SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રબુદ્ધ જીવન મેાખરાના અધિકારીઓએ દ્વિભાષી બનવું જ પડશે. વળી બધા કાયદાઓના પ્રમાણભૂત શબ્દાકાર-authorised texts હિંદીમાં હોવા જોઈએ. અત્યારના બંધારણ મુજબ પાર્લામેન્ટ નક્કી ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની ભાષા અંગ્રેજી જ રહેવાની, પણ હાઈકોર્ટમાં પ્રેસીડેન્ટની સંમતિથી પ્રાદેશીક ભાષા દાખલ કરી શકાય, પણ હું આશા રાખું છું કે આવું કોઈ રાજયમાં નહિ બને અને હાઈકોર્ટમાં અંગ્રેજીને સ્થાને હિન્દી જ આવશે. આ ગુજરાતમાં પાંચમાથી અંગ્રેજી કે આઠમાથી અંગ્રેજીઆ પ્રશ્ન ઉપર જે વિવાદ ચાલ્યો તેને એક રીતે હું ભારે કમનસીબ લેખું છું. કોઈ મધ્યમ કે છેડાનો માર્ગ સ્વીકારીને વિવાદને આટલા બધા આગળ વધવા દેવા જોઈતા નહાતા. તાજેતરમાં પ્રજામતને વશ થઈને ગુજરાતની સરકારે થોડું નમતું મૂક્યું છે તે પૂરતું નથી અને એ નમતું મૂકતાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણની નવી ગુંચા પેદા કરી છે. આ વિવાદ મને તે અર્થહીન લાગ્યો છે. વળી આવા વિવાદનું વખતસર સમાધાન કરવામાં ન આવે તો પ્રજામત કેટલા બહેકી જાય છે તે આપણે તાજેતરમાં બહાર પડેલા ત્યાંની મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પરિણામમાં જોયું છે. જ્યાં કોંગ્રેસ વર્ષો સુધી સર્વોપરિ હતી ત્યાં કોંગ્રેસ કેટલી બધી નાની લઘુમતીમાં આવી ગઈ છે? આપણી સરહદો આપણા દેશની સરહદો અંગે જે સ્થિતિ હતી તે કેટલાક દરજજે વધારે કથળી છે, ચીન - પાર્કીસ્તાન વચ્ચે ભારત વિરુદ્ધ એક પ્રકારનું કાવતરું રચાઈ રહ્યું છે અને તેના પ્રધાન ઉદ્દેશ છે બધી સરહદો ઉપર નાના મેાાં છમકલાં કરતા રહીને તેને સળગતી રાખવી અને ભારતના સૈન્યને ચાતરફ રોકાયલું રાખવું, જેના પરિણામે ભારતને પારિવનાનો ખર્ચ થયા કરે અને વિકાસકાર્યોને ખૂબ ધક્કો લાગે, હું નથી માનતા કે તત્કાળ કોઈ મોટા પાયાનું કોઈ પણ બાજુએથી ભારત ઉપર આક્રમણ શરૂ થાય. કારણ કે પાકીસ્તાનને અમેરિકાની મદદ સિવાય ચાલે તેમ નથી અને અમેરિકાની અનુમતિ સિવાય પાકીસ્તાન ભારતને પ્રત્યક્ષ યુદ્ધ તરફ ઘસડી જતું પગલું ભરી શકે તેમ નથી અને આજના સંયોગમાં અમેરિકા આવી અનુમતિ કદિ આપે જ નહિ. આજના વિકસતા રાજકારણમાં જનરલ અયુબખાનનું સ્થાન વધારે આગળ આવતું જાય છે અને એશિયાના આગેવાન રાજ્બુરુષોમાં ઈજિપ્તના નાસરની જેમ અયુબખાન પણ વધારે ને વધારે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરતા જાય છે. આપણી આર્થિક પરિસ્થિતિ આપણે ત્યાં મોંઘવારીનો આંક વધતા જ જાય છે, અનાજના ભાવા કંઈક ઊતર્યા છે, અને પાક બહુ સારો થયા છે, એમ છતાં પણ પરિસ્થિતિ વિષમ બનતી જાય છે; ખેતીના વિકાસ ઉપર જોઈએ તેટલું ધ્યાન અપાતું નથી. કેન્દ્રને રાજ્યોના પૂરતા સહકાર નથી અને રાજ્યામાં પરસ્પર સહકાર છે જ નહિ, આ વખતનું બજેટ ઈન્ફ ુલેશનને ફુગાવાને – હળવા કરે તેવું હતું. પૂર્વના બજેટ કરતાં વધારે સારું હતું. નવા કરી નાખવામાં આવ્યા નથી. અંગત કરવેરામાં પણ ઠીક ઠીક રાહત આપવામાં આવી છે. આમ છતાં પણ તેની અસર ફુગાવા ઉપર, તેમ જ મોંઘવારી ઉપર જોઈએ તેટલી થઈ નથી. સંભવ છે કે બીજાં પગલાંઓ પણ લેવામાં આવે—જેથી ફં ગાવાનું દબાણ ઓછું થાય, મધ્યસ્થ પ્રધાનમંડળમાં એકતા aunity of purpose—દેખાતી નથી. લાલબહાદુર શાસ્ત્રી કેટલાંક નિર્ણયાત્મક પગલાં લઈ શકતા નથી. આમ વહીવટી ક્ષેત્રે પરિસ્થિતિ સંતોષજનક નથી. તા. ૧૫ અન્ય દેશોમાં જે પ્રવચનો કર્યાં તે અણધાર્યાં નહતાં. કાશ્મીર પ્રશ્ન ઉપર તેનાં પ્રવચનોની કોઈ ગંભીર અસર પડે એમ હું માન્ તા નથી, કારણ કે કાશ્મીરના પ્રશ્ન અંગે દરેક દેશની નીતિ અને વલણ ઠીક ઠીક સમયથી ઘડાઈ ચૂકેલ છે—નક્કી થઈ ગયેલ છે. મને લાગે છે કે શેખ અબદુલ્લાએ જે કાંઈ ઠીક - અઠીક કર્યું તેને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવ્યું છે. શેખ અમદુલ્લા મારી દષ્ટિએ શેખ અબદુલ્લાને પાસપોર્ટ આપ્યો તેમાં કાંઈ અયોગ્ય ન હતું. પણ તેમણે પાસપોર્ટની અરજીમાં ‘Indian’ ન લખતાં ‘કાશ્મીરી મુસ્લીમ ' લખ્યું અને એ બાબતનું દુર્લક્ષ કરવામાં આવ્યું તે ખરેખર એક ગંભીર ભૂલ ગણાય. એમણે ઉપસ હાર રાષ્ટ્રીય રાજકારણનો ઉપસંહાર કરતાં જણાવવાનું કે બીજા દેશાની અંદર જેવી પરિસ્થિતિ અને જેવા રાજકીય નેતાઓ છે તેવી જ સ્થિતિ આપણી છે. હાલ તુરત બીજા જવાહરલાલ ક્ષિતિજ ઉપર દેખાતા નથી. આપણે આથી ટેવાઈ જવું પડશે. કોંગ્રેસની કેન્દ્રમાં છે તેના કરતા રાજ્યોમાં વધારે વિષમ પરિસ્થિતિ છે. એક જ પક્ષ, બહુ લાબાં સમય સુધી સત્તાસ્થાન ઉપર રહે એમ હું ન ઈચ્છું. તેનાં જ માંઠાં પરિણામે આપણે ભાળવી રહ્યા છીએઅહિં હું અમદાવાદની સુધરાઈના વિચાર કરું છું. સતત ૩૦ વર્ષ સુધી કોંગ્રેસે સત્તા ભાગવી. આજે એકદમ ફેંકાઈ ગઈ. આવતાં વર્ષો કોંગ્રેસ તેમ જ દેશ માટે ભારે કટોકટીનાં હશે. પ્રજામાનસ આજે grumbling posturesથી ઘેરાઈ ગયું છે – દરેક બાબતમાં