________________
REGD. No. B-4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
અબુ જીવન
'પ્રબુદ્ધ જૈન'નું નવસરણુ વર્ષ ૨૭ : અંક ૧
મુંબઇ, મે ૧, ૧૯૬૫, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઇ જૈન યુવક સ`ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
તંત્રી
પરમાનંદ કુંવરજી કાપડિયા
લાકમતને ઐતિહાસિક ચુકાદા
✩
[અમદાવાદ ખાતે ગયા મહિના દરમિયાન કરવામાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કૉંગ્રેસને જે અણધારી અને કલ્પી ન શકાય તેવી હાર મળી તે ઉપર કંઈક સ્વતંત્ર નોંધ લખવાને બદલે તા. ૧૦--૪-૬૫ના ‘સંદેશ’ના અગ્રલેખમાં આ પ્રશ્ન ઉપર જે, જોરદાર રજૂઆત કરવામાં આવી છે તેને અહિં ઉદ્ધૃત કરવી વધારે ઉચિત લાગે છે. આ અગ્રલેખના લેખક શ્રી. કપિલભાઈ મહેતાને આવી સચોટ રજુઆત કરવા માટે હાર્દિક ધન્યવાદ ઘટે છે. તંત્રી]
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીનાં અભૂતપૂર્વ પરિણામેાએ આ વખતે આ શહેરમાં વીસમી સદીનો નવો ઈતિહાસ સર્જ્યો છે. આ પરિણામા કોંગ્રેસ પક્ષ માટે, મજર મહાજન માટે અને કોંગ્રેસ સંસ્થાના અનુયાયીઓ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા સર્વ માટે અત્યંત તીવ્ર આંચકારૂપ જરૂર છે, પરંતુ એ ખરેખર લોકશાહીની પ્રક્રિયાનું પરિણામ છે અને પારાવાર યાતનાઓ વતી જનતાના આર્તનાદ સંભળાવતા અચૂક ચુકાદો છે એમાં કોઈ શંકા નથી. જનતાની લોક્શાહી ક્રાંતિ સિવાય એને બીજી કોઈ રીતે મૂલવવાની ભૂલ થઈ શકે જ નહિ. તેથી જનતાનાં ૩૭૬૦૦૦ થી વધુ મતપત્રકોમાંથી જંગી બહુમતી મેળવીને ચૂંટાનારા તમામ કલાક- પ્રતિનિધિઓને અમે અભિનંદન આપીએ છીએ અને મ્યુ. કોંગ્રેસ પક્ષના કશા જ વાંક વિના, તેમજ મ્યુનિસિપલ વહીવટના ખૂબ યશેાજજવલ ઈતિહાસ છતાં, ડેપ્યુટી મેયરશ્રી સુધ્ધાં કોંગ્રેસ પક્ષના મોવડીઓને પણ જે કારમા પરાજય સાંપડયા છે એમના પ્રત્યે, ગુજરાતની કોંગ્રેસના મોવડીઓનીહઠાગ્રહી અને લોકવિમુખ નીતિખા શહીદ બનવા માટે દિલસોજી વ્યકત કરીએ છીએ.
ગુજરાતના પાટનગર અમદાવાદમાં રેવ. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ પક્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ૧૯૨૧થી નવું જીવન પ્રગટાવ્યું હતું અને ૧૯૨૪માં બહુમતીમાં ચૂંટાઈ દેશભરમાં અપ્રતિમ પ્રતિષ્ઠા અપાવી હતી ત્યાં જ, ૪૧ વર્ષ કોંગ્રેસ પક્ષને અને તેના અંતર્ગત મજૂર મહાજનને પણ નામેાશીભર્યો જાકારો મળ્યો છે. તા. ૩૦મી જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે જે શહેરમાં ૩૮ ચૂંટાયેલી બેઠકોમાંથી ૩૪ બેઠકો કબજે કરીને સ્વ. સરદાર વલ્લભભાઈ પ્રમુખ બન્યા એ જ મ્યુનિસિપાલિટીની તે પછીની બધી જ ચૂંટણીઓમાં (૧૯૫૭ના અપવાદ બાદ કરતાં) કાંગ્રેસ પક્ષને જંગી બહુમતી મળતી જ આવી છે અને જનતાએ અમદાવાદ શહેરની સુખાકારી અને વિકાસ માટેના કોંગ્રેસના પ્રયારોને હંમેઢાં વધાવ્યા છે. છતાં આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ૭૮ બેઠકો માટે પૂરા ૭૮ ઉમેદવાર ઊભા કરનાર એકમાત્ર પક્ષ હાવા છતાં ભયંકર પાય વેઠીને મ્યુ. વહીવટના સત્તાસ્થાનેથી દૂર થશે એ અવશ્ય ઐતિહાસિક બનાવ છે. ભારતભરનાં મ્યુ. કોર્પોરેશનમાં ગુજરાતના પાટનગરમાં, મહાત્મા ગાંધીજીની અને સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિમાં જ કોંગ્રેસને લોકમતની અદાલતમાં આવી આકરી સજા થઈ છે. એ દુ વ છે. કોઈ પણ કોર્પોરેશનમાં નથી
એટલી નાની લઘુમતી કોંગ્રેસ પક્ષને અહીં પહેલી જ વાર મળી છે. જનતાના આ ચુકાદો છે, લેાકશાહી ચૂંટણીમાં મતપેટીઓ દ્વારા અપાયેલા છે, એટલે એ ચુકાદા સાર્વભામ લોકઅદાલતના હોઈને તેને માથે ચઢાવવાંની નમ્રતા કૉંગ્રેસે દેખાડવી જ જોઈશે. એ ચુકાદાનો આદર કરવો જોઈશે. પરંતુ લાકક્મત કોંગ્રેસ પ્રત્યે આટલા બધા કઠોર બનીને મ્યુ. વહીવટમાંથી કોંગ્રેસ પક્ષને ૪૧ વચ્ચે હાંકી કાઢવાની હદે કેમ પહેોંચ્યો એ પ્રશ્ન જ સહુથી મહત્ત્વનો છે. ચૂંટણીના સમસમતા તમાચે કોંગ્રેસ બોધપાઠ તરીકે સ્વીકારીને પ્રાયક્ષિત તરફ વળે એ જ ઉચિત છે.
લાક્મતને ઠોકરે મારવાની ઉદ્દંડતા કૉંગ્રેસે જે જે પ્રશ્નોમાં બતાવી, હાય. તેની આ સજા છે એ તે નિર્વિવાદ છે. લાશાહી એ સ્વરાજયના પ્રાણ છે અને લેાક્શાહીને વરેલી કોંગ્રેસ માટે લાક શાહી ચૂંટણીને નિર્ણય વિરૂધ્ધમાં ઊતરે ત્યારે જ એની લાશાહી નિષ્ઠાની સાટી થવાની છે. સ્વરાજની લડતના મહાન અને પ્રાત: સ્મરણીય નેતાઓએ જનતાના હૃદયસિંહાસન પર સ્થાન મેળવ્યું હતું, એટલે બીજા સત્તાનાં સિહાસનાને તેઓ જનતાના પ્રેમની તાકાતથી ડૉલાવી અને ઊખેડી શકયા હતા અને ભારતને સ્વરાજય મળ્યું હતું. જનતાના હૈયામાં છલકતા એ પ્રેમની તાકાતથી જ કોંગ્રેસ આજ સુધી સ્વરાજનું સંચાલન પણ કરતી રહી છે. એ જ રીતે સ્વરાજ્ય નહેાનું મળ્યું ત્યારે સ્થાનિક સ્વરાજ્યમાં પણ લાહિત માટે ઝૂઝનારા અને સતત પરિશ્રમ કરનારા કોંગ્રેસી આગેવાનોએ સતત વિશ્વાસ જીતીને મ્યુનિસિપલ વહીવટ ચલાવ્યો હતો. આજ સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનો વહીવટ યશસ્વી રીતે ચાલ્યો છે, શહેરની રોનક ખૂબ વધી છે, લોકોયોગી કામે ખૂબ થયાં છે, રસ્તા, દીવા--બત્તી, સફાઈ, કેળવણી, આરોગ્ય અને શહેરના વિકાસ બધાં કામા સુંદર રીતે થયાં છે. એની પાછળ કોંગ્રેસ પક્ષની એક ધારી સેવા જ મુખ્ય છે. આજે પણ મ્યુ. કોંગ્રેસ પક્ષ પ્રત્યે કોઈ રોષ નથી. મ્યુ. વહીવટમાં થોડીક ટીકાઓ સિવાય કોઈ મૂળભૂત ગંભીર ક્ષતિ કોઈએ દેખાડી નથી કે તેના પાયા પર ચૂંટણી લડાઈ નથી. જનતાએ કોંગ્રેસ પક્ષને મ્યુ. ચૂંટણીમાં આટલો સખ્ત પરાજય આપ્યો એ વ્યકિતગત રીતે કોઈ ઉમેદવારને નહિ,, પણ ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત ફ્રૉંગ્રેસના સકંજામાં રહેલી ગુજરાત સરકાર સામેના તીવ્ર રોષને કારણે સંસ્થાને જાકારો આપ્યો છે. એ હકીકતની અવગણના થઈ શકે તેમ નથી,
ગુજરાત સરકારની અંગ્રેજી શિક્ષણ અંગેની નીતિ સામેના લાકવિરોધની અવગણનાના આમાં સચોટ અને અચૂક જવા
↑