________________
પ્રબુદ્ધ જીવન
ન હોય એ અદા સૌથી વિશેષ પ્રભાવશાળી છે અને બહારના પાઉડર કે મેકઅપ વગર અભિનય શી રીતે કરવો એ જવાહર બહુ રસારી રીતે જાણે છે. કેળવાયેલી બેદરકારીથી એ જાહેર તખ્તા પર લોકો સમક્ષ ખોટ અભિનય કરીને એમનાં મન હરી જાય છે, પરંતુ એથી દેશનું શું ભલું થાય ? એમના આ અભિનય પાછળ કયો હેતુ, કઈ ભાવના છુપાયેલાં છે?
દરેક દષ્ટિએ આ પ્રશ્નો રસપ્રદ છે, કારણ કે જવાહરલાલનું વ્યકિતત્વ જ એવું છે કે તે આપણું ધ્યાન ખેંચ્યા વિના ન રહે. પરંતુ આપણા આ પ્રશ્નો મહત્ત્વના પણ છે, કારણ કે જવાહરલાલ વર્તમાન ભારત અને સંભવત: ભાવિ ભારત સાથે સંકળાયેલા છે. ભારતનું ઘણું ભલું કે ઘણું બૂરું કરવાની શકિત તેમનામાં છે, તેથી આપણે આ પ્રશ્નના ઉત્તર શોધવા જોઈએ.
બે વર્ષથી તેઓ કેંગ્રેસ પ્રમુખ છે. કેટલાક લોકો એમ માને છે કે તેઓ કાર્યવાહક-સમિતિના મવડી માત્ર છે અને બીજાએના દબાણને વશ વર્તી ચાલનારા છે. તેમ છતાં તેઓ પોતાની પ્રતિષ્ઠા અને વગ જનતામાં અને વિવિધ જુથમાં સતત વધારતા રહ્યા છે. તેઓ ખેડૂત અને કામદાર, મુસ્લિમ અને ખ્રિસ્તી, પારસી અને યહૂદી દરેક સાથે હળે ભળે છે. તેમની સાથે તેઓ કોઈ ભિન્ન વાણી ઉચ્ચારે છે અને તેમને પોતાનાં કરી લેવા સદાય પ્રયત્ન કરે છે. આ ઉંમરે પણ આશ્ચર્યજનક ફ તિથી તેમણે ભારતના વિશાળ પ્રદેશ પ્રવાસ ખેડયો છે અને પ્રત્યેક સ્થળે તેમને અસાધારણ આવકાર મળ્યો છે. દૂર ઉત્તરેથી તે છેક કન્યાકુમારી સુધી એ વિજેતા સીઝરની જેમ ઘુમી વળ્યા છે. અનેક દંતકથાઓ તેમની પાછળ પ્રસરી રહી છે. આમાં માત્ર એમના ચિત્તને આહલાદ આપતો કોઈ તરંગ હશે કે એની પાછળ સત્તા હાથ ધરવાની કશી આંકાક્ષા રહી હશે? ટોળાંઓમાં ઘૂમવાની તેમની મનોવૃત્તિને હેતુ શો હોઈ શકે ? તેમણે તેમની આત્મકથામાં જે સત્તાલાલસાને ઉલ્લેખ કર્યો છે તે જ તેમને એક જનસમૂહમાંથી બીજા જનસમૂહ વચ્ચે ફરવા પ્રેરતી નહીં હોય ? એ સત્તાલાલસા તેમને મનોમન બોલાવતી નહીં હોય કે ‘મેં મારા તરફ આ માનવસમુદાયને ખેંચ્યું છે અને આકાશના તારાઓમાં મારી સત્તાલાલસા અંકિત કરી દીધી છે.”
પરંતુ એ તરંગ સત્તાકાંક્ષામાં પલટાઈ જાય તો? જવાહરમાં મહાન અને કલ્યાણકારક પ્રવૃત્તિ કરવાની ગજબનાક શકિત ભલે હોય, છતાં એવા પુરુષે લેકશાસનમાં જોખમકારક ગણાય. એ પિતાની જાતને લોકશાહીના પુરસ્કર્તા કે સમાજવાદી તરીકે ઓળખાવે છે, અને અલબત્ત સાચેસાચ એ એવા છે પણ ખરા, તથાપિ એક સહજ વળ ચડતાં જ એ સરમુખત્યાર પણ થઈ બેસે, ધીમી ગતિએ ચાલતી લોકશાહીને એક બાજુ મૂકી દે અને છતાંય તેઓ લોકશાહી અને સમાજવાદનાં સૂત્રે ઉચ્ચારે, પરંતુ આપણે જાણીએ છીએ કે આમ જ ફાસીવાદ ફાલ્યો અને નકામો કચરાની જેમ ફેંકાઈ ગયો.
