SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૬ જેવાં લાગે. તે પછી ભૌતિક વિદ્યા કે જેને “અવિદ્યા” કહે છે તેને આધાર લઈ કર્મયોગ આચરવો? કર્મ એ વિદ્યાના પાયા ઉપર આધારિત છે, છતાં કર્મગ માત્ર ભૌતિક વિદ્યાથી સાધ્ય થાય એમ નથી.. કારણ ત્યાં કર્મ પોતે જ સર્વસ્વ બની જાય છે. યોગી કે મુનિને ત્યાં સ્થાન નથી રહેતું. પાણીને સતત વહેતો પ્રવાહ હોય એવું આપણું જીવન છે. જે માનવી યોગ્ય રીતે એમાં તરે, આજુબાજુની સૃષ્ટિ જોઈ લે, છતાં ધ્યાન કરવામાં હોય – સૃષ્ટિ જોવા છતાં એનાથી અલિપ્ત જ રહે-પોતે તર્યા જ કરે, છતાં એવું ને એવું જ જળ આજુબાજુ છે એને વિષાદ એનાં મનમાં ના હોય, કારણ જળનું રૂપ છેક સુધી એવું જ રહે છે, એ બદલાતું નથી એ હકીકત એ જાણે છે. અને આમ છતાં સમજપૂર્વક પોતે આગળ વધે છે અને અંતે મુકિત મેળવે છે એ કર્મયોગી. જ્ઞાનમાર્ગી પ્રવાહની વિશાળતા, વમળ વગેરે જોઈ સમજી એમાં તરવું વ્યર્થ છે એમ માની નિષ્ક્રિયતા સ્વીકારી ડૂબે છે, ત્યારે ભૌતિક વિદ્યાના ઉપાસક પ્રવાહમાં અર્થ શોધી પ્રવાહમાં જ ડૂબકીઓ માર્યા કરે એટલે બેમાંથી કોઈ પણ આગળ વધતાં નથી, મુકિત મેળવતા નથી, અને જીવન પણ પૂર્ણાશે માણતા નથી. સંસારના ગહન વનમાં-ભવાટવિમાં–જ્ઞાની એનું ગૂંચવાડા ભરેલું સ્વરૂપ જોઈ પતે એનાથી દૂર રહી નિષ્ક્રિય રહેવા માગે તેથી એ એમાંથી પસાર થઈ શકતો નથી, ત્યારે અવિઘાના ઉપાસકો કર્મ કરે છે, પણ એવાં કરે છે તેમાંથી અનેક કર્મોની પરંપરા નિર્માણ કરી એ વનનાં ઝાંખરા વધારે છે, અને એ પણ આગળ વધી શકતા નથી. એટલે જ ઈશોપનિષદે કહ્યું કે સંભૂતિને અસંભૂતિ બેઉને ભજતો નર, સંભૂતિથી તરી મૃત્યુ પામે અમૃત અન્યથી ! જ્ઞાન અને વિજ્ઞાનને સંયોગ વિવેકથી કરી આ સંસારમાંથી મુકિત મેળવવી, જ્ઞાનથી સંસારનું સ્વરૂપ પામી એમાંથી સાર ને અસાર ઓળખવું–અલિપ્તભાવ કેળવ, વિજ્ઞાનની ઉપાસના કરી કર્મ સુગમ કરવું–એક કર્મમાંથી કોઈ અનિષ્ટ પરંપરા કે બંધને નિર્માણ ના થાય એવી સાવચેતી રાખવી, જ્ઞાનને પ્રકાશ અને વિજ્ઞાનની ગતિ એ બેને સમન્વય સાધવો એ જ યોગ છે કર્મયોગ. પ્રકાશ વગરની ગતિ રાક્ષસી સંહારનું સર્જન કરે, અને ગતિ વગરને પ્રકાશ નિરર્થક પ્રકાશી કાળક્રમે નષ્ટ થાય. પ્રભુએ બક્ષેલા જીવન માટે એ બંને નકામાં છે, હાનિકારક છે, જીવન પ્રવાહનું ‘ક્ષણે ક્ષણે સુજામ્યહમ’ એ ગતિમાન