વ્યાપકતા વિનાના. માલિક - મજૂર, ગુરુ - શિષ્ય, અમલદાર - પટાવાળા, બાપ - દીકરો, ધણી ને ધણીયાણી બધા સંબંધોના ગજ તેમાં થતાં પૈસાની લેવડદેવડ બની જાય છે, અને એ અર્થમાં ભદ્ર સંસ્કૃતિ અભદ્ર લાગે છે.
“મારી કામવાળી ચીવટાઈપૂર્વક ચળકતાં વાસણ ગાઠવી ફ્ લદાની ભરી, તીઆનો ગલેફ બદલાવી, મારા જોડા - ચંપલ સુધડ પંકિતમાં ગેાઠવી ઘરને રમ્ય, આહ્ લાદક બનાવે છે, તેની નાની છેકરીને મૂકીને આવી હોય તો પણ ઝટઝટ બધું પતાવવાની ધડપડ કરતી નથી, પણ તેની આ સાહજિક ને નૈસર્ગિક માવજત માટે મને કોઈ સ્વજનભાવ જાગતા નથી. પૈસા આપીએ છીએ; તે સારું કામ કરે છે. રૂપિયો વધારે આપીએ. તે તેના પૈસાની ધણી, હું મારા પૈસાના. અમારી વચ્ચે રોકડો વહેવાર છે. રોકડો એટલા કોરો, સ્નિગ્ધતા વિનાનો.
“મારા પિતાના ઘરમાં પણ એક કુંભારની નાની છેકરી કામ કરતી. કામ તે શું કરે, પણ મારાં નાનાં ભાંડરડાંને રમાડે, ને લાટાવાડકા માંજે; પણ એ પારવતી આવતી તે દહાડે ઘરના અન્ય સભ્યો જેવી લાગતી, મારાં બા ખાવાનાનો ભાગ તેને સારું રાખતાં, તેને ચુંદડી, ધાધરી, પેાલકાં કરાવી આપતાં, અમે સાધારણ—સાવ સાધારણસ્થિતિનાં હતાં. અપાયું તે કેટલુંક હશે ? પણ તે અમારા ઘરની લાગતી, ને તે પરણી (નાની ઉંમરે) સાસરે ગઈ ત્યારે અમને સૌને તેના અભાવ સાલેલા, ને આંખ ભરાયેલી.
ઉમ્મરના
“મારા સસરાની વાત સાંભળી છે. તે માતબર ખેડૂત હતા. ઘેર આઠ - દસ હાળીઓ તો ખરા જ, પણ મોટી હાળીને એ છનિયા – કાકો કહે, ને બાઈ હોય તો મંગળી કાકી કહે, આવા એક હાળી મરવા પડયા, તેની ખબર કાઢવા ગયા, પૂછ્યું : ‘કાકા, કાંઈ મન રહી જાય છે”. હાળી કહે, “ ઓણ કેરી તા પાકવાની વાર છે ને હું આ ચાઈલા. ”