________________
તા. ૧૬-૫૬
પ્રબુદ્ધ જીવન
૧૬
ભૂમિકાને લાભ મળવાથી એમનું સ્વરાંકન (Notation) બરોબર સમજીને ગાઈ શકાય છે. ગીતના શબ્દો તેમ જ અક્ષરના લધુગુરુ તાલમાપ પણ બરાબર સચવાય તે માટે સંયોજકે ઝીણવટભરી દષ્ટિ રાખી છે. આખા સંગ્રહમાં જે સુઘડતા ને વ્યવસ્થિતતા છે તે સંયોજકની સુરુચિને ખ્યાલ આપે છે. માત્ર વિવિધ વિભાગોની શરૂઆતમાં આપવામાં આવેલાં ચિત્રથી થોડી નિરાશા જાગે છે. જૂની પાઠમાળામાં વર્ષો પહેલાં આવતાં ચિત્રોની કક્ષાનાં આ ચિત્રો હવે હેજ પણ રુચિકર નથી બનતાં. આ અને આવાં) ચિત્ર ન આપ્યાં હોત તો સંગ્રહને જરાય ઓછું ન આવત. અલબત્ત, મુખપૃષ્ઠ પરનું શારદાનું ચિત્ર ઘણું સુંદર ને યથાસ્થાને છે. એટલું જ પૂરતું નથી ?
આ સંગ્રહની ગુજરાતી ભાષા દેવનાગરી લિપિમાં છે, એ પણ એની નવીનતા ગણાવી શકાય. આથી એને વ્યાપક ઉપગ થશે. આમ પણ આવું સમૃદ્ધ પુસ્તક કોઈ પણ શાળા, કોલેજ તથા સંગીતસંસ્થાની અમૂલ્ય મૂડી બની શકે એમ છે. સીનેમાના તદ્દન શુદ્ર સંગીત પ્રત્યે ભાનભૂલીને ખેંચાઈ રહેલા વિદ્યાર્થી ઓ અને યુવક-યુવતીઓ સમક્ષ આવી “ગીતમાળા” એક સુંદર વિકલ્પ મૂકે છે. શાસ્ત્રીય સંગીતના ઊંડાણમાં ડૂબકી ન મારી શકે તેને પણ હળવું સંગિત આકર્ષી શકે છે. એમાં પણ આવા ઉદાન મનભાવ પ્રેરતો ગીત ઘડાઈ રહેલી સંગીત રુચિને સાચી દિશા તરફ વાળે એમ છે. - આ ગીત ગાવાં વધુ સરળ બને એ દષ્ટિએ એટલું સુચવું કે એની ટેપ-રેકર્ડ ઉતારીને લેકમાં એને યથારૂપે વહેતાં કરો. સંગહની કદ-મર્યાદામાં સમાઈ ન શકી હોય છતાં સુંદર હોય તેવી અન્ય ગેયરચનાઓની એક નામાવલી–List-આમાં ઉમેરાઈ હોય તો અન્ય ગાયકો એને સ્વરબદ્ધ કરીન ગાઈ શકે ખરા.
જોતાં જ મન ગાવા માંડે તેવા આ પવિત્રમધુર ગીત-સંજન દ્વારા શ્રી ભાઈલાલભાઈએ સાહિ–સ નીત ની અવિસ્મરણીય સેવા કરી છે.
ગીતા પરીખ Economic Trends and Indications
(ભાગ ૩, ૪, ૫ અને ૬: લેખક: શ્રી ભીખાલાલ કપાસી; છે. બી-૫; પંડારા રોડ, ન્યુ દિલ્હી-૧૧, કિંમત રૂા. ૫, રૂ. ૫, રૂા. ૭.૫૦, રૂા. ૭.૫૦)
શ્રી ભીખાલાલ કપાસી અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસી છે. તેઓ અઠવાડિક, માસિકો, વિ. માં આ વિષયમાં અવારનવાર લખતા હોય છે અને અનુકુળતાએ તેને સંગ્રહ પ્રકાશિત કરી લોકો સમક્ષ મૂકે છે, જે પુસ્તકો અર્થશાસ્ત્રમાં રસ લેનારને તથા સામાન્ય જાગૃત નાગરિકને સારૂં ને સરળ વાંચન પૂરું પાડે છે. ભાઈશ્રી કપાસીના લેખે પૃથક્ પૃથક્ લખાયા હોવા છતાં સળંગ રીતે વાંચનારને દેશ સમક્ષના આર્થિક પ્રશ્નને હૂબહૂ ખ્યાલ આપે છે. મુખ્ય પ્રશ્નોનું સ્વરૂપ તેના વિવિધ પાસાંઓને લેખક સ્પર્શે છે ને તે પરત્વે પિતાનું અવલોકન ને ટીકાટીપ્પણ અસરકારક રીતે રજુ કરે છે. એક રીતે જોતાં પ્રૌઢ શિક્ષણને આ એક ઉત્સાહી ને સતત પ્રયત્ન જ છે, જે બદલ ભાઈશ્રી કપાસી આપણા સૌના અભિનંદનના અધિકારી બને છે.
