________________
પ્રભુ
છે એમ કહી શકાય. પરંતુ પાંચમા–આઠમાનો પ્રશ્ન બીજા અનેક અસંતોષોમાં થયેલા છેલ્લા ઉમેરારૂપ ગણાય. જનતાને જીવનની જે પારાવાર યાતનાઓ વેઠવી પડે છે, મોંઘવારીની ભયંકર ભૂતાવળ નાચી રહી છે, તેથી જીવનનું હીર નિચેાવાઈ રહ્યુ છે, અનાજ, ગાળ, તેલ વગેરેની કૃત્રિમ તંગીને લીધે અને સરકારના અધૂરાં, અધકચરાં પગલાંને લીધે જે મુશ્કેલીઓ અને ત્રાસમાં ઉમેરો થયા છે તેથી જનતામાં જે ઊંડો અસંતોષ વ્યાપી રહ્યો છે એના ઉપર, ‘દાઝયા ઉપરના ડામ' જેવી મુખ્ય પ્રધાનની અંગ્રેજી અંગેની જાહેરાતે મ્યુ. કોંગ્રેસ પક્ષનું ભાવિ નક્કી કરી નાખ્યું એમ હવે લાગે છે. પાંચમા ધોરણથી અંગ્રેજી ભણાવવાની મરજિયાત છૂટ આપીને એસ. એસ. સી. પરીક્ષા એક જ કક્ષાએ લેવાની જાહેરાત અને તે સાથે જ ૫--૬--૭ ધારણાને પ્રાથમિક કક્ષાનાં ગણવાની નીતિની વિનાકારણ અત્યારે થયેલી જાહેરાતથી અમદાવાદ શહેરના મધ્યમવર્ગમાં જબરો રોષ ફાટી નીકળ્યો. “ભદ્રના કિલ્લા પાછળ બેઠેલાને ખ્યાલ ન આવે” એવી આ પ્રશ્ન અંગે અમે તે વખતે કરેલી ટકોર સાચી નીવડી છે. કોંગ્રેસના મ્યુ. વહીવટ સામે નહિ પણ કોંગ્રેસના લાકમતની દરકાર નહિ કરવાના અથવા ગોળગોળ જાહેરાતોથી ટંગડી ઊંચી રાખી લોકોને મૂર્ખ બનાવવાના પ્રયાસ લોકો ન સમજે એવા ભાટ હવે રહ્યા નથી એ જ આ મતપેટીઓએ દેખાડી આપ્યું છે !
અલબત્ત મેઘવારી, ઝેનબંધીને લીધે અનાજની મુશ્કેલી, તેલની નફાખોરી અને ગાળની તંગી વગેરે પ્રશ્નાને મ્યુનિસિપલ કોરર્પોરેશન સાથે કશી સીધી નિસ્બત નથી, તેમ એ એકલી ગુજરાત સરકારના હાથની વાત પણ નથી; છતાં લોકોને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરવાનું, વિશ્વાસમાં લેવાનું, બની શકતી રાહત મળે તેમ કરવાનું તો કોંગ્રેસના હાથમાં હતું જ. લાપ્રેમ ખાઈ બેઠેલી કોંગ્રેસ લોકોની વિશાળ સભા ભરી શકે નહિ, તે લોકો વચ્ચે જઈને તે કામ કરી જ શકે...છતાં તેમ થયું નહિ એને ડંખ જનતા કેમ ભૂલે ? અમદાવાદ શહેરમાંથી મજૂર મહાજનના અગ્રણી શ્રી. વસાવડાને હરાવીને શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિક લોકસભામાં ચૂંટાઈ આવ્યા હોવા છતાં ડૉ. જીવરાજ મહેતાના પ્રધાનમંડળના સમયમાં, ૧૯૬૧ની ચૂંટણીમાં મજૂર મહાજનના ગઢ સમા પાં વિસ્તારની ૩૧ બેઠકોમાંથી કોંગ્રેસ ૨૯ બેઠકો જીતી શકી હતી અને શહેર વિસ્તારમાં ૨૧ બેઠકો મેળવી હતી એ બતાવે છે કે કોંગ્રેસ મ્યુ. કારપેરેશનના વહીવટ કરે તે તો જનતાને મંજૂર હતું જ. ગઈ ચૂંટણીમાં ૭૨ માંથી ૫૦ બેઠકો કોંગ્રેસને મળી હતી અને જનતા સમિતિને ૯ તથા પ્રજા સમાજવાદીઓને ૮ બેઠકો મળી હતી. કુલ મતદાનમાંથી ૪૩.૮ ટકા મત કોંગ્રેસને મળ્યા હતા અને જનતા સિમિતને ૨૧.૪ ટકા અને પ્રજા સમાજવાદીઓને ૧૪.૩ ટકા મળ્યા હતા. પણ ૧૯૬૧ પછી જે જે બનાવા બન્યા, કોંગ્રે સની આંતરિક જૂથબંધીના ભવાડા જોવા મળ્યા, ડો. જીવરાજના પ્રધાનમંડળને એમના જ સાથીઓએ ઉથલાવી પાડયું. પ્રદેશ સમિતિ અને શહેર સિમિત વચ્ચેના મતભેદો અને અસહકાર, પ્રદેશ સમિ તિના દેખાવના નહિ પણ ખરા નેતાઓ અને મજૂર મહાજનના મેાવડીઓ વચ્ચેના અંદર ખાનગી- ખૂણે ચડભડતા ખટરાગ, પાંચમાઆઠમાના મતભેદો અને ગુલાંટો, એ વાટાઘાટો દરમ્યાન પ્રદેશ સમિતિની પકડ પાસે છતી થઈ ગયેલી મુખ્ય પ્રધાનની લાચાર સ્થિતિ—એ બધાની અસરોનો સરવાળો આ ચૂંટણીમાં કોંગ્રેસને અભૂતપૂર્વ અને નામોશીભર્યો પરાજ્ય અપાવનારો નીવડયો છે.
જનતા પરિષદને પોતાને જ ૪૨ બેઠકો જેટલી સ્પષ્ટ બહુમતી મળી ગઈ અને કૉંગ્રેસ ૭૮માંથી ૧૩ બેઠકો કરતાં વધુ આગળ વધી જ ન શકી, અને જનતા પરિષદના અજાણ્યા ઉમેદવારો મજૂર વિસ્તારમાં પણ પ્રચંડ મોટું મતદાન મેળવી કોંગ્રેસી
જીવન
તાં, ૧૫-૫
અને મજૂર મહાજનના મોવડીઓને હરાવી શકયા એ ચમત્કાર જનતાએ સર્જી બતાવ્યો છે; પણ સામ્યવાદી વર્ચસ્વવાળી જનતા પરિષદને સત્તામાં મૂકવાનો નિર્ણય જનતાએ કર્યો હતો. એવા ભ્રમમાં કોઈએ રહેવા જેવું નથી. સામ્યવાદીએ ચૂંટાયા છે, જેલમાં અટકાયતી તરીકે રહેલા ડાબેરી (પૅકિંગપંથી) સામ્યવાદી પણ મેખરે રહીને ચૂંટાઈ આવ્યા છે એ બધી હકીકત સાચી હોવા છતાં અમદાવાદ શહેર સામ્યવાદ પસંદ કરવા તરફ વળ્યું હોવાનો આક્ષેપ કરવામાં ગંભીર ભૂલ થશે. આ પરિણામમાં કેવળ કોંગ્રેસ તરફના રોષ જોવા જોઈએ. કોંગ્રેસને ઉથલાવી વહીવટ સંભાળી શકે તેટલા ઉમેદવારો એકલા જનતા પરિષદે જ ઊભા રાખ્યા હતા તેથી અને લોકનેતા શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિકના પ્રભાવને કારણે જનતા પરિષદને આટલી બહુમતી મળી છે. એ બધામાં ઘણાય સામ્યવાદીઓ નથી. ગૃહસ્થે વ્યવસાયીઓ છે, કોંગ્રેસ–વિરોધીઓ છે, સુશિક્ષિત ડોકટરો, વકીલો અને કારીગરો છે. લોકશાહીમાં મુખ્ય વિરોધ પક્ષ વિકલ્પ સરકાર રચી શકે તેવા શકિતશાળી હોય એ સ્થિતિ આદર્શ ગણાય, પરંતુ ભારતમાં હજી તે સ્થિતિ નથી. અમદાવાદમાં જનતા પરિષદને ચૂંટીને જનતાએ તેમને બેજવાબદાર ટીકાખોર પક્ષમાંથી એકાએક વહીવટ માટે જવાબદાર પક્ષ બનાવી મૂક્યો છે. શ્રી. યાજ્ઞિકના ઉદ્ગારોમાં એ જવાબદારીના ભાનના રણકો થોડો સંભળાયા છે. કોંગ્રેસ પક્ષ અને પ્રજાસમાજવાદી પક્ષ મળીને આ વખતે ગઈ મ્યુ. બોર્ડના વિરોધપક્ષની સંખ્યા જેટલી સંખ્યા કરી શકયા છતાં નવા વહીવટમાં તેએ સહકાર આપે, શહેરના એકંદર હિતમાં વર્તે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ જનતાના આ સજજડ તમાચાની કળ વળે ત્યારથી નમ્રતાપૂર્વક લોકશાહીમાંની નિષ્ઠા બતાવી લોકમતને અને લોકોના પ્રેમને લાયક બનવા ફરીથી સેવાભાવે લાકસંપર્ક સાધવાની દોરવણી આપે, કોઈ પણ જાતના કાવાદાવા, ઈર્ષ્યાભર્યા કે કિન્નાખોર વિરોધથી સહુ દૂર રહે, સરકાર પણ લોકોના ચૂંટાયેલા જ પ્રતિનિધિઓ આ નવા વહીટદારો છે એમ સમજીને યોગ્ય વર્તન રાખે તથા જનતા પરિષદના મેાવડીએ શહેરનું એકંદર હિત અને આજ સુધીની પ્રણાલિ લક્ષમાં રાખીને ખેલદિલીથી વહીવટ સંભાળે તે વાતાવરણને ઉશ્કેરાટ અને ગ્લાનિ ઓછાં થશે.
જનતા પરિષદ માટે વહીવટની જવાબદારી નવી છે, પણ એમનામાં શકિત નથી એવું માની લેવાય નહિ. લોકોએ તેમને ચૂંટીને તેમને પણ કસોટીએ ચઢાવ્યા છે. શહેરના આગેવાન નાગરિકોની સલાહમસલતથી તેએ વહીવટ કરે અને સરકાર સાથે પણ જાણી જોઈને અથડામણ ઊભી કરવાની ચળથી દૂર રહે તો તેમને પણ શહેરની સક્રિય સેવા કરવાની તક મળી છે તેને તેઓ પોતાના લાભમાં જ સદુપયોગ કરી શકશે. તંત્રી, સંદેશ. સમેતશિખર–કરારનામા અંગે શ્રી સેહનલાલજી
દુગડનું નિવેદન
કલકત્તા ખાતે પ્રગટ થતા તા. ૨૧-૩-૬૫ના દૈનિક ‘વિશ્વ મિત્ર'માં જૈનોના સમેતિશખર તીર્થ સંબંધે બિહાર સરકાર અને શ્વે. મૂ. જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાજીની પેઢી સાથે તાજેતરમાં થયેલા કરારનામા અંગે પોતાની પ્રતિક્રિયા રજા કરતું એક નિવેદન ભારત જૈન મહામંડળના અધ્યક્ષ કલકત્તા નિવાસી શેઠ સહનલાલજી દુગડ તરફથી પ્રગટ કરવામાં આવ્યું હતું. તે હિંદી નિવેદનના નીચે મુજબ અનુવાદ છે:
બિહાર સરકારે પ્રસ્તુત પવિત્ર જૈન તીર્થસ્થળ સંબંધમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ સાથે કરારનામું કરતી વખતે જૈન સમાજના અધિકારોને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ ઉપર છેડવાને બદલે બન્ને સમાજના પ્રતિનિધિઓ સાથે કરારનામું કરવું જોઈતું હતું. બિહાર સરકારના મુખ્ય મંત્રી તથા રેવન્યુ મંત્રી તરફથી દિગંબર જૈન સમાજના પ્રતિનિધિઓને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. બિહાર સરકારે એ ધ્યાનમાં રાખવું જોઈતું હતું કે ભારતવર્ષમાં જેટલી વસ્તી શ્વેતાંબર મૂર્તિપૂજકોની છે તેટલી વસ્તી દિગંબર જૈન સમાજની છે. આમ હોવાથી બન્ને સમાજ વચ્ચે સદ્ભાવના એટલે કે પ્રેમભાવ ટકી રહે એવા પ્રયત્ન બિહાર સરકારે કરવા જોઈએ.”