તત્ત્વ અખંડિત રાખવું–તેજસ્વી રાખવુંએ પોતાનું કર્તવ્ય માને એવા કર્મયોગી જનસંસર્ગમાં સપડાતા નથી, પણ જનસંપર્ક સાધી પોતે આગળ વધે છે અને પોતાની સાથે બીજા અનેકોને લઈ જાય છે. જીવનનો સર્વસમાન્ય વિચાર કરી કર્તવ્ય-કરવા યોગ્ય –અને અકર્તવ્ય-ન કરવા જોગ કર્મ અંગે કેટલાંક સંકેત રૂઢ થયા છે. છતાં પ્રાપ્ત સંજોગોમાં સ્વાર્થ કે આસકિતથી દૂર રહી જે યુકત દેખાય એ કર્મ કરવું પડે -- સંકેત કે રૂઢિથી વિરુદ્ધ વર્તન પણ કરવું પડે, અવિહિત કે તામસ દેખાતું કર્મ પણ એવે વખતે અંતે વિહિત અને સાત્ત્વિક સિદ્ધ થાય છે. પરશુરામ જેવાં ભૂગોષ્ઠ શસ્ત્ર ધારણ કરી પૃથ્વીને નક્ષત્રી કરે, રામચંદ્રજી સીતા સતીને ત્યાગે, શાકયમુનિ ગૌતમ નવજાત બાળક અને પત્નીનો ત્યાગ કરે, મહમ્મદ પયગંબર હિજરત કરે, અર્જુન સ્વજનોની હત્યા કરે, ગાંધી રાજાને વિષણુનો અવતાર માની પૂજવાને બદલે જુલમી રાજયસત્તાને પડકારે અથવા તે પરકીય રાજા સામે સત્યાગ્રહ આદરે- એ બધાં કર્મો જે જે વ્યકિતઓએ કયાં તે તે સંજોગોને સાંગોપાંગ વિચાર કરી – પિતાને સ્વાર્થ કે અહંભાવ એમાં ભેળવ્યા વગર - કર્યા, એટલે સામાન્ય રીતે અવિહિત કહેવાય એવાં એ કર્મો યુકત અને દિવ્ય બન્યાં, માનવજાતિ માટે કલ્યાણકારી થઈ રહ્યાં. કર્મયોગ સાધવો હોય તે જ્ઞાન, અનાસકિત અને વિવેકની સાધના કરવી રહી. એ સાધના માટે નિત્યકર્મના નિયમ – જેવાં કે નામસ્મરણ, પૂજા, ભકિત, જ્ઞાનસંકીર્તન વિગેરે માર્ગે અનુસરવા જોઈએ, પરંતુ એ માર્ગને જ મેક્ષ સમજવાની ભૂલ ના કરવી જોઈએ. એ સાધને છે અને એ સાધનોના અવલંબનથી આપણાં જીવનવ્યવહારનાં કર્મોને યુકત બનાવી કર્મની સહાયથી જ મોક્ષ મેળવવાને છે એ ધ્યેય ભૂલી ના જવાય. સાધનેમાં સાધ્યને ડુબાડી દઈ જીવન સામેથી મોં ફેરવવું–જ્ઞાનના ઘમંડથી અકર્મણ્યમાં ફસાઈને, નિષ્ક્રિય બની સંસારી જનનો તિરસ્કાર કરવો એ કોઈ પણ રીતે યુકત નથી. અનાસકત રહેવું–નિ:સ્વાર્થ રહેવું એને અર્થ અન્યાય અથવા જુલમ સામે નમતું આપવું એવો કદાપિ ન થાય. અનાસકત ભાવે કરેલો પ્રતિકાર અત્યંત પ્રખર, પ્રભાવી અને શકિતશાળી હોય છે. એ પ્રતિકાર કરનાર વીરની પાછળ કોઈ શસ્ત્રધારી સૈન્ય, રાજસત્તા કે ભકતોનાં ટોળાં ન હોય, તો પણ અંતે એ જ વિજય મેળવે છે. સોક્રેટિસને ઝેર પાઈ મારી નાખનારનું નામ કે સત્તાનું નામનિશાન ન રહ્યું; ઝેર પીને અમર થયા સેક્રેટિસ. કાંટાળો તાજ પહેરી શૂળીએ ચઢેલ ઈસુ ને તેની શુળી જગતના હૃદયમાં રાજ્ય કરી રહી. દિશેડપિ વસનું માનતા વિરકત તીર્થક, ચપટી મીઠું હાથમાં લઈ પ્રચંડ રાજ્યસત્તાને પડકાર આપનાર મુઠી હાડકાનાં બાપુ-એ બધા એમના અનાસકત કર્મયોગથી જગને જીતી ગયા; જીવનને જીતી ગયા. જીવનવ્યવહારમાં સદાચારી રહેવું જોઈએ. તેમજ કોઈ પણ અન્યાય મુંગે મેંએ સહન ના કરાય, જ્ઞાન ને ભકિતને નામે તે નહીં જ. અન્યાય ગુજારનાર જેટલા દેષિત છે એના કરતાં અન્યાય સહી લેનાર વધારે દોષિત છે. એટલે કર્મ વિષે જિજ્ઞાસાથી આટલું જાણી લીધા પછી, પેલાં બહેન જેમની વાત શરૂઆતમાં કરી તેમને જઈ કહેવાનું મન થયું કે “બહેન તમે બ્રહ્મ છો. પેલાં મકાનમાલિક પણ બ્રહ્મ છે. વાત સત્ય છે. પણ એ જ ન્યાયથી “કાયદા બ્રહ્મનું અને ‘વકીલ બ્રહ્મનું અસ્તિત્વ પણ નકારી શકાય એમ નથી અને જ્યાં સુધી તમારી પોતાની જગ્યામાંથી તમે પોતે અન્યાયથી કશું મેળવવાની ઈચ્છા ના રાખતા હો, અને શાંતિથી રહેવા માગતા છે, ત્યાં સુધી એ “વકીલ બ્રહ્મ'ની મદદ લેવાને આડે સત્સંગ નહીં આવે !” મૃણાલિની દેસાઈ “તિ-શિખા જન માસની પહેલી તારીખથી જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨ તરફથી ‘જયોતિ-શિખા’ નામના હિંદી ત્રિમાસિકનું પ્રકાશન શરૂ કરવામાં આવશે. આ ત્રિમાસિક આચાર્ય રજનીશજીના વિચારોનું મુખપત્ર હશે અને તેના સંપાદક શ્રી જટુભાઈ મહેતા અને પ્રકાશક શ્રી રમણલાલ સી. શાહ હશે. તેનું વાર્ષિક લવાજમ રૂા. ૫/- નક્કી કરવામાં આવ્યું છે, તે ગ્રાહક થવા ઈચ્છનારે ઉપર જણાવેલ ઠેકાણે લવાજમ મોકલી આપવું. વિષયસૂચિ વ્યવહાર અને કર્મયોગ મૃણાલિની દેસાઈ ૧૩ એક કર્મઠ યોગીની મંથનપથી વાડીલાલ ડગલી ૧૫ અવલોકન : વિદ્યાવિહાર ગીતમાલા, ગીતા પરીખ Economic Trands and કાતિલાલ બડિયા Indications, બાળકોની હઠ, બિચારાં બાળક, બાલવિકાસ અને શિસ્ત, આપણું ઘર પ્રકીર્ણ નોંધ: આપણી વચ્ચે વિચરતા પરમાનંદ એક માનવીરત્નને પરિચય, પુનર્જન્મ અંગે સંશોધન, આજના કડિયા સંબંધો, અતિમ વર્ષો દરમિયાન નહેરુની વિચારપરિણતિ, દીક્ષા પ્રસંગે કરવામાં આવેલી સામાજિક સખાવત, કલાકાર શ્રી નંદલાલ બસુ અંગેની નંધમાં છેડે સુધારે-વધારે, “માનવમુડદાંને નિકાલ અવેજીમાં– માનવનાં મુડદાંને નિકાલ આ રજનીકાન્ત મેદી ૨૨ પૃષ્ઠ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy