________________
પ્રમુખ જીવન
રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય રાજકારણ
(તા. ૨૧-૧૧-૬૪ના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણની સમીક્ષા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં યોજવામાં આવેલી જાહેર સભામાં કરી હતી. ત્યાર બાદ આજે સુધીના ગાળાના રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય રાજકારણની, તા. ૧૦-૪૬૫ શનિવારના રોજ સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં યોજાયેલી જાહેર સભામાં, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સવિસ્તર સમીક્ષા કરી હતી, જેની સંક્ષિપ્ત નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી )
તા ૧૫૫
રાષ્ટ્રીય ક્ષેત્રે
પ્રથમ આપણે રાષ્ટ્રીય ક્ષેત્રે છેલ્લા પાંચ મહિના દરમિયાન બનેલી ઘટનાઓની આલોચના કરીએ. સમગ્રપણે જોતાં રાજકારણી પરિસ્થિતિ કથળતી રહી છે.
ભાષાકીય તાફાને
આમાં સૌથી વધારે ધ્યાન ખેંચે છે ગયા ફેબ્રુઆરી માસનાં પ્રારંભમાં મદ્રાસ બાજુએ તામીલનાડમાં હિંદી-અંગ્રેજીના પ્રશ્ન ઉપર થયેલાં તોફાના. આ તોફાના ગંભીર અને અત્યન્ત દુ:ખદ હતાં. આપણું નવું બંધારણ ઘડાયું ત્યારે ખરી રીતે તે દક્ષિણ ભારતના અભિપ્રાયને માન આપીને કડીભાષા તરીકે અંગ્રેજીનાં સ્થાને હિંદીને પ્રતિષ્ઠિત કરવા માટે ૧૫ વર્ષના લાંબા ગાળાની ગેાઠવણ કરવામાં આવી હતી. આ ગાળાના ભારત સરકારે હિંદીને વિકસાવવા અને વેગ આપવા પાછળ ઉપયોગ કર્યો હોત તો આજે આ સમસ્યા જ ઊભી થઈ. ન હોત. પરિણામે આજ સુધીમાં હિંદી અંગે જે વાતાવરણ પેદા થવું જોઈતું હતું તે થયું જ નહિં અને દક્ષિણ ભારતમાં હિંદી સામે અને ઉત્તર ભારતના લોકો સામે પ્રતિકુળ પ્રચાર વધતો જ રહ્યો. પરિણામે ૧૫ વર્ષ બાદ પણ હિંદી દક્ષિણ ભારતને સ્વીકાર્ય નહિ બને એવી આગાહી મળી ચૂકી હતી અને આ વાસ્તવિકતાના ખ્યાલ કરીને, અંગ્રેજી એક ‘Associate Language' તરીકે—સાથે ચાલતી વહીવટી ભાષા તરીકે—અનિશ્ચિત મુદત સુધી ચાલુ રહેશે એવી જાહેરાત પણ સ્વ. નહેરુએ કરી હતી. આ જોતાં મદ્રાસ બાજુનાં તોફાનોને કોઈ સંગીન કારણ હતું જ નહિ. અને ઝીણવટથી જોતાં વિચારતાં એમ લાગે છે કે આ તોફાનો 'ભાષાના કારણ કરતાં રાજકારણને લીધે વધુ હતાં. તેનું સ્વરૂપ પણ રાજકારણી હતું. આ તાફાનોમાં સામ્યવાદીઓએ ભાગ લીધો હતો, પણ કૉંગ્રેસીએ પણ કાંઈ ઓછા જવાબદાર નહોતા.
આપણા મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીએ પોતાના ફેબ્રુઆરી માસના વાયુપ્રવચનમાં નહેરુની બાંહ્યધરીનું વધુ મક્કમ રીતે, વધારે સ્પષ્ટ રીતે સમર્થન કર્યું હતું. આથી પણ પ્રજાને પૂરો સંતેષ થયા નથી એમ માલુમ પડતાં કોંગ્રેસ કારોબારીએ આ પ્રશ્ન અંગે મધ્યમ માર્ગ દાખવતા એક વિગતવાર ઠરાવ તૈયાર કરીને લોકો સમક્ષ મૂકયા છે અને તેને રાજ્યના મુખ્ય પ્રધાનોની પરિ પદે ટેકો આપ્યો છે. હવે તે કાનૂની આકારપૂર્વક પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યાં શું પરિણામ આવે છે તે જોવાનું છે. વહીવટી ભાષા અંગેના વિકલ્પે
આજે એક એવા અભિપ્રાય વ્યકત થઈ રહ્યો છેકે ‘English ever, Hindi never’- ‘અંગ્રેજી સદાને માટે, હિંદી કદિ પણ નહિ’. આ અભિપ્રાયના પુરસ્કર્તા રાજાજી છે. કોઇ વિદેશી ભાષા રાષ્ટ્રની હંમેશાને માટે વહીવટી ભાષા—કડી ભાષા—બની રહે એવું કોઈ પણ ઠેકાણે બન્યું નથી; કોઈ પણ દેશ માટે ઈષ્ટ નથી. આમ કરવાનું એક જ પરિણામ આવે કે દેશના ગણ્યાગાંઠયા અંગ્રેજી ભણેલા વર્ગના હાથમાં જ વહીવટી કારભાર સીમિત બની જાય અને સામાન્ય પ્રજા 'તે સાથે કદિ પણ એકરસ બની ન જ શકે. આમ અંગ્રેજીને હંમેશાને માટે Official Languge—વહીવટી ભાષા~બનાવવાની હિમાયત કરનાર રાજાજી માટે ‘દેશદ્રોહી’ શબ્દ આકરો લાગતા હોય તે તેઓ દેશહિતચિંતક તો નથી જ એમ મારે સ્પષ્ટપણે કહેવું
જોઈએ. કારણ કે આના જેવી સ્વત્વ-હાનિ, માનહાનિ, સંસ્કારહાનિ બીજી કોઈ હું કલ્પી શકતો નથી.
