SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૧૬ પ્રબુદ્ધ જીવન ૧૫ - એક કર્મઠ રોગીની મંથનપોથી | (ગતાંકથી ચાલુ) હંમરશેલ્ડને સત્તા જોઈતી હતી. અસરકારક સેવા સત્તા વિના ન થઈ શકે એમ તેમને લાગતું હતું. પણ મુશ્કેલી એ હતી કે સત્તા ભોગવતાં ભોગવતાં કઈ રીતે રજકણ જેવા નમ્ર થવું? કઈ રીતે આંતરિક પરિપકવતાને સતત વિકાસ કરવો કે જેથી સત્તા વધુ ને વધુ સંસ્કારી બને? હંમરને સમાજની સેવા કરવી હતી, પણ તેમને સામાજિક ઉપચાર પ્રત્યે અત્યંત કંટાળો આવતો હતો. બીજી બાજુ એકલતાની ગૂંગળામણ એટલી તીવ્ર હતી કે કયારેક આત્મહત્યા કરવાનું મન થતું. સંસારમાં બેઠાં બેઠાં કઈ રીતે શરીરને પ્રભુના સાધન તરીકે વાપરવું? હૅમરશોલ્ડની આ મથામણ : “मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा।. निराशीनिर्ममो भूत्वा युद्धस्व विगतज्वरः॥" “અધ્યાત્મવૃત્તિ રાખી બધાં કર્મો મને અર્પણ કરીને આસકિત અને મમત્વ છેડી રાગરહિત થઈ તું યુદ્ધ કર.” ગીતાના આ શોકનું સ્મરણ કરાવે છે. આ પુસ્તક વાંચતા ગીતાના શ્લોકોનું વારંવાર સ્મરણ એટલા માટે થાય છે કે ગ્લૅમરશેડ સંસારના અનાસકત કર્મવીર થવા પુરુષાર્થ કરતા હતા. જીવનને યજ્ઞમય કરીને તેને પ્રભુચરણે ધરી દેવા માગતા હતા. એમણે શરીરને એક સાધન તરીકે વાપરવા માટે અનુરોધ કર્યો હતો. "Only he can conquer vertigo, whose body has learned to treat itself as a means." જે પિતાના શરીરને સાધન તરીકે વાપરતાં શીખ્યો છે તે જ ચિત્તના ચકરાવાને શાંત કરી શકે છે.” પરિપકવતા, સત્તા અને એકલતા- હૅમરશોલ્ડનાં આંતરિક જીવનની આ ત્રણ મુખ્ય ચૂંઝવણ હતી. પરિપકવ કઈ રીતે થવાય ? સતત આંતરિક વિકાસ સાધવાને કોઈ માર્ગ ખરો ? હેંમરશેલ્ડને જવાબ એ છે કે શબ્દ પ્રત્યે આદર એ પરિપકવતાની સીડીનું પહેલું પગથિયું છે. બુદ્ધિની, હૃદયની કે આત્માની પરિપકવતા માટે શબ્દનો ઉપયોગ અત્યંત કાળજીપૂર્વક અને સત્ય—પ્રેમથી કર જોઈએ. સત્ય પ્રત્યે આદર નહિ હોય તો સમાજ કે વ્યકિતને વિકાસ નહિ થાય. શબ્દને દુરુપયોગ કરવો એટલે મનુષ્ય પ્રત્યે તિરસ્કાર બનાવો. જ્યારે શબ્દને દુરપયોગ થાય છે ત્યારે માનવજાત એની ઉત્ક્રાંતિની મજલમાં બે ડગલાં પાછી પડે છે. જીવનથી કંટાળો આવતા હોય કે દુનિયા સ્વાર્થી અને મેલી લાગતી હોય તો ફરિયાદ કયાં કરવી ? હૈમરાલ્ડને લાગે છે કે જ્યાં આપણા પોતાના જ હાથ નાના હોય ત્યાં ફરિયાદ શું કરવી ? જ્યારે દુનિયામાં દેપ દેખાય ત્યારે ખરી જરૂર એ છે કે આપણે પોતે પરિપકવ થઈએ. આ પરિપકવતા શું છે ? હેંમરશાહે કોઈ મર્મી કવિની છટાથી પરિપકવતાની ઓળખ આપી છે. "Maturity : among other things--not to hide one's strength out of fear and consequently live below one's best." પરિપકવતામાં આ પણ આવે છે: ડરના માર્યા સાચી શકિત છુપાવવી નહીં અને સાથે સાથે જેટલું જોર હોય તે કરતાં જરા પણ નબળું જીવવું નહિ.” "Maturity : among other things—a new lack of selfconsciousness--the kind you can only attain when you have become entirely indifirent to yourself through an absolute assent to your fate." પરિપકવતામાં આ પણ આવે છે. સભાનતાને વિશિષ્ટ અભાવ– ભાવ ત્યારે જ પ્રાપ્ત થાય, જ્યારે જાતની તમામ ફિકર છોડીને સઘળું ઈશ્વરને હવાલે કરી દઈએ.” "Maturity: among other things, the unclouded happiness of the child at play, who takes it for granted that he is at one with his play-mates." પરિપકવતામાં આ પણ આવે છે: ભેરુઓથી પોતે જરાય જુદો નથી એવા વિશ્વાસથી રમતાં બાળકને નિર્મળ આનંદ.” અને આખરે પરિપકવતાનું આવું સ્વપ્ન હૅમરાલ્ડ અર્પે છે : "If only I may grow, firmer, simpler, quieter, warmer." “મારો વિકાર આ દિશામાં ઘાઓ: હું વધારે નિશ્ચળ, સરળ, શાંત, સ્નેહાળ બનું.” જે કુટુંબે દસકાઓ સુધી એકધારી રાજસત્તા માણી છે એ કુટુંબને એક વિચારશીલ ફરજંદ પવિત્રતા અને કર્મને અનિવાર્ય સંબંધ આ સ્મરણીય વાક્ય દ્વારા સૂચવે છે. "In our age, the road to holiness necessarily passes through the world of action.” - “આપણા યુગમાં તે હરિને મારગ કર્મભૂમિમાંથી જ પસાર થાય છે.” પણ સત્તાધીશ કવીર માથે મોટી જવાબદારી છે. જીવનને હેતુ બીજા પર હકૂમત ચલાવવાને નહિ પણ જનસાધારણની શુદ્ધ સેવા કરવાનો છે. "Only he deserves power who everyday justifies it." “સત્તા એને જ મળવી જોઈએ, જે દરરોજ એ માટેની લાયકાત બતાવે.” "Your position never gives you the right to command. It only imposes on you the duty of so living your life that others can receive your orders without being humiliated." “તમારા હાદો તમને હકૂમત ચલાવવાનો અધિકાર આપતે નથી. એ હદો તમારે માથે જવાબદારી નાખે છે કે માણસને તમારો હૂકમ ઝીલવામાં અપમાન ન લાગે એવું જીવન તમે જીવે.” સત્તાધારીએ કૂણું હૃદય રાખવું જોઈએ, પણ પિતાની જાત પ્રત્યે સખત થાય તેને જ બીજા પ્રત્યે દયાળુ થવાને અધિકાર પ્રાપ્ત થાય છે. અતડા અને શરમાળ હૈમરશોલ્ડની એકલતા કેવી હતી. ? "What makes loneliness an anguish Is not that I have no one to share my burden. But this I have only my own burden to bear.” “આ એક્લતાની વ્યથા એ નથી કે બીજું કે મારે બાજ ઉચકાવનું નથી. મારી વેદના આ છે : મારા નસીબે મારા એક્લાને જ બોજ ઉપાડવાને આવ્યો છે.” "Work as an anaesthetic against loneliness, books as a substitute for people!" “એકલતા ભૂલવા માટે કામ અને માણસને બદલે પુસ્તકો” હૈમરશેલ્ડની જિંદગીની કરુણા એ હતી કે એમને દાંપત્ય – સુખને અનુભવ નહોતે થે. એમના જીવનની મુશ્કેલી એ હતી કે સંસારમાં ડૂબેલા રહીને એમને હૃદય–સંપત્તિ વધારવી હતી. એમણે પ્રવાસે ખૂબ કર્યા હતા. પણ એમને સારો પ્રવાસ તે બીજે હતે. "The longest journey Is the journey inwards." “લાંબામાં લાંબા પ્રવાસ અંતરને પ્રવાસ છે.” હેમરશેલ્ડને જાપાનીઝ હાઈકુ ખૂબ પ્રિય હતાં. એમણે પોતે સંખ્યાબંધ હાઈકુ લખ્યાં છે. એક હાઈકુમાં એ એવા સુખની ઝંખના
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy