________________
'
REGD. No. B-1866
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૨
મુંબઇ, મે ૧૬, ૧૯૯૫, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
પ્રબુદ્ધ જીવન
શ્રી મુબઇ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
ભગવાન
મહાવીરને
મહાવીર પર બે શબ્દો બોલવાના છે એ જાણીને મને આનંદ થયો. મહાવીર વર્ષો પહેલાં થઈ ગયા હોવા છતાં એમના સંદેશ હજી એટલા જ નિત્યનૂતન છે. જે સત્ય હોય છે તે સનાતન જ હોય છે. સત્ય હંમેશા અપરિવર્તનશીલ અને શાશ્વત હોય છે. એવા સત્યને જેઓ જાણે છે અને જે સત્યમય જીવન જીવે છે તે વ્યકિત પણ સનાતન બની જાય છે. એનું મૃત્યુ થવા છતાં તેઓ મરી જતા નથી, પણ તેઓ મૃત્યુ પછી પણ હમેશાં આપણી વચ્ચે જ વસ્યા કરે છે.
જીવનના દીવા જલે છે અને બુઝાય છે. કાળની રેતી પર કેટલાક અક્ષરો ઊઠયા પહેલાં જ વિલીન થઈ જતા હોય છે. પરંતુ કેટલીક જ્યોતિર્મય વ્યકિતએ માનવચિત્ત પર પોતાના ચિહનો સદાને માટે અંકિત કરી જતી હેાય છે. એવી અમર વ્યકિતઓની પરંપરામાં મહાવીરનું નામ ખૂબ જ અગ્રસ્થાને છે. એમણે જે મેળવ્યું તે આજે પણ આપણને માર્ગદર્શન આપે છે; અને ચેતનાની જે ઊંચાઈએ એમણે એમના આવાસ બનાવ્યો તે આજે પણ આપણને સાદ કરી રહી છે.
મનુષ્ય એક સેતુ સમાન છે. તે પડાવ નહીં પણ યાત્રા છે. પશુમાંથી પ્રભુ બનવાની અભીપ્સાનું નામ જ મનુષ્ય છે, જે વ્યકિત આ અભીપ્સાથી આંદોલિત નથી થતી, તે માત્ર કહેવા પૂરતો જ મનુષ્ય છે, એના વાસ્તવિક મનુષ્ય જન્મ તા હજી થયો જ નથી, તે હજી સુધી ગર્ભમાં જ છે. જ્યારે તેનામાં દિવ્યની તૃષા જાગશે ત્યારે જ તેના જન્મ થશે અને ત્યારે જ તે ઉત્તરદાયિત્વ તેનામાં ઉપર આવશે, જે એક મનુષ્યનું અને માત્ર મનુષ્યનું જ સૌભાગ્ય છે. એ ઉત્તરદાયિત્વ છે સત્યને જાણવું અને પ્રાપ્ત કરવું.
મહાવીરે એક દિવસ પોતાની જાતને એવા ઉત્તરદાયિત્વથી અત્યન્ત પ્રભાવિત થયેલી નિહાળી. એમના પ્રાણે જીવનસત્ય જાણવાને માટે વ્યાકુળ બની ગયા અને એમણે પોતાની સમગ્ર શકિત અને સંકલ્પને એકઠા કરીને અજ્ઞાત દિશામાં પગરણ માંડ્યાં. તેમને માત્ર કોરા વિચારથી સંતોષ ન થયો, અને જેને સંતોષ થઈ જાય એની તરસ જ મિથ્યા છે એમ સમજી લેવું. વાસ્તવિક તૃષા તો સરોવરને પ્રાપ્ત કરીને જ તૃપ્ત થાય છે. સત્યના વિચાર નહીં પણ સાક્ષાત્કાર જ એવી તૃપ્તિ આપી શકે છે. સત્ય વિચારવા માટે નહીં પણ જાણવા અને જીવવા માટે છે. પ્રાણના પ્રાણની જેમ સત્યને મેળવવાનું છે. તત્ત્વન્તિ અને તત્ત્વદર્શનમાં આ જ ફરક છે. એક માત્ર વિચાર જ કરે છે, જ્યારે બીજો દર્શન કરે છે. એક ચક્ષુહીન વ્યકિત પ્રકાશ' વિષે વિચાર કર્યા કરે તો તેથી શું મેળવશે? તેને બદલે તે આંખાના ઉપચાર કરાવે એ જ બહેતર છે. આંખ હશે તો પ્રકાશનું દર્શન કરશે. જે પ્રકાશાનુભવ વિષે સત્ય છે તે જ સત્યાનુભૂતિ વિષે પણ છે.
મહાવીર માત્ર વિચારક નહાતા, દષ્ટા હતા. એમણે સત્યના માત્ર વિચાર ન કર્યો, પણ એનાં દર્શન કર્યાં. વિચારવામાં તો માત્ર
સાધના – પથ
મસ્તક જ એકાગ્રતા સાથે છે. જ્યારે સત્યના દર્શન માટે તો સંપૂર્ણ ચેતનાની કાંતિ કરવી આવશ્યક છે, એને માટે તો સમગ્ર વ્યકિતત્વને જ બદલાવવું પડે છે. એ જ આમૂલ પરિવર્તન છે. એવી જ સમગ્ર અને ઊંડા પરિવર્તનથી વ્યકિત સ્વયંને અને સ્વયં સમસ્ત સત્તાને જાણવામાં સફળ બને છે.
સામાન્ય રીતે આપણે સંપૂર્ણપણે સજાગ નથી હોતા અને આપણને આપણી પૂરી સત્તા અને ચેતનાનું ભાન નથી હોતું. આપણે ચેતનાના એક અતિ અલ્પાંશથી જ પરિચિત છીએ અને બાકીની ચેતના અંધકારમય છે. આપણી ચેતનાના જે મોટો અંશ અચેતન અને અંધકારમય છે તેને સચેતન અને પ્રકાશિત બનાવવાથી જ. તે ચક્ષુ માટે દર્શનગમ્ય બને છે, જેનાથી સત્યનો સાક્ષાત્કાર થાય છે. વ્યકિત સ્વયં જ પૂર્ણ ચેતનમય અને અપ્રમત્ત બનીને આંતરચક્ષુ પ્રાપ્ત કરે છે જેના વડે સત્યનું દ્વાર ખૂલે છે..
મહાવીર સ્વયંને જ જાણવા માગતા હતા, કેમકે પ્રજ્ઞાની એ જાગૃતાવસ્થા દ્વારા જ દુ:ખ અને જીવનના બંધનામાંથી છૂટકારો મળવાનો સંભવ હતા. એમણે એ જ્ઞાનને માટે ખૂબ જ શ્રમ લીધે અને સાધના કરી. બાહ્ય સર્વ એમણે છોડી દીધું, જેથી તેઓ સ્વયંને પ્રાપ્ત કરી શકે. તેઓ ઉત્કટ તપશ્ચર્યામાંથી પસાર થયાં અને જ્યાં સુધી એમને પરમ જીવનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી તેઓ થાકયા વગર સ્વયં અજ્ઞાન અને અંધકારની સામે ઝૂઝયા. એમના જેવો મહાતપસ્વી મેળવવા બહુ જ મુશ્કેલ છે.
મહાવીરની સાધનાનો મૂળ આધાર શું હતો?
એમણે પોતાની સત્યની ખામાં કોઈ સત્યને પ્રથમથી જ માની લીધું નહોતું. એમની દૃષ્ટિ એક અંધવિશ્વાસીની નહોતી. તેઓ તે વૈજ્ઞાનિક શોધક હતા. તેઓ પોતાનું કાર્ય એક માત્ર સત્ય, કે જે અસંદિગ્ધ છે, તેના આધાર પર જ કરે એ સ્વાભાભાવિક છે. એટલું સાચું છે કે સ્વયંની સત્તા “હું છું” અસંદિગ્ધ છે. એના અસ્વીકાર કરવા અશકય છે, કારણ કે તેના અસ્વીકારમાં પણ એની ઉપસ્થિતિ નિશ્ચિત થઈ જાય છે. “હું નથી” એમ કહેવામાં પણ ‘મારું હોવું’ જ સિદ્ધ થાય છે, કેમકે જો હું નથી તે આમ કહેશે પણ કોણ ?
આમ “હું છું ”એ સિદ્ધ છે. ‘હું કોણ છું' એ જ સિદ્ધ કરવાનું છે.
‘હું કોણ છું” એ જાણવા માટે મહાવીરે ત્રણ મિથ્યા તાદાત્મ્ય તાડવાનું કહ્યું છે. ‘હું કોણ છું’ અને ‘હું શું છું' એ જાણતાં પહેલાં મારે એ જાણવું જરૂરી છે કે ‘હું શું નથી.’ આપણુ પહેલું તાદાત્મ્ય આ શરીરની સાથે છે, બીજું વિચારની સાથે અને ત્રીજું ભાવની સાથે છે. . આ ત્રણેને તોડવા એ જ તપશ્ચર્યા છે. જેમ જેમ આ તાદાત્મ્ય તૂટે છે તેમ તેમ આપણા ચિત્તની અચેતન કક્ષા ચેતનમય બનતી જાય છે અને આપણી ભીતર અંધકારની જગ્યાએ પ્રકાશનો જન્મ થાય છે.
શરીરની પ્રત્યેક ક્રિયા અને હું શરીર નથી, તો આ સ્મરણ ક્રમશ: વિચારના સતત પ્રવાહમાં
સ્થિતિમાં એવું યાદ રાખવું કે ચેતનાને શરીરથી મુકત કરે છે. એવું યાદ રાખવું કે હું વિચાર