આઝાદી પછી આયોજિત આદિક વિકાસનું ભગીરથ કાર્ય આપણે આરંભ્ય ને પંચવર્ષીય યોજનાઓ અમલી બની તેના ખેતી, ઉદ્યોગો ને નિકાસના સામાન્ય પ્રશ્નોની ચર્ચા ભાગ-૩માં કરવામાં આવી છે. Curate ના ઈંડા પ્રમાણે દેશને આર્થિક વિકાસ કેટલાક ભાગે સારો થયો છે. તેને લેકશાહી રીતે અમલ થાય છે, તેથી ઉગતી લોકશાહીની મર્યાદાઓ વચ્ચે માર્ગ કાઢવાને રહે છે. મોટો વસ્તીવધારો, બેસુમાર ગરીબી અને નીચા જીવનધોરણના પ્રશ્ન ઉકેલવાનું કાર્ય સહેલું નથી તેમ લેખકે સારી રીતે પુરવાર કરી બતાવ્યું છે. ભાગ ૪માં લેખકે ચોથી પંચવર્ષીય યોજનાના અનેક પાસાઓની છણાવટ કરતા લેખો સંગ્રહ્યા છે. લોકકલ્યાણને વરેલી
સરકારે લોકોના અસંતોષને દૂર કરવું જ રહ્યો એ બાબત ઉપર ભાર મૂકીને ખેતીવાડી ક્ષેત્રે મળેલી નિષ્ફળતા અને મેઘવારી તથા ભાવવધારાના પ્રશ્ન તેમણે ચર્યા છે ને જણાવ્યું છે કે, રશિયાની પદ્ધતિનું અનુકરણ કરવાને બદલે આપણે ખૂબ જ વાસ્તવવાદી ને નક્કર ધરણે આગળ વધવું જોઈએ ને દેશના આંતરિક સાધનો બરાબર એકત્રિત કરી તેને પૂર ઉપયોગ કરવો જોઈએ, તથા તાન્કાલિક પરિણામે હાંસલ થાય તેવી યોજનાઓ હાથ ધરી ખેતીવાડીને અવશ્ય અગ્રસ્થાન આપવું જોઈએ. સ્વ. શ્રી. નહેરૂના અવસાન પછી શ્રી શાસ્ત્રીએ દેશની ધૂરા સંભાળી તે સમયના લેખો ભાગ-૫માં છે. ૧૯૬૫-૬૬નું અંદાજપત્ર, આર્થિક વિકાસ ને વિદેશના વેપાર, નિકાસ કરતા દેશના ઉદ્યોગે, સમાજવાદ, કેંગ્રેસની આર્થિક નીતિ, જાહેર ક્ષેત્ર-ખાનગી ક્ષેત્ર, ગજગ્રાહ જુદા જુદા ઉદ્યોગોના સવાલ વિ. વિષયે તેમણે ચર્ચા છે.
શ્રી કપાસીને લેખસંગ્રહ ભાગ દદ્દો તાજેતરમાં જ પ્રસિદ્ધ થયો છે. પહેલા વિભાગમાં ૧૯૬૫ની સાલના ભારતીય અર્થતંત્રના વિવિધ પાસાઓને છણવામાં આવ્યા છે. ભારતીય - પાક યુદ્ધથી અર્થતંત્ર પરને બોજો વધ્યો ને તે દરમ્યાન જે પાઠ આપણે શીખ્યા કે “આપણા પગ પર ઊભા રહેતાં આપણે શીખવાનું છે ને તેમાં જ સ્થાયી લાભ છે.’ તે સરકારની વિવિધ નાણાકીય, આર્થિક ને ઔદ્યોગિક નીતિનું પણ લક્ષ્ય હોવું જોઈએ ને આ ઉદેશ પાર પાડવા સરકાર અને પ્રજા વચ્ચે ઉચ્ચ કક્ષાને સહકાર જરૂરી છે. લેખકે આ બાબતે સારી રીતે સમજાવી છે. સંગ્રહનાં બીજા અને ત્રીજા ભાગમાં સંરક્ષણ અને નિકાસે, ચોથી જનાનું પહેલું વર્ષ ને વાસ્તવણી નીતિ. નેહરા પછીના એક વર્ષની આથિક સમશ્યાઓ, વિ. બાબત ચર્ચવામાં આવી છે. આર્થિક બાબતોની ચર્ચા હરહંમેશ ગંભીર ને મુશ્કેલ હોય છે એવું નથી એમ ભાઈશ્રી કપાસીએ એમના સંગ્રહ થયેલા ઘણા લેખે દ્વારા પુરવાર કર્યું છે ને તેમણે આ અઘરા વિષયને લોકભોગ્ય રીતે રજુ કર્યો છે.
શ્રી કપાસીના ઉપરના પુસ્તકમાં સંગ્રહાએલા લેખે જાણકારીની દષ્ટિએ, આંકડાઓની દષ્ટિએ ને સુવાચ્યતાની દષ્ટિએ વાંચકને ખૂબ પસંદ પડે તેવા છે. તેમના અભિપ્રાય સાથે બધા સંમત થાય કે નહીં, છતાં તે અભિપ્રાયો તેમણે નિષ્પક્ષપાતપણે આપ્યા છે. ને આર્થિક પ્રશ્નની ચર્ચા કરવાની તેમની પકડ ને અભ્યાસ જબરા છે તેમાં શંકા નથી. બાળકોની હઠ. બિચારાં બોળકે. બાલવિકાસ
અને શિસ્ત, આપણું ઘર. લેખિકા : શ્રીમતી તારાબહેન મેડક, અનુવાદક: શ્રી ચંદુલાલ ભટ્ટ પ્રકાશક, ગ્રામબાલશિક્ષણ કેન્દ્ર પ્રકાશન, કોસબાડ ટેકરી, ઘોલવડ, જિલ્લે થાણા, પશ્ચિમ રેલવે).
બાળકોમાં કે બાલશિક્ષણમાં રસ લેનાર ભાગ્યે જ કોઈ હશે જેમણે તારાબહેન મોડકનું નામ નહીં સાંભળ્યું હોય. વર્ષોથી તેઓ આ ક્ષેત્રમાં પડયા છે ને તેમણે જ કહ્યું છે તેમ તેમના જીવનકાર્યના નીચેડ રૂપે આ પુસ્તિકામાં તેમણે તેમના વિચારો સરસ ને સરળ રીતે રજુ કર્યા છે. બાળકેળવણી અને બાળજીવન જેવા મહત્ત્વના વિષયમાં પરદેશે જેટલું આપણે ત્યાં ખેડાણ થયું નથી. તારાબહેન મોડક જેવા બીજા ઘણા શિક્ષણશાસ્ત્રીઓએ આ બાબતમાં પોતાના વિચારો રજુ કરવા જોઈએ અને બાળક અને વડિલેના વિભિન્ન તાલની મીલાવટ સમજપૂર્વક થઈ શકે તે માટે ઉપયોગી સાહિત્ય બહાર પાડવું જોઈએ. તારાબહેને યોગ્ય જ કહ્યું છે કે ‘બાલમનને પિપક છે પ્રસન્નતા, પ્રેમ, વ્યકિત સન્માન, પ્રવૃત્તિઓ, વ્યવસ્થા અને નિયમિતપાછુ.' આ સીંચન કુમળા રોપાએને કરવા તેમણે માબાપને માળી બનવાનો ખાસ અનુરોધ કર્યો છે તે સાથે સ કોઈ સહમત થશે.
કાન્તિલાલ બોડિયા