________________
✩
મુદ્ધ જીવન
સૂકી ધરતીનાં મીઠાં સ્મરણા
બુધવાર, તા. ૧૦-૨-૬૫
મિલન સમારંભ
‘કચ્છ મિત્ર ' ના કાર્યાલયમાં રાત્રિના આઠ વાગ્યે અમારા શ્રી પરમાનંદભાઈનું‘કચ્છ મિત્ર' ના કાર્યકરો સાથે મિલન ગોઠવવામાં આવ્યું હતું. શ્રી પરમાનંદભાઈ મુંબઈના સૌરાષ્ટ્ર ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે અને ‘કચ્છ મિત્ર’સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવતા સામયિકોમાંનું કચ્છ-ભુજમાંથી પ્રગટ થતું એક દૈનિક પત્ર છે. તે કાર્યાલયના મેનેજર શ્રી જમનાદાસ પી. શાહ છે, અને જો કે કચ્છ મિત્રના તંત્રી કચ્છતા જાણીતા કૉંગ્રેસી આગેવાન શ્રી ઝુમખલાલ મહેતા છે, પણ કચ્છમિત્રનું સંપાદનકાર્યમોટા ભાગે ભાઈ નવીન અંજારિયા સંભાળે છે. ઉપર જણાવેલ મિલન પ્રસંગે આ બન્ને ભાઈઓએ તેમ જ અન્ય કાર્યકરોએ, અમે કચ્છ મિત્રના કાર્યાલય ઉપર પહોંચ્યા એટલે, અમને આવકાર આપ્યો. આ પ્રસંગે, મુંબઈનું દ્વિભાષી રાજ્ય હતું ત્યારે જે નાયબપ્રધાન હતા એવા કચ્છના કૉંગ્રેસી પ્રમુખ આગેવાન શ્રી પ્રેમજી ભવાનજી ઠક્કર પણ ઉપસ્થિત થતા હતા. પ્રારંભમાં શ્રી જમનાદાસભાઈએ પરમાનંદભાઈનું પુષ્પહારથી સ્વાગત કર્યું અને તેમના ઉપસ્થિત કાર્યકરોને પરિચય આપ્યો. ત્યાર બાદ શ્રી પરમાનંદભાઈએ કચ્છ મિત્રના સંપાદક તેમજ અન્ય કાર્યકરોને ઉદ્દેશીને બોલતાં જણાવ્યું કે “આ નિમિત્તે તમા બધા ભાઈઓની વચ્ચે આવવાનું બનતાં અમે ઘણા આનંદ અનુભવીએ છીએ. આ કચ્છનો પ્રવાસ યોજવા પાછળ કચ્છની રિળયામણી ભૂમિનાં દર્શન કરવા અને સાથે સાથે જ્યાં જ્યાં શકય હોય ત્યાં ત્યાં ક્ચ્છના ભાઈઓને મળવું, તેમને નજીકથી જોવા - જાણવા, અને એ રીતે કચ્છી પ્રજા અને મુંબઈ બાજુએ વસતા અમે લોકો વચ્ચે જે કાંઈક અલાયદાપણાનો ભાવ વર્તે છે તે દૂર કરવા, અને તેમની સાથે આત્મીયતા અનુભવતા થવું—આવા અમારો ઉદ્દેશ છે. અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અમારા જે આદરસત્કાર થતો રહ્યો છે અને અમે જે ઉમળકાનો અનુભવ કર્યો છે તેના પરિણામે અમારો ઉદ્દેશ સારા પ્રમાણમાં સફળ થઈ રહ્યો છે એમ અમને લાગે છે.
ત્યાર બાદ ‘કચ્છ મિત્ર' જેવા કૉંગ્રેસતરફી સામયિકનું આજની લાકશાહીને વરેલા ભારતમાં શું કર્તવ્ય હોવું જાઈએ એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી પરમાનંદભાઈ.ને જણાવ્યું કે “અલબત્ત, કોઈ પણ પક્ષની તરફેણ કરવાના કોઈ પણ વર્તમાનપત્રને અધિકાર છે, પરંતુ તેવી તરફેણ કરતાં સત્યની રક્ષા કરવાની તેણે પૂરી કાળજી રાખવી ઘટે. પક્ષના હિત ખાતર પક્ષના સ્વજને સત્યને સન્મુખ રાખીને પક્ષના કાર્યની અને પ્રવૃત્તિની જ્યારે પણ જરૂર જણાય ત્યારે ટીકા કરતા રહેવું જોઈએ. ‘કચ્છ મિત્ર’કે અન્ય વર્તમાનપત્ર તાજ લોકોના સાચા મિત્ર તરીકેની ફરજ બજાવી શકે. ”
તેમણે ઉમેર્યું કે “કચ્છ મિત્ર જેવા સામયિક પત્રો પક્ષ નિરપેક્ષ બનીને પાતાનું કાર્ય લાવે એવી આશા વધારે પડતી ગણાય. આવા પાત્રાને આજના રાજ કારણી પક્ષેામાંના કોઈ એક પક્ષ સાથે સંબંધ હેય અને તેનું વલણ એ રીતે પક્ષતરફી હોય એમાં કશું ખોટું નથી. પણ
તેનો અર્થ એમ ન જ થઈ શકે કે
પક્ષના દરેકકાર્યનું તેણે સમર્થન જ કરવું જોઈએ. પક્ષના હિત ખાતર પણ જ્યાં જ્યાં પક્ષની ભૂલ થતી દેખાય. લેાક-કલ્યાણની હાનિ થતી જણાય, ત્યાં ત્યાં આવા સામયિકની ફરજ છે કે તેણે લોકોને તેમ જ પક્ષને પણ સ્પષ્ટ માર્ગદર્શન કરાવવું જોઈએ, યોગ્ય વિવેક અને સંયમપૂર્વક અને એમ છતાં નિડરપણે પેાતાના અભિપ્રાયો દર્શાવતા રહેવું જોઈએ. જો પક્ષ નિષ્ટા સત્યના ભાગે દાખવવામાં આવે તે તે પત્ર લેકોનું મટી જાય. છે અને પક્ષ′′નું દાસ બની જાય છે. આ બાબત આવા પત્રના સંચા લકોએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. અમારા સૌરાષ્ટ્ર ટ્રસ્ટની આ જ નીતિ છે એમ હું માનું છું.”
ત્યાર બાદ શ્રી પ્રેમજીભાઈએ પરમાનંદભાઈ જોડે અમે સૌ કચ્છ દર્શને આવ્યા છીએ એ જાણીને પાતાનો આનંદ વ્યક્ત કર્યાં અને જણાવ્યું કે, “ અમારા દેશમાં પ્રવાસજૂથે આવે છે ત્યારે ચોક્કસ પૂર્વગ્રહપૂર્વક આવે છે. કેટલાકના તો માત્ર એવો જ ખ્યાલ હોય છે કે કચ્છ એટલે રણ, પણ આપ ભાઈએ આટલું ફર્યા છે. અને હજુ કેટલાક ભાગ ફરવાના છે એ ઉપરથી આપને પ્રતીતિ થશે કે નહિ કેવળ રેતી છે, ન અહિં કેવળ અહિથી તહીં ઊંટ ફર્યા કરે છે. અહિં આવનારાઓના મનમાંથી પહેલાં તે! આ ખ્યાલ દૂર થવો જોઈએ. અમારી ભૂમિમાં તમને વિવિધતા દેખાશે, સપાટ પ્રદેશ, ટેકરાળ પ્રદેશ, નદી, નાળાં અને સરોવર અને ત્રણે બાજુએ વીંટળાઈ વળેલા મહાસાગર.. અહિંના બન્ની પ્રદેશ Pure pasture land ૬૩૪ માઈલનો છે. હું એક વખત શ્રીમતી પુષ્પાબહેન મહેતા આવેલાં અને આ પ્રદેશ જ્યારે એમને મે' બતાવ્યા ત્યારે તેમણે કહ્યું કે,” “અમારે ત્યાં એક ગોકુલ છે, જ્યારે તમારે ત્યાં પાંચ-સાત ગાકુલો એક સાથે છે. આ પ્રદેશમાં મોટે ભાગે માલધારીએ તમે જોશો. તેમના ધંધા પશુ - ઉત્પાદન અને પશુધનનો છે, આ દેશ ઈન્સાનિયત અને મહાબ્બતનો દેશ છે. અહિનું આશ્ચર્ય એ છે કે અહિની વસ્તી વધતી જ નથી. પાંચ લાખ સ્થાનિક છે જ્યારે આઠ લાખ મુંબઈ વિગેરે મોટા શહેરોમાં વસે છે. અમારે ત્યાં પશુ પાલન વ્યવસાય ખેતી કરતા મોટો હાઈ બાજરી કરતાં દૂધના ફાળે મોટો છે. ગામડામાં આજીવિકાનાં કોઈ સાધન નથી.”
ctl. 2-4-84
ત્યાર પછી કેટલીક પ્રશ્નોત્તરી થઈ જેના જવાબમાં તેઓએ કહ્યું:
.......
“કંડલા - ડીસા રેલવેનું ૧૯૫૨માં સંધાણ થયું. પહેલાં ૨૩૦ માઈલનાં રસ્તા હતા તે આજે ૧૨૩૦ માઈલનાં રસ્તાઓ થયા છે. Better roads કરતાં અમે More roads.. ના ખ્યાલ રાખ્યો છે-અને આ ન કર્યું હોત તા તમે નારાયણસરોવર પર એક જ દિવસે ન પહોંચત.
૧૦૮ નાના ડેમે બંધાઈ રહ્યા છે. ૧૫૦ પાતાલિક કૂવાનો કાર્યક્રમ છે. ૧૯૪૮માં અમારે ત્યાં ૩ હાઈસ્કૂલા હતી, આજે ૨૩ થી ૨૪ હાઈસ્કૂલો છે. અમારું કચ્છ આમ ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે. મીઠું એ અમારી Basic Industry છે ખનીજનું સંશોધન ચાલે છે ગાંધીધામમાં જે ઉઘોગા છે તેમાં free trade zone છે. અને અહિંનું ઉત્પાદન પરદેશમાં જ મોકલવામાં આવે છે જેની સામે એમને લાઈસેન્સ મળે છે.”
• કચ્છમિત્ર' કાર્યાલયના મેનેજર શ્રી જમનાદાસ પી. રાહુ શ્રી પરમાન ંદભાઇનુ પુષ્પહારથી સન્માન કરે છે.
આ તો પ્રેમજીભાઈના વકતવ્યની ટૂંકી નોંધ છે, પણ તેમણે કચ્છની અનેક વિશેષતા અને લાક્ષણિકતાઓનો અમો પૂરા વિસ્તારથી પરિચય કરાવ્યો અને બે દિવસ પહેલાં નલિયા ખાતે શ્રી. વિનાદરાય વોરાએ અમારી સમક્ષ કચ્છ સંબંધે જે