બીજો વિકલ્પ વહીવટને હંમેશાને માટે ટ્રભાષી-Bilingualબનાવવાની આગળ ધરવામાં આવે છે. આ પણ એટલા જ કમનસીબ વિકલ્પ મને લાગે છે. તે ખરચાળ છે, મુશ્કેલીભર્યો છે, અવ્યવહારૂ છે.
હળવામાં હળવા વિકલ્પ જે કદાચ સ્વીકારવામાં આવશે તે એ છે કે અહિંદીભાષી એટલે કે દક્ષિણ ભારતનાં રાજ્યોને સ્વીકાર્ય ન બને ત્યાં સુધી અંગ્રેજીને Associate Language-વહીવટ પૂરતી ઈતર ભાષા—તરીકે ચાલુ રાખવી.
અ'ગ્રેજીન' આકર્ષણ શા માટે?
આ આખા ભાષાપ્રકરણની ઉજળી બાજુ મહારાષ્ટ્ર અને ગુજરાતે હિંદીના સ્વીકાર કર્યો તે છે. શાસ્ત્રીજી હંમેશાને માટેદ્રિંભાપીપણું સ્વીકારશે એમ હું માનતો નથી. આજે અંગ્રેજીને મહત્ત્વ બે કારણે આપવામાં આવે છે. : (૧) આપણે અંગ્રેજી દ્વારા દુનિયાની જ્ઞાનસમુદ્ધિના ભાગીદાર બની શકીએ છીએ અને જગત સાથેના સંબંધ જાળવી શકીએ છીએ. પણ આ કારણને હું બહુ વજન આપી શકતો નથી. અંગ્રેજીનાં અભાવે ચીન, જાપાન, રશિયા દુનિયાની જ્ઞાનસમૃદ્ધિથી વંચિત રહ્યા હોય એમ હું માનતો નથી. આજે તો એક ભાષાનું સાહિત્ય અન્ય ભાષાઓમાં બહુ જદિથી સંક્રાન્ત થવા માંડયું છે. આપણે ત્યાંના કેટલાક સાહિત્યકારો દાખલા તરીકે ઉમાશંકર જેવા હિંદી કરતાં અંગ્રેજી ભાષા વધારે સારી અને વધારે પસંદ કરવા લાયક છે એવા અભિપ્રાય દર્શાવતા હોય છે. તે સાંભળીને મને દુ:ખ અને આશ્ચર્ય થાય છે. (૨) અંગ્રેજીનું બીજ આકર્ષણ જીવનમાં આગળ વધવા માટે, વ્યાપારધંધા માટે અંગ્રેજીની સવિશેષ ઉપયોગીતા છે. જ્યાં સુધી વહીવટ અને ધંધા ઉદ્યોગના ક્ષેત્રમાં અંગ્રેજીનું એકચક્રી રાજ્ય છે ત્યાં સુધી આ બીજું આકર્ષણ ઘટવાનું નથી. અંગ્રેજીને એ સ્થાનેથી હઠાવવી હોય તો તેને સૌ પ્રથમ વહીવટના ક્ષેત્રમાંથી હઠાવવી જોઈએ. તેમ થશે તો જ અંગ્રેજીના મેાહ અને પ્રતિષ્ઠા ઘટશે, અંગ્રેજી સાહિત્ય અલબત્ત અતિ સમૃદ્ધ છે. જેને તેના લાભ લેવા હાય તે જરૂર લાભ લે, પણ તે કારણે અંગ્રેજીને વધારે મહત્ત્વ આપવામાં આવે તે ખોટુ અને અહિતકર છે. Rs'દીનુ* સ્થાન
મારા અભિપ્રાય પ્રમાણે દેશના રાજ્યોની ભાષાકીય ધોરણે પુનરચના કરવામાં આવી એ નહેરુની ઘણી મોટી ભૂલ હતી. એવી જ અરાજકતા શૈક્ષણિક ક્ષેત્રે—ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે—પ્રાદેશિક ભાષાને શિક્ષણ માધ્યમ તરીકે સ્વીકારવાના કારણે પેદા થઈ રહી છે. આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે એક વાર જે સ્થાન અંગ્રેજીનું હતું તે સ્થાન હિંદીએ લેવું જોઈએ. આ માટે હિંદી પૂરી- વિકસિત ભાષા નથી એમ કહ્યા કરવું. એ ઉચિત નથી. આજે જે પ્રકારની હિંદી ભાષા પ્રચલિત છે તે અઘરી છે. તેને હળવી કરવી પડવાની. એમ છતાં કેટલાક અંગ્રેજીનાં હિંદી પર્યાય શબ્દ, આપણે તેથી ટેવાયેલા નહિં હોઈને, શરૂઆતમાં અઘરા લાગવાના જ. પણ તેથી દેવાતા તે શબ્દો આપેઆપ વહેતા થઈ જશે. સમગ્ર ભારતની દષ્ટિએ આપણે કદાચ નવી હિંદી ઊભી કરવી પડશે અથવા તો ગાંધીજી કહેતા હતા તે મુજબની હિંદુસ્તાની જીવતી કરવી પડશે.
રાજ્યની કક્ષાએ પ્રાદેશિક ભાષાના ઉપયોગ વ્યાપક અને તેને હું અયોગ્ય લેખતો નથી. પણ કંડીભાષા હિંદી હોવી જોઈએ અને