________________
૧૮
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ
✩
આપણી વચ્ચે વિચરતા એક માનવીરત્નના પરિચય
આર્થિક દષ્ટિએ જેમણે પોતાના જીવનની શરૂઆત. લગભગ શૂન્યથી કરી હતી. એવા શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ ધી બોમ્બે શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસેસીએશનના પ્રમુખ તરીકે તાજેતરમાં ચૂંટાયા છે. આવી વ્યકિત કોઈ પણ સમાજને માટે ગૌરવ લેવા યોગ્ય ગણાય અને તેથી તેમના પ્રબુદ્ધ જીવનના વાચકોને અહિં પરિચય આપવામાં આવે તે સર્વ પ્રકારે ઉચિત લેખાશે.
શ્રી કાન્તિલાલભાઈની આજે ૬૫ વર્ષની ઉમ્મર છે. તેમના જન્મ રાધનપુરમાં થયેલા. કમનસીબે માતપિતાને આઠદશ વર્ષની ઉમરે ગુમાવતાં, તેઓ મુંબઈ ખાતે પોતાના મામાને ત્યાં રહીને બાબુ પનાલાલ પુનમચંદ હાઈસ્કૂલમાં ભણેલા. મેટ્રીક સુધી પહોંચ્યા. ન પહોંચ્યા, એટલામાં શ્રી શકુન્તલાબહેન સાથે તેમને વિવાહસંબંધ નક્કી કરવામાં આવ્યા અને થોડા સમય બાદ પેાતાનાં લગ્ન થશે તે પછી પોતે કેવી રીતે પેાતાને જીવનનિર્વાહ કરી શકશે એ વિચાર અને ચિન્તામાં તેમણે પાતાના અભ્યાસ છેડી દીધા અને દ્રવ્યાપાર્જન નિમિત્તે શેરબજાર તરફ તેઓ વળ્યા અને ઘણુ ખરૂ એમના મામા જે શેરબજારના વ્યવસાય કરતા હતા, તેમની ઑફિસમાં એક ક્લાર્ક તરીકે જોડાયા. આ વ્યવસાયની તેમને થેાડા સમયમાં શુઝ બેસી જવાથી તે જ બજારમાં એક જોબર · તરીકે તેમણે પેાતાના વ્યવસાય આરંભ્યા; વખત જતાં તેઓ જાતજોખમે ધંધા . કરવા લાગ્યા; તેમાં તેમને ઉત્તરોત્તર સફળતા મળતી ગઈ; વિપુલ પ્રમાણમાં દ્રવ્યોપાર્જન થતું ચાલ્યું; મુંબઈના એક અગ્રગણ્ય કુશળ શેરાકર તરીકે તેમની પ્રતિષ્ઠા જામતી ગઈ.
આજથી ૨૬ વર્ષ પહેલા મુંબઈના શેર એન્ડ સ્ટોક બ્રોર્ક્સ એસે સીએસનના બાર્ડ ઉપર તેઓ નિમાયા. છેલ્લાં પાંચ વર્ષથી તેમ એસાસીએશનના વાઈસપ્રેસીડેન્ટ-ઉપપ્રમુખ–તરીકે કામ કરી રહ્યા હતા અને તાજેતરમાં, એ એસોસીએશનના છેલ્લા ૪૦ વર્ષથી પ્રમુખપદને ભારે યશસ્વીપણૅ શાભાવી રહેલ ખ્યાતનામ શ્રી. કે. આર. પી. શ્રોફ વૃદ્ધાવસ્થા અને નબળી તબિયતના કારણે તે પદ ઉપરથી નિવૃત્ત થતાં, વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રે અસાધારણ જવાબદારીભર્યા પ્રમુખસ્થાને શ્રી કાન્તિલાલભાઈની સર્વાનુમતે વરણી થઈ. આ હકીકત જ કાન્તિલાલભાઈની પોતાના વ્યવસાય— ક્ષેત્રમાં અસાધારણ કુશળતા અને શેરદલાલામાં અપ્રતિમ પ્રતિષ્ઠા અને લેાકપ્રિયતા પુરવાર કરવા માટે પૂરતી છે.
આતા તેમની વ્યવસાયલક્ષી જીવનની આપણે ટૂંકી લેાચના કરી. આ ધંધાદારી જીવન સાથે તેમનું જાહેર જીવન-ખાસ કરીને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક માને લગતું જાહેર જીવન—એટલું જ ઉજળું અને ગૌરવપ્રદ છે. અત્યંત ગરીબીમાંથી ઊંચે આવેલા કાન્તિલાલભાઈની પ્રકૃતિમાં દીનદુ:ખી, ગરીબ, અભણ પ્રત્યે ઊંડી સહાનુભૂતિ જડાયલી છે અને આ સહાનુભૂતિ અનેક ઉદાર સખાવતા દ્વારા વિવિધ પ્રકારે સક્રિય રૂપ ધારણ કરતી રહી છે. દ્રવ્યની આવક વધવા સાથે તેમનામાં ઉદારતાના ગુણ સારા પ્રમાણમાં વિકસત રહ્યો છે અને તે ઉદારતા અનેક સામાજિક તેમ જ શૈક્ષણિક સંસ્થાઆનું નિર્માણ કરવા પાછળ અથવા તે તેનું અર્થસીંચન કરવા પાછળ મૂર્ત થતી રહી. છે. તેમના જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય મુંબઈ ખાતે આવેલી શ્રી શકુન્તલા કાન્તિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલ છે. શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા મારફત ચાલતી એક સામાન્ય કન્યાશાળાને પોતાની ઉદાર સખાવતથી તેમ જ તે પાછળના સતત પરિશ્રામથી તેમણે મુંબઈની એક અદ્યતન અને અગ્રગણ્ય શિક્ષણસંસ્થામાં પરિણત કરી છે. વર્ષો પહેલાં રાધનપુર
તા. ૧૬-૫-૬૬
✩
ખાતે તેમણે એક જૈન બોર્ડિંગ ઊભી કરેલ છે અને તેને પાતાના પિતાશ્રીના નામ સાથે જોડેલ છે અને એક મોટા ઉપાાય બંધાવી આપીને તેને પોતાનાં માતુશ્રીના નામ સાથે જોડેલ છે.
જૈન શ્વે. મૂ. સમાજના તેઓ એક અગ્રગણ્ય આગેવાન છે અને જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની વર્ષો સુધી તેમણે અધાક સેવા કરી છે. એ સેવાના અનુસંધાનમાં પ્રસ્તુત કોન્ફરન્સના ઉત્તરોત્તર ફાલના અને જુનાગઢ ખાતે મળેલાં અધિવેશનના પ્રમુખસ્થાનને તેમણે શોભાવેલ છે. આ સિવાય જૈન કૉન્ફરન્સ ઉદ્યોગગૃહ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય વગેરે અનેક જૈન સંસ્થાને તેમની સેવા અને સંપત્તિને સારો લાભ મળ્યા છે.
તેઓ એક વખત મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય હતા. વિચારના ક્ષેત્રમાં તે. એક વખત ઉદ્દામ હતા. આજે જેમ બીજા અનેક આગેવાનામાં જોવામાં આવે છે તેમ ધન, પ્રતિષ્ઠા અને મોભા વધવાના કારણે તેમ જ સામાજિક આગેવાનીના કારણે, નહિ એકદમ સ્થિતિચુસ્ત કે નહિ એકદમ સુધારક - એવી મધ્યસ્થ વૃત્તિનું વલણ તેમના આચારવિચારમાં જોવા મળે છે. જૈન ધર્મ વિષે તેમનામાં ઊંટો આસ્થા છે અને તેનું પરિણામ નુંપ્રદાયપરાયણતામાં આવે તે સ્વાભાવિક છે. અને આમ છતાં તેમનામાં પ્રાકૃતિક સમભાવ અને ઉદાત્તતાનું આપણને સુભગ દર્શન થાય છે.
તેમના જીવનમાં ધનના પ્રવાહ વહેતો રહેલા હોવા છતાં, આજનું ભાગવિલાસભર્યું જીવન તેમને જરા પણ સ્પ નથી, તેમની રીતભાતમાં એક પ્રકારની સાદાઈ અને સરળતા જોવામાં આવે છે. શીલસંપન્નતા એ તેમની મોટામાં મોટી મૂડી છે, તેઓ એક લાગણીપ્રધાન સજ્જન છે; તેમના ગમા-અણગમા તીવ્ર હોય છે; મળેા ત્યારે કદિ પ્રસન્ન હોય, કદિ ન પણ પ્રસન્ન હોય એવી તેમની આવેગપ્રધાન પ્રકૃતિ છે, જેને અંગ્રેજીમાં man of moods કહે છે, તેવું કાંઈક તેમની પ્રકૃતિનું રૂપ છે. આમ છતાં પણ તેમનું દિલ સાફ અને 'ખ વિનાનું છે. ઊંડા દિલની ઉષ્મા અને કોમળતા એ તેમની વિભૂતિ છે.
શ્રી શકુન્તલાબહેન જેવી ઉચ્ચ કોટિની સહધર્મચારિણી તેમને મળી છે એ તેમના જીવનનું પરમ સૌભાગ્ય છે. પત્ની તો પતિનિષ્ટ હોય જ, પણ એ જ માત્રામાં ભાગ્યે જ કોઈ પતિ પત્નીનિષ્ઠ હોય છે. આવી અપૂર્વ પત્નીનિષ્ઠા કાન્તિલાલભાઈમાં આપણને જોવા મળે છે. તેમને ત્રણ પુત્રો અને બે પુત્રી છે. પુત્રો વ્યવસાયપરાયણ છે; પુત્રીઓ પરણેલી છે; બધાં સુખી છે. ત્રણ પુત્રમાંના વચલા ભાઈ વસંતલાલ સારા લેખક અને ચિન્તક અને આશાસ્પદ સાહિત્ય કાર છે. આ કાન્તિલાલભાઈનું ગૃહસ્થજીવન અપૂર્વ સંવાદિતાથી ભરેલું છે અને તેની સૌરભ ચાતરફ સારા પ્રમાણમાં ફેલાયલી છે. કાન્તિલાલભાઈના જીવનની સફળતામાં શકુન્તલાબહેનના સહકારનો ઘણા મોટો ફાળો છે.
પત્રકારના નાતે, મારે અહિં કબુલ કરવું જોઈએ કે, તેમના જાહેર જીવનને લગતા એક યા બીજા કાર્યની ટીકા કરીને મેં તેમને, અવારઅનવાર દુભાવ્યા છે. એમ છતાં જયારે પણ તેમને મળવાનું બન્યું છે ત્યારે તેમણે તેમ જ શકુન્તલાબહેને પણ મને અંતરના ઉમળકાથી આવકાર્યો છે. આવા તેમની સાથેના અંગત સંબંધને હું મારૂ સદ્ભાગ્ય લેખું છું.
મારા ચિત્તમાં કાન્તિલાલભાઈનું જે પ્રકારનું ચિત્ર ઉપસેલું છે તેવું જ ચિત્ર અહિં શબ્દમાં આલેખવાના મેં પ્રયત્ન કર્યો છે, માનવી માત્ર અપૂર્ણ છે. જેમ અન્યમાં તેમ જ તેમનામાં પણ કંઈ કઈ છૂટીઓ હશે, છે, આમ છતાં પણઅસાધારણ પુરુષાર્થ દાખવતું