જવાહરલાલ ફાસિસ્ટ બની શકે તેમ નથી. ફાસીવાદની ખરબચડી, કઢંગી રીતરસમ એ ભાગ્યે જ જીરવી શકે. એમને ચહેરો અને એમની વાણી પણ એની સાખ પૂરે તેમ છે. એ જાણે કહે છે :
જાહેર સ્થળોમાં કૌટુંમ્બિક મુખાકૃતિઓ જેટલી સુંદર અને આકર્ષક લાગે છે તેટલી કૌટુંમ્બિક સ્થળોમાં જાહેર મુખાકૃતિઓ સુંદર અને આકર્ષક લાગતી નથી.”
ફાસીવાદી મુખાકૃતિ એ જાહેરમાં દેખાડવાનું મહોરું છે. પણ તે જાહેરમાં કે ખાનગીમાં કયાંય પ્રસન્નર જણાતું નથી. જવાહરલાલની મુખાકૃતિમાં તેમ જ તેમની વાણીમાં નિશ્ચિતપણે આત્મીયતાનું તત્ત્વ છે. લોક્સમૂહમાં અને જાહેર સભામાં પણ તેઓ આત્મીયતાપૂર્વક બોલે છે એમાં જરાય શંકા નથી. એમ જણાય છે કે જુદી જુદી વ્યકિતઓ સાથે જાણે વજનની જેમ તેઓ વાત કરે છે. આપણે તેમનો અવાજ સાંભળીએ છીએ અથવા તેમને લાગણીવશ ચહેરો જોઈએ છીએ ત્યારે આપણને પ્રશ્ન
થાય છે કે એ સ્વર પાછળ અને મુખાકૃતિ પાછળ શું શું છુપાયેલું હશે, કયા વિચારો અને કામનાઓ, ગ્રંથીઓ અને નિગ્રહો તેની પાછળ રહેલાં હશે અને કેવા આવેગેને નિગ્રહ કરીને તેમાંથી તેમણે શકિત પ્રાપ્ત કરી હશે? જાહેરમાં બેલતી વેળાએ વિચારને. ક્રમ તેમને પકડી રાખે છે, પરંતુ બીજા પ્રસંગોએ તેમને દેખાવ તેમને દગો દેતે હોય તેમ લાગે છે, કારણ કે તેમનું મન વિવિધ ક્ષેત્રોમાં અને વિવિધ તરંગમાં ભમે છે અને ઘડીભર તે પોતાની સામે બેઠેલા માણસને ભૂલીને પિતાના મન સાથે ગેષ્ઠિ કરે છે. પિતાની વિક્ટ અને ઝંઝાવાતભરી જીવનયાત્રામાં ખેઈ બેઠેલા માનવસંપર્કને તેઓ વિચાર કરી રહ્યા છે. શું તેઓ તેને માટે ઝંખી રહ્યા છે કે પછી તેઓ સ્વનિમિત ભવિષ્યનું અને સંધર્ષો તથા વિજયનું સ્વપ્ન નિહાળી રહ્યા છે? તેમણે જાણવું જોઈએ કે તેમણે પસંદ કરેલા માર્ગમાં વિશ્રાંતિ નથી અને તે માર્ગે વિજય મળે તે પણ ભાર વધવાને છે. લોરેન્સે આરબાને કહ્યું હતું તેમ “બળવાખારો માટે વિશ્રાંતિગૃહે ન હોઈ શકે, તેમને આનંદ ન મળી શકે.”
તેમના નસીબે આનંદ નહિ હોય, પણ નસીબ સાનુકૂળ હશે તે કદાચ એથીય મોટી વસ્તુ તેમને પ્રાપ્ત થઈ શકશે અને તે જીવનના ઉદ્દેશની સિદ્ધિ.
જવાહરલાલ ફાસીવાદી ન બની શકે અને તેમ છતાં તેમને સરમુખત્યાર બનાવે તેવાં ઘણાં લક્ષણે તેમનામાં છે. અતિશય લોકપ્રિયતા, સુદઢ મનોબળ, તાત, જુસે, ગર્વ, સંગઠનશક્તિ, ચોગ્યતા, કડકાઈ, સમૂહ પ્રત્યે તેમનો પ્રેમ હોવા છતાં બીજાઓ પ્રત્યેની તેમની થોડીક અસહિષ્ણુતા અને નિર્બળ તથા અણઘડ પ્રત્યે તેમને કંઈક તિરસ્કાર. એમના મિજાજના ચમકારા સુખ્યાત છે. ધાર્યું કરવા માટે, અણગમતું ફગાવી દેવા માટે અને નવું સર્જવા બાટે ઊછળતે તેમનો મનોભાવ લોકશાહીની ધીમી પ્રક્રિયાને લાંબા સમય ભાગ્યે જ સહી શકશે. તેઓ તેમની ઈચ્છા મુજબ કામ થાય છે કે નહીં તેની તકેદારી રાખશે. સામાન્ય સંજોગોમાં તેઓ કેવળ સફળ અને કાર્યક્ષમ વહીવટકર્તા બની રહેશે. પરંતુ આ ક્રાંતિકારી યુગમાં સીઝર હંમેશાં બારણાં ઠોકી રહ્યો હોય છે. જવાહરલાલ સીઝર બનવાની કલ્પના કરે એવી શક્યતા નથી શું ?
આમાં ભારત અને જવાહરલાલ માટે જોખમ રહેલું છે. કારણ, ભારત સીઝરવાદ દ્વારા સ્વાતંત્રય સિદ્ધ કરી શકશે નહીં. કલ્યાણકારી કાર્યક્ષમ એકહથ્થુ સત્તા હેઠળ તે સમૃદ્ધ થઈ શકશે, છતાં તે કુંઠિત રહેશે અને તેની પ્રજાની મુકિતમાં વિલંબ થશે. - બે વર્ષથી જવાહરલાલ પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને એમણે પિતાનું મહત્ત્વ એવું બતાવ્યું છે કે ઘણા એમને ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટવાની વાત કરે છે. પણ ત્રીજી વાર એ ચૂંટાયા તો તેના જેવી હિન્દની બીજી કસેવા થવાની નથી. એથી મહાસભાના ભેગે એક માણસની પૂજા થયા કરશે. એથી જવાહરની બુરાઈઓને આપણે માટે ઉત્તેજન આપીશું. એમની અભિમાનવૃત્તિ વધારીશું, એ એમ જ માનતા થઈ જશે કે ફકત એ જ હિન્દના પ્રશ્નોનો ઉકેલ લાવી શકે તેમ છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે એ. બહારથી મહાસભાના મોટા હોદ્દા તરફ નિલે ૫ વૃત્તિ દર્શાવતા હોય છતાં, છેલ્લાં સત્તર વર્ષથી એમણે મહાસભાના મહત્વના હોદ્દા પોતાની પાસે રાખ્યા છે. આપણે હવે બતાવી આપવું જોઈએ કે જવાહર લાલ અનિવાર્ય નથી, અને તેથી તેમને ત્રીજી વાર પ્રમુખ તરીકે ૨ટવાનું હિન્દને પરવડે તેમ નથી.
આ માટે એક વ્યકિતગત કારણ પણ છે. તેઓ ભલે હિંમતભરી વાતો કરે છે, છતાં સ્પષ્ટપણે શ્રમિત અને શિથિલ બની ગયા છે. જો તેઓ પ્રમુખ તરીકે ચાલુ રહેશે તે તેઓ વધુ શિથિલ થઈ જશે. તેઓ આરામ લઈ શકશે નહિ, કારણ એક વાર વાદ્ય પર સવારી કર્યા પછી તેના પરથી ઉતરી શકાતું નથી. ભારે બોજ અને જવાબદારીમાં તેમની માનસિક શકિતઓ ક્ષીણ થતી આપણે અટકાવીએ અને તેમને બહેકી જતા રોકીએ. ભવિષ્યમાં તેમની પાસેથી સારા કાર્યની અપેક્ષા રાખવાનો આપણે. અધિકાર છે. આપણે એ ભાવિને કાર્ષિત ન કરીએ અને વધુ પ્રસંશા કરીને કે વધુ મહત્તા આપીને તેમને પણ મોઢે ન ચડાવીએ. તેમની પતરાજી ખરેખાત. ભયંકર છે. તેને અંકુશમાં રાખવી જોઈશે. આપણે સીઝરો જોઇતા નથી.
ચાણક્ય