ફરિયાદ, ગણગણાટ અને પાર વિનાના ઉકળાટ–આમાંથી, જો પ્રજાએ આગળ વધવું હોય તે ઊંચા યે જ છૂટકો છે. આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે ‘વિયેટ નામ ’અંગે અમેરિકાએ જે નીતિ ધારણ કરી છે તે કોઈ રીતે યોગ્ય નથી. આના બળજબરી અને બાંબવર્ષાથી નહિ, પણ સુલેહશાંતિભરી વાટાઘાટો વડે જ નિકાલ થવો જોઈએ, દક્ષિણ વિયેટ નામને સામ્યવાદથી બચાવવા માટે અમેરિકા આ બધું કરી રહેલ છે એવા અમેરિકાને દાવા છે. આ રીતે વિચારતાં સામ્યવાદ પ્રભાવિત ઉત્તર વિયેટ નામ દક્ષિણ વિયેટ નામ ઉપર આક્રમણ કરતું હોય અને અમેરિકા દક્ષિણ. વિયેટ નામની સરકારના નિમંત્રણથી તેની મદદે જતું હોય તો તે સમજી શકાય તેમ છે. પણ અહિં તો દક્ષિણ. વિયેટ નામમાં સિવિલ વોર - અતર્ગત યુદ્ધ—જેવી પરિસ્થિતિ છે અને દક્ષિણવિયેટ નામની રાજધાની સાઈગાનમાં છાશવારે સત્તાધીશે બદલાતા રહે છે. આવી પરિસ્થિતિમાં વણમાગ્યું અમેરિકા સાઈગાનને મદદ કરવાના નામે દખલગીરી કરતું હોય અને પ્રજાના એક વિભાગને બીજા વિભાગની સામે લડવાની ફરજ પાડતું હોય તો આવી અમેરિકન નીતિના કાઈ બચાવ થઈ શકે તેમ નથી. અત્યારે પરસ્પર વાટાઘાટોની વાત ચાલે છે, પણ એકમેકના વલણ ઉપરથી પતાવટની હજુ કાઈ આશા દેખાતી નથી. સાઉથ - ઈસ્ટ એશિયામાં આપણું વર્ચસ પહેલાં જેવું હાલ રહ્યું નથી. હાલ ચીનથી આ બધા દેશો ખૂબ પ્રભાવિત હાય એમ લાગે છે. સીલેનમાં જે નવી સરકાર આવી તે ભારતવિરોધી નથી એ રીતે ત્યાંના પ્રશ્ન કાંઈક હળવા થયો ગણાય. નાગાલેન્ડમાં કંઈ સમાધાન થવાની આશા હોય એમ દેખાતું નથી. પીસ મિશને કામ તે બહુ સારું કર્યું છે, પણ પરિસ્થિતિમાં કશું સુધારો દેખાતા નથી. આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે એકંદરે તંગદિલી હાલ ઠીક પ્રમાણમાં હળવી બની હોય એમ લાગે છે, જે દેશાના ભાગલા પડયા છે – જેમકે પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મની, ઉત્તર દક્ષિણ કોરિયા, સાઉથ વિયેટનામ~ અને નાર્થ વિયેટનામ – આ બધા દેશો સંધાય – એક થાય એવાં કોઈ ચિહ્નો દેખાતાં નથી, નાસર ખરેખર ઘણા સમર્થ રાજપુરુષ છે. તેને લીધે ઈજિપ્ત ઘણું ઊંચે આવ્યું છે.આતરરાષ્ટ્રીય ક્ષેત્રેટીટો અને નાસર - આ બે સમર્થ રાજ્યરધરો આપણા મિત્રો રહ્યા છે. તે સિવાય આપણી પ્રતિષ્ઠા અને વર્ચસ્વ ઘટતા રહ્યાં છે. રશિયાનું વલણ એકંદર મદદરૂપ છે. સંપાદક : પરમાનંદ ચીમનલાલ ચકુભાઈ શાહ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy